SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૭ હું માનું છું કે મારો અનુભવ આરોગ્યપ્રાપ્તિના પુનર્જન્મથી આકસ્મિક રીતે વિમળ બનેલી અંતર્દૃષ્ટિને આભારી હતો. જીવનમાં પુખ્ત તરીકે આપણે જન્મ્યા હોત તે કદાચ આ રીતે જ આપણે બધુંએ જીવનને નિહાળ્યું હોત. અત્યારે તે એવું છે કે આપણે જન્મીએ છીએ તે પછી દાંત ફુટવાની ને ડગલાં માંડવાની ભગીરથ કામગીરીમાં એવાં ઓતપ્રોત બની ગયાં હાઈએ છીએ કે વિસ્મય અનુભવવાને આપણી પાસે સમય જ હોતા નથી, અને એવા અનુભવ માટે જ્યારે ફુરસદ મળે છે ત્યારે જીવન એની પ્રથમ તાઝગી ગુમાવી બેઠું હોય છે. માંદગી પછી સાજા થવાના ગાળા એ એક પ્રકારના પુનર્જન્મ છે, જે આપણને નૂતન દષ્ટિએ જીવનને નિહાળવા શકિતમાન બનાવે છે. મેં જે જોયું તેમાં જો કે કશું જ ચેાક્કસ ધાર્મિક ન હતું, છતાં બીજા કશા કરતાં, ધાર્મિક આત્માનુભૂતિમાંથી પસાર થયેલા લાકોએ આપેલાં વર્ણના મારી લાગણીઓના નિરૂપણની ઘણી સીપ આવે છે. નિ:શંક લગભગ કોઈ પણ ઉત્કટ ભાવ સત્યનો સૌન્દર્ય પ્રતિ આપણાં અંતર્ ચક્ષુને ખોલી દે છે. કેટલાક લોકોની બાબતમાં પ્રેમમાં પડવાથી પણ આમ થતું જણાય છે. બીજા ઘણાંને માટે નૈસર્ગિક સૌન્દર્યા યા કલાત્મક સર્જનને આનન્દ આનું પરિણામ લાવે છે. કવિએ કેવળ કલ્પનાથી આ દિવ્ય સૌન્દર્યનું ગાન કરતા હોતા નથી જો કે સામાન્ય જનતા એમ જ માનતા હોય છે અને મને લાગે છે કે હું પણ આજ સુધી એમ જ માનતી હતી. કવિઓ આપણને સનાતન સત્યની વાત કહેતા હોય છે. અને કવચિત તેઓ તેની અનુભૂતિ પણ કરતા હોય છે. સંભવત: કોઈ પણ ઉત્કટ અનુભવ કદાચ ક્ષણેકને માટે આપણા આત્માના વિસ્તાર કરે છે જેથી શાશ્વત સૌન્દર્યની ઝાંખી આપણે કરી શકીએ છીએ, પણ એ જોવા માટે ઘણીવાર આપણે પૂરાં સજ્જ હોતાં નથી. એમર્સન કહે છે: ‘આપણે સૌન્દર્યમાં ડૂબેલાં છીએ, પણ આપણી દષ્ટિ વિમલ નથી.' મેં જે જોયું તેમાં નીતિવિષયક સ્વરૂપનું જણાતું હોય તેવું કશું ન હતું. આચારના કોઈ નવા નિયમે પ્રગટ થયા ન હતા, ખરે ખર, સત્યના હાર્દમાં વધુ પડતી સચિત નૈતિકતાના કરતાં સૌન્દર્ય અને આનન્દ વધુ રહેલાં હોય એમ જણાતું હતું. કદાચ સાક્ષાત્કારના આવા સમયે પાપ વિશે ચિંતા કરવાની જરૂર નથી, કારણ માનવતાનું સૌન્દર્ય તેને એવી ઉચ્ચ કક્ષાએ લઈ જાય છે અને તે પ્રત્યેક માનવઆત્મા તરફ સ્નેહની એવી ઊંડી લાગણી અનુભવે છે કે પાપ લગભગ અશકય બની જાય છે. અસત્યને ભૂખરો પડદો પુન: કોઈક દિવસે કદાચ ખી જશે અને ફરી એકવાર હું સત્યના મુખને જોઈ શકીશ. ગયા ગ્રીષ્મના એક દિવસે મારા ઉદ્યાનમાં એ પડદા ઘણા જ પાતળા જણાયા હતા. ત્યારે પવન ફુંકાતો હતો અને હું જાણતી હતી કે વાર્ષિક ઉત્સવનાં ઉછળતાં નાચગાન, દેવળના મધુર ઘંટનાદ અને પુષ્પલતાએનાં નર્તન મારફતે, જીવનના અંતસ્તલમાં રહેલા એ સઘળા મસ્ત આનંદોલ્લાસ તેની સાથે ધીંગામસ્તી કરી રહ્યો હતેા, માત્ર હું તે જોઈ શકી ન હતી. પણ તેની હસ્તી છે જ – એ સદાકાળ ત્યાં રહેલા છે, બંસરીના સૂરો એ સતત આપણને સંભળાવી રહ્યો છે અને આપણે નાચી ઊઠવામાં હંમેશાં પાછાં પડીએ છીએ. વસ્તુઓને તેમના યથાર્થ સ્વરૂપમાં જોઈ શકીએ ! નાચ્યા વિના આપણે રહી શકીએ નહિં, પછી આપણે બન્ને હાથેાએ વિધાતાને ચૂમી લઈને આપણાં દેહ, હૃદય, મન અને અંત:કરણને એક ભવ્ય શરણાગતિપૂર્વક, એક નિર્બંધ, આનન્દમય વફાદારી સાથે જીવનમાં હોમી દેવાં જોઈએ, એમ જાણીને કે આપણા આદિમમાં આદિમ ઉત્કટ ઉત્સાહ પણ સત્યમ, શિવમ અને સુન્દરમ ના શાશ્વત સ્વરૂપના કેવળ અંશથી વિશેષને પામી શકે તેમ નથી. આ રીતે, મારે માટે તે શાશ્વતીનો સઘળા ભય નષ્ટ પામ્યો છે. અને ભાવિ જીવનનું અસ્તિત્વ ન હોય તો પણ, આપણાં મંદ ચક્ષુ શુદ્ધ જીવન આપણે એ જોવાને ખુલ્લાં કરી શકીએ તો આ વર્તમાન જીવન જ એટલું રમણીય છે કે એને યથાર્થ ઠરાવવા માટે દૂરના કોઈ સ્વર્ગની જરૂર રહેતી નથી. સ્વર્ગ તા અહીંજ અને અત્યારે જ છે, આપણી દષ્ટિ સામે જ રહેલું છે– એનાં ઉંછળતાં મોજાં આપણા પગને ઈ રહ્યાં છે, આપણાં હૃદય સાથે ધૂંધવાટ કરતાં અથડાઈ રહ્યાં છે, પણ રે! એને હૃદયની અંદર કેમ શમાવી લેવાં તે આપણે જાણતાં નથી. ! માર્ગારેટ પ્રેસ્કોટ માંટેગ્યુ અનુ: હિંમતલાલ મહેતા // ૨૮૯ વસન્ત દર વર્ષની માફક આ વર્ષે પણ વસંત વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતની વસન્ત વ્યાખ્યાનમાળા તા. ૨૩–૨૪-૨૫–૨૬ એપ્રિલના રોજ બ્રુસ સ્ટ્રીટમાં આવેલા તાતા ઓડિટોરિયમમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે યોજવામાં આવેલ છે. દરરોજને સમય સાંજના ૬-૧૫ રહેશે. વકતાઓ નીચે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે. સમય વકતા વિષય સેમ. તા. ૨૩-૪-’૭૩ શ્રી ઈન્દ્ર મલહોત્રા, ભારતની પરદેશનીતિ (સિનિયર આસિસ્ટંટ એડિટર, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા) મંગળ, તા. ૨૪-૪-’૭૩ ડૉ. જે. એસ. રાજ, વર્તમાન આર્થિક પરિ(ચેરમેન, યુનિટ ટ્રસ્ટ ઓફ સ્થિતિ ઈન્ડિયા) બુધ. તા. ૨૫-૪-’૭૩ પ્રો. વી. એમ. દાંડેકર, વર્તમાન આર્થિક પરિ(ડિરેકટર, ગાખલે ઈન્સ્ટિ- સ્થિતિ ટટ્યૂટ ઓફ પોલિટિકસ એન્ડ ઈકોને મિકસ, પૂના) વ્યાખ્યાનમાળા ગુરુ. તા. ૨૬-૪-’૭૩ શ્રી જી. એલ. મહેતા, વિદેશનીતિનું ઘડતર (અમેરિકા ખાતેના ભૂત પૂર્વ ભારતીય એલચી) ચીમનલાલ જે. શાહ સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ શક્તિદળ ઋતંભરા શારીરિક તાલીમ અને આધ્યાત્મિક સાધનાની ૧૯મી ગ્રીષ્મ શિબિર આ સંસ્થા દ્રારા પ્રતિવર્ષ મે માસમાં તાલીમ શિબિર યોજવામાં આવે છે. શારીરિક તાલીમ અને આધ્યાત્મિક સાધનાના અભિનવ સમન્વય સાધીને શિબિરના કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. આ વર્ષ ૧ લી મેથી ૨૦મી મે સુધીકોરા ગ્રામોદ્યોગ કેન્દ્ર, બોરીવલી (મુંબઈ) માં શિબિર આયોજિત થઈ છે. આ અંગેની વિગત અને પ્રવેશપત્રા માટે ઋતંભરાની ઓફિસ ૨૯, ડુંગરસી રોડ, મલબાર હિલ, મુંબઈ- ૬, ટેલિ. નં. ૩૫૦૧૭૬ પર સંસ્થાનાં કાર્યવાહી મંત્રી શ્રીમતી સયુબૅન મરચન્ટને સંપર્ક સાધવા. આ શિબિરમાં ૧૮ થી ૫૫ વર્ષના ગાળાની કન્યાઓ, ગૃહિણીઓ, માતાએ, શિક્ષિકાઓ અને સમાજસેવિકાઓને પ્રવેશ મળી શકશે. પ્રવેશપત્ર ભરીને રજિસ્ટ્રેશન ફી રૂા. ૧૦ સાથે પાછું માકલવાની છેલ્લી તારીખ ૨૯મી એપ્રિલ છે. નિવાસ–ભાજન અને તાલીમ શુલ્ક રૂા. ૧૨૦ છે. ભૂલસુધાર પ્રબુદ્ધ જીવન'ના તા. ૧ લી એપ્રિલ ૧૯૭૩ ના અંકમાં ડા, હીરાલાલ જૈન વિશેના લેખમાં એમનું ૬૭ વર્ષની ઉંમરે અવસાન થયું એમ છપાયું છે પણ હકીકતમાં એમની ઉંમર ૭૪ વર્ષની હતી, એમ એ લેખના લેખક શ્રી દલસુખભાઈ માલવણિયા જણાવે છે.
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy