SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન બતાવી આપે છે કે જે સ્વતંત્રતા આપણને મળી છે તે સ્વતંત્રતાને આપણે લાભ લઈ શકતા નથી. વર્તમાનપત્રો ઉપર દબાણ લવાય છે તે વાતને પણ હું અંગત અનુભવ ઉપરથી સ્વીકાર કરી શકતા નથી. આપણા દેશમાં પૂરતું પાણીસ્વાતંત્રય છે. એ સ્વાતંત્ર્ય ન હોત તો ગુજરાત અને બિહારના યુવાને બંડ પોકારી શકયા ન હોત. જનતા અને યુવાનોની અપેક્ષા મુજબ શ્રીમતી ગાંધી આર્થિક ઢાંચામાં ફેરફાર ન કરી શકયાં ત્યારે કઠણાઈઓથી કંટાળેલી જનતાએ અને વિદ્યાર્થીઓએ બંડ પોકાર્યું. આ બંડ દરમિયાન આપણે જોયું કે લોકશાહી વધુ ફૂલીફાલી છે. એ દષ્ટિએ લોકશાહી ઉપર કોઈ ખતરો આવ્યો નથી, પણ લોકશાહીને વધુ વિકાસ થયો છે. જો કે સમસ્યાના ઉકેલ માટે હિંસા અને તોફાન થાય છે તેનાથી જરૂર લેકશાહીને આંચ આવે છે. ગુજરાતમાં નવનિર્માણ સમિતિએ અમુક હદ સુધી સારું કામ કરી બતાવ્યું, પરંતુ જ્યારે તખતા ઉપર આવીને તેણે કશુંક રચનાત્મક કરવાનું હતું ત્યારે જ નવનિર્માણ સમિતિ ચૂપ થઈ ગઈ છે. મને કહેતાં દુ:ખ થાય છે કે શ્રી જયપ્રકાશ નારાયણ જેવા નેતા પણ હાલના ભ્રષ્ટાચાર સામે લડત આપવા લોકોને હાકલ કરે છે, પણ સંગઠિત રીતે લોકોને ઘેરવા માટે આગળ આવતા નથી. ભારતમાં અત્યારે શ્રીમતી ગાંધીના નેતૃત્વને પડકારી શકે તેવી કોઈ વ્યકિત હોય તો તે જયપ્રકાશજી જ છે. જયપ્રકાશ પ્રતિભાવાન છે, નિષ્ઠાવાન છે અને એક આદર્શવાદી રાજપુક્ષ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જનતામાં તેમના વિશે આદર છે. શ્રીમતી ગાંધી નક્કર પરિણામે ન લાવી શકે તો તેમના પછી ભારતની નેતાગીરીમાં જે વેકયુમ અર્થાત ખાલીપણ આવી જાય છે તે અવકાશને જયપ્રકાશજી પૂરી શકે તેવા છે. પણ પેતે નેતા બનવાની ના પાડે છે તે દેશનું કમનસીબ છે. નવનિર્માણ સમિતિએ પણ દેશના ભ્રષ્ટાચારના સડાને દૂર કરવા અને નવી સમાજરચના માટે રાજકીય પારૂપે બહાર આવવું જોઈએ સી. એસ. પંડિત જેમને જવાદી છે જે એક વખત આ પણ તાત્પર્ય કે જુદાં જુદાં રાજ્યની વિધાનસભાઓને પણ આપણે લક્ષમાં લેવી જોઈએ. અહીં એક વાતને ખ્યાલ રાખવો જોઈએ કે રાજ્યો જ્યાં સુધી મજબૂત હોય છે ત્યાં સુધી કેન્દ્ર સરકારનું બહુ પ્રભુત્વ રહેતું નથી. જ્યારે કેન્દ્ર સરકાર ખૂબ મજબૂત હોય છે ત્યારે રાજ્યએ કેન્દ્રીય નેતાઓની મરજી આગળ નમતું જોખવું પડે છે. જવાહરલાલ નહેરુના વખતમાં કેન્દ્ર મજબૂત હતું. પરંતુ જ્યારે નહેરુજીને લાગ્યું કે અમુક રાજ્યોના મુખ્ય પ્રધાને બળુકા બનવા માંડયા છે ત્યારે કામરાજ યોજના’ ના ઓઠા હેઠળ ધણાને સત્તા ઉપરથી ખસેડવાની તરકીબ થઈ હતી. પણ તેમના ગયા પછી ચિત્ર પલટાઈ ગયું છે. ફરી એકવાર રાજ્યોના મુખ્ય પ્રધાને કયાંક કયાંક જોરમાં આવવા લાગ્યા છે. આ સ્થિતિમાં શ્રીમતી ગાંધી સરમુખત્યાર બની શકે નહિ. આપણી લોકશાહી બે તબક્ક કામ કરે છે : એક કેન્દ્રમાં અને બીજે રાજમાં. કેન્દ્ર પાસે બંધારણીય દષ્ટિએ ધણી સત્તા છે, પણ તેમાં ઘણી છટકબારીઓ છે. એટલે મજબૂત રાજ્ય પોતાને મન ફાવે તેવા લાભે કેન્દ્ર પાસેથી ખાટી શકે છે. આપણે જોયું કે શ્રીમતી ગાંધી સરમુખત્યાર તો બની શકે તેમ નથી. હવે પ્રશ્ન એ રહે છે કે જો કેંગ્રેસ જ સત્તા ઉપર રહેવાની હોય અને અત્યારે કેંગ્રેસ જનતાની સમસ્યા ઉકેલવામાં અસમર્થ પુરવાર થતી હોય તો બીજો કોઈ રાજકીય પક્ષ કેંગ્રેસને કેમ ખસેડી શકતો નથી? અહીં એ વાત નોંધવી જોઈએ કે ઘણાં રાજ્યમાં કોંગ્રેસ માંહેનાં તત્ત્વોએ જ કેંગ્રેસને સત્તા ઉપરથી દૂર કરી છે. કેંગ્રેસ સિવાયના તમામ પક્ષોમાં જનસંઘને બાદ કરતાં એ પક્ષોને ભૂતકાળમાં કાગ્રેસ સાથે સંબંધ રહ્યો છે. સમાજવાદીઓ, સામ્યવાદી અને સ્વતંત્ર પક્ષવાળાએ એક વખત કેંગ્રેસના જ કાર્યકર હતા. જનસંઘ જ એ પક્ષા છે જેને કેંગ્રેસ સાથે ભૂતકાળમાંનું કોઈ સગપણ નથી. આ પક્ષ કેંગ્રેસના વિકલ્પરૂપે દેશમાં ઊંચે કેમ આવતો નથી? આનાં કારણો તપાસતાં જણાય છે કે જનસંઘ હજી વર્તમાન વહેણને પિછાણી શકતો નથી. ભારતના ભવ્ય ભૂતકાળ તરફ એનજર નાખ્યા કરે છે. બીજું, જનસંઘમાં ભારતની તમામ કોમનું પ્રતિનિધિત્વ નથી. ત્રીજું, જનસંઘ પાસે કોઈ ચોક્કસ પ્રકારની રાજકીય કે આર્થિક વિચારોણી નથી. ચોથું, આ પક્ષ હજી ગામડાં સુધી પહોંચી શકયો નથી. આને કારણે કેંગ્રેસ સામે તે રાષ્ટ્રીય ધોરણે કંઈ ગજુ કરી શકતો નથી. પરંતુ કદાચ પાછળથી જનસંઘ આગળ આવી શકે. અત્યારે તેને માટે કોઈ શકયતા નથી. હવે આપણે વર્તમાન સમસ્યા ઉપર નજર નાખીશું તો આપણને પ્રશ્ન થશે કે લોકશાહીની હાલની પદ્ધતિમાં શું ખેટકો આવી ગમે છે? આને સીધે જવાબ એ છે કે આપણે પોતે જ લોકશાહી ઢબે વ્યકિતગત રીતે વર્તતા નથી. આપણે નેતાઓને જાણે ઈશ્વરના અવતાર સમજીને તેમની પાસે જ પ્રામાણિકતા, નિષ્ઠા અને ત્યાગના ગુણોની અપેક્ષા રાખીએ છીએ. સ્વતંત્રતા પહેલાંના નેતાઓ જે સાદગી અને સંયમથી રહેતા હતા તેવું જ ધારણ હાલના નેતાઓ માટે ઈચ્છીએ છીએ. પરંતુ આ અપેક્ષા વ્યવહારુ નથી. અપેક્ષા પ્રમાણેના કેટલાક ગુણ શ્રીમતી ગાંધીમાં હતા. એટલે ત્રણ વર્ષ પહેલાં કેંગ્રેસમાં ભંગાણ પડયું ત્યારે લોકો તેમના પ્રત્યે આશાની નજરે જોતા હતા. જાણે એક પ્રેરણાને નવો યુગ શરૂ થયો તેમ સૌએ માન્યું હતું. યુવાનેના અવાજને પ્રથમવાર સ્થાન મળ્યું હતું. શ્રીમતી ગાંધી ઉપર ત્યારે વિરોધીઓ તરફથી એવા આક્ષેપ થતા હતા કે તેમણે ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને વર્તમાનપત્રો ઉપર જબરાં દબાણ આચરવા માંડયાં છે. સંસદીય લોકશાહીનાં જે ચાર મહત્તવનાં અંગો છે તેમાં (૧) વહીવટી તંત્ર, (૨) વિધાનસભાઓ, (૩) ન્યાયતંત્ર, અને (૪) વર્તમાનપત્ર, એ ચારેયને ભારતમાં જેટલી સ્વતંત્રતા મળે છે તેટલી દુનિથાના ભાગ્યે જ કોઈ દેશમાં મળે છે. એક દષ્ટિએ કોંગ્રેસ એ પોતે જ એક સંસદ જેવું સ્વરૂપ ધરાવે છે, પરંતુ કેંગ્રેસીઓ પિતે જ નિષ્ઠા અને હિંમત ધરાવતા નથી. દા. ત. અમદાવાદના કેંગ્રેસ અધિવેશનમાં ઘઉને વેપાર સરકાર હસ્તક લેવાની દરખાસ્ત થઈ ત્યારે કોઈ પણ કેંગ્રેસી પ્રધાને તેની સામે વિરોધ દર્શાવ્યો નહોતે, પણ પાછળથી ઘણા પ્રધાનેએ ઘઉને વેપાર રાજ્યહસ્તક લેવાનું પગલું નિષ્ફળ જાય તેવી જ કારવાઈ કરી હતી ! આ "'સંસદીય લોકશાહી હેઠળ માનવીનું વ્યકિતત્વ વિકાસ પામે છે. આ પદ્ધતિ હેઠળ જ સંસ્થાઓને મુકત વિકાસ થાય છે અને સંગઠને મજબૂત બને છે. આને કારણે સંસદીય લોકશાહીને હું શિરે ચઢાવું છું. લોકશાહી ઢબે ચૂંટણી થાય તે પછી દેશ સમક્ષ જે સમસ્યાઓ ઊભી થાય તેની લોકશાહી પદ્ધતિએ જ વિચારણા થાય ત્યારે લોકશાહીનું જ સ્વરૂપ નિખરે છે તેને આપણે “સંસદીય લોકશાહી ” કહીએ છીએ. જો કે એવું બને કે ઘણા લોકો લેકશાહીનું આ હથિયાર પિતાને ઉપયોગી બને ત્યાં સુધી વાપરે છે અને એ હથિયાર નિરર્થક પુરવાર થાય તો તેનો ત્યાગ કરે છે. સંસદીય લોકશાહીને વિચાર કરતી વખતે આપણે એની સ્થિરતાને પણ વિચાર કરવો જોઈએ. આ સ્થિરતા કયારે આવે? સમાજમાં જયારે ગરીબી હોય કે આર્થિક સમાનતા હોય ત્યારે લેકશાહી ડગુમગુ થાય છે. આ બારામાં ડૅ. બી. આર. આંબેડકર જેવા નેતાએ ૨૫મી નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણીય સભામાં જે ચેતવણી ઉચ્ચારી હતી તે અહીં ટાંકવા જેવી છે : “આપણા સામાજિક અને આર્થિક જીવનમાં આપણે બીજા લોકોને સમાનતાની કયાં સુધી ના પાડયા કરીશું? જો આપણે બીજા લોકોના આર્થિક અને સામાજિક ઉત્થાન આડે અવરોધો મૂકયા કરીશું તો આપણે આપણી લોકશાહીને ખતરામાં મૂકીશું. વહેલામાં વહેલી તકે આપણે અસમાનતાને દૂર કરવી પડશે. જો એમ નહિ કરીએ તે અસમાનતાથી પીડાતા લોકો લેકશાહીના માળખાને ફકી મારશે.” ડો. આંબેડકરના આ શબ્દો અત્યારે ખૂબ જ પ્રાસંગિક બની જાય છે. અત્યારે દેશમાં જે રાજકીય અંધાધૂંધી ફેલાઈ છે તેના ઉપલક્ષમાં આપણે તંદુરસ્ત સંસદીય લોકશાહી કેવી હોય છે તેનાં કેટલાંક મહત્ત્વનાં પાસાં તપાસીશું તે અત્યારે શું છે અને શું હોવું જોઈએ તે વાત સ્પષ્ટ થશે. તંદુરસ્ત સંસદીય લોકશાહીનાં પાંચ મહત્ત્વનાં અંગો છે: (૧) સ્પષ્ટ આર્થિક નીતિ અને રાજકીય હેતુના આધારે રચાયેલા સુસંગઠિત રાજકીય પક્ષનું અસ્તિત્વ જરૂરી છે. કેંગ્રેસના ભાગલા
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy