SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૭૪ પ્રબુદ્ધ જીવન પડયા ત્યારે થોડા સમય એવો ભાસ થયો કે હવે રાજકીય તખતા ઉપર પાનું “પિલરાઈઝેશન” અર્થાત વિચારકોણીને આધારે બે છેડે ઊભેલા પક્ષેની રચના થશે. ઉપરાંત સરખા વિચારો ધરાવતા લોકો આ બે અંતિમ છેડાવાળા પક્ષેામાં એકત્ર થશે. પરંતુ ધારણા પ્રમાણે આવું કાંઈ થયું નહિ. લેકશાહી સરળતાથી ચાલે તે માટે સમાન વિચારે ધરાવતા રાજકીય પક્ષોએ એકત્રિત બનવું જોઈએ. એમ થાય તે જ જનતા સમક્ષ ચોક્કસ પ્રકારના રાજકીય અને આર્થિક કાર્યકમ મૂકી શકાય. કેંગ્રેસના ભાગલા થયા ત્યારે તે કોઈ વિચારોણી અંગેના મતભેદને કારણે નહોતા થયા, પરંતુ કોને રાષ્ટ્રપતિ બનાવવા તે અંગેના ક્ષુલ્લક મતભેદને કારણે જ કેંગ્રેસમાં ભંગાણ પડયું. હતું. જે વિચારશ્રેણીના નક્કર મતભેદને લઈને કેંગ્રેસમાં ભંગાણ પડયું હોત તો અત્યારે સ્થિતિ જદી હોત. ભંગાણ પછી પણ જની કેંગ્રેસ કે નવી કેંગ્રેસ વચ્ચે કોઈ ખાસ તફાવત દેખાતું નહોતું. કેંગ્રેસની ઢબછબને હું “અચ્છોલા પોલિટિકસ” કહું છું. એક મોટી છત્રી હેઠળ કેંસમાં વિવિધ પ્રકારના વિચારો ધરાવતા લોકો એકત્રિત થયા છે. તેમાં કોમવાદીઓ છે, સમાજવાદી છે. તરુણ તુર્કો છે અને મૂડીવાદીઓ તેમ જ જમીનદારો પણ છે. આ કેંગ્રેસ કોઈ નિશ્ચિત પ્રકારને આર્થિક કાર્યક્રમ એટલે જ ઘડી શકતી નથી. મહાત્મા ગાંધીજીને કેંગ્રેસના આ ભાવિની ખબર હતી એટલે તેમણે કેંગ્રેસને વિખેરીને તેને “લોકસેવા સંઘ' નામ આપવા આગ્રહ કર્યો હતે. સામે પક્ષે વિરોધી રાજકીય પક્ષની સ્થિતિ પણ કેંગ્રેસ જેવી જ છે. થોડા સમય પેતાની એકાદ વિચારોણી પ્રમાણે ચાલ્યા પછી ખાસ પરિણામ દેખાયાં નહિ એટલે ૧૯૬૭ પછી વિરોધ પક્ષોએ પોતાને કોઈ કાર્યક્રમ રજૂ કરવાને બદલે નેન-કેંગ્રેસિઝમ અર્થાત “કોંગ્રેસ નહિ જોઈએ” તેવું સૂત્ર અપનાવ્યું. આ નકારાત્મક અભિગમને કારણે વિરોધ પક્ષો કાવ્યા નહિ. આમ આપણે જોયું કે કોઈ ચોક્કસ વિચારકોણી કે નર નીતિ વગરના પક્ષે કંઈ કરી શકે નહિ. . (૨) તંદુરસ્ત લોકશાહી માટે મુકત અને ન્યાયી ચૂંટણીઓનું આયેાજન થવું જોઈએ. વળી લોકોને અવાજ રજૂ થાય તેવા ઉમેદવારે હોવા જોઈએ. આવા ઉમેદવારોને ચૂંટનારા મતદારે પણ જાગ્રત અને કેળવાયેલા હોવા જોઈએ. અત્યારે ચૂંટણીઓ બહુ જ ખર્ચાળ બની ગઈ છે. યુરોપના કેટલાક દેશમાં ચૂંટણીને અમુક ખર્ચ સરકાર ભોગવે છે. ભારતમાં આવી કોઈ પદ્ધતિ દાખલ કરવી જોઈએ. Guzid aliagall and oralni Proportional Representationની પદ્ધતિ છે તેમ કુલ મતદાનની ટકાવારી પ્રમાણે મત હાંસલ કરનારા પક્ષને વધારાનું પ્રતિનિધિત્વ આપવું જોઈએ. છેક ૧૯૫૨થી ૧૯૭૧ સુધીની ચૂંટણીના આંકડા જોઈશું તે માલૂમ પડશે કે કુલ મતદાનમાં કેંગ્રેસે લધુમતી મેળવ્યા છતાં બેઠકેની દષ્ટિએ તે બહુમતીમાં હોઈને તે સત્તા ઉપર રહી છે. જે “પ્રોપર્શનલ રિપ્રેઝેન્ટેશનની પદ્ધતિ અપનાવાય તે બીજો એક ફાયદો એ થાય કે દરેક પક્ષ પિતાના અમુક આર્થિક, વૈજ્ઞાનિક અને બીજા વિશ્વના નિષ્ણાતોને પણ પ્રતિનિધિત્વ આપીને સંસદમાં મોકલી શકે. આમ કરવાથી સંસદીય લોકશાહીનું હીર-નૂર ઊજળું થાય છે અને લોકશાહી કૌવતવાન બને છે. અત્યારે તો ઉમેદવાર કેટલે કશળ છે તે જોવાને બદલે તે કેટલા મત ખેંચી શકે છે તેના ઉપરથી જ ઉમેદવારી આપવી પડે છે. આને કારણે જ્યૉર્જ બર્નાર્ડ શોએ કહેલું કે ““It is a rule of the fools over wise” તે કહેવત જેવો ઘાટ થાય છે. ચૂંટણીમાં રાજકીય પક્ષોએ કેમ વર્તવું અને સત્તા ઉપરના પકો સરકારી સાધનોનો ઉપયોગ કરવો કે નહિં તે અંગેની આચારસંહિતા ઘડવી જોઈએ. આપણે જોયું કે ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે પાંચમી યોજનામાં મંજૂર ન થયા હોય તેવા પ્રોજેકટના પણ શિલારોપણવિધિ વડા પ્રધાને કર્યા હતા. ચૂંટણી ટાંકણે જ સત્તા ઉપર પક્ષ ઉઘાટને કરે કે નવા વિકાસ પ્રોજેકટે ઊભા કરે તેને એક દષ્ટિએ ચૂંટણીની ગેરરીતિ જ ગણવી જોઈએ. એરિસાની એક ચૂંટણી અંગે આવો ખર્ચ થયેલે તે અંગે હારેલા ઉમેદવારે કેસ કર્યો હતા ત્યારે સુપ્રીમ કોર્ટે જે ટીકા કરી હતી તે શબ્દશ: અહીં આપું છું: . “Large scale development activities undertaken on the eve of elections may not constitute corrupt practices according to the present electoral law but they constitute an evil practice and is a thin line of demarcation between a corrupt practice and an evil practice." - આમ સુપ્રીમ કોર્ટે ભલે ચૂંટણી સમયના પ્રોજેકટના સ્થાપનને ચૂંટણીના કાયદા હેઠળની ગેરરીતિ ગણી ન હોય પણ તેને એક અનિષ્ટ પ્રવૃત્તિ તે લેખી જ છે. (૩) તંદુરસ્ત સંસદીય લોકશાહીના વિકાસ માટે સામાજિક અને રાજકીય અસમાનતા ઓછામાં ઓછી હોવી જોઈએ, જો આ અસમાનતા રહ્યા કરે તે સમાજમાં તંગદિલી રહ્યા જ કરે છે. દેશના ૪૨ ટકા લોકો ગરીબીની જે વ્યાખ્યા નક્કી થઈ છે તેના કરતાં પણ બદતર હાલતમાં જીવે છે. આદિવાસીઓ અને હરિજન ઉપરના અત્યાચારો હજી પણ ઓછા થયા નથી. ઘણા અર્થશાસ્ત્રી એમ કહે છે કે ભૂખ્યા લોકોને રેટી આપીએ તો પણ ઘણું છે, પણ માત્ર રોટી આપીને કોઈ વ્યકિત પાસેથી તેની સ્વતંત્રતા આંચકી લો તો તે રેટીની કોઈ કિંમત નથી. હિટલરના સમયમાં લોકોને પેટપૂરતી રોટી મળતી હતી, પણ લોકોએ સ્વતંત્રતા ગુમાવી હતી. સ્વતંત્રતા ગુમાવીએ ત્યારે જ સ્વતંત્રતાની કિંમત સમજાય છે. સામાજિક અસમાનતામાં જીવતા લોકોને આપણે સ્વતંત્રતાથી વંચિત રાખીએ છીએ. આપણે ભૂખ્યા લોકોને રોટી આપીએ તે બરાબર છે, પણ રોટીની સાથે સાથે સામાજિક સમાનતા પણ આપવી જરૂરી છે. (૪) લેકશાહીની પદ્ધતિ સ્વીકારનારા રાજકીય પક્ષેએ પછીથી ખેલદિલીપૂર્વક સંસદીય લોકશાહીના સિદ્ધાંતેનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. લોકશાહીને ક્રિકેટની રમત સાથે સરખાવી શકાય. જો ઘરઆંગણેની ટીમ હારતી હોય તો આપણે વિરોધી ટીમ ઉપર હમલે લઈ જઈએ તે આખી રમત બંધ થઈ જાય તે રીતે લેકશાહીમાં ચૂંટણીની પદ્ધતિ સ્વીકાર્યા પછી હારનારા પક્ષે ખેલદિલીપૂર્વક હાર સ્વીકારીને પોતે શું કામ હાર્યા તેની આત્મખોજ કરવી જોઈએ અને પોતાની કામગીરી સુધારવી જોઈએ. અહીં હું એક નવા મુદ્દા તરફ આપ સૌનું અને સરકારનું ધ્યાન ખેંચવા માગું છું. લોકશાહીમાં લશ્કરની ફરજ અંગેની સ્પષ્ટ વ્યાખ્યા નિયત કરવી જોઈએ. જ્યાં ત્યાં લશ્કરને ઉપયોગ કરવો જોઈએ નહિ. કુદરતી આપત્તિ સમયે, નાગરિકોના આંદોલન વખતે કે કોમી તેફાને સમયે લશ્કરનો ઉપયોગ કરવામાં આવે છે. જો આવું થશે તો એક દિવસ આપણા ઉપર કાયમ માટે લશ્કરી શાસન આવી જશે તે ભયથી ચેતવા જેવું છે. | (૫) આપણે ત્યાંની સંસદીય લોકશાહીમાં એક તત્ત્વ ખૂટે છે. અમુક પ્રકારના સેફટી વાલ્વની ખામી છે. એટલે કે ઉમેદવાર ચૂંટાઈ જાય પછી તેને સંસદ કે વિધાનસભામાંથી પાછા બોલાવવાની કોઈ જોગવાઈ ચૂંટણીના કાયદામાં નથી. વળી સ્વિટ્ઝરલેન્ડની માફક રેન્ડમ અર્થાત જનમતની પણ કોઈ વ્યવસ્થા નથી. જો કે આપણે જોયું કે જે સેફટી વાલ્વ કાયદાએ પૂરો ન પાડયે તે ગુજરાતની જનતાએ જ પિતાના પગના બળે પેદા કર્યો અને ભ્રષ્ટાચારી સરકારને પાછી બોલાવી લીધી હતી. હાલની આર્થિક અને રાજકીય બેહાલીને ઉપાય ઉપર મુજબ ભાખેલા માર્ગોને આધારે નહિ થાય અને લોકશાહીના માળખાને નંદુરસ્ત નહિ બનાવાય તો સંસદીય લોકશાહીનું ભાવિ ડગુમગુ રહેશે. દિલ્હીના એક ટી. વી. આઉટસ્ટે મરતી વખતે નીચે મુજબની એક નોંધ તેના પુત્ર માટે લખીને રાખી હતી : "For me the summer is so hot to-day, how cold will be the winter for you to-morrow." ભારતના રાજકીય અને આર્થિક તખતા ઉપર આપણને જે ઉકળાટ અને અંધાધુંધી દેખાય છે તે જોતાં એમ લાગે છે કે સંસદીય લોકશાહીના ભાવિ અંગે પણ ઉપર મુજબના શબ્દો જ લાગુ કરી શકાય. મધુ દંડવતે સંકલન : કાન્તિ ભટ્ટ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy