SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ 192 જ પ્રબુદ્ધ જીવન શુભને આમંત્રણ એક નાનકડો છેકરો નિશાળમાં કોઈ સહપાઠી સાથે ઝગડયા હશે. ઘેર આવી મનેામન બબડવા લાગ્યા : ‘બદમાશ ! હરામખાર ! હું તને મારી નાખીશ.' મા સાંભળી ગઈ. કશું બોલી નહીં પણ એક ઊંચા પહાડ છેકરાને પાસેના પહાડોમાં લઈ ગઈ. પર ચડી તેણે છાકરાને કહ્યું: “બેટા, તું ઘરમાં શું બબડતા હતા? અહીં એ બધું છાતી ફાડીને જોરથી બોલી નાખ'. છેકરો પહેલાં તે શરમાયો પણ માએ આગ્રહ જારી રાખ્યો. સામે વિશાળ ખીણ પથરાયેલી હતી ને ત્યાર પછી ઊંચા પહાડ માથું કાઢીને ઊભા હતા. છેકરાએ બૂમ પાડી કહ્યું: ‘બદમાશ !’સામેથી એવા જ અવાજ આવ્યો : ‘બદમાશ !’ છેકરો બોલ્યા: હું તને મારી નાખીશ.' જાણે સામેના પહાડો છેકરાને મારી નાખવા ધસમસતા હોય એવા પડછંદા પડયા : તને મારી નાખીશ.' છેકરો આ પડઘાના નિયમ જાણતા હતો. પણ આ વખતે એ નિયમ તેના હૃદયમાં ઘર કરી ગયા. માએ કહ્યું: “બેટા, હવે જોરથી બાલ તે! ભાઈ, તું મને ખૂબ વહાલા છે. તારું ભલું થાય.’ સામેથી એ જ શબ્દો ઊછળતા આવ્યા. માએ કહ્યું: “આ નિયમ કદી ન ભૂલતા.' અને એ છેકરો પડધાના નિયમ માત્ર ન ભૂલ્યો એટલું જ નહીં, પણ પોતાની અંદરના પ્રદેશમાં તેને જાગૃતપણે ઉતારત ગયા. આ જગતમાં તેને પછી મિત્રની ખોટ ન રહી. આપણા રોજના જાણીતા કુદરતી નિયમા કેટલું કહી જાય છે? પણ એમની બુલંદ વાણી સાંભળવા માટે આપણી પાસે કાન નથી. ‘ક્રિયા અને પ્રતિક્રિયા સામસામી છે અને સરખી છે'. વિજ્ઞાનના પ્રાથમિક પાઠોમાં આ વાકય આપણે ગાખી ગયા હોઈશું પણ એ પાઠ પાછળ આપણાં સમસ્ત કાર્યોની દિશા બદલી નાખતી પ્રેરણા પડી છે તેનો આપણને ખ્યાલ પણ નથી આવતા. પોતાનું ખેતર ખેડી - ગાડીને તેમાં વાવણી કરવા જતા ખેડૂતને આપણે ઘણી વાર જોયા હશે. ‘કણના કળો થાય' એ કહેવત પણ ખેતરમાં ઝૂલતા પાકને જોઈ યાદ આવી શકે. પણ આપણી અંદર જ આવું ખેતર છે ને તેની વાવણીની મેસમ હર પળે ચાલી રહી છે, એના ભણી આપણ` ધ્યાન જ નહીં ગયું હોય. આપણા વ્યકિતગત મનનો સંબંધ એક વિશાળ વિશ્વમન સાથે છે અને આપણે કરેલી વિચારોની વાવણી અનેકગણી થઈ આપણી સામે આવે છે. આજે તો પ્રકાશની જેમ, વાયુની જેમ, વીજળીની જેમ વિચારનાં પણ આંદોલનો છે તે પુરવાર થઈ ગયું છે. હર પળે કેટલી બધી શકિતનો પ્રવાહ આપણૅ વેરતાં જઈએ છીએ તેને હિસાબ કર્યો હોય તો? અને એ પણ કેવી રીતે? કઈ દિશામાં ? એક અત્યંત સૂક્ષ્મ અને શકિતશાળી યંત્ર કેવા અણઘડ હાથમાં મુકાઈ ગયું છે તેનો આપણને ખ્યાલ આવે. અને આવી શકિતના યોગ્ય ઉપયોગ કરતાં ન આવડે ત્યારે તેનાં માઠાં ફળ ભાગવવાં જ પડે છે. આપણી પોતાની અણઆવડત સામે જોયા વિના ત્યારે બીજા કોઈને દોષ દેવા બેસીએ છીએ. અને આજના માનવ- મનની એ જ બલિહારી છે. આપણી અંદર શું છે ને શું નથી તેની શેાધ કરવાને બદલે બીજાનાં પોટલાં ફફોળવામાંથી આપણું મન ઊંચું આવતું નથી. મનની જેટલી જાગૃતિ એટલી જ જીવનની સમૃદ્ધિ. આ સાદી વાત ‘મિલિન્દ પુન્હામાં આર્ય નાગસેનને મુખે સુંદર રીતે કહેવામાં આવી છે: તા. ૧૬-૭ “રાજા મિલિન્દે પૂછ્યું : ‘આર્ય નાગસેન, મનની જાગૃતિનું શું લક્ષણ છે?” “મહારાજ, એક વસ્તુનું મનન અને તેનું સાતત્ય.’ “અને મનન એ મનની જાગૃતિનું લક્ષણ કેવી રીતે હાઈ શકે?” “મહારાજ, મનુષ્યના અંત:કરણમાં માનસિક જાગૃતિ પ્રવેશે છે ત્યારે તે સારું અને ખરાબ, સાચું અને ખાટું, ક્ષુદ્ર અને મહત્ત્વનું, તથા તેની કાળી અને ઊજળી બાજુએ પર વારવાર મનન કરે છે અને તે પાતાની જાતને કહે છે, મારે તત્પર અને જાગૃત રહેવા માટેની આ ચાર રીત છે, આધ્યાત્મિક પ્રયત્ન માટેનાં આ ચાર વિધાન છે. અસાધારણ શકિતઓ માટૅના આ ચાર પાયા છે. પાંચ કમેન્દ્રિયો દ્રારા પળાતી નૈતિક દષ્ટિ અને પાંચ જ્ઞાનેન્દ્રિયા દ્વારા મળતી આત્મશકિત આમાં આવી જાય છે. અર્હતપણાનું નિર્માણ આમાં જ છે. અને આર્ય અર્જીંગ માર્ગ પણ આમાં સમાઈ ગયો છે. આ પ્રશાંતિ છે, પ્રશા છે અને મુકિત છે. આ પ્રમાણે ભિક્ષુ ઈચ્છનીય અને અનિચ્છનીય ગુણાનું મનન કરે છે. જેનું પાલન કરવું જોઈએ એ ગુણાને તે કેળવે છે અને જેને પરિત્યાગ કરવા જોઈએ તેને દૂર કરે છે. આ રીતે મનન એ માનસિક જાગૃતિનું લક્ષણ છે. ' કોઈ પણ માણસને દુ:ખી થવું ગમતું નથી. અને છતાં ઘણા માણસ દુ:ખી જ થતા હોય છે એ આ દુનિયાનું મોટું આશ્ચર્ય છે. એનું મુખ્ય કારણ તે એ છે કે માણસ બીજાને ભાગે પોતાના સુખને મહેલ ઊભા કરવા માગે છે. આવા મહેલના પાયામાંથી જ દુ:ખના વિસ્તાર થતા જાય છે. મારા અંતરમાંથી વેર ને તિરસ્કારની વાણી વહેતી રહે ને સામેથી મારા પર સ્નેહ ને આશીર્વાદ વરસતા આવે એ પડઘાના નિયમથી વિરુદ્ધ છે. જેના પ્રારંભ કોઈના પર આઘાત કે પ્રહારથી થાય છે તેનું પરિણામ નીતરી પ્રસન્નતામાં આવતું જ નથી. એટલે મારે તે સુખની છાંયડી ઊભી કરવા માટે મારે પોતાની મનેભેામ સ્વચ્છ કરવાની જરૂર છે. અને મનોભામની શુદ્ધિ થતાં સ્પષ્ટ દેખાય છે કે મારા એકલાના સુખની ઈચ્છા પાછળ જ દુ:ખનાં પગલાં પડતાં આવે છે. મનુષ્યનું વ્યકિતગત મન વિશ્વમન સાથે અતૂટપણે સતત સંકળાયેલું છે ને બીજાનાં સુખની ભાવનામાંથી, સંકલ્પમાંથી, કાર્યમાંથી જ મારું સુખ પાંગરે છે. જ્યારે મન આવા શિવસંકલ્પથી સભર બની જાય છે ત્યારે સુખને નોતરું આપવું પડતું નથી પણ એ સ્વયમેવ ચાલ્યું આવે છે. શાંતિ દેવાચાર્યના ‘Ăાધિચર્યાવતાર’માં આ સત્ય સરળ રીતે વ્યકત થયું છે: મે કેચિદ્દુ:ખિતા લોકે સવૅઅે તે સ્વસુખૈયા, યે કેંચિત્ સુખિતા લેકે સર્વે તે અન્યસુખેથા .’ પોતાના સુખની ઈચ્છા એટલે જ દુ:ખ. બીજાના તરમાં ઈચ્છામાં જ સાચું સુખ રહ્યું છે તે સમજાઈ દુ:ખની ખૂંચતી કાંકરી નીકળી જાય. સુખરૂં તો મારી સામે વિસ્તરતાં જીવનનાં શિખરો સામે મે' જે ઉદ્ગારો કાઢયા તેનો પ્રતિધ્વનિ જ છે. એક વાર સાધુ માધવદાસે આ વાત ‘મારુ ને તારું' – એ બે શબ્દોના અિઃ ઉપયોગથી સમજાવી હતી. તેમણે કહેલું: ‘તમે કહેશે। ‘મારું ’–એટલે કે પેાતાનું, તે સામેથી ભગવાન કહેશે ‘મારું ’– એટલે કે મારી નાખું. તું કોઈ ચીજને મારી પોતાની કહી વળગી રહ્યો તા એનો નાશ કરી નાખીશ ને તારો પણ એમાં વિનાશ થશે. પણ તમે કહેશે કે ‘તારું’હે પરમાત્મા, આ બધું તારું જ છે. તો ભગવાન પણ કહેશે, ‘તો તને તારું’– એટલે કે તને તારી દઉ.” સ્થૂળ પડઘાના નિયમ આમ સૂક્ષ્મ લોકમાં પણ વિસ્તરે છે. અને એટલે જ વૈદિક ઋષિએ સર્વ દિશામાંથી શુભને આર્મત્રણ આપવા માટે સંદેશ પાઠવ્યો છે. મકરન્દ દવે માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ. મુદ્રક અને પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુદ્રણસ્થાન : ધી સ્ટેટસ પીપલ પ્રેસ, કોઢ, મુંબઈ-૧ મુંબઈ-૪ ટે ન. ૩૫૦૨૯૬ 125
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy