SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૫-૦૩ નથી. યુદ્ધકેદીઓને આપણે મુકિત નથી આપતા તે માટે પાકિસ્તાને દુનિયાભરમાં ભારત વિરોધી પ્રચાર કર્યો છે. તે પ્રચારને હવે પાય રહેતો નથી. એમ આશા રાખીએ કે લાખ કુટુંબના જીવનમરણના સવાલમાં રાજકીય પ્રતિષ્ઠાનું ભૂત આડે નહિ આવે. આપણા ઉપરથી ૯૦ હજાર યુદ્ધકેદીઓને આર્થિક બોજો ઘટે અને ભારત - પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઓછી થાય એ બધી રીતે આવકારપાત્ર છે. ધામાં નફો અને સામાજિક જવાબદારી ગર્ભવતી સ્ત્રીઓએ ઘેન માટે થેલીડેમાઈડ નામની દવા લીધી, જેને પરિણામે વિકૃત બાળકો જમ્યાં. એવાં લગભગ ૪૦૦ બાળકો માટે ૧૨ વર્ષની લડત પછી, દવા બનાવનાર કંપનીએ બે કરોડ પાઉન્ડ નુકસાનીના, આ બાળકોના હિત માટે આપવાનું કબૂલ કર્યું છે. કોર્ટના હુકમથી આ જવાબદારી સ્વીકારી નથી. કેસ હજી ઊભે છે. પણ જાહેર મતનું દબાણ એટલું વધી પડયું કે કંપનીએ કાયદા પ્રમાણે જવાબદારી હોય કે નહિ તે પણ, આટલી મોટી રકમનું વળતર આપવાનું સ્વીકારવું પડયું. સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જે કંપની વધુમાં વધુ નફો કરે તેને વહીવટ સફળ અને કુશળ ગણવો. નફે વધારવા મજૂરોને ઓછામાં ઓછું વેતન આપવું અને ખરીદનાર પાસેથી વધુમાં વધુ ભાવ લેવો. ખાસ કરીને હરીફાઈ ન હોય અને ઈજારા જેવી સ્થિતિ હોય ત્યાં આ વધારે શકય છે. હવે સ્વીકારવામાં આવે છે કે મજરે અને ખરીદનાર પ્રત્યે સામાજિક જવાબદારી છે એટલે તેમના હિતના રક્ષણ માટે સરકાર અંકુશો મૂકે છે. ઈંગ્લાંડમાં તાજેતરમાં બનેલ એક બનાવ સૂચક છે. ઈંગ્લાંડમાં શશ કપની લિબિયમ અને વેલિપમ - ઘેનની દવાઓ બનાવે છે અને બંનેના પેટન્ટ હક છે એટલે ઈજારો છે. આ બન્ને ખૂબ જાણીતી દવાઓ છે અને લામા પાસે ઉપયોગ કરે છે. રોશ કંપની સ્વીન્ઝર્લાન્ડની એક હોફમેન કંપનીની પેટા - કંપની છે. હફમેન કંપની આંતરરાષ્ટ્રીય છે અને બીજા દેશોમાં પણ તેની પેટા-કંપનીઓ છે. ઈંગ્લાડના મોનોપલી કમિશને રોશ કંપનીના હિસાબે તપાસ્યા તે માલૂમ પડયું કે સાત વર્ષમાં તેણે લગભગ અઢી કરોડ પાઉન્ડનો નફો કર્યો છે પણ તેના હિસાબમાં માત્ર ૩૦ લાખ પાઉન્ડને નફે બતાવ્યો છે. લિબ્રિયમ અને વેલિયમની બનાવટ માટેના કાર્ચો માલ હોફમેન કંપની પુરે પડે છે. ઈટલીમાં એક કિલે લિબ્રિયમનો ભાવ ૯ પાઉન્ડ છે અને એક કિલે વેલિયમનો ભાવ ૨૦ પાઉન્ડ છે. હાફમેન કંપની ઈંગ્લાંડની રોશ કંપનીને લિબ્રિયમ એક કિલો ૩૭૦ પાઉન્ડના ભાવે અને વેલિયમ એક કિલે ૯૨૨ પાઉન્ડના ભાવે વેચે છે. આ રીતે રોશ કંપનીને મોટા ભાગને ન, લગભગ બે કરોડ પાઉન્ડ, હેમેન કંપની લઈ ગઈ. મેનેપાલી કમિશને એ નિર્ણય કર્યો કે રોશ કંપનીએ અનહદ ઊંચા ભાવે લિબિયમ અને વેલિયમ ઈંગ્લાંડમાં વેશ્યા છે તેથી તેણે લગભગ એક કરોડ પાઉન્ડ સરકારને પાછા આપવા. મોનાલી કમિશનને હિસાબેના આવા ગેટાળા અં, પૂરી માહિતી મળી નહિ. રોશ કંપની પાસે પૂરી માહિતી હતી નહિ અને હફમેન કંપની વિદેશી હેઈ, માહિતી પૂરી પાડવાની તેને ફરજ પાડી ન શકાય. છતાં, ઉપલબ્ધ માહિતી ઉપરથી આ નિર્ણય ઉપર આવ્યા. ઈંગ્લાંડમાં તબીબી રાહત રાજ્ય તરફથી મળે છે એટલે લિઝિયમ અને વલિયમ રાજ્ય તરફથી બહ મેટા પ્રમાણમાં ખરીદવાં પડે છે. રાજ પહેલું પગલું એ લીડ કે લિબ્રિયમને ભાવ ૫૦ ટકા અને વેલિયમને ૭૫ ટકા એક હુકમથી ઘટાડી દીધા. આને કારણે રાજ્યને દર વર્ષે ૩૫ લાખ પાઉન્ડ - દરોજના દસ જાર પાઉન્ડને ફાયદો થશે. તેમ જ ભૂતકાળમાં કરેલ ગેરવાજબી નફી પેટે એક કરોડ પાઉન્ડ પાછા માગ્યા છે. રેશ કંપની આપે છે કે નહિ તે જોવાનું રહે છે. કોઈ કાયદો નથી જેને આધારે પાછા લઈ શકાય, પણ પોતાની પ્રતિષ્ઠા જાળવવા પાછા આપશે એવી સરકારે આશા વ્યકત કરી છે. ઈંગ્લાંડમાં જ આવું બને છે એમ નથી. આપણા દેશમાં પણ વિદેશી કંપનીઓ આવું જ કરે છે. આપણા દેશની કંપનીઓ પણ અનેક પેટા- કંપનીઓ કરી, મોટા નફાઓ વગેસગે કરે છે. અમે રિકામાં થોડા દિવસ પહેલાં જ ફર્ડ અને જનરલ મેટર ઉપર એવો હુકમ કર્યો છે કે મેટર સ્પેર પાર્ટસ અને વધારાના સામાનમાં તેમણે મેટે નફો કર્યો હોવાથી લગભગ એક કરોડ ડોલર સરકારને ભરી દેવા. To exploit labour & fleece the consumer. મૂડીવાદી રચનાનું આ પ્રમુખ અંગ છે. હમણાં બહાર આવ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં બ્રિટિશ કંપનીએ ત્યાંના વતનીઓને ખૂબ ઓછા પગાર - Starvation wages આપી અઢળક નફો. કરે છે. માણસની તૃષ્ણા અને લોભને હદ નથી. પછી સરકારી નિયંત્રણ આવે. તેમાંથી લાંચરુશવત અને કાળા બજાર જન્મે. આ વિષચક્ર ચાલ્યા જ કરે. સ્વેચ્છાએ સંયમ ન રાખીએ તે આ જ પરિણામ આવે. શ્રી રામજી શામજી વીરાણી શ્રી રામજીભાઈનું, ૮૦ વર્ષની વયે, રાજકોટમાં ગુરુવાર તા. ૧૯ મી એપ્રિલને દિને અવસાન થયું. સમાજને એક ઉદાચરિત સજજનની ખોટ પડી. ઘણાં વર્ષોથી શ્રી રામજીભાઈના ગાઢ પરિચયમાં આવવાનું મારું સદ્ભાગ્ય હતું. જરા પણ અતિશયોકિત વિના હું કહી શકું કે એમના જેવા દયાળુ અને ધર્મપ્રેમી ગૃહસ્થ મેં બહુ ઓછા જોયા છે. એક ગામડામાં જન્મ થયો અને ૧૪ વર્ષની નાની ઉંમરે આજીવિકા માટે સુદાન ગયા. ત્યાર પછી પિતાના ચાર ભાઈઓને એક પછી એક સુદાન તેડાવ્યા. વેપાર મુખ્યત્વે કાપડને. ઈશ્વરકૃપાથી બહુ સારી રીતે કમાયા. પાંચે ભાઈએ એવા ઉદાર, સરળ સ્વભાવના અને ખાનદાન. દરેક ભાઈમાં તેમનાં માતા - પિતાના ઊંડા ધામિક સંસ્કાર, વીરાણી કુટુમ્બનાં લાખ રૂપિયાનાં દાન છે. અનેક સંસ્થાઓ - કેળવણી, તબીબી રાહત, ભેજનાલય, વૃદ્ધાશ્રમ, સસ્તા ભાડાની ચાલીએ, ઉપાશ્રય, જૈન શાળા અને ધાર્મિક શિક્ષણ સંસ્થાઓ, પાંજરાપોળે અને જીવદયા ખાતાંઓ – તેમના દાનથી સ્થાપાઈ અને વિકસી. કોઈ પણ સારું કામ હોય ત્યાં તેમનું દાન હોય. રામજીભાઈનું સદા ચિતવન જ એ રહે કે કયાં અને કેટલું આપું. મારા ઉપર ખૂબ પ્રેમ અને વિશ્વાસ હતો. મારી સૂચનાથી લાખો રૂપિયા તેમણે આપ્યા છે. રાજકેટમાં તેમની વિશાળ, લાખ રૂપિયાની કિંમતની જમીન હતી તેનું ટસ્ટ કરી નાખ્યું. તેમના પુત્ર ભાઈ નગીનભાઈ, પિતાની ભાવના પૂરી સચિવે છે. - મુંબઈ જૈન યુવક સંઘ પ્રત્યે રામજીભાઈને મમતા હતી દર વર્ષે પરમાનંદભાઈ સંઘ માટે સહાય લઈ આવે. આવા પુણ્યશાળી આત્માની સદ્ગતિ જ હોય અને ચિરશાન્તિ ભગવે. શ્રીમતી પ્રભાદેવીનું અવસાન શ્રી જયપ્રકાશ નારાયણનાં ધર્મપત્ની શ્રી પ્રભાદેવીનું શેડા દિવસ પહેલાં અવસાન થયું. આ એક વિરલ યુગલ હતું, જેનો વિયોગ થયો, પ્રભાદેવીને કેન્સરને વ્યાધિ થયો હતો. થોડા મહિના પહેલા ઓપરેશન કર્યું ત્યારે એવી આશા બંધાઈ બ્લી કે, રાગ કાબૂમાં આવ્યો છે. પણ ટૂંક સમયમાં ફેલાઈ ગયો અને અંતે અવસાન થ] શ્રી પ્રકાશ નારાયણના જીવનમાં પ્રભાદેવીનું મહત્ત્વનું સ્થાન રહ્યું છે. પ્રાશ, નારાયજ્ઞ ક્રાન્તિકારી હતા અને હિંસક ક્રાન્તિમાં માનતા તેમ જ માકર્સવાદી હતાં, પ્રમાદેવી વર્ષો સુધી સાબરમતી આશ્રમમાં રહ્યાં અને ગાંધીજીથી ખૂબ પ્રભાવિત હતાં. જ્યપ્રકાશની માકથી ગાંધીવાદ ૨ ને છેવટ, સર્વોદયમાં જીવનદાન સુધીની યાત્રામાં પ્રભાદેવીને સારી પેઠે ફાળો હતો. સામાન્ય રીતે એવું બને છે કે પુરુષ બ્રહ્મરાય સ્વીકારે ચોટલે સ્ત્રી પણ સ્વીકારે; આ યુગલના જીવનમાં એવું બન્યું કે પ્રમાદેવી અને બ્રહ્મચર્મ સ્વીકાર્યું અને પરિણામે જપા નારાયણે સ્વી[. પ્રમાદેવી માત્ર પ્રકાશની છાયારૂપ ન હતા. તેમનું સ્વતંત્ર વ્યકિતત્વ હતું. બન્ને વચ્ચે મતભેદ પણ થતા. પ્રમાદેવી પિતાના વિચારમાં મક્કમ રહેતા અને ઘણી વખત જયપ્રકાશને ખેંચતાં સાચાં સહધર્મચારિણી હતાં, જ્યપ્રકાશના જીવન ઘડતરમાં તેમનો અગત્યનો ફાળો રહ્યો છે. રાંગત જીવનમાં જયપ્રકાશ બાળક જેવા છે. તેમનું સ્વાથ્ય પણ સારું નથી. પ્રમાદેવી ખૂબ કાળજી રાખતા. પ્રભાદેવીના અવસાનથી જ્યપ્રકાશને જે ખેટ પડી છે તે કોઈ પૂરી શકે તેમ નથી. એટલે દરજજે દેશને ખોટ પડી છે. જ્યપ્રકાશજી અને પ્રભાદેવીના નિકટના સંપર્કમાં આવવાનું છેલ્લાં કેટલાક વર્ષોમાં, ખાસ કરી બિહારના દુષ્કાળ પછી, મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું. તેમને હું અંત:કરણપૂર્વક શ્રદ્ધાંજલિ અપું છું. ચીમનલાલ ચકુભાઇ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy