SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦૦ * પ્રબુદ્ધ જીવન .. તા. ૧૬-૪-૭૩. થાય. “પ્રબુદ્ધ જીવનનું કાર્ય પણ આવી જ ભાવનાથી મેં સ્વીકાર્યું છે અને ચલાવ્યું છે. મારા પિતાના વિશે કાંઈ કહેવું કે લખવું મને લેશમાત્ર પસંદ નથી. બે વર્ષને અંતે આટલું નિવેદન કર્યું છે, એટલા માટે કે 'પ્રબુદ્ધ ' જીવન’ને વાચકવર્ગ મારી મર્યાદાઓ સમજે અને દરગુજર કરે. કેટલાક મિત્રો એમ કહે છે કે “પ્રબુદ્ધ જીવનનું ઘેરણ જળવાઈ રહ્યું છે. શરૂઆતમાં કેટલાકને શંકા હતી કે ધારણ જળવાશે. કે નહિ. હવે કેટલાક કહે છે કે ધારણ હતું તે કરતાં પણ ઊંચું થયું છે. હકીકતમાં કોઈ કોઈનું ધોરણ અપનાવી શકતું નથી. દરેકને પિતાનું ધારણ હોય છે, હોવું જોઈએ. તે ધોરણ, પહેલાંનાં કરતાં ઊંચું છે કે નીચું તે વાચકની રુચિ ઉપર આધાર રાખે છે. આ બે વર્ષના ગાળામાં પ્રબુદ્ધ જીવનને સારી પેઠે આવકાર મળે છે, એટલું જાણું છું. મારાં લખાણમાં મારા વિચાર આવે તે સ્વાભાવિક છે. કેઈને ગમે, કોઈને ન ગમે. એટલું જ કહ્યું કે હું જે ખરેખર માનું છું તે નમ્રભાવે લખું છું. પ્રબુદ્ધ જીવનમાં વૈવિધ્ય લાવવાને પ્રયત્ન કર્યો છે. બીજા લેખકમિત્રોને સારે સહકાર મળ્યો છે તેનો થશ ‘જન્મભૂમિ'ના તંત્રી વિભાગમાં રહેલ ભાઈ ભંબકલાલ મહેતાને કાળે જાણ છે. તેમના પરિચયથી આ મિત્રોને સાથે તેઓ મેળવી ‘શકયા છે. આ બધાને અંત:કરણપૂર્વક આભાર માનવાની આ તક લઉં છું. ‘પ્રબુદ્ધ જીવન' એક વૈચારિક પત્ર બને તે જોવા હું ઈંતેજાર છે. બધા વિચારને અવકાશ છે, માત્ર એટલું જ કે જે કાંઈ લખાય તે ગંભીરતાથી અને ચિત્તન તથા મનનનું પરિણામ હોવું જોઈએ. મારી બીજી પ્રવૃત્તિઓને લીધે પ્રબુદ્ધ જીવન’ પાછળ મારે જેટલે સમય આપવો જોઈએ તેટલો આપી શકતા નથી. તેમ બીજા મિત્રોને પરિચય કેળવવાને અવકાશ મળતો નથી. પણ સૌ વિચારક મિત્રોને શું કહેવા ઈચ્છું છું કે પ્રબુદ્ધ જીવન” કઈ એક વ્યકિતનું પાત્ર નથી. સૌને સહકાર આવકારપાત્ર છે. મારા પોતા માટે મારા અંતરવિકાસનું આ સાધન છે. તેને કારણે મારે વધારે વાંચવું પડે છે, વિચારવું પડે છે. પરિણામે બીજા કોઈને કાંઈ લાભ થાય કે નહિ, મને પિતાને ઘણો લાભ છે. તે જ મારે આનંદ છે. તા. ૧૦૪-૭૩ ચીમનલાલ ચકુભાઈ પ્રકીર્ણ નોંધ વેપારીઓ લડતને પંથે ઘઉંને જથ્થાબંધ વેપાર સરકારે લઈ લીધું અને ચોખાનો હવે લેશે તે સામે વેપારી વર્ગે દેશભરમાં સખત વિરોધ કર્યો છે. એક દિવસની હડતાળ પાડી હતી. વેપારી મંડળોએ આ પગલાને વખેડી કાઢતા ઠરાવો કર્યા છે. હમણાં દિલ્હીમાં મળેલ ફેડરેશનની મીટિંગમાં વેપારીઓના આ વલણને ટેકે અપાય છે. ઈન્ડિયન મરચન્ટ ચેમ્બરના પ્રમુખશ્રીએ કહ્યું કે વેપારીઓ લાંબે વખત ડરપોક રહ્યા છે. હવે ખૂબ સક્રિય થઈ હડતાળ ઉપર હડતાળ પાડવી, સત્યાગ્રહ કરવો. વેપારીએ ધારે તો દેશના અર્થતંત્રને સંભાવી દે, જેથી સરકારની સાન ઠેકાણે આવે. એક ઠરાવ એ કર્યો છે કે ૭મી મેથી બધા વેપારીઓએજથ્થાબંધ અને છૂટક—બધા પ્રકારના અનાજને વેપાર બંધ કર. સરકારે માત્ર ઘઉને જથ્થાબંધ વેપાર જ હાથ કર્યો છે અને તેમાં પણ ખેડૂતો અને છૂટક વેપારીઓ માટે ઘણી છૂટ રાખી છે, જેથી પ્રજાને અનાજ મેળવવામાં હાડમારી ન પડે. વેપારી વર્ગ બધા પ્રકારના અનાજને છૂટક વેપાર પણ બંધ કરે તો પ્રજાની હાડમારી ઘણી વધે અને એ રીતે સરકાર ઉપર દબાણ લાવવા ઈછે છે. વેપારી વર્ગનું આ પગલું વાજબી નથી. પ્રજાની મુસીબતો વધારી સરકારને પોતાની નીતિ છોડાવવા દબાણ કરવું તેમાં પોતાના સ્વાર્થની જ દષ્ટિ છે. હોસ્પિટલો કે ઈલેકટ્રિસિટી કે પાણી, સફાઈ, જાહેર વાહનવ્યવહાર વગેરેના કામદારે હડતાળ પાડે ત્યારે આપણે તેને વખોડી કાઢીએ છીએ અને કહીએ છીએ કે પ્રજાહિતને વિચાર કર જોઈતો હતો, અનાજ પ્રજાજીવનની પાયાની જરૂરિયાત છે. જથ્થાબંધ વેપાર સરકારે હસ્તગત કર્યો તેના વાજબી, ગેરવાજબીપણી વિશે મતભેદને પૂરો અવકાશ છે, પણ તે કારણે એવું કોઈ પગલું ન ભરીએ કે સમસ્ત પ્રજાને અને ખાસ કરી, ગરીબ અને મધ્યમ વર્ગને પરેશાની થાય. અંતે તેવા પગલાથી વેપારીઓને જ નુકસાન છે. સરકારે આવી પરિસ્થિતિને પહોંચી વળવા બીજા પગલાંઓ લેવાં જ પડશે અને અત્યારે જે કાંઈ મધ્યમ માર્ગ અપનાવ્યું છે તેને અંતિમ કક્ષાએ લઈ જવાની ફરજ પડશે. સરકારની આ થોજના સફળ થશે કે કેમ તે હજ જોવાનું રહે છે. તેટલામાં, વેપા રીઓ જ પ્રજાની સહાનુભૂતિ ગુમાવી બેસે તે પ્રજાએ ન છૂટકે આ યોજનાને સફળ કરવા સહકાર આપવો જ પડે. જથ્થાબંધ વેપાર પાંચ ટકા વેપારીઓના હાથમાં હશે. તે માટે ગામડાંઓમાં પડેલ હજારો છૂટક વેપારીઓને બધો વેપાર બંધ કરાવવાનો આદેશ આપવો તે આ સામાન્ય વર્ગને પણ અન્યાય છે. મુસલમાનનું વધતું આક્રમક વલણ મુંબઈમાં મુસ્લિમ લીગને મ્યુનિસિપલ ચૂંટણીમાં સફળતા મળી, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી બંધ કરવી પડી, ઉત્તર પ્રદેશમાં મુસ્લિમ સંસ્થાએ ચૂંટણીની તૈયારી કરી રહી છે. ગુજરાતમાં મુસ્લિમ આગેવાનો પોતાને થતા અન્યાયને નામે બધાં ક્ષેત્રમાં યોગ્ય પ્રતિનિધિત્વ માગે છે; આ બધા પ્રવાહો ભયજનક છે. કેંગ્રેસ પાર્લામેન્ટરી બેડને જાહેર કરવું પડયું છે કે મુસલમાનોના શરીયતની કાયદામાં તેમની સંમતિ વિના કેઈ ફેરફાર કરવામાં નહિ આવે. પ્રત્યાઘાતી બળોને આ વિજય છે. ગુજરાતમાં માંગરોળનાં આયશા બેગમની આગેવાની નીચે મુસલમાન આગેવાનેએ શાસક કેંગ્રેસના પ્રતિનિધિને નિવેદનપત્ર રજૂ કરી, કેટલીક માગણીઓ રજૂ કરી છે. આ એ જ માંગરોળ છે કે જે ૧૯૪૭ માં પાકિસ્તાન સાથે જોડાયું હતું. આયશા બેગમ કેંગ્રેસમાં દાખલ થયાં તેથી રાષ્ટ્રવાદી થઈ જતાં નથી. કેંગ્રેસમાં ઘણાં એવાં તો દાખલ થયાં છે, જે કેંગ્રેસની બિનસાંપ્રદાયિકતાની નીતિને સ્વીકારતા નથી. વધારે ચિન્તાનું કારણ એ છે કે શાસક કોંગ્રેસના વિરોધી પા, પેતાના સ્વાર્થ ખાતર અને ટૂંકી દષ્ટિથી આવાં બળને ટેકો આપે છે. સંસ્થા કેંગ્રેસના આગેવાને અલીગઢ યુનિવર્સિટીના આંદોલનને પ્રોત્સાહન આપે છે. શાસક કેંગ્રેસના વિરોધમાં, ભાન ભૂલી ગમે તેવું જોડાણ કરવું એ સંસ્થા કોંગ્રેસ માટે પણ ખતરનાક છે. મુસ્લિમ આગેવાનો બીજી પછીત કેમ, હરિજને અને આદિવાસીઓને પણ ઉશ્કેરે છે. ગુજરાતમાં માગણી થઈ રહી છે કે આ બધા વગેનેિ મંત્રીમંડળમાં અને અન્ય સરકારી-અર્ધસરકારી વહીવટી તંત્રમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ. પિતાની બહુમતી અથવા સત્તાસ્થાન રહે કે નહિ પણ શાસક પક્ષ જો એટલે દઢ નિર્ણય કરે કે આવાં વિઘાતક બળોને કોઈ ઉત્તેજન આપવામાં આવશે નહિ તે થોડા સમય માટે કદાચ બહુમતી કે સત્તા ગુમાવે તે પણ અંતે લાભ થશે. વિચિત્ર ઘટના સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની બજેટ બેઠક હતી. કલેકટર પણ હાજર હતા. લગભગ ૨૦ સભ્યોની હાજરી હતી. બેઠક બે કલાક ચાલ્યા પછી, ચાનાસ્તો આપવામાં આવ્યું. નાસ્તામાં ચેવડો હતો. કલેકટરે વાંધે લીધે કે ચેવડો આપી ન શકાય. એટલે તુરત નાસ્તાની રકાબીઓ પાછી લઈ જવામાં આવી અને ચેવડો કાઢી નાખી પાછી મૂકી. પણ તેટલી વારમાં કલેકટર મીટિંગ છોડી ગયા અને તુરત જ પોલીસ આવી. રકાબીઓ કબજે કરી, તેમાં ચોંટેલ ચેવડાના દાણા ભેગા કરી, બધું કબજે કર્યું. સરકારી હુકમના જડપણે થતા અમલને આ નમૂને છે. ખાળે ડૂચા અને દરવાજા મોકળા. જિલ્લા પંચાયતના પ્રમુખે લાંબું નિવેદન બહાર પાડ્યું છે કે ૨૦ થી ઓછા સભ્યો હતા અને કલેકટરે વાંધો લીધે એટલે તુરત જ ચેવડે પણ કાઢી નાંખ્યો. કલેકટર તથા જિલ્લા પંચાયતના સભ્યો અને બીજા આગેવાન નાગરિકો વચ્ચે તંગદિલી થઈ છે. પરિણામે દુષ્કાળના સમયમાં રાહતકાર્યો, જેમાં પ્રજાકીય આગેવાનના પૂરા સહકારની જરૂર છે તેને ધક્કો પહોંચે છે. કલેકટરે રાહત સમિતિની મીટિંગ બોલાવી તેને જિલ્લા પંચાયતના સભ્યો અને આગેવાન નાગરિકોએ બહિષ્કાર કર્યો. પણ વધારે આશ્ચર્યજનક હકીકત તો આ અંગે વિધાનસભામાં થયેલ પ્રશ્નોત્તરી છે. તેમાં પુરવઠાપ્રધાને કહ્યું કે આ બાબત કાયદાની સલાહ માટે કાયદા ખાતાને સોંપવામાં આવી છે. દરમિયાન વિરોધ પક્ષના કેટલીક સભ્યએ માગણી કરી કે કલેકટરને પૂરું રક્ષણ મળવું જોઈએ અને શાસક પક્ષના સભ્યો આ મામલામાં સંડોવાયો છે. માટે ભીનું સંકેલવું ન જોઈએ. કલેકટરને આવી રીતે મહાપુરષ-Heroબનાવી શાસક પકાને કડી સ્થિતિમાં મૂકવાનો પ્રયત્ન વિરોધ પક્ષ માટે શોભાસ્પદ નથી. નોકરશાહને રાજકીય પક્ષો જો પોતાનાં હથિયાર બનાવવા પ્રયત્ન કરશે તો આ પક્ષોને અને પ્રજાને ભારે પડી જશે. નોકરશાહીને રાજકારણથી સાવ દૂર રાખવી અને તેની ફરજ બજાવવામાં એક અથવા બીજા પ્રકારે કોઈ દખલગીરી ન કરવી એ નિયમને છોડી દેવામાં આવશે તે પ્રજાની હાડમારી જ વધશે. ચીમનલાલ ચકુભાઈ ૪
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy