SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન મહર્ષિ વિઠ્ઠલ રામજી શિ દે ✩ આ વરસે મહર્ષિ વિઠ્ઠલ રામજી શિંદેની જન્મશતાબ્દી ઊજવવામાં આવી, ત્યારે ઘણા લોકોને લાગ્યું કે આ મહર્ષિ કોણ? રાજકારણમાં ભાગ લેનારાઓને જેટલી પ્રખ્યાતિ મળે છે તેટલી બીજા ક્ષેત્રેમાં કામ કરનારાઓને મળતી નથી. સમાજસુધારાનું કાર્ય તો લોકોમાં અપ્રિય બનવાનું કાર્ય ગણાય. મહર્ષિ શિંદે મહારાષ્ટ્રના આઘ સમાજસુધારકોમાંના એક હતા અને અસ્પૃશ્યતા અને જાતિભેદ નષ્ટ કરવા માટે તેમણે આજીવન ઝુંબેશ ચલાવી હતી. તેમની જન્મ શતાબ્દી ઊજવવા માટે ઉપરાષ્ટ્રપતિ મુંબઈ સુધી દોડી આવ્યા છે. પણ પેાતાના અદના સેવકો માટે લોકો એટલા બધા ભૂલકણા હોય છે કે મહર્ષિ શિંદે ૧૯૪૪માં ગુજરી ગયા ત્યારે એમની શાકસભામાં વીસ માણસા પણ હાજર ન હતા! મહર્ષિ શિંદેના જન્મ સન ૧૮૭૩માં જપિંડી (હવે મહિસુર રાજ્યમાં)ના દેશી રાજ્યમાં થયો હતો. ૧૮૯૧માં તેઓ મેટ્રિકની પરીક્ષામાં ઉત્ત્તર્ણ થયા અને બે વરસ સુધી તેમણે શિક્ષક તરીકે કામ કર્યું. ૧૮૯૮માં બી. એ. અને ફર્સ્ટ એલએલ. બી. કરીને તે વખ તના સમાજસુધારકોની સંસ્થા ‘પ્રાર્થના સમાજમાં તેઓ જોડાયા. એ જ વખતે તેમને યુનિટેરિયન છાત્રવૃત્તિ મળી અને તેઓ ઈંગ્લાંડ ગયા. દુનિયાના ધર્મનો તુલનાત્મક અભ્યાસ કરીને લખેલ નિબંધ ‘લિબરલ રિલિજિયન ઈન ઈંડિયા' તેમણે યુનિટેરિયન પરિષદમાં વાંચ્યા હતા. ૧૯૦૩ થી ૧૯૬૬ સુધીનાં ચાર વર્ષે તેમણે ‘પ્રાર્થના સમાજના પ્રચાર માટે ભારત અને લંકામાં સર્વત્ર પ્રવાસ કરવામાં ગાળ્યાં. ૧૯૦૬માં ‘ડિપ્રેસ્ડ કલાસીસ મિશન' ની સ્થાપના કરી અને દેશભરમાં તેની શાખાઓ સ્થાપી. ઈંદોરના મહારાજા હેાલકર અને મુંબઈ સરકારની મદદથી એક લાખ રૂપિયા ખર્ચીને પૂનામાં પછાત વર્ગના છાત્રા માટે ‘અહિલ્યાશ્રમ' અને બીજી સંસ્થાઓ ઊભી કરી અને સત્તર વર્ષ આ સંસ્થા માટે આપીને ૧૯૨૩માં તેઓ તેમાંથી નિવૃત્ત થયા. અસ્પૃશ્યતાના પ્રશ્ન પરત્વે તેમનું ધ્યાન ૧૯૦૧માં ગયું. તે વરસે એચ. એસ. રિફ્લેના વસતિ ગણતરીના અહેવાલમાં તેમણે વાંચ્યું કે હિંદુસ્તાનની ૨૯,૪૩,૬૧,૦૫૬ની લાકવતિમાં ૬,૩૨,૩૬,૬૩૨ જેટલા અસ્પૃશ્ય મનાતા લોકો છે, ત્યારે આટલા બધા લોકોને અસ્પૃશ્ય કેમ ગણવામાં આવતા હશે એનો વિચાર તેમના મનમાં ફર્યો. તેમણે સંસ્કૃત અને પાલી ધર્મગ્રંથ અને પુરાણોનો અભ્યાસ કર્યો. ૧૯૦૪થી તેમણે પદદલિતો માટે લખવા માંર્યુ. ૧૯૦૯માં માસિક ‘મનોરંજન’માં એક સચિત્ર લેખ પ્રસિદ્ધ કર્યો અને અસ્પૃશ્યતાને નાબૂદ કરવાની આવશ્યકતાનું પ્રતિપાદન કર્યું. ૧૯૩૩માં પ્રસિદ્ધ થયેલા એમના ભારતીય અસ્પૃશ્યાંચા પ્રશ્ન નામના મરાઠી ગ્રંથમાં તેમણે પેાતાના દીર્ઘ અભ્યાસના નિષ્કર્ષ્યા રજૂ કર્યા છે. અમુક ગંદા કહેવાતા વ્યવસાય કરનારાઓ, વિજેતા અને પરાજિત વચ્ચેના સંબંધા, બૌદ્ધધર્મીઓ અને બીજાઓ જેમણે બિનશરતે હિંદુ ધર્મના સ્વીકાર નહિ કર્યો હોય તે અને મનુ સ્મૃતિએ ઠરાવેલ પ્રતિલામ સંબંધેાનાં સંતાનોને અસ્પૃશ્ય ગણવામાં આવ્યાં હશે એવું તેમનું પ્રતિપાદન છે, અને જાતિભેદ નષ્ટ નહિ થાય ત્યાં સુધી અસ્પૃશ્યતા પણ નાબૂદ નહિ થઈ શકે એવો તેમનો નિષ્કર્ષ છે. પણ મહર્ષિ શિંદે માત્ર લેખક જ ન હતા. અસ્પૃશ્યતાનિવારણ માટે જાહેરમાં વાતો કરવાનું મુશ્કેલ હતું તેવા ૭૫ વર્ષો પૂર્વેના કાળમાં શિંદે અસ્પૃશ્યોના ઘરમાં જઈને સહકુટુંબ રહેતા હતા. પોતાની પત્નીને તેઓ કહેતા કે જ્યાં સુધી તમારા રસડામાં અસ્પૃશ્યને રાંધવા માટે રાખો નહિ ત્યાં સુધી સાચું અસ્પૃશ્યતા ell. 9-4-93 ર નિવારણ થયું છે એમ માનવા હું તૈયાર નથી. તે જમાનામાં રાજકીય નેતાઓ સમાજસુધારકોને દૂર રાખતા હતા અને સમાજ સુધારકો અંગ્રેજી શાસકોની છાવણીમાં જોવામાં આવતા હતા. પણ મહર્ષિ શિંદે . આમાં અપવાદ હતા. તેઓ લેાકમાન્ય ટિળક અને મહાત્મા ગાંધીના રાજકારણને ટેકો આપતા હતા અને ૧૯૩૦ની સત્યાગ્રહની લડતમાં તેમને જેલની સજા પણ થઈ હતી. તેઓ એટલા કટ્ટર તત્ત્વનિષ્ઠ હતા કે મુંબઈની ધારાસભામાં મરાઠા સમાજના ઉમેદવાર તરીકે ખૂનામાંથી સહેજે ચૂંટાઈ આવવાની શકયતા હાવા છતાં ન્યાતના નામે મળનાર સન્માનનો મોકો તેમણે જતો કર્યોહતો. તેમની મહત્તા એ કે તેમણે જે કહ્યું તે પ્રથમ પોતે જ આચરણમાં મૂકયું. તેને કારણે સમાજના ઘેર વિરોધ સહન કર્યો, એટલું જ નહિ પણ કુટુંબ-પરિવારને ભાગવવું પડયું ત્યારે પણ તેઓ ચલિત થયા નહિ કે પોતાના અભિપ્રાયા કે માન્યતાઓને છેાડયાં નહિ. પેાતાની માન્યતાના સંબંધમાં તેમણે કોઈ દિવસ છૂટછાટ મૂકી નથી કે લાકપ્રિયતાને રાવા માટે પોતાના વિચારો સાથે બેઈમાની કરી નથી. એટલે જ તેઓ મહર્ષિ કહેવાયા. મહર્ષિ શિદેનું સમગ્ર જીવન રૂઢિગ્રસ્ત સાથે સંઘર્ષમાં ગયું. આવા પ્રખર વિદ્યાવ્યાસંગી પાસે ગ્રંથા ખરીદવા માટે કોઈ દિવસ પૈસા નહેાતા. સારું પુસ્તક જુએ ત્યારે કોઈ પાસેથી મેળવી લાવે. તુલનાત્મક - ધર્મશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, ઈતિહાસ, મરાઠી સંતવાડ્મય, ભાષાશાસ્ત્ર, અને બીજા કેટલાયે વિષયોના તેમને ગાઢ અભ્યાસ હતો. વાચન, લેખન અને પ્રવચન એ તેમની મનગમતી પ્રવૃત્તિ હતી તેઓ દારિદ્રયની સાથે લડયા, સ્વજને સાથે તેમને લડવું પડયું અને બ્રિટિશ સરકાર સાથે પણ તેઓ લૂટ્યા. અસ્પુશ્યા સાથે હળીમળીને રહેતા અને અસ્પૃશ્યતાનિવારણની હિમાયત કરતા એ માટે મરાઠા સમાજે તેમના બહિષ્કાર કર્યો હતો અને હિંદુ સમાજ પણ તેમને દૂર રાખતો હતો.. શિક્ષણ વગેરેની અનુકૂળતા હેવા છતાં તેમને સરકારી નેાકરી કરવી જ ન હતી અને ટિળક અને ગાંધીના વિચારો સાથે મળતા થતા હેાવાથી ‘બ્રાહ્મોસમાજ” પણ એમને પ્રચારક તરીકે મળનું વેતન વખતોવખત રોકી રાખતો હતો. મહારાષ્ટ્રમાં જ નહિ પણ કદાચ આખા દેશમાં અગ્રણી સમાજસુધારક તરીકે મહાત્મા જ્યોતિબા ફૂલેનું નામ લઈ શકાય મહર્ષિ વિઠ્ઠલ રામજી શિંદે અને કર્મવીર ભાઉરાવ પાટિલ સાથે મળી મહારાષ્ટ્રના બહુજન સમાજ એટલે કે બ્રાહ્મણેતર સમાજસુધારકોની ત્રિમૂર્તિ બને છે. વી. એસ. બાપટ । સુપ્રીમ કાર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટના ચુકાદા ઉપર શ્રીયુત્ ચીમનલાલ ચકુભાઈ શાહનું એક જાહેર વ્યાખ્યાન સંઘના શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં શનિવાર તા. ૧૨-૫-૭૩ના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે રાખવામાં આવેલ છે. તો રસ ધરાવતા દરેકને સમયસર ઉપસ્થિત થવા વિનંતી છે, ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ સંગીતના કાર્યક્રમ સુપ્રસિદ્ધ ગાયક અને સંગીતકાર શ્રી પુરુષોત્તમ ઝાલોટાજીના સંગીતના એક કાર્યક્રમ તા. ૧૦મી મેના રોજ રાતના દ્રા વાગ્યે ચાપાટી ઉપર આવેલા ભારતીય વિદ્યાભવનમાં રાખવામાં આવ્યો છે, તેની ટિકિટો ભારતીય વિદ્યાભવનમાં તેમ જ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના કાર્યાલયમાં મળશે. ટિકિટના દરો રૂા. ૧૫-૧૦-૫-૩ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમનું આયોજન તેમના પ્રશંસક અને મિત્રો તરફથી યોજવામાં આવ્યું છે. С
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy