SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ પ્રબુદ્ધ જીવન. * * - a ... તા. ૧૬--૭૩. ત્યાર બાદ એક અંગત સવાલ પણ મેં પૂછયો કે આપના જ્ઞાની માતાપિતાના વિચારપૂર્ણ આયોજન દ્વારા આ૫ ત્રણે ભાઈઓ જ્ઞાની પાકયા. પણે આપ ત્રણેય અવિવાહિત રહ્યા એટલે આવા ઉત્કૃષ્ટ જ્ઞાનને અહીં જ પૂર્ણવિરામ થઈ ગયો. નથી લાગતું કે, આવા જ્ઞાનની વેલી આગળ વધી હોત તે સંસારને જેની નિતાંત જરૂર છે તેવા વધારે જ્ઞાનીઓનું નિર્માણ થઈ શકતે? જ્ઞાનીઓનું આ ઉત્તરદાયિત્વ પણ ખરું કે નહીં?” બાબાએ કહ્યું કે “તમારો વિચાર ઠીક છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે આ પ્રશ્નને તપાસતાં એમ લાગે છે કે અનેક જન્મોથી ધીમે ધીમે પ્રક્રિયામાંથી પસાર થતું જ્ઞાન પાંગરતું આવે છે અને ઠાઈ એક ઉચિત સમયે તેમાં સર્વોત્તમ ફળ - પરિણામ આવે છે ત્યારે પૂર્ણવિરામ કરવું જરૂરી છે. નહીંતર ત્યાંથી ગુણવત્તા ઘટવા માંડશે અને તેમાંથી અગિળ વધતાં મૂર્ખ અને અજ્ઞાનીઓનું ઉત્પાદન થશે.” અતુ. - સમારંભને છેવટને સમારે૫ કરતાં તેઓએ કહ્યું કે તમે દર વર્ષે અહીં એકવાર ભેગા થવા ઈચ્છે છે. તે સારી વાત છે. પણ આ બાબાનું ભલું પૂછવું. આજે એણે સાંભળવું બંધ કર્યું છે. ગમે ત્યારે એ બેલવાનું બંધ કરી શકે, ખેથી જોવાનું પણ બંધ કરી શકે છે. સવાલ માત્ર સંપર્ક- સુક્ષ્મ સંપર્કને છે. એ સંપર્ક માટે તમે સૌ દર મહિને બાબાને પત્ર લખજે. જે તમારા પો ખુલ્લું મન હશે અને અહીં આ પકો અહંકારશુન્યતા હશે તો પરસ્પર મદદ પહોંચાડી શકાશે. અાટલી મારી અપેક્ષ છે. સંમેલનમાં આવેલી પ્રત્યેક બહેનની એક એક તસવીરની પણ તેમણે માગણી નિ ભાઈ ગૌતમ બજાજે એ બીડું ઝડપીને બધાને પકડી પકડીને કૅમેરામાં સંઘરી લીધાં. છેલ્લે તેઓએ કહ્યું કે “ત્રણ દિવસના આ સંમેલનમાં એટલા બધા વિશેની ચર્ચા થઈ છે કે વિચારોને એક એનસાઈકલોપીડિયા જ તૈયાર થઈ ગયો છે. કેટલાક સુંદર નિર્ણય પણ લેવાયા, અને તેને કાર્યાન્વિત કરવાની યોજના પણ થઈ ચૂકી છે. મારા ખ્યાલ મુજબ આવું સ્ત્ર સંમેલન પ્રથમ છે. મારી યાદ પ્રમાણે પૂ. ગાંધીજીના વખતમાં પણ આવું સંમેલને કદી નથી ભરાયું. હું આશા રાખું છું કે ભારતની સ્ત્રીશકિત જગાવવામાં તેને ઉપગ થશે.” સ્ત્રીશકિત જાગરણની એક ચેતના સાથેસાથે પરસ્પર સ્નેહ, સૌહાર્દ અને સમજની એક અતૂટ ગાંઠે સૌ બંધાયા, એ નિશ્ચિત હતું. તેમાંય બ્રહ્મવિદ્યા મંદિર તે સૌ બહેનનું પિયરધામ સમું પોતીકું બની ગયું. અંત:શુદ્ધિના ઘોડે ચડીને બ્રહ્મ સુધીના વ્યાપને બાથમાં ભરી લેવાનું સ્વનું અનેક બહેનેએ એક સાથે જોયું અને એ જ આ સંમેલનની ફલશ્રુતિ.' પૂણિમાબહેન પકવાસા સત્યના સાક્ષાત્કારની ઘેાડીક ક્ષણો આ તે દિવસે બન્યું જ્યારે મારી પથારી પહેલી વાર બારણાં બહાર કાઢીને હૈસ્પિટલના ખુલ્લા વરંડામાં લઈ જવામાં આવી હતી. હું એક શસ્ત્રક્રિયા પછી સાજી થઈ રહી હતી. મેં ભારે શારીરિક પીડા વેઠી હતી અને કયારેય નહિ અનુભવેલી એવી ઘેરી માનસિક હતાશામાં થોડા સમય માટે ડુબી ગઈ હતી. એનેસ્થેટિકની અસર હેઠળ ક્યાંક, બેશુદ્ધાવસ્થાની ધારઘેરી ગર્તામાં, એક ભયંકર રહસ્ય મેં ખેાળી કઢિયું હોય એમ જણાવ્યું હતું - કે ઈશ્વરનું અસ્તિત્વ છે જ નહિ, અગર તો ઈશ્વર હૈય તો તે માનવીની સર્વ યાતનાઓ પ્રત્યે તેને ઉદાસીન બનીને બેઠા હોય એવા હશે! મારે બિછાનું જયારે બહાર લાવવામાં આવ્યું ત્યારે એ હતાશાની તીવ્રતા શમી ગઈ હતી અને ભયને માત્ર એક ડાઘ રહી ગયો હતો. વસંતને અારંભકાળને એ એક સાધારણ વાદળિયા ને ધોળે દિવસ હતે. ડાળીએ પર્ણહીન અને રંગવિહેણી હતી. અર્ધ એગળેલા બરફના જથ્થા તજી દેવાયેલા ભૂખરા ઢગ જેવા જણાતા હતા. વૃક્ષોમાં સાદી શહેરી ચકલીએ ચીંચીંકાર કરતી ઊડી રહી હતી. અહીં, આ રોજિદા દશ્ય વચ્ચે અને તદન આણધારી રીતે મારી આંખનાં પડળ ખૂલી ગયાં અને મારા સમગ્ર જીવનમાં પહેલી જ વાર સત્યના દિવ્ય સૌન્દર્યની મેં ઝાંખી કરી. રહસ્યમય પરિવર્તન ખરેખર શું હતું યા તે એકાએક આવ્યું કે કમબદ્ધ રીતે તે હું કહી શકતી નથી. મેં કઈ નવી વસ્તુ જોઈ ન હતી પણ હંમેશની બધી જ ચીજોને મેં એક ચમત્કારિક નૂતન પ્રકાશમાં જે હું માનું છું કે તેમને સારો પ્રકાશ હતો તેમાં– નિહાળી. સકળ જીવન કેવું સાહજિક રીતે સુન્દર છે - વર્ણનાતીત એવું સુન્દર છે તે મેં પહેલી જ વાર જોયું. ' ઉરોજનાની થોડીક ક્ષણો પૂરનું સર્વ સર્જનને મેં મારમ માની લીધું હોય એવું આ ન હતું, પણ મારાં અંતર ચક્ષુ સન્યને પાર પામી ગયાં હતાં, જેથી સદાકાળ જેની હસ્તી હોય છે તે યથાર્થ રમણીયતાનું મને દર્શન લાધ્યું અને મેં અનુભવ્યું કે પ્રત્યેક સ્ત્રી, પુરુષ, પ્રાણી, પક્ષી, વૃક્ષ–મારી સામેની એકેએક જીવંત વસ્તુ અતિશય વૈભવી રીતે સુન્દર હતી અને અદભૂત રીતે મહત્ત્વની હતી. એક પરિચારિકા ત્યાંથી જઈ રહી હતી, હવાની લહરીઓ તેની અલ- * કલટને અડપલાં કર્યું અને સૂર્યના એક ક્ષણિક તેજકિરણની જેમ એ ઊડતી રહી–એક સ્ત્રીના વાળ માની ન શકાય તેટલી હદે આવા સુન્દર હોય છે તે જીવનમાં પહેલી જ વાર મેં જાણ્યું. એક નાની ચકલી ચીંચીકાર કરતી ઊડીને આવી ને નજીકની ડાળ પર બેઠી અને હું પ્રામાણિકપણે માને છે કે એ પક્ષીના ઉડયનના મંત્રમુગ્ધ કરે તેવા સૌન્દર્યને કઈ અલૌકિક સર્વે જ વર્ણવી શકે. હું તેને વ્યકત કરી શકતી નથી, પણ મેં તેને ચક્ષુ વડે માણ્યું છે. મારા જીવનના સર્વ નીરસ દિવસે વચ્ચે, એકવાર મેં વાસ્તવના હાર્દને નિહાળ્યું છે. મેં સત્યની ઝાંખી કરી છે. જીવન ખરેખર છે તેવું મેં જોયું છે.– આનન્દની સમાધિ લગાડી દે, મુગ્ધ કરી દે એટલું અલૌકિક રીતે સુન્દર અને આદિમ ઉલ્લાસથી ઊભરાતું અને અનિર્વચનીય એવા એક મૂલ્યથી ભરેલું. એ સઘળા અનન્દ અને સૌન્દર્ય ઉપરાંત એક અજાયબ લયની લાગણી પણ અનુભવાતી હતી, માત્ર એટલું જ કે મારા મનની ગ્રહણશકિતથી એ પર હતી–અકળ હતી. હું કોઈ સંગીત સાંભળતી ન હતી, છતાં આખું જીવન જાણે એક વિશાળ, અદશ્ય સૂરાવલિને અનુસરી રહ્યું હોય એ સૂક્ષ્મ તાલ એમાં જળવાઈ રહ્યો હતો. સજીવ ને ચલાયમાન એવું સર્વ કોઈ આ ભવ્ય અખિલાઈમાં લયને એક સૂર ગૂંથી જતું હતું. એક પક્ષી ઊડતું હતું કારણ તેના ઊડવા માટે કંઈક સ્થળે એક તાર રણઝણી ઊઠત હતે; અથવા તે તેના ઉડ્ડયનથી એક તાર ઝંકૃત થયો હો; અથવા તે પરમ તત્ત્વ કે જે આ મહાન સૂરાવલિરૂપે છે તેણે એવી ઈચ્છા વ્યકત કરી હતી કે તે પક્ષીએ ઊડવું જોઈએ... તે આ છે સર્વનું અસામાન્ય મહત્ત્વ! એમ લાગતું હતું કે જાણે મારી નજર સમક્ષ જ ભગવાન ઈસુનાં એ વચનનું સત્ય સાકાર બની રહ્યું હતું કે પરમપિતાની જાણબહાર એક નાની ચકલી પણ જમીન પર પડતી નથી. છતાં મહત્ત્વ શું હતું તે હું સમજી શકી નહિ. મારું હૃદય જે થોડું વધુ આગળ જોઈ શકયું હોત તે કદાચ હું સમજી શકી હોત. અત્યારે હજીય મારી સમજમાં ઊતરતાં એ સહેજમાં જ રહી જાય છે – મારા વિચારો તેને આંબવા મથે છે અને હંમેશાં જરા માટે ચૂકી જાય છે. કદાચ એમ હશે કે પ્રત્યેક જીવંત પદાર્થનું વિરલ મૂલ્ય અહીં અને અત્યારે આપણને નહિ હોય જેટલું કયાંક અન્યત્ર હશે. સર્જનહારે સજેલી એકેએક વસ્તુમાં એક સૂચકતા રહેલી છે, પણ એ સૂચકતા આપણી ચાલુ સમજથી પર છે. મિલ્ટને કહયું છે . કાં એમ ન હોય કે સ્વર્ગની છાયા માત્ર હોય પૃથ્વી. અહીં આપણે માત્ર આપણી જાતનાં પ્રતીકરૂપે જ હોઈએ અને આપણું સાચું અસ્તિત્વ કયાંક બીજે હોય - કદાચ ઈશ્વરના હૃદયમાં, એવું કેમ ન હોય? નિ:શંક પેલા અનિર્વચનીય મહત્ત્વને વિશ્વાત્મા સાથેના આપણા સંબંધ સાથે લાગેવળગે છે, પણ શો સંબંધ છે તે હું કહી શકતી નથી. આપણી પ્રત્યે પ્રેમનો એ સંબંધ છે? એ સરકતી રમણીય ક્ષણે દરમિયાન મેં મારા પાડોશીને મારી જાત જેટલો જ પ્રેમ આપ્યો હતો. ના, વધારે. હવામાં લહેરાતી ડાળીઓ અને ઊડતી નાની ચકલીથી માંડીને માનવ સુધીનાં મારાં સર્વ પ્રકારનાં પાડોશીઓ સાથે હું આંધળી રીતે પ્રેમમાં પડી હતી ત્યારે મારી જાત વિશે હું ભાગ્યે જ સભાન હતી. પરમ સત્યના હાર્દમાં આવી કોઈક લાગણી રહેલી ન હોત તો હું આવો પ્રેમ અનુભવી શકી હોત ખરી? સંપૂર્ણ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy