SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૭૩ નિસ્ટ દેશમાં સૌ પ્રધાનમંત્રી નથી બની શકી, અહીં બની શકી તે એક વ્યકિત તરીકે, માનવ તરીકે, સ્રી તરીકે નહીં. આજ સમાજપરિવર્તન કરવાની જરૂર છે, પણ કોણ કરશે? જનતા જ કરી શકશે. સમાજમાં ૫૦ ટકા સ્ત્રીઓ છે. એટલે માત્ર સ્ત્રી જ આ કામ કરે તે ન બની શકે. જનશકિતથી આ કામ થવું ઘટે. અને આ પરિવર્તન અહિંસાની ભાવના વડે થવું ઘટે. અને આમાં જ સ્ત્રીશકિત જાગરણનું રહસ્ય પડેલું છે. અહિંસામાં સ્ત્રીશકિતનું જ મુખ્ય યોગદાન રહેશે, અને સમાજપરિવર્તનના કાર્યમાં સ્ત્રીશકિત જાગરણ સહજ ભાવથી થશે. એટલે એમ કહી શકાય કે સ્ત્રીશકિત જાગરણના ઉષ:કાળ થઈ ગયા છે, સૂર્યોદય થવાનો છે. આજ કેટલીય બહેનો સેવામાં લાગેલી છે. તેમનું એક વાત પ્રતિ ધ્યાન ખેંચવું જરૂરી છે. મેં આગળ કહ્યું તેમ ભારતીય સંસ્કૃતિના મૂળ સ્રોત આપણે પકડવાને છે. સેવાનું મૂલ્ય—નિર્ણય સેવાના આકાર પર નહીં થઈ શકે. સેવા પેાતાના નાના ઘર– સંકુલમાં કરો અથવા વિશાળ ક્ષેત્રમાં કરો, પણ તે પૂર્ણતયા નિરહુંકાર હશે તે તેનું મૂલ્ય અનંત છે. પણ જો સેવાની સાથે અહીંકાર પાંગરી ગયા તો તેનું મૂલ્ય શૂન્ય રહેશે. સેવા અને તેના પરિણામનું સમીકરણ આ પ્રમાણે છે. સેવા અહંકાર=પરિણામ, માના કે કોઈકે ભિન્ન ભિન્ન પ્રકારની ખૂબ સેવા કરી, પેાતાના ગામની, દેશની આદિ અને તેની સેવાના હિસાબ દસ લાખ જેટલા થયા પરંતુ નીચેનો આંકડો કેટલા છે? જોતે પણ ૧૦ લાખનો હાય તો પરિણામ શું આવ્યું? તે જુઓ. ૧૦ લાખ, સેવા/૧૦ લાખ, અહંકાર = ૦ પરિણામ. અને એક બહેન ભલે પોતાના ઘરમાં જ સેવા કરી રહી છે, તેની સેવાના હિસાબ જો ૫ લાખ થાય, અને નીચેવાળા આંકડો ૧ લાખ હાય તે પરિણામ નીચે પ્રમાણે આવે; ૫, સેવા/૧, અહંકાર = ૫ પરિણામ. બુદ્ધ જીવન મતલબ કે નીચેના આંકડો જેટલા નાના એટલું પરિણામ સરસ આવે. અને જો નીચે શૂન્ય હોય તો તે પરિણામ અનંત આવશે. કારણ કે આ તો ગણિતના સિદ્ધાંત છે કે કોઈ પણ સંખ્યાને “” (શૂન્ય) શૂન્યથી ભાગાકાર કરો તો તેનો આંકડો અનંત આવે છે. સારાંશ કે સેવાનું પરિણામ સેવાના આકાર પર નિર્ભર નહીં રહે, પરંતુ ચિત્તના પ્રકાર પર નિર્ભર રહેશે. આથી શકિત વધે છે. અને શકિતનું અધિષ્ઠાન તે શુદ્ધિમાં છે. તે સ્રીઓ જેટલી વિશુદ્ધ બનશે તેટલી તેમની શકિત વધી જશે. આજે સમાજમાં ઘણાં નિષેધાત્મક કાર્યો ચાલી રહ્યાં છે. તેની સામે સાત્ત્વિક શકિતના ઉદય થવા જરૂરી છે. ગ્રામસ્વરાજનું કામ એવું છે કે જ્યાં સાત્ત્વિક શકિતનો ઉદય થઈ શકે છે. ગ્રામસ્વરાજનાં બધાં કાર્યો સ્રીઓએ ઉઠાવી લેવાં જોઈએ. એક જમાનામાં મહિલા સંસ્થાઓએ ઘણું કામ કર્યું, પણ હમણાં શહેરોમાં તેમનું જે કામ ચાલી રહ્યું છે તે તે ઢીંગલીઓની રમત જેવું છે. બાલ્યાવસ્થામા ઢીંગલીની રમત સમજશકિત વધારવા જરૂરી પણ હોય છે, પણ હવે તો સ્રીએ બૌદ્ધિક પ્રૌઢતા પ્રાપ્ત કરી છે. હવે ઢીંગલીને બદલે સાક્ષાત્ ક્રાંતિના ક્ષેત્રમાં કામ કરવાનું છે. શહેરની બહેનો જો ખાદીનું કામ ઉપાડે તો ભારતની ગ્રામીણ ગરીબ મહિલાઓ સાથે તેમનાં દિલને તાર જોડાઈ જશે. ૨૮૭ રુચિ ઓછી થઈ જાય છે. નવી પેઢીનું હૃદય સંવેદનક્ષમ છે, બુદ્ધિ ગ્રહણશીલ છે. તેમની શકિતનો વિકાસ કરવાનું ઉચિત માર્ગદર્શન જો આપણે આપીએ તે એમાં ઘણું પરિવર્તન શકય બનશે. નવી પેઢી સાથે મારા સારી પેઠે સંપર્ક રહે છે. તેમના માટે હું બહુ જ આશાવંત છું. તેઓની ગ્રહણશકિત તેજ છે. એક માન્યતા છે કે નવી પેઢી પર પાશ્ચાત્ય વિચારોનું આક્રમણ થઈ રહ્યું છે પણ મારો અનુભવ કહે છે કે કૉલેજની કોઈ જુવાન કન્યાને અમે ગંદી વસ્તીમાં લઈ જઈએ છીએ, તે ત્યાંનું દુ:ખ દારિદ્રય જુએ છે, સ્ત્રીઓ પાસે દેહ ઢાંકવા પૂરાં વસ્રો ની હાતાં તે જુએ છે, ત્યારે રોજ નવી નવી સાડીઓ પહેરવાની તેની આપણી ભૂમિકા સ્ત્રી - પુરુષ અભેદની છે. મનુષ્યને મનુષ્યને નાતે જ જોઈએ. પરંતુ સાથેસાથે બેઉની પેતાની વિશિષ્ટતા પણ છે. સમાનતાને નામે બહેના ભાઈઓનું અનુકરણ કરવા જાય છે ત્યારે તે પોતાનું સત્ત્વ ખોઈ બેસે છે. તેમાં વિકૃતિ પેદા થાય છે. આજ શહેરોમાં જે વાતાવરણ ફેલાઈ રહ્યું છે તે જોતાં નિશ્ચિતપણે લાગે છે કે પાયાનાં મૂલ્યો સમજવામાં મોટી ભૂલ થઈ રહી છે. પશ્ચિમમાં બહેન પુરુષોની નકલ કરે તેમાં તેમની શરીરનિષ્ઠા કામ કરી રહી છે. સ્ત્રીની નિજી સ્વાતંત્ર્યશકિતનો પાયો આત્મનિષ્ઠા છે. પુરુષોની બુરાઈઓને હટાવવી તે સ્ત્રીશકિતની ભૂમિકા છે. અહિંસા, કરુણા અને માંગલ્યની શકિત તે સ્ત્રીશકિત છે. તે ચંડીદેવતા છે. તે સંહારક છે અને સર્જનાત્મક પણ છે. દૂષિત મૂલ્યોનો સંહાર કરીને માંગલ્યનું સર્જન કરવાવાળી તે ચંડીદેવતા છે. આવી સ્ત્રી સમાજ અને રાષ્ટ્રના સંચાલનમાં હોય તે પ્રેમ, અહિંસા અને શુચિતા - શકિત દ્વારા સમાજ અને રાષ્ટ્રનું ઉચિત સંચાલન થાય અને આપણી ભવ્ય સંસ્કૃતિની આપણા હૃદયામાં પુન: પ્રતિષ્ઠા થાય. સંમેલન દરમ્યાન પૂ. બાબાનું માર્ગદર્શન મળતું રહ્યું હતું. તેમના પ્રથમ પ્રવચનના મુખ્ય મુદ્દા “સંતતિનિર્માણ માટે જ સંભાગ” એ રહ્યો. પરિણામે એમની સાથેની ઘણી પ્રશ્નોતરી આ મુદ્દાની આસપાસ જ ફરતી રહી. બપેાર-સાંજના મુકત સમયમાં પણ અરસપરસ આ વિષયને લગતી ચર્ચા થતી રહી. પુરુષ નિરપેક્ષ આત્મશકિત, બ્રહ્મચર્ય, ભારતને એક રાખી શકનારી વિવિધ શકિત, તેમાં નાગરીલિપિનું સ્થાન, ક્રાંતિકાર્ય કે દુષ્કાળનું રાહતકાર્ય, થાણાં સંભાળવા કે પાસ્ટર આંદોલન કરવું આદિ અનેક વિષય પર બાબા બાલ્યા. આ પછીની એક પ્રશ્નોત્તરી વખતે મારો પ્રશ્ન હતો કે આપે બ્રહ્મચારિણી બહેન પર જોર આપ્યું છે તે ઠીક છે પણ મારા નમ્ર વિચાર પ્રમાણે જ્ઞાની અને યોગી દંપતીએ હાવા પણ જરૂરી છે. એક અજ્ઞાની દંપતી ઘણાં બધાં બાળકોને જન્મ આપી દે છે, ત્યારે અજ્ઞાનની વંશવેલ વધતી અને ફાલતી રહે છે. તે જ પ્રમાણે શાની દંપતી જ્ઞાનપૂર્ણ અને ભાવપૂર્ણ, વિચારપૂર્ણ આયોજન કરે તે જ્ઞાનીની વંશવેલ વધવાના સંભવ ખરો કે નહિ ? પ્રાચીન કાળના મદાલસા અને ઋતુધ્વજ રાજાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણી સામે મેાજૂદ છે. તે રાજવી પતીએ પોતાના જીવનનું ઊંડી સૂઝ, સંબુદ્ધ પ્રશા અને ભાવપૂર્વક આયોજન અને મિલન કર્યું. મિલનપૂર્વે, મિલન સમયે અને મિલન બાદ એક સુંદર તેજસ્વી કાંતિમાન ચારિત્ર્યશીલ સુદઢ અને બ્રહ્મય ભાવનાવાળા બાળકની કામના કરી, એટલે ગર્ભમાં અભિધાન થનારા બાળકના તાણાવાણામાં આ ભાવ ગૂંથાઈ ગયો. અને પરિણામે તેમની વંશવેલમાં એકબે નહિ પરંતુ અનેક વંશે। સુધી જ્ઞાની બાળકોનાં જ નિર્માણ થયાં. તેમના પૌત્ર રાજા નિર્માહીની એક ઋષિએ બહુ જ કડક પરીક્ષા લીધી હતી. તેમાં તે સાંગોપાંગ પાર ઊતર્યો એટલું જ નહીં, પરંતુ ઋષિમહારાજના મહદ્ આશ્ચર્ય વચ્ચે દરબારનાં દાસદાસીએ અંતેવાસીએ! બધા જ શાની અને બ્રહ્મ યની ભાવનાવાળાં જણાયાં. બ્રહ્મચર્યથી પણ વધારે જૅર જ્ઞાનઉદઘાટન ઉપર હોવું જોઈએ એમ નથી લાગતું ? બાબાએ કહ્યું કે “જો પૂર્ણનમા કો તો ય કર્ लग गया कि कहीं भारत की सभी बहनें ब्रह्मचारिणी हो जायेगी तो संसार कैसा चलेगा ? लेकिन जैसा होनेवाला नहीं है, उसका भरोसा मैं देता हूँ । मनुष्यमें गुणवत्ता बढ़ाने की माता मे शक्ति है। स्त्रि यांही यह कर सकती है। दैवि संपत्ति गुणों को अपने और पैदा होनेवाले बच्चेके अणु अणु में घोंटना होगा । भीतर उतारना होगा। नामस्मरण अच्छा काम देगा । जैसे होमियोपथी औषधियों में औषधि थोडी व पोटन्सी ज्यादा; सो हजार लाख तक बढ़ा सकते है, माने थोडे औषध में ज्यादा शक्तिका भर देना हुआ । नामस्मरण में यह शक्ति है । કોઈ બહેને પ્રશ્ન કર્યો કે સ્ત્રીશકિત વધી જશે તો તે સામાજિક કાર્ય કરવા તરફ વધારે પ્રેરાશે તે કુટુંબવ્યવસ્થા તૂટી નહીં જાય? વિનાબાજીએ કહ્યું કે, વર્તમાન વ્યવસ્થા નો હું વ તુન્દ્રअव्यवस्था है। स्त्रीके जागनेसे परिणाम यह होगा कि कुटुम्ब - अव्यवस्था टूटेगी और अच्छी उचित कुटुम्ब - व्यवस्था निर्माण होगी । →
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy