________________
તા. ૧-૫,૭૪
સંસદ પરત્વે તેમને માન હતું. નહેરુજી પૂરો સમય સંધમાં બેસતા હતા અને અશિસ્ત કે અશાંતિને નિવેડો લાવતા હતા. પણ હવે દશ્ય જુદું છે. હાલનાં વડા પ્રધાન માટે ભાગે તેમના ચેમ્બરમાં અનેક પ્રકારના લાકો સાથે બેસે છે એટલે સંસદમાં તેમની પાટલી ખાલી હાય છે. બજેટની માગ વખતે પણ પ્રધાન હાજર રહેતાં નથી. સંસદના અધ્યક્ષને પણ તેમણે કેમ વર્તવું તેવી સલાહ અપાય છે. સંસદ બહાર જનતાની ધીરજ તૂટી ગઈ છે. લોકોના એ મિજાજના જરૂર સંસદમાં પ્રતિધ્વનિ પાડી શકાય. પરંતુ આ પ્રકારે દેખાડા' કરવાથી કે ધાંધલ કરવાથી નક્કર પરિણામે લાવી શકાય નહિ. પ્રધાનોના ભ્રષ્ટાચાર કે કૌભાંડો બહાર લાવવા તે એક દષ્ટિએ ઠીક છે, પણ માત્ર ભ્રષ્ટાચારની વાતો કે આક્ષેપો કરવાથી કંઈ વળવાનું નથી
જો લોકોના મનમાં ભયંકર નાસીપાસી ઘર કરી ગઈ છે. જો આ નાસીપાસી પરાકાષ્ઠાએ પહોંચશે તે આપણે ક્યાં જઈશું? હાલની તંગદિલી એટલી હદે પહોંચી છે કે જાણે સંસદીય લાકશાહીને અભરાઈએ ચઢાવી દેવામાં આવી છે. લોકશાહીના તમામ નિયમોને નેવે મૂક વામાં આવ્યા છે. આયારામ અને ગ઼યારામ વધી પડયા છે. અનુયાયીઓનાં ટોળાં એકઠાં કરવામાં જ સૌં પડયા છે. શું આ લોકોના હાથમાં લાકશાહી અને દેશનું સુકાન સલામત રહેશે?
લોકોની હતાશા દૂર કરવા માટે ભેગા મળીને વિચારવું પડશે. કોઈ રાજકીય પ્રક્રિયા દ્વારા ભ્રષ્ટાચાર, અસંતોષ અને ગરીબીને હટાવવી પડશે. કશુંક તંત્ર હોય કે સંગઠન હોય તો જ આપણે કોઈ વિચારના અમલ કરી શકીએ છીએ. આ માટે આપણે સૌપ્રથમ યુવાનાને આગળ લાવવા પડશે અને તે માટે એક ચોક્કસ પ્રકારની વિચારશ્રેણી નક્કી કરવી પડશે. આપણી ઈચ્છા મુજબના સમાજ રચવા માટે વિચારકોણી નક્કી કર્યા વગર નહિ ચાલે. આ વિચારકોણીને કોઈ નક્કર આર્થિક કાર્યક્રમ સાથે જોડવી પડશે. આપણી ચૂંટણીઓ જરૂર ખર્ચાળ બની છે. ચૂંટણીઓને બિનખર્ચાળ બનાવવા માટે પણ ભેગા બેસીને જ વિચારવું રહેશે.
લોકો ઉપર જ મદાર રાખવા પડશે.
હાલની સમસ્યાઓ માટે અન્ય દેશની પદ્ધતિઓ તરફ નજર માંડવાથી કાંઈ નહિ ચાલે. બ્રિટનની સંસદીય પદ્ધતિ કે ફ્રાંસની રાજકીય પદ્ધતિ અપનાવવાથી આપણો દહાડો નહિ વળે. આપણે શું વિચારકોણી છે તે સ્પષ્ટ કરવું પડશે અને એ વિચારકોણીને મને કોઇ જનતા સમક્ષ આપણી આધારે ફળદાયી કાર્યક્રમ ઘડવા જોઈશે. પરતુ આવું કરતાં આપણા નેતાઓ કરે છે. અત્યારે આપણી નેતાગીરી રેઢિયાળ પુરવાર થઈ છે. નેતાઓ ‘વ્યવહારુ બની ગયા છે. કોગ્રેસ પક્ષે તો વ્યવહારતા અપના વીને સિદ્ધાંતને રામ રામ કરી દીધા છે. પરંતુ ઉપર કહ્યું તેમ માત્ર કાગ્રેસને દોષ દઈને જ બેસી રહેવાથી કંઈ વળવાનું ભ્રષ્ટાચાર અને કલુષિતતાથી કંટાળીને સીધુ તો બની શકાતું નથી. કાળાં નાણાંની વાતો કરીનેજ ચૂપ બેસી શકાય તેમ નથી: સુફિયાણી વાતા તે સૌ કરે છે. વળી સમાજવાદની વાત પણ તમામ પક્ષે કરવા માંડયા છે. જનસંઘ અને સ્વતંત્ર પક્ષ જેવા પક્ષાને સમાજ વાદની અનિવાર્યતા સમજાઈ છે. પરંતુ કાર્લ માર્ક્સના સિદ્ધાંત કે સમાજવાદની વાત કરીને બેસી રહેવાય નહિ. આપણે કંઈક આંગળ ચાલવું પડશે.
તથી
જો એમ નહિ કરીએ તો ચીલીમાં જે સ્થિતિ થઈ તેવી સ્થિતિ ભારતમાં પણ થશે. દક્ષિણ અમેરિકાનું લશ્કર સાલસ છે અને તે રાજકારણમાં દખલ ન કરે તેવી સુંવાળી વાતો સૌ કરતા હતા, પણ ત્યાં જોયું કે લશ્કરે દખલગીરી કરી છે. તેવી જ રીતે ભારતમાં પણ સૈન્યના કાન ભંભેરવામાં આવી રહ્યા છે. આ ભયની સામે આપણે અત્યારથી ચેતવું જોઈએ. તમામ રાજકીય પક્ષોએ પોતાની વિચારકોણી મુજ બના ‘બ્લા ક’ (જૂથો) બનાવવા જોઈએ અને તે વિચારકોણી મુજ બના કાર્યક્રમા લોકો સમક્ષ મૂકવા જોઈએ. આ કાર્યક્રમ ક્રાંતિવાળા હાવા જોઈશે. એ કાર્યક્રમોના અમલ કરવા માટેની Political will અર્થાત્ રાજકીય હિંમત તો જરૂર હોવી જોઈએ. અહીં મને યા ર્જ બર્નાર્ડ શાની એક રમૂજભરેલી વાત ટાંકવાનું મન થાય છે. બર્નાર્ડ શેાએ કહેલું કે “હું ક્રાંતિ માટે જરૂર અધીરા બન્યો છું, પણ આ ક્રાંતિ બની શકે તેટલી હૂંફાળી હોવી જોઈએ.” આવી હૂંફાળી ક્રાંતિની વાત કરવાથી કંઈ નહિ વળે.
16]ન જીવન
હવે પછી સાંસદે પણ જુદી જ ઢબે તેની કામગીરી કરવી જોઈશે કારણ કે લોકોના હ્રદયને આંચકા લાગ્યા છે. ઝાઝે વખત આ તમાશે જનતા સહન નહિ કરે. ૧૮ મી સદીમાં બ્રિટનમાં જ્યા ત્રીજાએ રાજકીય પક્ષા વિષે કહેલું કે “એક બદમાશ રાજકીય પુરુષ.જે.ગુમાવે છે. તે બીજા રાજકારણીને હાંસલ થાય છે. ” ભારતના લોકોમાં પણ આ લાગણી પ્રવર્તે છે. એક પક્ષના હાથમાંથી બીજા પક્ષના હાથમાં સા મૂકવાથી કંઈ નહિ વળે તેવી હતાશા પ્રવર્તે છે. લોકોની આ લાગણી જોતાં જણાય છે કે રાજકારણમાં પણ નૈતિકતા મહત્ત્વની છે. 1. આ બધું છતાંય આપણે સાવ હાથ ખંખેરીને બેસી જઈ શકીએ નહિં. હું ફરીથી કહું છું કે
આપણે હાલના ઘોર અંધારાનું ભાવિ અજર અને અમર છે.
#
લોકશાહીની પ્રક્રિયા દ્વારા જ પ્રકાશ લાવી શકીશું. પરંતુ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે લેાકશાહીમાં પણ જે ક્રાંતિનું તત્ત્વ સમાયેલું છે તેને આપણે વીસરી શકીએ નહિ. હાલના ઘેર અંધારામાંથી જ નવા સમાજ રચી શકાશે, પરંતુ તે નવે સમાજ રચવા માટે કશીક ચાક્કસ વિચારશ્રેણીને '' આધારે આપણે ક્રાંતિકારી કાર્યક્રમે અપનાવવા પડશે. હું અત્યારે જોઈ રહ્યો છું કે જે નવા સમાજની રચના આપણે ઈચ્છીએ છીએ તે નવા સમાજ અત્યારે ક્ષિતિજ ઉપર દેખાઈ રહ્યો છે. આપણા દેશના લોકો અપૂર્વ જુસ્સ ધરાવે છે. એ જુસ્સા જોઈને મને આ દેશનું અને લેાકશાહીનું ભાવિ ઉજજવળ દેખાય છે. પ્રો. હિરેન મુખરજી
[3]
સા પ્રથમ. હું સ્પષ્ટ કરવા માગું છું કે દેશના ઊજળા ભાવિ વિષે હું આશાવાદી છું. દેશમાં અત્યારે થોડા પ્રમાણમાં લોકોએ નેતાગીરીમાં વિશ્વાસ ગુમાવ્યો છે. લેાકશાહી નિષ્ફળ જતી હોય તેમ લાગે છે. આનું કારણ એ છે કે આપણે બધાએ જ લોકશાહીનાં નીતિનિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
આપણે ‘બીજી વ્યકિતએ વ્યકત કરેલા વિચારોને માન આપતા નથી. લાકશાહીમાં વિચારોની મુકત ચર્ચા આવશ્યક છે. આમ થાય તાજ મુત, વિચારો રજૂ થાય. જે વિચારોને ધવામાં આવે ત લેકશાહી પણ રૂંધાય ઘણા લોકો ભારતમાં પુખ્ત વયનાને મતાધિકાર અપાયો છે તે વિષે રાજીપા ધરાવતા નથી. તો શું વધુ ભણેલા લોકોને. જ દેશના શાસકો નક્કી કરવાના વધુ અધિકાર આપવા કે પૈસાવાળાને જ આ અધિકાર આપવા ? આમ કરવાથી બહુ ઓછા લેાકાનાં હાથમાં આપણે લેાકશાહીનું ભાવિ સોંપી દઈએ છીએ.
પત્રકાર તરીકેના મારા અનુભવ ઉપરથી કહું છું કે છેલ્લી પાંચેક સામાંન્ય ચૂંટણીએ દેશમાં એક શાંત પ્રકારની સામાજિક ક્રાંતિ સર્જી છે. પહેલાં જમીનદારો અને ઉજળિયાત વર્ગનું સમાજ અને શાસકો ઉપર પ્રભુત્વ હતું. નીચલી જ્ઞાતિવાળા હડધૂત થતા હતા. ગાંધીજીએ અસ્પૃશ્યતા દૂર કરી, પણ હડધૂત થયેલા લોકોને સામાજિક મોભા આપવામાં ખુખ્ત વયના મતાધિકારની પદ્ધતિએ જ મહત્ત્વના ભાગ ભજવ્યા છે. ચૂંટણીઓને કારણે જ કચડાયેલા વર્ગને સામાજિક દષ્ટિએ સ્વીકૃતિ સાંપડી છે, એક નિયમ છે કે તમારી પાસે કશીક સત્તા હોય તે જ તમને સમાજમાં સ્વીકૃતિ મળે છે. દા. ત. શ્રી જગજીવનરામ ચમાર છે અને તે ભણીને કોઈ ધંધા કરતા હોત તો તેમની સામાજિક સ્થિતિ જુદી હોત. પણ અત્યારે તે પ્રધાન છે એટલે સમાજના ઘણા ભાભાદાર લોકોએ પણ તેમને માન આપવું પડે છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તામિલનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળમાં નીચલી જ્ઞાતિવાળા ઉજળિયાતની હરોળમાં બેસી શકતા નહોતા,
પણ લોકશાહીએ ઉપરની સ્થિતિમાં ધરખમ ફેરફાર કરી નાખ્યો છે અને ભારતના વિવિધ વર્ગોમાં સ્થપાયેલી સત્તાની સમતુલામાં ઇચ્છનીય પરિવર્તન આણ્યું છે. મારી દૃષ્ટિએ લાંકશાહીના પચીસ વર્ષના અખતરામાં આ વાતને હું' નક્કર સિદ્ધિ ગણુ છુ.
કે જો કે અત્યારે લોકોને ભય લાગવા માંડયા છે કે ચૂંટણીઓની હાલની પદ્ધતિથી કાગ્રેસ પક્ષ જ સત્તા ઉપર ચીટકી રહ્યો છે. એટલે આ સ્થિતિમાં કદાચ વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી સરેમુખ ત્યાર બની જશે. આ વાત શકય નથી ભારતમાં એક જ સંસદ નથી. ભારતમાં સાળથી સત્તાર સંસદે અને એટલી જ સરકારો છે.