________________
તા. ૧-૫-૭૪
સ ંસદીય લાકશાહીનુ ભાવિ
熊
[શ્રી મુંબઈ જૈન યુવક સંઘ દ્વારા પ્રતિવર્ષ યોજવામાં આવતી વસન્ત વ્યાખ્યાનમાળાનું આ છઠ્ઠું વર્ષ હતું. આ વર્ષે દેશ સમા ઉપસ્થિત થયેલા અત્યંત મહત્ત્વના પ્રશ્ન ‘સંસદીય લોકશાહીનું ભાવિ એ વિશે ચાર વ્યાખ્યાન યોજવામાં આવ્યાં હતાં. પ્રથમ વ્યાખ્યાન તા. ૧૫-૪-’૭૪ ના રોજ સેન્ટર ફોર સ્ટડીસ ઓફ ડેવલપગ કન્ટ્રીઝના ડિરેકટર શ્રી રજની કોઠારીનું, બીજું વ્યાખ્યાન તા. ૧૬-૪-’૭૪ ના રોજ સંસદસભ્ય શ્રી હિરેન મુખરજીનું, ત્રીજું વ્યાખ્યાન તા. ૧૭-૪-’૭૪ના રોજ ‘ફ઼ી પ્રેસ જર્નલ' દૈનિકના તંત્રી શ્રી સી. એસ. પંડિતનું અને ચેાથું વ્યાખ્યાન તા. ૧૮-૪-’૭૪ ના રોજ સંસદસભ્ય શ્રી મધુ દંડવતેનું યોજાયું હતું. પ્રમુખસ્થાન સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે સંભાળ્યું હતું. આ ચારે વ્યાખ્યાનોનો મહત્ત્વનો સારભાગ અત્રે આપવામાં આવ્યા છે.]
માને છે. ઉદ્યોગપતિઓ અને વેપારીઓ ઊધે રસ્તે કમાણી કરીને પછી દાન આપીને કે હાસ્પિટલો બંધાવીને આત્મસંતોષ માને છે.
પ્રબુદ્ધ જીવન
(૧)
દેશમાં સર્વત્ર રોષ, નાસીપાસી અને હિંસાનાં દર્શન થાય છે. ચિહ્નો એવાં છે કે આ અરાજકનું મેાજું વધુ પ્રમાણમાં પ્રસરશે. આ બધાં પાછળ શું પડેલું છે? તેનાં કારણેાને ઊંડાણથી તપાસવાં જોઈએ. તેમાં કોઈ એક વ્યકિત કે રાજકીય પક્ષને દોષ દેવાથી નહિ ચાલે.
આપણે એ ભૂલવું ન જોઈએ કે સ્વરાજ પછી આપણે જે સિદ્ધિ હાંસલ કરી છે તે અનોખી છે. બીજા દેશોની સરખામણીમાં આપણે ઘણી ઝડપથી આર્થિક સિદ્ધિ હાંસલ કરી છે, પણ હજી આપણે ન્યાયી અને સમાનતાવાળા સમાજ પેદા કરવાનો છે. એ પણ લેાકશાહીને માર્ગે જ હાંસલ કરવાના છે. બીજા દેશની પ્રગતિની પ્રક્રિયા જોઈશું તો માલૂમ પડશે કે પરાધીન દેશેાએ પ્રથમ બળ એકત્રિત કર્યું, પછી રાષ્ટ્રીય એકતા સ્થાપી અને રફતે રફતે આર્થિક ઉત્થાન કર્યું. પણ ભારતમાં આપણે આ ત્રણેય બાબતો એકીસાથે કરવાની આવી. આ દષ્ટિએ જ આપણી સિદ્ધિને હું નિરાળી ગણું છું.
આપણે એક વાત સ્વીકારવી જોઈએ કે આપણે મૂડીવાદી માળખા ઉપર ઊભા થયા છીએ. આપણા માર્ગ હજી પણ મૂડીવાદી છે. આના કારણે આપણી સિદ્ધિની પ્રક્રિયામાં આપણે આર્થિક સત્તાના કેન્દ્રીકરણના ભાગ બન્યા છીંએ. નીચલા વર્ગ એ પદ્ધતિને કારણે શોષાતા આવ્યો છે. એક બાજુ અત્યંત સુખી અને બીજી બાજુ અત્યંત ગરીબ એવા વર્ગ ઊભા થયા છે. જે કાંઈ સિદ્ધિઓ હાંસલ કરી છે તેમાં નીચલા વર્ગના હિસ્સા સ્વીકારવાનું ભૂલી ગયા છીએ. પણ નીચલા વર્ગ તે વાત ભૂલી શકે નહિ. હવે આ નીચલા વર્ગ આર્થિક સિદ્ધિઓમાં પેાતાના હિસ્સા અંગે દાવે કરવા માંડયા છે. પહેલાં જેમ રાજકારણમાં અને અર્થકારણમાં બ્રાહ્મણાનું વર્ચસ અને પ્રભુત્વ હતું તે પ્રકારે અત્યારે એક જુદી પ્રકારના ઉજળિયાત વર્ગનું પ્રભુત્વ આપણા રાજકારણ ઉપર પકડ જમાવી બેઠું છે. આપણને પાલાં વચના મળે છે–એવાં વચન કે જે આપતી વખતે જ તેનું પાલન કરવાની વચન આપનારામાં નિષ્ઠા હાતી નથી. જાણે એક વ્યવસ્થિત પ્રકારના દભ સમગ્ર રાજકીય માળખા ઉપર છવાઈ ગયો છે.
આ સ્થિતિમાં આપણને સર્વત્ર અંધારું દેખાય ત્યારે લેકશાહીનું ભાવિ કેવું છે તે વિષે આપણે વિવિધ પ્રવાહો અંગે આગાહી કરી શકીએ અને ભાવિ વિષે વિચાર કરતી વખતે આપણે પેાતાની રીતે ભાવિને પેદા કરવાની તાકાત ધરાવીએ છીએ તે ખ્યાલમાં રહેવું જોઈએ. આપણામાં એ શકિત છે કે આપણે મનપસંદ ભાવિ પેદા કરી શકીએ.
હાલની કટોકટીનું ખરું નિદાન કરીએ તો પણ આપણને હાલની બીમારીઓના ઈલાજ મળી જશે. અત્યારે જે કટોકટી છે તે હકીકતમાં કોઈ પ્રકારની રાજકીય કે આર્થિક કટોકટી નથી. હાલની સ્થિતિને હું “મોરલ ક્રાઈસિસ ' કહું છું. દેશમાં નૈતિકતાનું માળખું કડડભૂસ થઈ ગયું છે. આપણે સિદ્ધાંતો અને સમાનતાની માટી માટી વાતો કરીએ છીએ પણ વાસ્તવમાં આપણા સ્વાર્થમાં જ રચ્યાપચ્યા રહીએ છીએ. રાજકારણીઓ સેવા અને સમાનતાની વાતો કરીને સંતોષ
કારકુનથી માંડીને કેબિનેટ પ્રધાન સુધીની વ્યકિતઓને ભ્રષ્ટાચારના સાપ આભડી ગયા છે, સૌએ જાણૅ આત્મગૌરવ ગુમાવી દીધું છે. આમાં સૌ સરખા દેષિત છે. મજૂરનેતા લા, વિરોધ પક્ષા લા, શાસક પક્ષ લે કે સરકારી નોકરો લા. સૌ એક જ પ્રકારે આજના નૈતિક અધ:પતન માટે જવાબદાર છે. અત્યારે વિદ્યાર્થીઓ કે યુવાનેાનું બંડ જાગ્યું છે તે આ નૈતિકતાના અધ:પતનને કારણે છે. યુવાનોની નાસીપાસી અને ઘેાર નિરાશામાંથી આ બેંડ જાગ્યું છે. પોતાનાં વડીલા અને સંસ્થાઓને પણ જ્યારે યુવકો ભ્રષ્ટાચારમાં રાચતાં જુએ ત્યારે યુવકોને ભયંકર ગ્લાનિ થાય છે. વડીલો અને સંસ્થા સામે જ્યારે યુવકો અવાજ ઉઠાવી શકતા નથી ત્યારે પેાતાના આકોષ શેરીઓમાં આવીને વ્યકત કરે છે. ઘરમાં વડીલે સામે બંડ પોકારવાને બદલે તે શેરીઓમાં આવીને તેફાને જગાવે છે. રસ ધરાવતા વિરોધી પક્ષાને આ વસ્તુ ગમી ગઈ છે. યુવાનોની આ નાસીપાસી અને જુસ્સાને ભડકાવીને તેના ગેરલાભ લેવાય છે. પણ તોફાનને અંતે યુવાનને ખબર પડે છે કે પેાતાના ગેરલાભ લેવાયા છે અને પોતાને છેતરવામાં આવ્યો છે ત્યારે તે વધુ નાસીપાસ થાય છે અને આખરે તે નિર્વીર્ય બની જાય છે. એ સમયે ફરીવાર તેના હાથ હેઠા પડે છે અને એક પ્રકારની Non-Solutionની સ્થિતિને તે અનુભવ કરે છે. આ સમસ્યાનો કોઈ ઉકેલ જ નથી તેવું યુવાનોને ભાસે છે. ગુજ રાત અને બિહારના બનાવે આ વાતની સાક્ષી પૂરે છે. ત્યાં આપણે ઉકેલહીનતાના ભૂતને આંટા મારતું જોઈએ છીએ.
એનો અર્થ એમ પણ થયા કે નેતાગીરીના અભાવ હાવાથી વાજબી કારણેાસર થયેલા બંડને સાચે માર્ગ મળતો નથી. એટલે એમ કહી શકાય કે નૈતિક કટોકટી ઉપરાંત આપણા દેશ નેતાગીરીની કટોકટી અર્થાત્ સાચી નેતાગીરીના અભાવથી પણ પીડાય છે.
સ્વતંત્રતા પહેલાં અને તે પછી ૧૫ થી ૨૦ વર્ષ સુધી દેશને નેતાગીરી સાંપડી હતી. સ્વતંત્રતા પહેલાંના દેશના તખતા સાવ જુદા હતા. ત્યારે એક નિશ્ચત ધ્યેય હતું, નિષ્ઠા હતી, કામ કરવા માટે ધગશ હતી. હવે આખા તખતા પલટાઈ ગયા છે. જ્યાં ત્યાં તકવાદ, ભ્રષ્ટાચાર, સંકુચિતતા અને દંભ દષ્ટિગોચર થાય છે. જોકે આમાં થોડીક અપવાદરૂપ વ્યકિત છે જ, પણ એકંદરે દેશમાં નેતાગીરીમાં ‘વેકયુમ આવી ગયું છે. એક પ્રકારના ખાલીપણાના ભાસ થાય છે. આવે સમયે આપણને પ્રશ્ન થાય કે આ માટે કોઈ નેતાગીરીના ઉદ્ગમ કેમ થતો નથી ? જ્યાં ત્યાં આશંકા અને ભયનું વાતાવરણ કેમ દેખાય છે? આ ખાલીપણાની પાછળ શું પડયું છે?
આના જવાબ શેાધર્તા જંણાશે કે આપણે આર્થિક સિદ્ધિએ હાંસલ કરી, છતાં આપણામાં ઘણી ખામીએ રહી ગઈ છે. સ્વતંત્રતા પહેલાં આપણી સામે એક નિશ્ચિત ધ્યેય હતું. હવે એ ધ્યેય ધૂંધળું બની ગયું છે. આપણું. ધ્યેય હતું કે લોકશાહી ઢબે આપણે દરેક વ્યકિતને જીવનની લઘુતમ જરૂરિયાત પૂરી પાડવી, રોજગારી પેદા કરવી,