SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૫-છુ. છે. દેશમાં નેતાગીરીને અભાવ પેદા થયો છે. ખેટા આર્થિક નિર્ણયને કારણે ગરીબી પેદા થઈ છે. જો આ પ્રકારને જ આર્થિક ઢાંચો રહેશે તો ગરીબી વધશે. અને ત્યારે ગરીબ લોકો અને ખાસ કરીને મધ્યમ વર્ગના લોકો બંડ પોકારશે. તો પછી શું દેશ સામે કંઈ ઊજળું ભાવિ નથી? આ સમસ્યાને કોઈ ઉકેલ નથી? ઉકેલ તો છે જ. મહાત્મા ગાંધીજીએ રાજકીય અને આર્થિક વિચારશ્રેણી દેરી રાખી છે. દેશ માટે કેવું આર્થિક માળખું જરૂરી હતું તે વાત તેઓ ઘણાં વર્ષ પહેલાં કરી ગયા છે. એટલે હવે આર્થિક, રાજકીય અને નૈતિક ઉત્થાન માટે મધ્યમ વર્ગના બુદ્ધિશાળી લોકોએ આગેવાની લેવી પડશે. જો યુવાને આવી પહેલ નહિ કરે તો દેશને હજી પણ નાકરશાહી ધમરોળ્યા કરશે. આપણે બધાએ દેશના પૂર્ણ પ્રકારના નવનિર્માણમાં લાગી જવું પડશે. વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ પણ ઉદાત્ત ધ્યેય માટે મૂડીનું રોકાણ કરવું પડશે. જો આમ થશે તે દેશની સંસદીય લોકશાહીનું ભાવિ મને ઊજળું દેખાય છે. ર્ડો. રજની કોઠારી પડશે. જે રિામાં નોકરી માં ખૂંપવા લાગી કૃષિ ઉત્પાદન વધારવું, ગૃહઉદ્યોગો વિક્સાવવા અને ઉદ્યોગોનું વિકેન્દ્રીકરણ કરવું. પરંતુ આ ધ્યેયને ભૂલી જઈને આપણે વિદેશના આર્થિક નમૂનાને નજરમાં રાખીને આપણા દેશના અર્થતંત્રને, તે ઉછીના લીધેલા વિચારે લાગુ કર્યા. આને કારણે દેશના ૧૦થી ૧૫ ટકા સમૃદ્ધ લોકો માટે અને શહેરીજનો માટે જ આપણું સમગ્ર અર્થતંત્ર કામ કરવા લાગ્યું. માનવની જગ્યાએ મંત્ર આવ્યાં. આપણે “કાચી રાષ્ટ્રીય પેદાશ”ના આંકડાને ભજવા લાગ્યા. વિદેશી સહયોગ અને વિદેશી મૂડીના ભકતો બની ગયા. ઉઘોગ બાંધ્યા. પણ આ બધાંને કારણે આપણે સાદાસીધા અને સુખી માનવને બદલે એક ભેગપ્રધાન સમાજના જીવડા બની ગયા. એ ભેગને ટકાવી રાખવા એક પછી એક તમામ વ્યકિત ભ્રષ્ટાચારમાં ખૂંપવા લાગી. લોભવૃત્તિ વધી ગઈ. આ ભવૃત્તિમાં નોકરશાહી ભળી અને રાજકારણીએ પણ તેમાં ભળી ગયા ત્યારે આખે દેશ વિભાજિત વૃત્તિના એક ગાંસડા જેવો બની ગયું. નીચલે વર્ગ કચડાતે ગયે. ગરીબી, બેરોજગારી અને અસમાનતા વધી ગઈ. જેને આપણે અંગ્રેજીમાં elite -એલિટ-કહીએ છીએ તે બુદ્ધિશાળી વર્ગ આ બધી કઠણાઈઓના ઉકેલ માટે તાકાતહીન બનવા લાગ્યું. છતાંય આવી સ્થિતિનો ઉકેલ કરવો જોઈએ એટલે આ બુ -શાળીઓએ ઉત્થાન માટેના ટૂંકા રસ્તાઓ બતાવ્યા. કેટલાંક સૂત્રો પણ પ્રચલિત થયાં. “ગરીબી હટાવો” નું સૂત્ર કામયાબ ન થયું ત્યારે “ઉત્પાદન વધારે” તેવું સૂત્ર વહેતું થયું છે. પણ ઉત્પાદન વધારવું તે શેનું વધારવું અને કઈ રીતે વધારવું? શું પ્લાસ્ટિકના માલો પેદા કરવા? આલીશાન હોટેલ ઊભી કરવી ? ભવ્ય મહાલ ખડા કરવા? નાયલોન અને ટેરીલીનના કાપડનું ઉત્પાદન વધારવું? ભેગપ્રધાન જીવનને પોષવા મજશોખની ચીજોનું ઉત્પાદન વધારવું? આ બધા પ્રશ્નોના જવાબ કોઈને સૂઝતું નથી. માત્ર ઉત્પાદન વધાર્યેથી જ હાલની સમસ્યાને ઉકેલ આવવાનો નથી. કામચલાઉ લાભે શોધનારા અંતે ફાવશે નહિ. આ સ્થિતિમાં આપણી આર્થિક નવરચના માટેના માળખાને અત્યારથી જ–આ ઘડીથી જ-વિચાર કરીને તેને નિર્ણય કરવો પડશે. અત્યારે ફેરફાર નહિ કરાય તે ભવિષ્યમાં માઠાં પરિણામ આવશે. આર્થિક અને રાજકીય ક્ષેત્રે સંપૂર્ણપણે વિકેન્દ્રીકરણ કરવું પડશે. મેજશેખની ચીજોના ઉત્પાદનમાં ધરખમ કાપ મૂકવે પડશે. પરંતુ આવો ભૂળભૂત વિચાર કરવાને બદલે જેના ખીસામાં જોર છે તે લોકો લોકશાહીને ખતમ કરવાની વાત કરે છે. તેમને “ડિકેટરશિપ ” ખપે છે. એક વાત યાદ રાખવી જોઈએ કે જેનાં ખીસાં ખાલી છે. તે લોકો લોકશાહીને તિલાંજલિ આપવાની વાત હરગિઝ નહિ કરે. કારણ કે લોકશાહી પદ્ધતિ હેઠળ જ સત્તાલાલરાઓ કે મોટા લોકોને પાંચ વરસે એક વખત ગરીબના ઝુંપડા સુધી જવું પડે છે. આદિવાસીઓને લોકશાહીમાં શ્રદ્ધા છે. પરંતુ કમનસીબીની વાત એ છે કે આ લોકશાહી પૈસાવાળા લોકો માટેની લોકશાહી છે. આપણે સ્થાનિક તંત્રની વાત કરીએ છીએ, પંચાયતરાજની વાત કરીએ છીએ, પણ આ બધું ગ્રામસ્વરાજ સ્થગિત થઈ ગયું છે. કયાંય પંચાયતરાજ ચાલતું નથી. ભારત એ દેશ છે કે તેને એક જ કેન્દ્રથી ચલાવી ન શકાય. માત્ર દિલ્હીમાં જ સર્વ સત્તા કેન્દ્રિત થઈ જાય તે વાત ભારતના આથિક કે રાજકીય ઢાંચાને પરવડે તેમ નથી. ભારતમાં જો આપણે એકહથ્થા સત્તાની વાત કરીશું કે “ડિકેટરશિપ”ની વાત કરીશું તો ભારત વિચ્છિન્ન થઈ જશે. ઉપર મુજબ આપણે એટલું નિદાન કરી શકયા છીએ કે હાલ જે સમસ્યાઓ પેદા થઈ છે તે નૈતિક અધ:પતનને કારણે થઈ અત્યારે આપણને સર્વત્ર ગ્લાનિ દેખાય છે. લોકોનું જીવન, ભયમાં આવી પડયું હોય તેમ લાગે છે. તમામ રાજકીય વ્યવસ્થા ભાંગીને ભુક્કો થતી હોય તેમ લાગે છે. આ બધી અંધાધૂધીમાંથી કેમ માર્ગ કાઢવો તે સમસ્યા ખડી થઈ છે. આવી સ્થિતિમાં લોકોની લાગણીને ઉશ્કેરવી સહેલી છે, પણ તેમની ખરી સમસ્યા તેથી ઊકલતી નથી. ભારતના ૭૦ ટકા લોકો ગરીબી માટેની અર્થશાસ્ત્રી ની રેખા કરતાં પણ નીચેની સ્થિતિમાં સબડે છે. પ્રોટીનને અભાવે બે વરસની ઉમર થાય ત્યાં ભારતનાં ૬૦,૦૦૦ બાળકો ને. ગુમાવી બેસે છે. વિશ્વનાં ૧૦ કરોડ બાળકો સાંજ પડયે ભૂખ્યાં સૂઈ જાય છે. આમ આખું ચિત્ર એવું છે કે આપણે ઘણું કરવાનું છે અને હાંસલ ઘણું ઓછું કર્યું છે. સ્વતંત્ર થયા ત્યારે વિચાર હતો કે લેકની લધુતમ જરૂરિયાત, કપડાં અને આશરે મળી જશે. પણ હજી આ બધું ય આપણે પૂરું પાડી શકયા નથી. આપણે લોકશાહીને ઢાંચે અપનાવ્યો છે. સંસદીય લેકશાહી એ એક તૈયાર બનાવેલી પદ્ધતિ નથી કે તે અપનાવવાથી સમસ્થાએ આપેઆપ સુલઝી જાય. જો કે સંસદીય લોકશાહી એ સેવા માટેનું એક નક્કર હથિયાર છે. તેના ભાવિ વિશે આજે મારે કહેવાનું છે. શ્રી બેનડેટે કોચે નામના મહાન રાજપુરુષે ઈટાલીને ફાસીવાદ જોયા હતા. તેને કોઈએ સ્વતંત્રતાનું ભાવિ શું છે તેમ પૂછેલું. તેમણે જવાબ આપે : “Liberty has more than a future, it has an eternity.” એવી જ રીતે આપણે કહી શકીએ કે લોકશાહીનું ભાવિ ઉજજવળ તે છે જ, પરંતુ આપણી લોકશાહી અજર અને અમર પણ છે. જ્યાં સુધી લોકશાહી અમર છે ત્યાં સુધી દુનિ યાની કોઈ તાકાત ભારતની જનતાને તેના ધ્યેયને હાંસલ કરવામાં રુકાવટ નાખી શકે નહિ. . ભાવિની આટલી ઉજજવળતા જોયા પછી વર્તમાન તરફ નજર, નાખતાં જણાય છે કે જ્યાં ત્યાં આપણને માંદલ સમાજ દેખાય છે. નીચામાં નીચા સ્તરથી માંડીને છેક ઊંચે સુધીના લોકોને કોઈ ગંભીર બીમારી કરી રહેલી જણાય છે. સંસદના પણ એ જ હાલ છે, તમે સંસદની ગેલેરીમાં થોડી ક્ષણે ગાળે તે સ્થિતિ સ્પષ્ટ થશે પ્રાલયે બ્રિટનની સંસદની મજાક કરતાં એકસો વર્ષ પહેલાં કહે કે “ત્યાં તમને છમ્સ જેટલા ગધેડાએ ભૂકતા જણાશે.” એક બ્રિટિશ સંસદસભ્ય તે તેમની સંસદને સરકસનું ઉપનામ આપ્યું હતું. ભારતીય સંસદ માટે પણ આવું કહેવાનો વખત આવ્યા છે, પંડિત જવાહરલાલ નહેરુ હતા ત્યારે જુદી વાત હતી. ત્યારે
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy