________________
તી, ૧-૧-૭૪
પ્રબુદ્ધ જીવન
૧૯૧
સામે ચાલીને ડૅક્ટર પાસે જવાનું શરૂ કર્યું. પિતાના દર્દ–દુ:ખ સમજનાર એમના જેવી જ એક સ્ત્રી છે એ જાતિગારવથી સંતોષ અનુભવતી સ્ત્રીઓ વિનાસંકોચે ડકટરને પોતાની મુશ્કેલીઓ કહેવા લાગી.
ધીમેધીમે અનેક સ્ત્રીએ મેડિકલ લાઈનમાં પ્રવેશ કરવા માંડયો. ૧૯મી સદીની મધ્યમાં સમાજ ધણો પછાત હતા એ સમયે સ્ત્રીઓએ શિક્ષણક્ષેત્રે આગળ આવી પોતાની શકિતને સુંદર પરિચય આપવા માંડયો.
સ્ત્રીઓના વિકાસનું આ ઊજળું ચિત્ર જેવા બને એલિઝાબેથે દીર્ધ આયુષ્ય ભેગધું. ડો. ગેરેટે સ્ત્રીઓ માટે હોસ્પિટલ ઊભી કરી, જેને પાછળથી એમનું નામ આપવામાં આવ્યું. પ્રથમ સ્થપાયેલી સ્ત્રીઓની મેડિકલ સ્કૂલના ડીન તરીકેની પણ તેમણે કામગીરી સંભાળી.
ડ, લકવેલ પોતાના જીવનના વચલાં વર્ષોમાં ઈગ્લેન્ડમાં સ્થિર થયાં અને પોતાના સમયને મેટો ભાગ લખવામાં તથા ભાષણે - આપવામાં ગાળવા લાગ્યાં. જીવનનાં અનેક ક્ષેત્રમાં પ્રવર્તતા રૂઢ વિચારોને તેમણે તેડયા.
તબીબી ક્ષેત્રમાં પ્રથમ સ્ત્રી તરીકે ચમકીને તેમણે એક જડ પરંપરાને તેડી જે વિજય મેળવ્યો એ એમની વૃદ્ધાવસ્થામાં ગૈારવની વાત હતી, એ કરતાં વિશેષ તો એક બીજી જ મહત્ત્વની વાત હતી. તેમણે લખે છે: “ડોક્ટર તરીકેની મારી કારકીર્દિમાં મને વધુ સંતાય અને આનંદની વાત તે એ લાગે છે કે સંખ્યાબંધ સ્ત્રીઓને બાળઉછેરનું જ્ઞાન આપી એક માતા તરીકેની જવાબદારી પ્રત્યે હું તેમને સભાન કરી શકી છું.”
અનેક ઝંઝાવાતને સામનો કરી દુનિયાની સર્વપ્રથમ સ્ત્રીડોકટર તરીકે આગળ આવનાર આ બંને વીર સ્ત્રીઓ આપણી પ્રશંસાની અધિકારી બની રહે છે. (“ધે ડેડે ટુ બી ર્ડોકટર્સમાંથી સાભાર) અનુ: શારદાબેન બાબુભાઈ શાહ
જેન કલા અને સ્થાપત્ય
ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિના વિકાસમાં જૈન ધર્મ, જૈન મિખો-આચાર્યો અને જૈન શ્રાવકો-અનુયાયીઓને ફાળે મૂલ્યવાન છે. જેન કોમે સમૃદ્ધિને પરોપકારી અને દાયીત્વપૂર્ણ દષ્ટિએ ઉપગ અને ઉપયોગ કર્યો છે. આ યોગદાનને લાભ જૈન ધર્મ તથા જેને પ્રજાને તે પ્રાપ્ત થયો જ છે, તે સાથે દેશ સમસ્તની સંસ્કૃતિનેય થયો છે. કનડ અને તમિળ ભાષામાં પ્રાચીનતમ સાહિત્ય જૈન ધર્મનું છે. દેશની પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં જૈન ધર્મનું પ્રદાન મહત્વપૂર્ણ રહ્યાં છે. અભિલેખ- વિદ્યા, હસ્તપ્રત લેખનવિદ્યા વગેરેમાં પણ જૈનેનું યોગદાન પ્રશસ્ય ગણાય છે.
આવા આ વર્તમાન જૈન ધર્મના પ્રથમ સુધારક-પ્રચારક તથા તેમની ધાર્મિક પરંપરાના વીસમાં તીર્થકર ભગવાન મહાવીરના નિર્વાણની પચીસેમી તિથિને મહોત્સવ એગણીસે રાંતેરના નવેમ્બરથી આરંભાય છે, જે એક વર્ષ સુધી (નવેમ્બર ૧૯૭૫ સુધી) ચાલુ રહેશે. આ માટે કેન્દ્ર સરકારે શેઠશ્રી કરતૂરભાઈનાપ્રમુખપદે એક રાષ્ટ્રીય સમિતિની નિમણૂક કરી છે. વિશ્વવિદ્યાલય અનુદાન પંચ તરફથી પણ ભગવાન મહાવીરની પચીસમી શતાબ્દીની ઉજવણીના ઉપલક્ષ્યમાં દેશના પ્રત્યેક વિશ્વવિદ્યાલયને પરિપત્ર પાઠવી આ અંગેની જવા તૈયાર કરવાનું સૂચન થયું છે. એટલે આવતા વર્ષના અંતથી તે, તે પછીના વર્ષના અંત સુધી દેશના ખૂણેખૂણે ભગવાન મહાવીર-પ્રબંધિત અહિસાપૂર્ણ ધર્મની લાક્ષણિકતાઓને પ્રકાશમાં લાવતા વિવિધ પ્રકારના ઉત્સવનું આયોજન હાથ ધરાશે.
પરંતુ એની ભૂમિકારૂપે મુંબઈની ‘ભગવાન મહાવીર નિર્વાણ
મહોત્સવ સમિતિ’ તરફથી અમદાવાદની ‘લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર' સંસ્થાના ઉપક્રમે ‘જેન કલા અને સ્થાપત્ય વિશેને એક અખિલ ભારતીય પરિસંવાદ ગૂજરાત વિદ્યાપીઠના સભાખંડમાં ૧૮મી નવેમ્બરથી ૨૨મી નવેમ્બરે દર-. મિયાન યોજાઈ ગયો.
આ પરિસંવાદમાં જૈન કલાના વિવિધ અંગોના અભ્યાસી અને નિષ્ણાત એવા પાંત્રીસેક અધ્યેતાઓએ ભાગ લીધો હતો : ડૉ. મોતીચંદ્ર (મુંબઈ), શ્રી કે. આર. શ્રીનિવાસન (મદ્રાસ); શ્રી રામલાલ પરીખ (અમદાવાદ), ડે. જી. એસ. ગાઈ (માયર); શ્રી કૃષ્ણદેવ (આસામ)શ્રી આર. નાગસ્વામી (તામિલનાડુ); શ્રી કે. વી. સૌન્દરરાજન (મદ્રાસ); પંડિત દલસુખભાઈ માલવણિયા (અમદાવાદ); ડૉ. ઉમાકાન્ત શાહ (વડોદરા); શ્રી મધુસૂદન ઢાંકી (અમદાવાદ); પ્રે. હરિવલ્લભ ભાયાણી (અમદાવાદ), ડૅ. એન. એમ. કંસારા (અમદાવાદ), શ્રી કે. જી. ક્રિશ્નન (બેંગલેર)શ્રી એચ. સરકાર (મદ્રાસ); ડૉ. એસ. સેટર (ધારવાડ); ડૉ. આનંદ કૃષ્ણ (મુંબઈ); શ્રી સરયૂ દોશી (મુંબઈ); શ્રી કલ્પના દેસાઈ (મુંબઈ); ૬. સુશીલા પંત (ઉજજૈન); ડૅ. આર. એન. મિશ્ર (સિમલા); શ્રી વી. પી. દ્વિવેદી (દિલ્હી), શ્રી હરિહર સિંગ (વારાણસી); ડે. કિરીટ મંડી (પૂણે); ડૉ. કે. વી. રમેશ (બેંગલર)શ્રી મણિભાઈ વોરા (પોરબંદર); શ્રી એમ. એન. ગાંધી (વડોદરા); શ્રી રાયવલ્લભ સેનાની (જયપુર); શી રસેશ જમીનદાર (અમદાવાદ); હૈ. ચંદ્રભાણ ત્રિપાઠી (જર્મની) વગેરે. આમાંના પ્રથમ સાત વિદ્રાને સાત બેઠકોના પ્રમુખ હતા.
ચાર દિવસ ચાલેલા આ પરિસંવાદમાં ઉદ્ઘાટન અને પૂર્ણહુતિ સહિત કુલ નવ બેઠક થઈ હતી; ઉપરાંત એક દિવસ તે ડૉ. ઉમાકાન્ત શાહે ‘જેને બ્રોન્ઝીઝ' વિશે સ્લાઈડ સાથે એક લોકપ્રિય પણ માહિતીસભર વાર્તાલાપ આપ્યો હતો. ઉઘાટનવિધિ કર્યો હતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી ઈશ્વરભાઈ પટેલે. પરિસંવાદને શુભેચ્છા પાઠવતાં કુલપતિશ્રીએ જણાવ્યું કે ભારતીય કલા અને સ્થાપત્યના ઈતિહાસમાં જૈન ક્લા અને સ્થાપત્યનું અનોખું પ્રદાન છે. ધર્મ પ્રત્યેની વિશિષ્ટ ભકિત અને લાગણીનાં પરિબળે જૈન કલા અને સ્થાપત્યના પાયામાં છે. કલા એ તે માનવજીવનનું એક શૈક્ષણિક ખસું છે. છતાં જૈન ધર્મનું વિશિષ્ટ તત્તપ્રદાન છે સુલેખનની કલા (Calligraphy) ના વિકાસનું. આ તત્વને વિશેષ પ્રકાશમાં લાવવાની જરૂર છે. પરિસંવાદના અધ્યેતાઓને આવકારતાં શેઠશ્રી કસ્તૂરભાઈએ સૂચન કર્યું કે જેને ધમ અને કલાના બૃહદ્ ભારતીય સંસ્કૃતિમાં જે વિશિષ્ટ ફળી છે તે અંગે વિગતવાર સંશોધનના પ્રયાસો થવા જોઈએ.
આ પરિસંવાદમાં કુલ ત્રીસ નિધનું વાચન થયું અને રસપૂર્ણ ચર્ચાઓ પણ થઈ. આખાય પરિસંવાદનું મહત્વનું લક્ષણ હતું લગભગ પ્રત્યેક નિબંધના અનુસંધાનમાં દર્શાવાતી સ્લાઈડેનું. આથી જૈન કલા અને સ્થાપત્ય- હૂબહૂ દર્શન એક ખંડમાં બેઠા બેઠા થયું. આ પરિસંવાદનું બીજું પણ એક નોંધપાત્ર લક્ષણ, હતું ભાગ લેનારાઓની બધીય બેઠક દરમિયાનની સંપૂર્ણ હાજરી, સક્રિયતા અને ચર્ચે યતાની વૃત્તિા. આનું ત્રીજું મહત્વનું લક્ષણ હતું ભાગ લેનારાઓની વિષય અંગેની અભિરુચિ અને જિજ્ઞાસા. પરિસંવાદના આયોજકોએ ‘અમદાવાદદર્શનને કાર્યક્રમ ગોઠવ્યા ન હતા. પરિસંવદના અધ્યેતાઓએ ઐતિહાસિક સ્થળે જોવાની ઇચ્છા દર્શાવી. આથી એક દિવસની બમ્પરની બેઠક મુલતવી રાખી પ્રવાસ ગોઠવ્યો અને મુલતવી રાખેલી બેઠક તે રાતે ૮ થી ૧૦. દરમિયાન મળી. પરિસંવાદના અધ્યેતાઓની નિબંધવાચન અને દિલચસ્પી અંગેની નિષ્ઠાનું આથી વિશેષ પ્રમાણપત્ર બીજું કશું હોઈ શકે?
વંચાયેલા નિબંધોના વિષયો આ પ્રમાણે હતા : (૧) દેવત્વ વિશે જેને વિભાવના, (૨) જૈન મૂર્તિવિધાન અને પ્રતીકવાદના