SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૫-૭૩ પ્રબુદ્ધ જીવન – એક ઈતિહાસવિનું જીવનદર્શન (૨) << ડો. આર્નડ ટયનબીએ કહ્યું છે કે બધા ધર્મો એકમત છે કે માનવજીવનનું ધ્યેય, દશ્ય જગતની પાછળ જે પરમતત્ત્વ રહેલ છે અને જે અંતિમ સત્ય છે—Ultimate Reality– તેને અનુભવ કરશે અને તેની સાથે તાદામ્ય સાધવાને છે. All the higher religions agree that the spiritual goal of man is to seek communion with the presence behind the phenomenon and to seek it with the aim of bringing oneself into harmony with this Absolute Reality. આ પરમત શું છે? તેને પુરા શું? ડૉ. રૈયનબી કહે છે કે તેમને તેની માત્ર ઝાંખી થાય છે. તે છે એવી અનુભૂતિ થાય છે. અંતે શ્રદ્ધાને વિષય છે- Act of faith, તેઓ કહે છે, મારા પોતાના અંતરનિરીક્ષણથી મારામાં રહેલ આધ્યાત્મિક તત્ત્વના અનુભવે વિશ્વમાં આનું આધ્યાત્મિક તત્ત્વ હોવું જોઈએ એમ હું માનું છું. દે છે, પણ દેહથી પર અને તેના કરતાં વધારે મહત્ત્વનું તત્ત્વ પણ મારામાં છે અને તે તત્ત્વ આધ્યાત્મિક છે એ અનુભવ થાય છે. તે જ પ્રમાણે વિશ્વમાં જડ પ્રકૃતિ છે, પણ આધ્યાત્મિક તત્ત્વ પણ હોવું જોઈએ અને તે જ અંતિમ સત્ય છે. દેહધારી માનવ વિશ્વનું પ્રતિબિમ્બ છે. પિડે તે બ્રહ્માંડે. આ અંતિમ સત્યને પામવું તે જ આપણી સાધનાનું લક્ષ્ય હોવું જોઈએ. 3. ટેયનબી નથી માનતા કે આ પરમતત્ત્વ સર્વશકિતમાન છે. તેમ હોય તો દુ:ખ શા માટે હોય? એમ પણ નથી માનતા કે આ પરમતત્તે વિશ્વને પેદા કર્યું છે. ડૅ. ટયનબી કદાચ જૈનધર્મ પેઠે વિશ્વને અનાદિ, અનંત માને છે. વિશ્વના રહસ્યને, અને તે સાથે પોતાના જીવન અને તેના અંતિમ પરિણામ તાગ પામવા માનવ ઝંખે છે. No human soul can pass through this life without being challenged to grapple with the mystery of the universe. આ પરમતત્વને પામવાને માર્ગ શું, સાધના શું? ડૉ. રૈયાબી આ સંબંધે ભિન્ન ભિન્ન ધર્મો અને વિચારોના મતો તપાસે છે. પહેલે પ્રશ્ન કે આ સંસાર સાથે વ્યકિતને સંબંધ શું, તેમાં તેનું સ્થાન શું, આ સંસાર સાથે, સમાજ સાથે, તેનું વર્તન કેવું હોવું જોઈએ? એક મત એ છે કે સમાજ સર્વસ્વ છે, વ્યકિતનું કર્તવ્ય સમાજને ચરણે પિતાનું જીવન ધરી દેવું. The individual exists for society, not society for the individual. તેથી વ્યકિતને અંગત વિકાસ એ શક્ય નથી પણ સમાજની પ્રગતિ એ જ લક્ષ્ય હોવું જોઈએ. સામ્યવાદી અને બધા પ્રકારના સરમુખત્યારી રાજ્ય અને સમાજો આ મત ઉપર રચાયેલ છે. ડૉ. ટેયનબી આ મતનો અસ્વીકાર કરે છે. માણસનું વ્યકિતત્વ અણમેલ રત્ન છે. તે સ્વતંત્ર છે. તેને કોઈનું માત્ર સાધન બનાવાય નહિ. બધા ધર્મો સ્વીકારે છે કે વ્યકિત અને ઈશ્વર–પરમતત્ત્વસંબંધ અંગત અને સીધે છે. સંસાર કે સમાજ, ઈશ્વરનું સ્થાન લઈ શકે નહિ. માણસ કોઈને ગુલામ નથી. બીજો મત એવો છે કે આ સંસાર અસાર છે, માયા છે, ઈન્દ્રજાળ છે, માણસને તેની સાથે કોઈ સંબંધ નથી. મુસાફરખાનું છે. સંસાર કે સમાજનું શું થાય છે તે સાથે વ્યકિતને કાંઈ લેવાદેવા નથી. કાળો કોલસે, કાદવ છે–ગમે તેટલે ધોઈએ તો પણ આપણા હાથ જ બગડવાના. જૈનધર્મ, બુદ્ધધર્મ, હિન્દુધર્મ, ખ્રિસ્તધર્મ, આ બધા ધર્મોમાં આવો ભાવ કેટલેક અંશે રહેલે છે. આ બને તેમાં સત્યને અંશ છે, પણ પૂર્ણ સત્ય નથી. વ્યકિતને વિકાસ સમાજમાં થાય છે. હજારો વર્ષના અનુભવને વારસદાર છે. માનવસમાજ અને સમસ્ત પ્રાણીસૃષ્ટિ સાથે વ્યકિતને ઘનિષ્ઠ સંબંધ છે. ઈશ્વરની સૃષ્ટિ છે. તેને તજીને પોતે ગુમાવે છે. પણ તેમાં ડૂબી જવાનું નથી. તેનાથી પર થવું. Dr. Toynbee rejects purely this-Worldly view and solely other-worldly view. "If this world has the positive value that it must nave if God loves it and has become incarnate in it, then His attempts and our attempts under his inspiration and on His behalf, to make this world a better place must be right and significant in some sense." “આ જગત પિતાને માટે અનિવાર્ય એવું અસ્તિવાચક યાને ભાવાત્મક મૂલ્ય ધરાવતું હોય, તેમ ઈશ્વરની પ્રેમવર્ષાથી એ એવું'. અભિષિકત થતું હોય જેમાં એના સાકાર સ્વરૂપને સાક્ષાત્કાર અનુભવાતા હોય તે આ જગતને વધુ સ-રસ આવાસરૂપ બનાવવાના એના પ્રયાસે અને એ પરમતત્ત્વની પ્રેરણાથી તેમ જ એના વતી થતા આપણા પ્રયાસ સાચા અને કિંચિત અર્થમાં સૂચક હોવા જ જોઈએ.’ ઈશ્વરનું આ કામ માણસ કેવી રીતે કરી શકે? શા માટે કરતો નથી અથવા કરી શકતો નથી? આ હકીકત સમજવા માટે માનવસ્વભાવનું પૃથક્કરણ કરવું પડે. માનવસ્વભાવમાં વિરોધી તત્તે પડયાં છે. તેની વાસનાઓ છે, કામનાઓ છે, કષા છે, સ્વાર્થ છે. તે સાથે પ્રેમ, કરુણા, મૈત્રી, ALLOL 39. Man is great because he knows that he is or can be wretched. આ વિરોધી તત્તે સાથે પડયાં છે એટલું જ નથી, અવિભાજ્ય છે. તેથી જ માણસ માણસ છે. Man is loveable, Man is despicable. માણસ પ્રત્યે પ્રેમ થાય છે, તેના પ્રત્યે ધિક્કાર પણ થાય છે. માણસની કામનાએ, એષણાઓ અને તૃણા -Desires and yearnings-તેને ઘણું મેળવવા પ્રેરે છે. પણ માણસ સમાજમાં રહે છે, જેમાં તેના જેવી કામનાઓ અને વૃષ્ણાવાળા બીજા માણસે છે. Society of selves. તેથી સંઘર્ષ થાય. પરિણામે દુ:ખ થાય છે. કામનાઓ અને તૃષ્ણાઓ અતૃપ્ત રહે છે. માણસ દુ:ખમાંથી મુકિત માગે છે. દુ:ખ કામનાથી જન્મે છે. તેથી કામનાઓને નાશ કરે. કામનાઓનું બીજ પોતે જ છે. તો પિતાને અંત આણવે. આ બુદ્ધધર્મનું નિર્વાણ છે. આ માર્ગે માણસ પોતાની જાતને બધા વ્યવહારમાંથી ખેંચી લે છે. પ્રેમ, કરુણા અને મૈત્રીની ભાવના તેને વ્યવહાર વિસ્તારવા પ્રેરે છે. હકીકતમાં દુ:ખ અનિષ્ટ નથી. દુ:ખનું મૂળ, સ્વાર્થઅનિષ્ટ છે. દુ:ખ સ્વાર્થમાંથી જન્મે છે. દુ:ખ પરિણામ છે, કારણ નથી. ડે, ટેયનબીને દઢ મત છે : Selfishness, not suffering, is the greatest of all evils and love, not release from suffering is the greatest of all goods. દુ:ખ બે પ્રકારનાં છે: એક સ્વાર્થથી ઉત્પન્ન થતું દુ:ખ અને બીજું પરમાર્થથી. પરમાર્થમાં સ્વાર્થત્યાગ છે. પરમાર્થ કરતાં હાડમારીઓ વેઠવી પડે, સર્વસ્વ ત્યાગ કરવું પડે, દેહને પણ ત્યાગ કરવો પડે, તો પણ આવું દુ:ખ એ જ ખરું સુખ છે. Self-sacrifice means, not selfishly extinguishing the self but lovingly devoting to the service of others, at the cost of whatever suffering this service may bring with it. પિતાને સ્વાર્થ તજીને, લોકકલ્યાણના કાર્યમાં લાગે તેને ઘણાં દુ:ખ સહન કરવો પડે છે. ડે. સ્વાઈન્ટરે કહ્યું છે: Existence will thereby become harder for him in every respect, than it would be if he lived for himself but at the same time, it will be richer, more beautiful, and happier. It will become, instead of mere living, a real experience of life. . . આ અનાસકત કર્મયોગને માર્ગ છે. ડો. સ્વાઈઝર પેઠે, ડે, ટોયનબીને પણ સંન્યાસમાર્ગ સ્વીકાર્ય નથી. ઈશ્વરનું કામ કરવું હોય, તે તેની સૃષ્ટિ સાથે એકતાર થવું. ઉપનિષદમાં કહ્યું છે તેમ રાજયસત્તાનથી જોતી, સ્વર્ગનાં સુખ નથી જોતાં, મોક્ષ પગ નથી જેતે, એક જ કામના છે, દુ:ખથી તપ્ત થયેલ પ્રાણીએનાં દુ:ખને નાશ કરવાની. ડૅ. ટોયનબીનું પણ આ જ જીવનદર્શન છે. ' - ચીમનલાલ ચકુભાઈ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy