SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૪-૭૩ જોધપુરનાં સુશીલાબહેન, .હરિયાણાનાં શ્રીમતી કમલા માથુર અને રાજસ્થાનનાં સરોજિની અગ્રવાલે સ્વાધ્યાય વિષે પોતાના વિચારો અને અનુભવો વર્ણવ્યા. આજે બપોરથી આ ત્રણેય દિવસની સમૂહગત તથા જૂથામાં થયેલી ચર્ચાના નિષ્કર્ષરૂપે કેટલાંક સૂચને રજૂ થયાં. સભાએ તે મંજૂર કરતાં નિર્ણયરૂપે જાહેર થયા. કાર્યક્રમની જવાબદારી પણ વહેંચી લેવામાં આવી. એકનિષ્ઠ પૂજારણ લક્ષ્મીનાં નાના મધુર વકતવ્ય બાદ રુલીકાંચન પ્રાકૃતિક ચિકિત્સા આશ્રમનાં સેવાવ્રતધારી હોંશિયારીબહેન મંચ પાસે આવ્યાં. તેમની સહજ રમૂજી શૈલીમાં તેમના સાધનાજીવનના પ્રારંભના એક કિસ્સા વર્ણવ્યા, “વગર સમજ્યું કઈ પણ માર્ગદર્શન અને બેધ વિના સાધના સ્વાધ્યાય કરવાનું પરિણામ શું આવે છે તે સાંભળો. યુવાનીમાં વિધવા થઈ હતી. મહિયરના સમૃદ્ધ ઘરમાં લાડપ્યારથી રહેતી હતી. ભગવત્ સ્મરણમાં મન લગાડવાના ઉપાયો ઢૂંઢતી હતી. પંજાબના નાના ગામડામાં આ ક્ષેત્રમાં રસ્તો ચીંધનાર કોઈ મળે નહીં, એટલે પેાતાની મેળે સાધનાના રસ્તા ખાળી લીધા. ગીતા, રામાયણ આદિ વાચન શરૂ કર્યું. એમાંથી એક સરસ મજાની ચાવી મળી - અને તે એ કે કામ, ક્રોધ અને લાભ એ ત્રણેયની પાર ઊંતરી જવું, કારણ કે એ ત્રણેય નરકનાં દ્વાર છે. આ વાત મનમાં બરાબર જચી ગઈ. સંકલ્પ થયા કે આપણે નરકમાં નથી જ જવું. મારી સમજ પ્રમાણે મેં કામના અર્થ કર્યો કે. ઝાડું કાઢવું, વાસણ માંજવાં, કપડાં ધોવાં આદિ કામેા ન કરવાં. ‘કામ' એટલે કર્મ ને અર્થ મને આ રીતે માલૂમ હતો. કામને તે જીતી લીધું, હવે માત્ર બેટ્રાર બાકી રહ્યાં ક્રોધ અને લાભ. ક્રોધને શી રીતે જીતવા ? વિચાર આવ્યો કે ક્રોધ તે કોઈ બીજા માણસ પર જ આવે છે ને ? કંઈ ઝાડ પાન, પશુપક્ષીઓ પર નથી આવતા. એટલે વાતચીત બંધ કરો. ખાઈપીને જંગલમાં જઈને બેસી જતી હતી. મારી સમજ પ્રમાણે કામ અને ક્રોધને તે! જીતી લીધા, હવે વાત રહી લાભની, લાભ તો પૈસા અને ચીજો, જણસા માટે હોય છે. કેટલાક પૈસા અને જમીન મારા નામ પર હતી તેના હિસાબકિતાબ માગવાનું છેાડી દીધું. જેટલું મળે તેટલું મૂંગાંમૂંગાં લઈ લેતી. બસ લાભ પણ જિતાઈ ગયો. કેટલું સરસ ? કામ, ક્રોધ અને લાભને ચુટકીમાં જીતી લીધા અને મેાકળી થઈ ગઈ. નરકદ્રાર ટળી ગયું. હું ખૂબ આનંદમાં રહેવા લાગી. અને હવે ભગવાનને ભેટો જલદી થશે તેવી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે જંગલમાં એક પીપળાના ઝાડ નીચે કૂવાના થાળા પર બેસીને નામસ્મરણ કર્યા કરતી હતી. એક દિવસ આંખા બંધ કરીને નામસ્મરણ કરતી હતી ત્યાં પાછળથી અવાજ આવ્યો કે “ઊઠો, ઝટ ઊઠો.” મને લાગ્યું કે જરૂર આ ભગવાનનો અવાજ છે. આદેશાનુસાર હું ઊઠીને ગામ તરફ ચાલી ગઈ. પાછળથી માલૂમ પડયું કે ત્રણ નામચીન ડાકુએ એ વિસ્તારમાં તે દિવસે આવ્યા હતા. પણ તેઓ જે સ્થાન પર હું બેઠેલી ત્યાં આવે ત્યાર પહેલાં જ હું ગામમાં પહોંચી ગઈ હતી. આ પ્રસંગ પછી પરમાત્મા પ્રતિની મારી શ્રદ્ધા વધુ ને વધુ દૃઢ થતી ગઈ. ૧૯૪૦માં પૂ. બાપુ સાથે રહેવા સાબરમતી આશ્રામમાં ગઈ. ત્યાર બાદ પૂ. બાબાના સંપર્કમાં આવી આ દરમ્યાન મારી દષ્ટિ ખૂલતી ગઈ અને સાધનાની ગાડી ઠીક રાહ પર ચાલવા લાગી, ઉર્દુલીકાંચનના પ્રાકૃતિક ચિકિત્સા આશ્રામમાં કામ કરતાં કરતાં એક સત્યની પ્રતીતિ થઈ કે કોઈ પણ બીમારી પાછળ માણસનાં શારીરિક કારણા કરતાં માનસિક કારણા જ મહત્ત્વના ભાગ ભજવે છે. એ મન જે પ્રાર્થનામાં તલ્લીન થાય તે અંદરની તાણખેંચ મટી જાય અને સહજ સંવાદિતાવાળું મન માણસની બીમારી નાબૂદ કરે છે ને આયુષ્યને વધારે છે.” તેમની વાતા અને રમૂજી શૈલીથી બધાં હસીહસીને બેવડ વળી ગયાં. આ બેઠક આવી રીતે ‘હાસ્યન સમાપયેત’ થઈ. ત્રીજે અને છેલ્લે દિવસે શ્રીંમતી કૃષ્ણપ્પાના પ્રમુખપદે મળેલી સભામાં પૂ. દાદા ધર્માધિકારીનાં શિષ્યા તારા ભાગવત પ્રમુખ વકતા હતાં. તેમણે ભારત બહારના દેશમાં સ્ત્રીઓના સ્થાન વિષે સારો ખ્યાલ આપ્યો. પૂ. બાબાનાં અંતેવાસી શ્રીમતી મહાદેવી તાઈએ સ્ત્રીઓને સ્વરક્ષણની તાલીમ લેવાનો અનુરોધ કર્યો. (૧) દર વર્ષે યોજાતા અખિલ ભારતીય સર્વોદય સંમેલનમાં એક દિવસ મહિલા સંમેલન યોજવું. બ્રહ્મવિદ્યા મંદિરમાં પણ એક વાર્ષિક સંમેલન યોજવું . (૨) ૧૨ વર્ષની બીજી એક લેાકયાત્રાનું આયોજન કરવું. (૩) વિભાગીય ( zonal ) લેાકયાત્રા. દેશના પાંચ વિભાગ પાડી તે તે પ્રદેશની સંયુકત લેાકયાત્રા કાઢવી. (૪) દર વર્ષે સ્ત્રીશકિત જાગરણ સપ્તાહની ઉજવણી કરવી. (૫) અધ્યયન શિબિરોનું આયોજન કરવું. (૬) પ્રશિક્ષણ કેન્દ્ર કરવું . (૭) પ્રતિકારાત્મક કાર્યક્રમ - આરંભ પોસ્ટર આંદોલનથી. મુંબઈનાં બહેનોએ આ શરૂ કરી પણ દીધું છે. ત્રણેય દિવસની કાર્યવાહીના સમારોપ કરતાં શ્રીમતી નિર્મલા દેશપાંડેએ કહ્યું કે દૂષિત મૂલ્યોને સંહાર અને માંગલ્યનું સર્જન કરનારી સ્ત્રી ચંડીદેવતા છે. શ્રી–સમસ્યાઓનાં બે દષ્ટિકોણ છે, એક પોઝિટિવ અને બીજો નેગેટિવ. જે પોઝિટિવ છે તે રચનાત્મક અને અહિંસાના દષ્ટિકોણ છે. અંધારું ઘનધાર હોય છે તે પણ એક નાના દીવડો પ્રકાશ ફેલાવી શકે છે, તેવી રીતે આ કાર્યમાં સ્ત્રીઓની સંખ્યા પ્રારંભમાં ભલે થોડી હોય તે પણ જો તેની ગુણવત્તા વધારીશું તો દુનિયાના હિસારૂપી અંધકારને નષ્ટ કરવાની ક્ષમતા સ્ત્રીશકિતમાં જરૂર છે જ. એટલે સંખ્યાની સાથેસાથે ગુણવત્તા વધારવા તરફ આપણી દષ્ટિ રહેવી જરૂરી છે. સ્ત્રીશકિતનો ખરો અનુભવ તે એક આઝાદી સંગ્રામમાં થયા અને બીજો અનુભવ થઈ રહ્યો છે ગ્રામસ્વરાજ્યના કાર્યમાં, આઝાદીજંગના એ દિવસેા યાદ છે કે જ્યારે શરાબની દુકાના પર પિકેટિંગ કરવા જેવું અઘરું કામ કરવા બાપુએ સ્ત્રીઓ જ પસંદ કરી. અભણ ગણાતી સ્ત્રીઓએ તે દિવસેામાં કુરબાની માટે પહેલ કરી હતી. આજે પણ ગામડાઓમાં કેટલી બધી અભણ સ્ત્રીએ મને પ્રેરણા આપે છે? જ્યારે ગ્રામસ્વરાજ્યના કાર્ય માટે ગામડામાં જાઉં છું તે માલૂમ પડે છે કે એ અશિક્ષિત ગણાતી સ્ત્રીઓમાં જે હિંમત અને બહાદુરી ભરી છે તે ભણેલીગણેલી સ્ત્રીઓમાં નથી દેખાતી. કસ્તુરબાગ્રામ (ઈંદેર)માં શાંતિસેના વિદ્યાલયની એક ઘટના મને યાદ આવે છે. ઈંદેરમાં સાંપ્રદાયિક રમખાણા ફાટી નીકળ્યાં હતાં. આ વિદ્યાલયની ૧૮- ૨૦ વર્ષની કન્યાઓ ત્યાં ગઈ. હું પણ સાથે હતી. સખત ભીડ હતી એટલે મારી તા હિંમત ન વધી તેમાં ઘૂસવાની, પણ પેલી ગામઠી છેકરીઓ બેધડક તીરની પેઠે ઘૂસી ગઈ. પછી તો હું પણ સાથે ગઈ. તેઓએ મને હિંમત શીખવી એમ કહું તો કશું ખોટું નથી. પાછળથી પેાલીસ અધિકારીએ મને કહ્યું કે આ પ્રસંગે તમારી બહેનો ન હોત ત પરિસ્થિતિ કાબૂબહાર જતી રહેત અને અમારે ગાળી ચલાવવી પડત. વિઘાલયની બહેનોએ અમને સરસ મદદ કરી, અને તેથી વાતાવરણ કાબૂમાં આવ્યું. પડકાર સામે આવે છે ત્યારે નિર્ભયતાનો વિકાસ થાય છે. ભારતીય સંસ્કૃતિને જે પાયે છે તેમાં સ્ત્રી - પુરુષનો ભેદ નથી. પણ આ પાયો તે છે આત્મસત્તાને. એટલે જ આવડા મેોટા રાષ્ટ્રની પ્રધાનમંત્રી એક મહિલા બની શકી. યુરોપ અને કમ્મુ 8 -
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy