SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૭૩ અને તેના અંગત જીવનને સંબંધ નથી. કોઈ માણસે શું ખાવું, શું પીવું, શું પહેરવું એ તેની વ્યકિતગત વાત છે. ગાંધીજીને આવો ભેદ માન્ય ન હતો. કોંગ્રેસની પાયાની નીતિને કોંગ્રેસના સભ્ય જ જીવનમાં આચરે નહિ તો એ નીતિનિષ્ફળ જ જાય. ખાદી અને દારૂબંધી હવે કોંગ્રેસની પાયાની નીતિ રહ્યાં છે? આજે નહિ ત થોડા વખત પછી આ નિયમ જે માત્ર કાગળ ઉપર જ છે તે રદ થશે, હકીકતમાં રદ થયા જ છે. વર્તમાન આર્થિક પરિસ્થિતિ વિશે કૉંગ્રેસ કારોબારીને પ્રસ્તાવ પ્રબુદ્ધ જીવન કોંગ્રેસ વર્કિંગ કમિટીએ તા. ૧૭ મી એપ્રિલે એક ખૂબ લાંબા પ્રસ્તાવ વર્તમાન આર્થિક પરિસ્થિતિ ઉપર બહાર પાડયા છે. આ પ્રસ્તાવ અનેક રીતે ધ્યાન ખેંચે તેવે છે. પરિસ્થિતિ વિષમ છે તે સ્વીકાર્યું છે. કારણેમાં પાકિસ્તાની યુદ્ધ અને દુષ્કાળ પ્રજા હિંમતપૂર્વક હાડમારીનો સામનો કરી રહી છે તે માટે અભિનંદન આપ્યાં છે. મુશ્કેલીઓ ટૂંક સમયની જ છે. તેને પહોંચી વળવા ઘટતાં પગલાં લીધાં છે. આ વર્ષ સાર` જશે. અન્ન તેમ જ ઔદ્યોગિક ઉત્પાદન વધશે. વીજળીને પુરવઠો વધારવા પગલાં લીધાં છે. લાખંડ, ખાંડ, કાપડ વગેરે માટે સંજોંગા ઊજળા છે. પાયાની આર્થિક સદ્ધરતા છે. Basic Health of our national economy is sound. સમાજની આર્થિક રચના પાયામાંથી બદલવી છે તે માટે લાંબા ગાળાના કાર્યક્રમ પણ છે અને તેના અમલ થાય છે. જમીનસુધારણા (Land Reforms) અને અન્નના જથ્થાબંધ વેપાર સરકાર હસ્તક લીધે તે આ કાર્યક્રમનું અંગ છે. આ બધું કહ્યા પછી અગત્યના ભાગ આવે છે. આ કાર્યક્રમના સફળ અમલ માટે બે પ્રકારની સમિતિ ઠેરઠેર રચવા રાજ્ય સરકારોને અનુરોધ કર્યો છે. જમીનસુધારણા માત્ર આર્થિક પગલું નથી પણ સમાજરચનાને પાયામાંથી બદલવાની રાજકીય પ્રક્રિયા છે. It is basically a political process whereby, the social structure undergoes a decisive change. આવી પ્રક્રિયાને અમલ માત્ર અમલદારો મારફત કે વર્તમાન ઢાંચામાં સફળતાથી થઈ શકે નહિ. આને સફળ અમલ કરવા પ્રજાકીય સમિતિઓ રચવી અને આવી કિંમતિઓમાં એવી વ્યકિતઓને સ્થાન આપવું કે જેને જમીનવિતરણથી લાભ થવાના છે અને તેથી તેની સફળતામાં જેને હિત છે અને રસ છે. વળી જમીનસુધારણાના કાયદાના અમલમાં મુકાબાજી ન થાય તે માટે કોર્ટોના અધિકાર ઓછામાં ઓછા રાખવા. It is essential to bar jurisdiction of civil courts. al સમિતિએ વધારાની જમીન કોની પાસે છે અને તેનું વિતરણ કોને કરવું તે નક્કી કરશે અને મહેસૂલી અમલદારોને સલાહ આપશે. તેવી જ રીતે, અનાજનું વિતરણ બરાબર થાય તે માટે Popular Vigilance Committees of Consumers, સ્થળસ્થળ રચવી. ફેર પ્રાઈસ શોપ્સ ઉપર આ કમિટીએ દેખરેખ રાખશે અને ગેરરીતિ અટકાવવા પગલાં લેશે. આવી કમિટીઓમાં કોંગ્રેસના સભ્યોએ સક્રિય ભાગ લેવો, Party workers at various levels should take active interest in the functioning of popular committees. આ કાર્ય રાષ્ટ્રીય દષ્ટિએ સૌથી મહત્ત્વનું છેof highest national importance. આવી સમિતિઓ રચાય અને તેને ઉપર જણાવ્યું તેવી સા આપવામાં આવે તેનું પરિણામ અને મહત્ત્વ સમજી લઈએ. આવી સમિતિએમાં કાગ્રેસના સભ્યો સક્રિય ભાગ લેશે. મતલબ, તે જ મોટા પ્રમાણમાં હશે, જેની પાસેથી લેવું છે જમીનના માલેક કે વેપારી - તેના ઉપર ‘દેખરેખ' રાખવા, જેને આપવું છે તેને સા આપવામાં આવશે. આ સીધા વર્ગવિગ્રહ છે. Landless against the landowner and consumer against the merchant. અને તેમાં મુખ્યત્વે કોંગ્રેસના સભ્યો હોય એટલે સમાન્તર તંત્ર ઊભું કર્યું. સામ્યવાદી દેશમાં આવી જ વ્યવસ્થા હોય છે. ચીનના રેટગાર્ડ્ઝ, રશિયાના કોસ્મેાસેલ્સ, અમલદાર કરતાં વધારે સત્તા ભાગવે, Party member is more important than the official. અનાજના જથ્થાબંધ વેપાર લઈ લીધા છે. તેમાં તેવા વેપારીના નેકરી અને મજૂરો તેમ જ છૂટક વેપારીને સહન કરવું ન પડે તેનું ધ્યાન રાખવું. Wholesalers against their servants & retailers, એક બીજો વર્ગવિગ્રહ. જથ્થાબંધ વેપાર લઈ લીધા છે, કાળાં બજારિયા અને સંઘરાખારોથી ખેડૂત અને ખરીદનારને બચાવવા. Blackmarketeers and hoarders against helpless consumers and farmers. \ 3 વર્કિંગ કમિટી કહે છે: અનાજના અને જીવનજરૂરિયાતની બીજી વસ્તુઓના ભાવ નીચા લાવવા સરકારે આ પગલાં લીધાં છે. આ બધું કહ્યા પછી પ્રસ્તાવના લગભગ એક તૃતીયાંશ લાંબા એો ભાગ આવે છે કે જે આશ્ચર્યજનક છે. વિરોધ પક્ષોની સખતમાં સખત ભાષામાં ઝાટકણી કાઢી છે. ખૂબ મૂંઝવણમાં હાય એવી વ્યકિત આવી ભાષા લખે. જનસંઘ, સ્વતંત્ર પક્ષ, સંસ્થા કાગ્રેસ ~Right reactionaries, સીપીએમ, એસએસપી,– -~left adventurists. આ બધાએ સમાજવાદના વધતા કૂચકદમ સામે મેટું આક્રમણ શરૂ કર્યું છે. તેએ સફળ થશે નહિ. અમે તેમને સફળ થવા દેશું નહિ. લડત લાંબી છે, પણ અમને વિશ્વાસ છે કે અંતે આમજનતાના વિજ્ય છે. અમે મજૂરો, ખેડૂતો, ખેતનજૂરો, ભૂમિહીના, બુદ્ધિજીવીએ, યુવકો અને નાના ઉદ્યોગવાળાઓને તેમના હકોના રા માટે પૂરી તાકાતથી આ લડતમાં ભાગ લેવા ને!તરીએ છીએ. માર્ક્સના મેનિફેસ્ટો યાદ આવે છે. આ બધામાં સી. પી. આઈ. (રશિયોતરફી સામ્યવાદી પક્ષ)નું કર્યાંય નામ નથી તે નેોંધપાત્ર છે. આ પ્રસ્તાવ વિષે મેં એટલા માટે ધ્યાન ખેંચ્યું છે કે તેની ભાષા આટલાં વર્ષોથી કાગ્રેસની જે ભાષા રહી છે તે નથી. કોંગ્રેસે વિદેશી સરકાર સામે ઘણા સખત પ્રસ્તાવો કર્યા છે. મક્કમતા હતી. ત્યાં પણ યમ હતો.કાગ્રેસ વર્કિંગ કમિટીના આ પ્રસ્તાવમાં રાજકીય ભાષામાં જેટલું ભાંડણ અને ઉશ્કેરાટ થઈ શકે તેટલું કર્યું છે. કોંગ્રેસની સમાજવાદની કે ગરીબી હટાવની નીતિ અને તેના અમલ માટે જમીનસુધારણા, અનાજને જથ્થાબંધ વેપાર સરકાર હસ્તક કરવે, બીજાં રાષ્ટ્રીયકરણનાં પગલાં, એ બધાંના વાજબીગેરવાજબીપણા વિષે કે જરૂરિયાત વિષે હું અહીં ચર્ચા નથી કરતા. હું દરપણે લોકશાહી સમાજવાદમાં માનું છું. સ્થાપિત હિતે બધાં સાધનાથી લડશે તે પણ હું જાણું છું. એ લડત દીર્ઘ અને છેવટ હિંસક પણ થાય. આ પ્રસ્તાવ વિષે આટલી વિગતથી લખવાને મારો આશય એટલે જ છે કે કોંગ્રેસ એક નવી દિશા તરફ જઈ રહી છે તે બાબત ધ્યાન ખેંચવું. પરિણામે, જો આવું વલણ ચાલુ રહેશે તે, લેાકશાહીના શાતિમય માર્ગ સચવાશે એમ ખાતરીપૂર્વક કહી શકાય નહિ. ભારત, પાકિસ્તાન અને બંગલા દેશ ભારત – પાકસ્તાન વચ્ચેના સંબંધામાં મડાગાંઠ પડી છે અને સિમલા કરારને અમલ અટકી પડયો છે. તેને ઉકેલ શોધવા, ભારત અને બંગલા દેશે સંયુકત રીતે પાકિસ્તાનને દરખાસ્તો કરી છે. આ દરખાસ્ત જેને સમુચિત ઉકેલ કહેવાય એવી Package deal છે. આજ સુધી બંગલા દેશનું મક્કમ વલણ હતું કે પાકિસ્તાન બંગલા દેશને સ્વીકૃતિ ન આપે ત્યાં સુધી કોઈ વાટાઘાટ કરવી નહિ, આવી શરત જતી કરવા ભારત બંગલા દેશને સમજાવી શકયું છે તે શુભ ચિહ્ન છે. પાકિસ્તાને વહેલી મોટી સ્વીકૃતિ આપવી જ પડે તેમ છે, અને ન આપે તે પણ કાંઈ ફેર પડતો નથી એટલે આ શરતનો આગ્રહ રાખશે બિનજરૂરી હતા. મુખ્ય મુદ્દા ત્રણ છે: (૧) ૯:૦ હજાર પાકિસ્તાની યુદ્ધકેદીઓને ; (૨) પાકિસ્તાનમાં રહેલા ચાર લાખ બંગાળીઆના; અને (૩) બંગલા દેશમાં રહેલ બે લાખ બિહારીઓને. એક રીતે કહીએ તે લાખો કુટુંબોની સલામતીના અને માનવતાનો પ્રશ્ન છે. ભારત-બંગલા દેશની દરખાસ્ત છે કે પાકિસ્તાનમાં રહેલ બંગાળીઓને બંગલા દેશમાં જવા દેવા, બંગલા દેશમાં રહેલ બિહારીઓને પાકિસ્તાને લઈ લેવા અને તેમ થતાં, ભારતે પાકિસ્તાન યુદ્ધકેદીઓને મુકત કરવા. બંગલા દેશે હવે નક્કી કર્યું છે કે માત્ર ૧૯૫ યુદ્ધકેદીઓ ઉપર અત્યાચારો માટે મુકદ્મા થશે. પાકિસ્તાન કોઈ પણ યુદ્ધકેદી ઉપર બંગલા દેશ મુકદ્મ કરે તેથી વિરુદ્ધ છે. પાતે કરવા તૈયાર છે. નહિ તો પાકિસ્તાનમાં રહેલ કેટલાક બંગાળીઓ ઉપર રાજદ્રોહના આરોપ માટે કેસ કરવાની ધમકી આપી છે. પાકિસ્તાનમાં રહેલ બંગાળીઓને બંગલા દેશ મેકલવા પાકિસ્તાન તૈયાર છે, પણ બિહારીઓને લેવા તૈયાર નથી. બંગલા દેશ બિહારીઓને કાઢી મૂકતું નથી પણ બિહારીઓ બંગલા દેશમાં રહેવા માગતા નથી. ભારત - બંગલા દેશે કરેલ દરખાસ્તો પોતાને સ્વીકાર્ય નથી એવું કહીને ઉચ્ચ કક્ષાએ મંત્રણા કરવા પાકિસ્તાન તૈયાર થયું છે અને શેડડા દિવસમાં આપણુ પ્રતિનિધિમંડળ ત્યાં જશે એમ લાગતું હતું પણ પાકિસ્તાનનું વલણ જોતાં હાલ મુલતવી રહ્યું છે. આપણા તરફથી થયેલ સંયુકત દરખાસ્ત ઘણી વાજબી છે અને પાકિસ્તાન તેનો અસ્વીકાર કરી શકે તેમ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy