SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૭૩ વૃત્તિ અપનાવી, કોઈને હાનિ કર્યા વિના પાતાની જીવનજરૂરિયાત પૂરનું જ જ્યાંથી મળે ત્યાંથી લે છે, આવા જીવનમાં સંયમ આપેાઆપ આવે છે. બલ્કે યમ વિના અહિંસા ટકે નહિ. સંયમમાંથી અપરિગ્રહ અને બ્રહ્મચર્ય ફલિત થાય છે. પરિગ્રહ અને ભાગવિલાસમાં હિંસા છે. એક ગુણ બધા ગુણને લાવે છે. માણસના દુ:ખનું મૂળ બહાર નહિ પણ તેના મનમાં રહેલ વાસનાઓ–જૈન પરિભાષામાં કપાય છે. કામ, ક્રોધ, મદ,મેહ, લાભ—આ બધાંને કાબૂમાં લાવવા તપ સાધન છે. તપ સંયમનું બીજું સ્વરૂપ છે આવે આચાર ધર્મ અનેક રીતે ઉપદેશ્યો છે. આવી જીવનદૃષ્ટિ માત્ર બૌદ્ધિક અનુમાન નથી પણ માનવપ્રકૃતિના ગહન અભ્યાસથી જીવનના અનુભવ ઉપર રચાયેલ છે. આથી વિપરીત રીતે જે વર્તન કરે છે તેણે સમજી લેવું કે તે દુ:ખને નાતરે છે. આ અનુભવની વાણીની જે અવગણના કરે છે તે ઠોકર ખાઈ, ઠેકાણે આવશે, સાધના કઠિન છે, દીર્ઘ છે, પણ પેાતાને માટે અને સર્વ જીવો માટે સુખને આ જ માર્ગ છે એમ ભગવાન મહાવીરે ભારપૂર્વક કહ્યું છે. પ્રબુદ્ધ જીવન ૨૫૦૦ વર્ષ પૂર્વે આ અનુભવવાણી જેટલી સત્ય હતી તેટલી જ, અને તેથી પણ વિશેષ, આજે સત્ય છે. વિજ્ઞાને માણસની બુદ્ધિને બહેકાવી મૂકી છે. તેની હિંસાશકિતને અમર્યાદ વિસ્તારી છે. આશુકિતની શોધી નવા યુગ શરૂ થાય છે. તેમાંથી બચવાન માર્ગ માત્ર અહિંસા છે. વૈજ્ઞાનિક શોધખોળે ઉત્પાદન અઢળક વધાર્યું છે. તેથી મનુષ્યની તૃષ્ણા અને પરિગ્રહલાલસા અમાપ વધ્યાં છે; ભાગવિલાસનાં સાધનો વિપુલ થયાં છે. ગરીબાઈનું દુ:ખ છે તેવું જ, કદાચ તેથી વધારે—આ સમૃદ્ધિનું દુ:ખ છે. વિજ્ઞાનયુગથી બધા ધર્મોની કસેાટી થઈ રહી છે. શરૂઆતમાં વિજ્ઞાને, ધર્મને અજ્ઞાનતા માની, તજી દીધા. વિજ્ઞાનની કૂચની ફલશ્રુતિ હવે એ આવી છે કે મનુષ્ય ફરીથી ધર્મનું શરણ શોધવું પડે બીજો કોઈ માર્ગ નથી, નાન્ય: પન્થા: બધા ભારતીય ધર્મ-વૈદિક, બૌદ્ધ કે જૈનજુદાં જુદાં તત્ત્વો ઉપર ભાર મૂકે છે તે પણ પાયાની એકતા છે, અને તે છે, વાસનાઓ ઉપર સંયમ. ભગવાન મહાવીરને આ ઉપદેશ સનાતન સત્ય છે. તેને ફરી યાદ કરી અંતરનિરીક્ષણ કરીએ. ચીમનલાલ ચકુભાઇ (‘આકાશવાણી’ના સૌજન્યથી – શેપ્ડ ઉમેરીને) ૧૩-૪-૧૯૭૩. સ્વ. શ્રી રાજમલજી લલવાની શેઠ રાજમલજી લલવાનીના જામનેરમાં તા. ૧૦મી એપ્રિલ ૧૯૭૩ના રોજ સ્વર્ગવાસ થયો એ સમાચાર સાંભળીને હાર્દિક વેદના થઈ. સ્વ. રાજમલજીની ઉંમર લગભગ ૮૦ વર્ષની હતી. એટલે એમ કહી શકાય કે તેઓ પાટવયે ગયા. અંતિમ સમયે એમનામાં જે શાંતિ, નિર્લેપતા અને પ્રસન્નતા જોવા મળી એ એમના સફળ અને સૌભાગ્યપૂર્ણ જીવનને અનુરૂપ જ હતું. તેઓ સામાન્ય સ્થિતિના કુટુંબમાં જન્મ્યા હતા, પણ પેાતાના ગુણા અને વર્તનને લીધે શેઠ લખીચંદજી એમના પ્રત્યે આકર્ષાયા અને એમને દત્તક લીધા તેમ જ એ રીતે તે લક્ષ્મીપતિ બન્યા. ગરીબીમાંથી અમીર બનવા છતાંયે એમનામાં નમ્રતા અને વિનયની વૃદ્ધિ થઈ. ગરીબીના અનુભવે એમનામાં ઉપકારબુદ્ધિ પ્રેરી અને એને પરિણામે તેઓ ગામ, સમાજ, દેશ અને માનવતાના મિત્ર કે સેવક બની રહ્યા. એમની પાસે જનાર કદી ખાલી હાથે પાછા ફરતા નિહ, વરસાદની માફક તેઓ વરસત! રહ્યા. એમણે એમાં પાત્ર - કુપાત્રનો પણ વિચાર કર્યો નહિ. એમના સેવામય જીવનના પ્રારંભ આસવાલં સમાજથી થયા, પણ દિનપ્રતિદિન આ ક્ષેત્ર વ્યાપક બનતું ગયું. એમને દત્તક લેનાર પિતા શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના હતા અને માતા સ્થાનકવાસી સંપ્રદાયનાં હતાં. એ દિવસોમાં ખાનદેશમાં સ્થાનકવાસી સંપ્રદાયના સાધુઓની અવરજવર વિશેષ રહેતી હતી. રાજમલજીએ સ્થાનકવાસી સાધુઓનો એટલા બધા આદર અને સત્કાર કર્યો કે લોકો એમને સ્થાનકવાસી જ ગણવા લાગ્યા. પત્ની મૂર્તિપૂજક સંપ્રદાયનાં હોવા છતાંયે બધા સંપ્રદાયના એકસરખા આદર કરતાં હતાં. તે સંપ્રદાયના વાડામાં બંધાયા જ નહિં, તેઓ તા 5 ૨૮૩ બધાના જ હતા. એટલા માટે ભારત જૈન મહામંડળ સાથે એમને સંબંધ રહ્યો. તેઓ બે વાર ભારત જૈન મહામંડળના અધ્યક્ષ પણ બન્યા અને વર્ષો સુધી કાર્યાધ્યક્ષ પણ રહ્યા. મંડળનું અધિવેશન જામનેરમાં યોજવા માટે એમનું હંમેશનું આમંત્રણ હતું. એમણે જામનેરમાં બે વાર અધિવેશન યોજ્યું હતું. સામાજિક ક્ષેત્રામાં રૂઢિઓના વિરોધી, ધાર્મિક ક્ષેત્રમાં ઉદારમતવાદી અને રાજનૈતિક ક્ષેત્રમાં તેઓ રાષ્ટ્રીય મહાસભા, લોકમાન્ય તિલક અને ગાંધીજીના અનુયાયી હતા, જ્યારે તિલકજીની સભામાં પ્રમુખ બનવું એ ધનવાનોને માટે ખતરારૂપ માનવામાં આવતું હતું ત્યારે, તિલકમહારાજ માંડલે જેલમાંથી છૂટી આવ્યા એ વેળાએ મલકાપુરની સભામાં તેઓ એના પ્રમુખ બન્યા હતા. તેઓ પાતે કયારેય ક્યાંય અધ્યક્ષ બનવાની ઈચ્છા રાખતા નહિ, પણ એ સ્થાન માટે કોઈ મળે નહિ અને એમને આમંત્રણ આપવામાં આવે તા તેઓ એનો ઈન્કાર કરતા નહિ. એમનું જીવન સાદું અને સ્વભાવ મિલનસાર હતા. એમના સ્વભાવ બીજાનું કામ કરી આપવાના હતા. નાના – મોટા, સારાખરાબ, વિદ્નાન કે અશિક્ષિત એવા ભેદભાવ એમણે કદી રાખ્યો નહાતા બધા પ્રત્યે સ્નેહ અને આદર રાખતા હતા. આ કારણે જ તેઓ વર્ષો સુધી ખાનદેશના બેતાજ બાદશાહ કહેવાતા હતા. કોંગ્રેસ તરફથી તેઓ વર્ષો સુધી મુંબઈ વિધાનસભાના સભ્ય હતા. સ્વરાજ્યપ્રાપ્તિ પહેલાં તેઓ લોકસભાના સભ્ય પણ વર્ષો સુધી રહ્યા હતા. એમની લોકપ્રિયતાને લીધે તેઓ ચૂંટણીમાં હંમેશાં વિજય મેળવતા હતા. એમના સ્વભાવ હસવા - હસાવવાના હતા. ગમે તેવી ગંભીર વ્યકિત પણ જો એમના સંપર્કમાં આવે તો તે તેને પણ હસાવી દેતા હતા. તેઓ ગાંધીજી જેવાની પણ મજાક ઉડાવી શકતા હતા. જ્યારે શેઠ જમનાલાલજી બજાજના અધ્યક્ષપદે ગૈાસેવા સંઘની સ્થાપના થઈ ત્યારે હું એમને ગાંધીજીની પાસે લઈ ગયો, કેમકે ખેતી અને ગોસેવામાં એમને રુચિ હતી. તેમ જ તેઓ ગેાપાલક હતા પણ ખરા. એમને વિનોદ સૂઝયા અને એમણે ગાંધીજીને કહ્યું: “બાપુ, ગોસેવા રાંઘ શરૂ કરીને તમે બહું સારું કર્યું, પણ તમે એક બીજા દુ:ખી પ્રાણી પર દયા કરી શકો તો મેાટી કૃપા થશે. ગધેડો એક બિચારું એવું પ્રાણી છે, જે સેવા કર્યા કરે છે પણ એના પર ભાર લાદનાર એની જરાય ચિન્તા નથી કરતા. બાજે ઉતારીને કઈ ચારા નાખ્યા વિના જ એને કાઢી મૂકે છે. એટલું જ નહિ પણ કોઈના પર ગુસ્સા ઉતારવા હોય તે પણ એના નામનો જ પ્રયોગ કરવામાં આવે છે. એટલે ગધેડા જેવા ઉપયાગી અને નિ:સ્વાર્થ પ્રાણી માટે પણ કઈક કરો !” વિનોદમાં ગાંધીજી પણ કર્યાં ઊતરે એવા હતા. એમણે કહ્યું: “તમે જે કહા છે એ સાવ સાચું છે. એક માણસ બધું કામ કરી શકતા નથી. મે સેવા માટે ગાયની પસંદગી કરી છે. તમે ગધેડાને પસંદ કરો અને ગર્દભ સંઘના પ્રમુખ બની જાઓ.” પ્રારંભ તા ગંભીરતાથી થયોહતા પણ જ્યારે બધા હસી પડયા ત્યારે બાપુએ પણ હસવામાં સાથ પુરાવ્યો. અમારી મૈત્રી એકધારી પંચાવન વર્ષ સુધી રહી હતી. અમે મિત્રા ભાઈની માફક જ રહ્યા હતા. જીવનમાં અમે કદી ઝઘડયા નહાતા. આવે! ભાઈ ચાલ્યો જાય પછી મનને ગમે તેટલું સમજાવીએ તો પણ દુ:ખી થયા વિના રહે નહિ. તેઓ મારા મોટાભાઈ સમાન હતા. હંમેશાં મને સાથ આપ્યો. એમના નિધનથી મારું જીવન સૂનું બન્યું છે, પણ સમાજે એક વ્યાપક દષ્ટિકોણવાળા ઉદાર, કર્મઠ કાર્યકર્તા ગુમાવ્યો, એની ઊણપ પુરાય તેમ નથી. જૈન સમાજના આ સપૂત પોતાની ઉદારતા, વિનેદપ્રિયતા, સહિષ્ણુતા અને વિનમ્રતાને લીધે લાખા લોકોમાં લેાકપ્રિય બન્યો, જન્મની સાથે મૃત્યુ જડાયેલું જ છે, એને ભૂલી શકાય તેમ નથી. પણ જેવો એમનો જન્મ સફળ અને સાર્થક થયા. એ જ રીતે એમનું મૃત્યુ પણ શાંત અને નિર્લેપતાના ભાવ સાથે થયું. આવા અભિન્ન મિત્રને મારી હાર્દિક શ્રાદ્ધાંજલિ રિષભદાસ રોકા
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy