SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૭૩ પ્રબુદ્ધ જીવન २८१ - એક ઈતિહાસવિનું જીવનદર્શન 3. આર્નલ્ડ ટોયનબી વીસમી સદીના વિખ્યાત ઈતિહાસવિદ્ છે. હાલ તેમની ઉંમર ૮૪ વર્ષની છે. તેમણે ઈતિહાસના દસ મહાન ગ્રન્થો લખ્યા છે. તેના સારરૂપ બે ગ્રન્થ લખાયા છે. તાજેતરમાં તેમને “સ્ટડી ઓફ હિસ્ટરી’ને ગ્રન્થ બહાર પડયો છે. ડૅ. ટેયનબીની ઈતિહાસની સમજણ અને ઈતિહાસના અભ્યાસની ઉપયોગિતા વિશેના તેમના વિચારો બીજા ઈતિહાસકારો કરતાં જુદા પ્રકારના છે. કેટલાક તેમને ઈતિહાસકાર તરીકે સ્વીકારવાને જ ઈનકાર કરે છે. ડે. ટેયનબી પ્રત્યે કેટલાક ખૂબ માનની લાગણીથી જુએ છે તો કેટલાક તેમના સખત ટીકાકાર રહ્યા છે. તેનું કારણ એ છે કે ડૅ. ટેયનબીના મત પ્રમાણે ઈતિહાસ એટલે કોઈ એક પ્રજા, એક દેશ કે એક સમયને ઈતિહાસ નહિ, તેમ રાજાઓની વંશાવલી કે યુદ્ધો કે રાજ્યપલટાએ પણ નહિ. ઈતિહાસ એટલે સમગ્ર માનવજાતને ઈતિહાસ. તેમાં પણ રાજકારણ કે સામાજિક બનાવે જ નહિ પણ મુખ્યત્વે ભિન્ન સંસ્કૃતિઓના ઉત્થાન અને Udsalt Sulai. History of the rise and fall of Civilisations- માનવ કઈ દિશામાં જઈ રહ્યો છે તેની શોધ. અંતે ઈતિહાસ એટલે માનવઆત્માને ઈતિહાસ-History of the soul of man, એ ખરું છે કે ડે. ટોયનબી જેને ઈતિહાસને અભ્યાસ કહે છે તે સામાન્ય અર્થમાં ઈતિહાસ નથી, પણ ઈતિહાસનું તારણ છે. ઈતિહાસ માણસને તેના ભાવિ માટે શું શીખવે છે તે ઈતિહાસનું ખરું પ્રયોજન છે. ડૅ. ટેયનબી માને છે કે, સામાન્ય રીતે જેને ઈતિહાસકારો કહીએ છીએ તેના કરતાં કવિઓ અને તત્ત્વજ્ઞો માનવ ઈતિહાસ - માનવઆત્માને ઈતિહાસ-વધારે ઊંડાણથી સમજે છે અને તેના કરતાં પણ પયગમ્બરો અને સંતપુર છે આ બધાથી ઘણા આગળ જાય છે. The Poets and philosophers outrange the Historians; while the prophets and saints overtop and outlast them all. 3. ટયનબીને સમસ્ત વિશ્વનું ભવ્ય સંગીત સાંભળવું છે, કોઈ એક વાઘને 21 343 ts. When once I had heard this great symphony, I was no longer in danger of being hypnotised by the lone and outlandish music of the parochial history of my country alone. આ સનાતન તત્ત્વને પામવું અને તેના સંગીતમાં લીન થવું તેની સાથે એકતાર થવું-એ જ માનવજીવનનું ધ્યેય છે. The spiritual goal of man is to seek communion with the presence behind the phenomenon and to seek it with the aim of bringing oneself in harmony with this Absolute Reality. ડૅ. ટેયનબીની ઈતિહાસની આવી સમજને કારણે પરંપરાગત ઈતિહાસકાશે તેમને પોતાના વર્ગના ગણતા નથી. કેટલાક તેમને ધાર્મિક ચિન્તક ગણે છે – Religious thinker તે કેટલાક તેમને સનાતન ધર્મના ઉદ્ધારક-Revivalist કહી હાંસી કરે છે. એ ખરું છે કે ડૅ. ટોયનબી દઢપણે એમ માને છે કે માનવજાત સમક્ષ જે વર્તમાન કટેકટ-Crisis-ખડી થઈ છે તેને પાર કરવા કોઈ આર્થિક, સામાજિક કે રાજકીય માર્ગ નથી પણ સાચા અર્થમાં ધાર્મિક ક્રાન્તિ–Religious Revolution એ જ માર્ગ છે. For a true and lasting peace, a Religious Revolution is a sine qua non, ડૅ. ટોયનબીની આ માન્યતા અથવા શ્રદ્ધા જેને તે Faith of a Historian કહે છે - તે ધર્મગ્રન્થના. અભ્યાસનું પરિણામ નથી, પણ પાંચ છ હજાર વર્ષના માનવી ઈતિહાસ ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓનાં ઉત્થાન અને પતનનાં કારણોના અભ્યાસને નિચેડ છે. જગતની ભિન્ન ભિન્ન સંસ્કૃતિઓCivilisations ના અભ્યાસમાં જુદા જુદા ધર્મોના ઉદ્ગમ અને અસરના અભ્યાસને સમાવેશ થાય છે. આ બધા અભ્યાસના પરિણામે ડૅ. ટોયનબી એવા નિર્ણય ઉપર આવે છે કે માનવની બુદ્ધિએ પ્રકૃતિ ઉપર અદ્ભુત વિજય મેળવ્યું છે પણ પિતાની જાતને ઓળખી નથી. Man has been a dazzling success in the field of intellect and "know-how" and a dismal failure in the things of the spirit and it has been the great tragedy of human life on Earth that this sensational inequality of man's respective achievements in the non-human and in the spiritual sphere should, so far at any rate, have been this way round; for the spiritual side of man's life is of vastly greater importance for man's wellbeing (even for his material well-being in the last resort) than is his command over non-human nature. . ટોયનબીને લાગે છે કે, આ વિશ્વમાં એક દિવ્ય સંકેત, કૌઈ ઈશ્વરી લેજના આકાર લઈ રહી છે. તેના વિકાસમાં, કટોકટી અને પડકારના પ્રસંગે આવે છે. Crisis and Challenge. માનવી આ પડકાર ઝીલી આગળ વધે છે. વળી ન પડકાર તેની સમક્ષ ઊભે થાય છે. આ દુનિયા અનંત બ્રહ્માંડનો એક અંશ છે. તેના મર્યાદિત ક્ષેત્રમાં ઈશ્વરના કોઈ ગહન હેતુની સિદ્ધિ માટે પ્રયોગ થઈ રહ્યો છે. માનવી તેનું હથિયાર છે, સાધન છે. It is the masterful and progressive execution, on the narrow stage of this world, of a divine plan which is revealed to us in this fragmentary glimpse, but which transcends our human powers of vision and understanding in every direction. આપણને આ મહાન હેતુની કાંઈક ઝાંખી થાય છે પણ એને પૂરી રીતે સમજવું માનવબુદ્ધિથી પર છે. માનવઆત્માની આ યાત્રામાં ઘણાં દુ:ખો અને યાતના સહન કરવાં પડે છે. પણ એ દુ:ખે જ તેના વિકાસને માર્ગ મોકળે કરે છે. ડે. ટેયનબી એમ માને છે કે આ દશ્ય જગતની પેલે પાર એક સનાતન તત્ત્વ-Ultimate Reality–રહ્યું છે અને [ માનવીએ બૌદ્ધિક તથા યંત્રવિદ્યાને ક્ષેત્રે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે જ્યારે આધ્યાત્મિક બાબતમાં ખેદજનક નિષ્ફળતા મેળવી છે. ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્રોમાંની માનવીની તે તે બાબતથી સિદ્ધિઓની આ સ્તબ્ધ બનાવી દે તેવી અસમાનતા, ગમે તેમ, અત્યાર સુધી તે આ પ્રકારે રહેલી છે, એ પૃથ્વી પરના માનવજીવનની ઘેરી કરુણતા છે. કારણ, માનવજીવનની આધ્યાત્મિક બાજુ, ભૌતિક પ્રકૃતિ પરના તેના આધિપત્ય કરતાં, માનવીના કલ્યાણ માટે છેલ્લે તબક્કો તેની ભૌતિક સમૃદ્ધિ માટે પણ) સવિશેષ મહત્ત્વ ધરાવે છે.] માનવજીવનની આ નિષ્ફળતા અને કરુણતાના ડૅ. ટેયનબીના મતે શું કારણે છે અને તેને ઉપાય શું છે તે હવે પછી .... પ-૪-૧૯૭૩ ચીમનલાલ ચકુભાઈ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy