________________
*
પ્રબુદ્ધ જીવન
આપવું જોઈએ. બંધારણમાં ફરીથી ફેરફાર કરવા સિવાય પાર્લામેન્ટને બીજો ઉપાય ન હતા. તેથી ૨૫મેા ફેરફાર કર્યો, જે મુખ્યત્વે મિલકતના હકો અને વળતર સંબંધે જ છે. પણ આ ફેરફાર કરવામાં પાર્લામેન્ટ ચાર ડગલાં આગળ ગઈ. વળતર–Compensation--શબ્દ, જેને આધાર લઈ બૅન્ક રાષ્ટ્રીયકરણ કેસમાં સુપ્રીમ કોર્ટે પૂરું વળતર એવા અર્થ કર્યો હતો તે કાઢી નાખી, રકમ - Amount – શબ્દ મૂકયો. પાર્લામેન્ટને યોગ્ય લાગે તેટલી રકમ વળતર તરીકે નક્કી કરે અને તેના વાજબી – ગેરવાજબીપણા વિષે નિર્ણય કરવાનો કોર્ટને કોઈ અધિકાર ન રહે. આ ફેરફાર તે ૧૯૫૬થી જે સ્થિતિ હતી અને પાર્લામેન્ટના જે સ્પષ્ટઈરાદો હતો તેને ફરી કાયમ કરવા માટે જ હતા. તેમાં કાંઈ નવું ન હતું. પણ આ સાથે બીજો એક ફેરફાર કર્યા-બંધારણમાં કલમ ૩૧સી ઉમેરી, જે મિલકતના હકા ઉપર મોટો કાપ મૂકે છે, અને જે માત્ર પાર્લામેન્ટને જ નહિ, પણ રાજ્ય ધારાસભાઓને પણ, માત્ર મિલકતને લગતા જ નહિ પણ બીજા મૂળભૂત હકો– સમાનતા, વાણીસ્વાતંત્ર્ય વગેરે- ને અવગણી, મિલકત સંબંધે કાયદાઓ કરવાની સત્તા આપે છે. સમાજવાદી રચના કરવા માટે આવી વિશાળ સત્તાઓ પાર્લામેન્ટ અને રાજ્ય ધારાસભાએને ૨૫મા ફેરફારથી આપી છે.
આ સંબંધે મે વિગતથી ‘પ્રબુદ્ધ જીવન’ના તા. ૧-૧૨-’૭૧ના અંકમાં લખ્યું છે.
હાલ જે ચુકાદો આવ્યો તેમાં ૨૪મા ફેરફારને પડકાર હતો પણ મુખ્ય પડકાર ૨૫મા ફેરફારને અને ખાસ કરી કલમ ૩૧સીને હતો.
આ ચુકાદામાં બધા જાએ વળતરને દરકમ શબ્દન ફેરફાર સ્વીકાર્યા છે. પણ કેટલાક જજોએ ઉમેર્યું છે કે જો મિલકતની કિમત અને વળતરની આપેલ રકમ વચ્ચે એટલું મોટું અંતર હોય કે રકમ નામની જ (illusory) ગણાય અને હકીકતમાં વિનામૂલ્ય મિલકત ઝુંટવી લીધી છે— expropriate એવા સંજોગામાં કોર્ટ રક્ષણ આપી શકે. આનો અર્થ શું કરવા તે ભવિષ્યમાં એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ખબર પડે.
કલમ ૩૧સી વિષે જાજોમાં તીવ્ર મતભેદ રહ્યો. સાત જજોએ એમ ઠરાવ્યું કે ૩૧સીને મુખ્ય ભાગ –તેનાબે ભાગ છે— કાયદેસર છે. છ જજોએ તેને રદ કરવી જોઈએ એવા અભિપ્રાય આપ્યો છે. આખા કેસમાં આ સૌથી મહત્ત્વના મુદ્દો હતો, જેમાં પાર્લામેન્ટની સત્તા બહુમતીથી સ્વીકારવામાં આવી છે. કલમ ૩૧સીમાં ઘણાં ભયસ્થાનો છે અને તેને દુરુપયોગ, ખાસ કરી રાજ્ય ધારાસભાઓ તરફથી થવાની શક્યતા છે. રાજ્ય ધારાસભા ૩૧સી અન્વયે કાયદો કરે તો રાષ્ટ્રપતિની મંજૂરી જોઈએ એટલા અંકુશ છે.
કલમ ૩૧સીને બીજો ભાગ એટલી હદે તે કે તે અન્વયે કાયદે થયું હોય એવું તેમાં જાહેર કરવામાં આવે કે આ કાયદો ૩૧સીના આધારે કરવામાં આવ્યો છે તે કોર્ટને તેની કાયદેતા વિષે નિર્ણય કરવાનો કોઈ અધિકાર ન રહે. એનો અર્થ એ કે કોઈ કાયદો બંધારણ મુજબ થયો છે કે નહિ તેના નિર્ણય પણ કાયદો કરનાર જ કરે. સાત વિરુદ્ધ છ મતથી આ ભાગરદ કર્યો છે. એટલે દરજ્જે કોર્ટના અધિકાર રહે છે.
સાલિયાણાં નાબૂદીના ૨૬માં ફેરફાર અને કેરળના કેટલાક જમીન વિતરણના કાયદાઓને રક્ષણ આપતા ૨૯મા ફેરફારને પણ પડકારતી અરજીઓ આ સાથે હતી. આ બન્ને વિષે કોર્ટે એમ ઠરાવ્યું છે કે બંધારણમાં ફેરફાર કરવાના પાર્લામેન્ટના અધિકાર વિષે – ૨૪ અને ૨૫મા ફેરફાર – જે ચુકાદો આપ્યો છે તે લક્ષમાં લઈ, ૨૬ અને ૨૯મા ફેરફાર કાયદેસર છે કે નહિ તે હવે પછી નક્કી કરવામાં આવશે.
તા. ૧-૫-૭૩
મુખ્ય મુદ્દાઓમાં છ જજો એક પક્ષે હતા અને બીજા છ બીજે પક્ષે, આ ઘણી અસંતોષકારક પરિસ્થિતિ ગણાય.
મે' ઉપર કહ્યું તેમ મુખ્ય મુદ્દાઓનો નિર્ણય સાત વિરુદ્ધ છ અથવા છ વિરુદ્ધ સાત મતથી થયો છે. જે એક જજના હાથમાં ત્રાજવાની દાંડી રહી તે હતા જસ્ટિસ ખન્ના, કેટલીક બાબતમાં તેમણે એક પક્ષે મત આપ્યો અને કેટલીક બાબતમાં બીજા પો.
એમ હેવું જોઈએ કે જે છ જજોએ પાર્લામેન્ટની સત્તા ઉપર થોડોણા અંકુશ રાખવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે પણ એકદરે સમતોલ વલણ લીધું છે અને પાર્લામેન્ટ અને સુપ્રીમ કોર્ટ વરો સંઘર્ષ ટાળવા પૂરો પ્રયત્ન કર્યો છે. કેટલેક અંશે સુપ્રીમ કોર્ટને અંકુશ હેાય– Judicial Review- તે ખોટુ નથી. લોકોના પ્રતિનિધિએ ને લેકના આદેશ મુજબ કાયદા કરવાનો પૂરો અધિકાર રહેવા જોઈએ. તે સાથે આ પ્રતિનિધિત્વ કેટલું પાંગળું અને પૂર્ણ છે તે આપણે જાણીએ છીએ અનેસુપ્રીમ કોર્ટ જેવી પ્રમાણમાં તટસ્થ સંસ્થા હોય, જે કાંઈક પુનવિચારણાનો અવકાશ રાખે તે આવકારદાયક છે.
હકીકતમાં પાર્લામેન્ટ અને ફોર્ટોએ પેાતપાતાનાં ક્ષેત્રમાં વિવેક અને સાંયમથી વર્તવું જોઈએ અને દરેકની સત્તા અને મર્યાદા સમજવાં જોઈએ, આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં કઈ મેટાસીંઘર્ષ ન થાય.
એક હકીકત સ્પષ્ટ છે. સત્તાધારી પક્ષ તરફથી એમ કહેવામાં આવતું કે સમાજવાદને ઝડપથી લાવવા આ પક્ષ ખૂબ ઈંતેજાર છે, પણ સુપ્રીમ કોર્ટ અવરોધક છે તે બહાનું હવે રહેતું નથી. જસ્ટિસ ચંદ્રચૂડ જેમણે ૨૪મા અને ૨૫મા બન્ને ફેરફારો સંપૂર્ણપણે માન્ય રાખ્યા છે અને પાર્લામેન્ટે માગી તેટલી બધી સા! તેને હાવી જોઈએ એવા અભિપ્રાય આપ્યો છે. તેમણે પોતાના જજમેન્ટમાં કહ્યું છે:
“સાંસદને હવે વિશાળ સત્તાઓ આપવામાં આવી છે તે છતાં જો સામાજિક ઉદ્દે કચરાની ટોપલીઓ બની રહેવાના હોય તો લોકોએ જેમનામાં ભારે વિશ્વાસ મૂકયા છે તેમનાથી ભગવાન આપણને બચાવે. ’ ૨૫-૪-’૭૩
ચીમનલાલ ચકુભાઈ
પ્રકી
નોંધ
ખાદી, દારૂ અને કૉંગ્રેસ
કૉંગ્રેસના બંધારણમાં એક નિયમ છે કે કોંગ્રેસના સક્રિય સભ્ય ખાદી જ પહેરવી અને દારૂ ન પીવા. બંધારણમાં ફેરફાર સૂચવવા વરિષ્ઠ આગેવાનાની સિમિત નીમવામાં આવી હતી. આ સમિતિએ એક સૂચના એવી કરી કે આ નિયમ રદ કરવા, ખાદીને બદલે સ્વદેશી વસ્ત્ર રાખવું અને દારૂ ન પીવે એવું બંધન ન રાખવું. કોંગ્રેસ વર્કિંગ કમિટીએ આ સૂચનાનો સ્વીકાર કર્યો છે. અસ્વીકાર કર્યો તે તે સારું કર્યું, પણ વરિષ્ઠ આગેવાનને આવી સૂચના કરવાની જરૂર કેમ પડી અને એ સૂચનાનો અસ્વીકાર થયા તે આ નિયમનું હવે નિષ્ઠાપૂર્વક પાલન થવાનું છે? આ નિયમ રદ કરવાની સૂચના વાસ્તવિકતા નિહાળીને કરવામાં આવી હોવી જોઈએ. કોંગ્રેસને અને કોંગ્રેસના સભ્યને, તેના વરિષ્ઠ આગેવાનોને પણ ખાદી અથવા દારૂબંધી માં શ્રદ્ધા નથી રહી. તે પછી આ દંભ ચાલુ રાખવા ઈષ્ટ નથી એ વાસ્તવિકતાનો સ્વીકાર છે. હજી દેખાવ માટે આગેવાના ખાદી તે પહેરે છે, પણ દારૂ તો ઘેરબેઠા પીવાય, કોઈને ખબર પણ ન પડે એટલું જ નથી, તેમાંના કેટલાક ત છડેચોક પીએ છે અને એ હકીકત સુવિદિત છે. તે પછી કોંગ્રેસ વર્કિંગ કમિટીએ આ સૂચના કેમ ન સ્વીકારી ? માત્ર પ્રતિષ્ઠા જાળવવા અને પ્રજામાં કોંગ્રેસની છાપ બગડૅ નહિ એ જ હેતુ હશે એમ લાગે છે. જો આ નિયમનો નિષ્ઠાપૂર્વક અમલ થવાના ન હોય અને એવાં ચિહ્નો જણાતાં નથી—તે આ દંભ ચાલુ રાખવાથી પ્રતિષ્ઠાને વધારે હાનિ પહોંચવાની છે. સામાન્ય રાજકીય જીવનમાં એમ કહેવાય કે વ્યકિતના જાહેર રાજકીય જીવનને
-