SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ પ્રબુદ્ધ જીવન વિકાસ, (૩) કુષાણ સમયના મથુરાના જૈન શિલાલેખો, (૪) પ્રદ્યુમ્ન સૂરિના ‘મૂલ સુદ્ધિ પ્રકરણ'માં નિર્દિષ્ટ જૈન મંદિરા, (૫) ‘તિલકમંજરી માં ધનપાલ વિદ્યુત જૈન મંદિર, (૬) તામિલનાડુમાંના જૈન મૂતિઓ અને સ્થાપના વિશેના અભિલેખિક નિર્દેશા, (૭) કાંચીના પલ્લવાના શાસન દરમિયાન જૈન કલા અને સ્થાપત્ય, (૮) તામિલનાડુમાં જૈન સ્થાપત્ય, (૯) દિગમ્બર જૈન મૂર્તિવિધાન અને કન્નડ ભાષાનું ગિષ્ટ સાહિત્ય, (૧૦) કેરાલામાંના જૈન શિલ્પા, (૧૧) જૈન સ્થાપત્યકીય પ્રતીકો, (૧૨) જેજાકત્સુકતીના ચંદેલાના સમયનાં જન સ્થાપત્ય અને કલા, (૧૩) પશ્ચિમ ભારતીય વાસ્તુશાસ્ત્ર ગ્રંથામાં જૈન સ્થાપત્ય અને સ્મૃતિવિધાન, (૧૪) ચેદિદેશના કલચુરિઓના સમયનાં જૈન કલા અને સ્થાપત્ય, (૧૫) ઝાંસીના રાણી મહેલમાંનાં જૈન શિલ્પા, (૧૬) ભારતીય ધાતુ સ્મૃતિઆના વિકાસમાં જૈન પ્રદાન, (૧૭) પૂર્વ ભારતમાં જૈન કલા અને સ્થાપત્ય, (૧૮) જૈન લક્કડ કોતરણી, (૧૯) પશ્ચિમ ભારતીય જૈન મંદિર, (૨૦) ગુજરાતમાંનું જૈન મંદિર સ્થાપત્ય, (૨૧) હલ્લૂરનું જૈન મંદિર, (૨૨) શાન્તરા સ્થાપત્ય, (૨૩) કર્ણાટકની જૈન મૂતિઓ અને સ્થાપના વિશેના અભિલેખિક નિર્દેશો, (૨૪) તલકાડુના ગંગ વંશના સમયનું જૈન સ્થાપત્ય, (૨૫) કલ્યાણના ચાલુકયોના શાસન દરમિયાનનું જૈન સ્થાપત્ય, (૨૬) ગંગ વંશના સમયનાં જૈન કલા અને સ્થાપત્ય, (૨૭) દ્રાર સમુદ્રના હાયસલા હેઠળનું જૈન સ્થાપત્ય, (૨૮) લુનાડુમાં જૈન કલા અને સ્થાપત્ય, (૨૯) કન્નડ શિલ્પો, (૩૦) ઇસ્વી. ની પ્રથમ પાંચ સદી દરમિયાન ગુજરાતમાં જૈન ગુફાઓ વિશે થોડીક વિચારણા. પૂર્ણાહુતિ પ્રસંગે બોલતાં અગ્રણી કલાવિદ ડૉ. મેડતીચંદ્ર જણાવ્યું હતું કે માત્ર જૈન સાધના ઉપર આધાર ના રાખતાં અન્ય ધર્મોનાં સાધનોના ઉપયોગ તરફ પણ જવું જોઈએ. આપરિસંવાદના નિબંધ આમ તા અંગ્રેજીમાં વંચાયા, પરન્તુ એમાં સંસ્કૃત તત્સમ શબ્દોનો વિનિયોગ રોમન લિપિમાં ધ્યાનપાત્ર રહ્યો હતો. આ વિશે આનંદ વ્યકત કરતાં ડૉ. મોતીચંદ્ર સૂચવ્યું કે હવે પછીના પરિસંવાદોમાં સંસ્કૃત શબ્દોની સૂચિ પણ સાયકલોસ્ટાઈલ્ડ કરીને ભાગ લેનારાઓને આપવી જોઈએ. એમણે મહત્ત્વનું સૂચન કર્યું કે નિબંધવાચન વખતે માત્ર ચર્ચેય મુદ્દાઓ ટૂંકામાં રજૂ કરવા જોઈએ અને સ્લાઈડો વખતે વર્ણન કરવું જોઈએ. તુલનાત્મક અભ્યાસ અંગે તેમણે વિશેષ ભાર મૂકયો; કેમ કે યાયક્ષણી લગભગ બધા ધર્મોમાં જોવા મળે છે. પ્રતીકોના અભ્યાસ તરફ દુર્લક્ષ સેવાતું હોઈ એના અભ્યાસના વિકાસ વિશે પણ તેમણે ટકોર કરી. આ માટે સાહિત્યના અભ્યાસ કરવાનું પણ સૂચન કર્યું. બધા ધર્મના પ્રતીકોના ઇતિહાસના અભ્યાસની વાત પણ ડૉ. મોતીચંદ્ર કરી. માનવજીવનના સંદર્ભમાં સ્થાપત્યના અભ્યાસની પણ હિમાયત એમણે કરી. તેમણે એમ પણ જણાવ્યું કે સંસ્કૃતિનાં વિવિધ પાસાંઓના અભ્યાસ માટે હસ્તપ્રત ચિત્રાનું પણ આગવું મહત્ત્વ છે. પરિસંવાદનું સમાપન કરતાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક શ્રી રામલાલ પરીખે જણાવ્યું હતું કે આજે તો જરૂર છે જ્ઞાનના વિકાસની; કારણ કે શાનના સંગ્રહ કરવો મુશ્કેલ નથી. આથી આવા પરિસંવાદો અનિવાર્ય બની રહે છે. પરિસંવાદમાં ખૂબ અનુભવી અને ઓછા અનુભવી એમ બંને પેઢીના વિદ્રાનોએ ભાગ લીધા હોઈ એ વિશે આનંદ વ્યકત કરતાં કુલનાયકશ્રીએ જણાવ્યું હતું કે જૂનાં અને નવાં સંશાધનોનો સુભગ સમન્વય આ પરિસંવાદનું એક મહત્ત્વનું લક્ષણ ગણાવું જોઈએ. કલાને જીવનનાં વિવિધ પાસાંઓ સાથે સાંકળવા ઉપર તેમણે વિશેષ ભાર મૂકયા હતા. જૈનાના ગ્રંથભંડારોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જ્ઞાન તેમાં સંગૃહીત રહે તે સાથે તેને જીવંત પણ રાખવું જોઈએ. જૈનવિદ્યાનું પ્રદાન અસરકારક અને સૂચક છે. ‘જૈન કલા અને સ્થાપત્ય ના પરિસંવાદની ફલશ્રુતિ એ રહી કે તે સાચા અર્થમાં પરિસંવાદ બની રહ્યો હતા. ભાગ લેનારાઓની પ્રામાણિકતા અને નિયમિતતા પણ પ્રશસ્ય રહી. નિબંધોની ગુણવત્તા ઘણી ઊંચી રહી. આ પ્રકારના પરિસંવાદો વારંવાર થતા રહે તે જ્ઞાનનું સાતત્ય રહે, વિકાસ થાય અને જૂનાં નવ સંશોધનાના સમન્વયથી નવનીત પ્રાપ્ત થાય. નિરીક્ષક' માંથી સાભાર રસેશ જમીનદાર તા. ૧-૧-૭૪ જિંગી યાપાત્ર નથી જે માણસ એમ માનતા હોય કે તેનાં પોતાનાં દુ:ખા તે સમસ્યાઓ જ વિશ્વનું કેન્દ્ર છે, તેના જેવું દયાપાત્ર પ્રાણી બીજું કોઈ નથી, કેટલીય વાર દાકતર પોતાના દવાખાનાના એકાંત ખૂણામાં દરદી પાસેથી આ શેકવાણી સાંભળતા હશે: “દાકતર, મારી તબિયત બરાબર નથી, હું નિરાશા અનુભવું છું, મને જીવનમાં કોઈ રસ રહ્યો નથી... હું મરવા વાંકે જીવી રહ્યો છું...” આ અનિવાર્ય ‘હું” ઘવાયેલા, પેાતાને માટે દયા અનુભવતા અહમ’નું આક્રન્દ છે. શંકા અને ભય, માનવપ્રગતિના આ બે મેોટામાં મોટા શત્રુઓ આત્મગ્લાનિના અંધકારમાં જન્મે છે અને જે કોઈ તેમને આધીન થઈ જાય છે તે પેાતાની જાતને પાછી ધકેલે છે. આપણું ઉત્થાન, વિજ્ય, સિદ્ધિ માત્ર ત્યારે જ શકય બની શકે, જ્યારે આપણે આપણા વિચારોને આપણી જ જાતથી જરા વિમુખ કરી.... કોઈ પણ સિદ્ધિ, પછી તે ગમે તે પ્રકારની હોય, તેના પરિણામ માપ તેને માટે કરેલા નિ:સ્વાર્થ પ્રયત્નો જ છે, એવું સમજાવવાથી જ શક્ય બની શકે. 9 જ્યારે આપણે આપણા સંયોગે સામે ફરિયાદ ન કરતાં આપણી પ્રગતિ માટેના સહાયક સાધન તરીકે તેના ઉપયોગ કરીશું ત્યારે જ આપણી અંદર રહેલી શકિતને આપણે ખાળી શકીશું. આમ કરવાથી જ્યારે આપણી સમક્ષ ખરેખર કોઈ તકલીફ આવશે ત્યારે આપણે મુશ્કેલીને પણ આવકારજનક પરિસ્થિતિ ગણતાં, તેને વીરતાપૂર્વક સામનો કરી, તેમાંથી લાભ લેતાં શીખીશું. મને એક પ્રસંગ યાદ આવી જાય છે. બીજા વિશ્વયુદ્ધ પહેલાં મારો એક ચિત્રકાર મિત્ર જે ઠીક ઠીક સફળતા મેળવી ચૂકયા હતા તે ઘવાયો. તેના બંને પગ ભાંગી ગયા ને ખોપરીમાં ઈજા થવાથી આંખનું તેજ હંમેશ માટે વિલાઈ ગયું. ઈસ્પિતાલમાં તે તે લગભગ મરવાની અણી પર હતો. પછી સારો થતાં તે ઘેર આવ્યો ત્યારે હું એને મળવા ગયા હતા. મેં તો એવી કલ્પના કરી હતી કે એ પૈડાંવાળી ખુરશીમાં બેઠેલા માણસનું છિન્નવિચ્છન્ન થઈ ગયેલું દયાજનક દશ્ય હું જોઈશ ! એને બદલે જોયું કે તે એક ઊંચા ટેબલ પર લાકડાના ટુકડાઓ વડે ઉત્સાહપૂર્વક કાંઈક ગેાઠવણી કરી રહ્યો હતે. “હવે ચિત્રકામ કરી શકું તેમ નથી એટલે,” તેણે સ્મિત કરીને મને કહ્યું, “હું મકાન બાંધવાના કાર્યમાં મારા હાથ અજમાવવા માગું છું.” અને તે, બ્રિટનના શ્રેષ્ઠ સ્થપતિઓમાંની એક બની શક્યા હતા. હવે એક આ અદ્ભુત પ્રસંગ સાંભળે: એક દિવસ ફ્રાંસમાં રાને દિવસે હું ને મારો મિત્ર અમારી એક પ્રિશ્ન હાર્ટલ પર પહોંચ્યા ત્યારે બે મેટી ગાડી ભરીને પર્યટને નીકળેલા લોકો ત્યાં ઊભા હતા. તેઓ જર્મન ખેડૂતવર્ગના હતા. તે સર્વે એ બુમરાણ ને ધમાલ મચાવી મૂકયાં હતાં. તેમને કારણે અમને અંદર જગ્યા મેળવવામાં અડધા કલાક મોડું થયું અને પાછળથી ભાજનખંડમાં અમે ગયા ત્યારે પણ આનંદને કોલાહલથી ભરેલા આ લાકાર) વેઈટરોના પીરસવા। કાર્યમાં પણ ભારે વિક્ષેપ કર્યો. હું આના વિરોધમાં કાંઈક કહેવા જતા હતા એ જ વખતે મારા સાથીદાર, જે ડાકટર હતા, મારી તરફ ફરી એક સહાનુભૂતિભર્યું સ્મિત કરી બેક્લ્યા; “આ લેાકાએ જ હિટલરના અમલ નીચે અને યુદ્ધમાં સહન કર્યું હતું. આજે ફરી આ ભલા લેાકા આનંદ માણી રહ્યા છે એ જોવાનું સુખદ નથી ?' મારા મિત્રની વિચારવાની રીત કેટલી સાચી હતી? આપણા જ વિચારોમાં આપણને ઘડવાની ને સંહારવાની બંને શકિત છે. આપણે આપણા વિષે જરા ઓછા ને બીજા વિષે વધુ વિચાર કરવાના, આ ફળવતી સમ્રુદ્ધ ભૂમિમાં આપણને મળેલી સંપત્તિ નીરખવાના, જાત પ્રત્યેની દયાભાવનાની સામે મનને કેળવવાના, દેહધામ અને ચિંતાના યુગમાં જિંદગીનાં શાંતિમય આશ્વાસનાને સ્વીકારવા ને પ્રશંસવાનો નિર્ણય કરીએ તેમ? એ. જે. ક્રોનિન અનુવાદક: ભારતેન્દુ
SR No.525959
Book TitlePrabuddha Jivan 1974 Year 35 Ank 17 to 24 and Year 36 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages256
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy