SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ કચરો છે તેને જોઈ લેવા, પ્રતીતિ કરવી કે એ કચરો જ છે, એટલે કચરાનું અર્ધું જોર નરમ પડી જશે અને ધીરે ધીરે વિલીન થશે, નામસ્મરણ પણ એક સારો ઉપાય છે. આ બધું જાગૃતિપૂર્વક થવું જરૂરી છે. અન્યથા “રામરામ” યા બિલ્લીકુત્તાનું રટણ કરવું તે બેમાં કશે! ફરક નહીં રહે. સૂર્યકિરણે। ૧ લાખ ૮૬ હજાર માઈલની ગતિથી પ્રતિ સેકંડે પ્રવાસ કરીને પૃથ્વી પર આવે છે. પણમનની ગતિ તેથી પણ શીઘ્ર છે. આવા ગતિશીલ મલ્લની સાથે આપણે કુસ્તી કરવાની છે. આપણે ચિત્તને ચીત કરવા માટે ખૂબ બળ કેળવવાનું છે. ક્ષત્રિયોચિત વીરત્વ કેળવવાનું છે. યમ, નિયમ, આસન, અને પ્રાણાયામથી શરીર શિસ્તબદ્ધ બને છે. ત્યાર બાદ પ્રત્યાહાર, ધારણા અને ધ્યાન દ્વારા સમાધિની સ્થિતિ સુધી પહેોંચવું શકય બને છે. મનની શકિત વધુ રહસ્યમય શકિત છે, અનંત શકિત છે, કારણકે તેની પાછળ પણ સ્વયં પરમાત્મ–ચેતના જ કામ કરી રહી છે. સ્વયં પરમાત્મા મનરૂપી માયા ઊભી કરીને આપણી તાકાતની કસેટી કરે છે. પરીક્ષા લે છે કે આ પાત્ર કેટલું યોગ્ય બન્યું છે. આપણે એ પરીક્ષામાં પાસ થવાનું છે. આપણું પૂરું જીવન જ એક યજ્ઞ છે. આપણા પ્રત્યેક કર્મો યજ્ઞરૂપે થવાં જોઈએ. બધપૂર્ણ જાગૃતિપૂર્વક કરેલાં કાર્ય બંધન નથી કરતા પણ “કર્મયોગ” બની જાય છે. જ્યારે અજ્ઞાનમાં કરેલા કર્મ “કર્મબંધ થાય છે. આવી જાગૃતિ કેળવવા માટે શ્વાસોચ્છ્વાસની ગતિ પર મન કેન્દ્રિત કરતાં સ્થિરતા મળે છે. બાહ્યમાંથી અંતરમાં જવા માટેની મોકળાશ અનુભવાય છે. આને આનાપાન સ્મૃતિ કહે છે. ત્યારબાદ વિપશ્યના, એટલે કે માથાથી તે પગ સુધી અને પગથી માથા સુધી આપણી ચેતનાને જાગૃતિપૂર્વક પસાર કરવાની અને ભાવ કરવાના કે આ બધું જ અનાત્મિક અને અનિત્ય છે, પણ તેના દર્શક જે હું છું તે શાશ્વત છું. ત્યારબાદ મૈત્રીભાવ, સારી સૃષ્ટિ જોડે એકાકાર વૃત્તિ, બધામાં જ મિત્રનાં દર્શન અને તે દ્વારા બ્રહ્મવિહાર શકય બને છે, જેથી ચિત્ત, ચિત્ત ન રહેતાં બ્રહ્મભાવથી ભરાઈ જાય છે, અને સર્વત્ર એકતા, આત્મીયતા અને આનંદ આનંદ પ્રવર્તમાન લાગે છે. પૂર્ણિમા પકવાસા (અપૂર્ણ) ‘બુદ્ધિને વ્યભિચાર’ શેમાં છે? મહારાષ્ટ્ર સરકારે દારૂબંધી હળવી કરી તે સંબંધી ‘ઈલસ્ટ્રેટેડ વીકલી'ના તા૦ ૨૭-૮-’૭૨ના અંકમાં તેના તંત્રી શ્રી ખુશવંતસિંગે જે લખેલું તે તથા તા૦ ૧૬-૯-’૭૨ના ‘પ્રબુદ્ધ જીવન'માં લખાયેલ ‘બુદ્ધિના વ્યભિચાર' એ બન્ને લખાણા ખૂબ જ ધ્યાનપૂર્વક મે વાંચ્યાં છે. એ વાંચ્યા પછી મારા મન ઉપર એવી છાપ પડી છે કે શ્રી ખુશવંતસિંગનું લખાણ હૃદયપૂર્વકની સચ્ચાઈનો રણકો બજાવે છે: જ્યારે ‘બુદ્ધિનો વ્યભિચાર’ પેાતાની માન્યતાને જ સાચી ઠરાવવા માટેના હેતુપૂર્વક લખાયેલું છે. પ્રમુખ જીવન દારૂ પીવા એ સારી વસ્તુ છે અથવા મારે દારૂ પીવે છે માટે હું આમ કહું છું એમ ન માનશેા. પરંતુ, કોઈ પણ ખાવાપીવાની વસ્તુ ઉપર રાજ્ય તરફથી પ્રતિબંધ ફરમાવવામાં આવે એ વાત જ સૈદ્ધાંતિક દષ્ટિએ ખોટી છે. કેમ કે, કાયદો એ માત્ર ગધેડો નહિ, ગાંડો ગધેડો છે. તેના જ્યારે અમલ કરવામાં આવે ત્યારે તેમાં સારાનરસાના કે સંજોગોને વિવેક જળવાતા નથી; ત્યારે કેટલીક વખત જેને આપણે ઝેરી કે નશીલી ચીજો માની તરછોડીએ છીએ તે પણ ઉપયોગી અને જીવનરક્ષક બની રહે છે તેનું શું? One man's food is another man's poison. પણ સાથે સાથે one man's poison is another mans life drug. પણ કાયદાની દષ્ટિમાં તો બધું એક જ અસ્ત્રે મૂંડવામાં આવે. એટલે કાયદાથી દારૂબંધી ન જોઈએ. દારૂબંધી એ આજથી નિહ પણ શ્રીકૃષ્ણના સમયથી જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે રાજ્ય તરફથી ફરમાવવામાં આવી છે ત્યાં ત્યાં અને ત્યારે ત્યારે એ નિષ્ફળ જ નીવડી છે. અને ત્યાર પછી જેમ દુકાળિયાને અનાજની પ્રાપ્તિ થાય અને અકરાંતિયા થઈને ખાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે. તેમ જ કાયદાર્થી પ્રતિબંધિત થયેલ વસ્તુ પરત્વે લોકોનું આકર્ષણ ઊંલટું વધે છે. હું રહું છું તે લત્તામાં આજુબાજુનાં મકાનોમાં ‘પીવાવાળા’આને વસવાટ છે. પહેલાં જ્યારે તા. ૧૪-૭૩ હું રાતના ઘેર આવતા ત્યારે રસ્તામાં બેચાર પીધેલા તો મળે જ. જ્યારે દારૂબંધીમાં છૂટછાટ મુકાયા પછી એક પણ એવા પીધેલા જોવા મળતા નથી. થેડા વખત પહેલાં હું ગાવા ગયેલા. ગાવાના મુખ્ય શહેર પંજીમમાં બે દિવસ રહ્યો. ત્યાં દર પાંચ-છ દુકાને એક દારૂની દુકાન છે, ‘બાર’ છે, પણ મને કોઈ રસ્તામાં લથડિયાં ખાતા ન મળ્યા. જ્યારે મુંબઈમાં દારૂબંધી હળવી બનાવાઈ તે પહેલાં પુષ્કળ માણસ પીધેલા જોવા મળતા. આજે તે નવી નીતિને કારણે છૂટ હાવાથી પીનારો પોતાના ઘેર લઈ જઈને પી શકે છે. ખાવાપીવાની વસ્તુઓમાં સેળભેળ ન થાય તે જોવાની રાજ્યની ફરજ છે. દરેક વસ્તુ શુદ્ધ અને સ્વચ્છ મળે તે માટે રાજ્યે સજાગ રહેવું જોઈએ. દારૂમાં ઝેરી ચીજો ભેળવીને લોકોને આપનારા સામે રાજ્યે સારો દારૂ સસ્તામાં આપવે જોઈએ એવી વાત કરવામાં શ્રી ખુશવંતિસગે કાંઈજ ખોટું કર્યું નથી. હવે બુદ્ધિના વ્યભિચારની વાત ઉપર આવીએ. શું સત્યનો એકરાર કરવા એ બુદ્ધિને વ્યભિચાર છે? દારૂબંધી સરિયામ નિષ્ફળ નીવડી છેએ હકીકત છે એટલું જ નહિ, એ કોઈ જગ્યાએ કયારેય સફળ બની શકવાની નથી એ પણ ચેાક્ક્સ છે. આપણા દેશમાં પાયન ઋષિના શાપથી ભયભીત બનેલા શ્રીકૃષ્ણ વાસુદેવે દારૂને દાર્ટી દીધેલા. પરંતુ તે એવા જોરથી ઊછળ્યો કે સુવર્ણ મર્યો દ્વારિકાના વિનાશ થયો. બીજા દેશમાં પણ આવા ખતરાઓ કરવામાં આવ્યા છે પણ બધી જગાએ તે નિષ્ફળ નીવડયા છે. આ નિષ્ફળતાને કબૂલ કરવી એમાં બુદ્ધિને વ્યભિ ચાર શાના? સત્યનો સ્વીકાર કરવામાં બુદ્ધિને વ્યભિચાર નથી, પરંતુ જે વસ્તુ નથી તેને છે એમ સ્થાપિત કરવા પ્રયત્ન કરવા એમાં બુદ્ધિના વ્યભિચાર છે. એક વકીલ કોઈને ખૂન કરતાં નજરે જુએ, છતાં ખુનીને નિર્દોષ ઠરાવવા અદાલત સમક્ષ છટાભરી ભાષામાં દલીલેા કરે, પોતાના અસીલ ખોટો છે એમ જાણવા છતાં તેના પક્ષે ઊભા રહી બનાવટી પુરાવાના આધારે તે સાચા ઠરાવવા પ્રયત્ન કરે; એક ડાકટર, દર્દીનું દર્દ અસાધ્ય છે એમ જાણવા છતાં પોતાને પૈસા મળે તે ખાતર તેને બિનજરૂરી દવાઓ કે ઈન્જેકશનો આપે; ‘સાધુઓ! કંચન અને કામિનીના ત્યાગી હોવા જોઈએ' એવી ગુલબાંગા પોકારનાર સંઘના નેતાઓ અમુક સાધુને ચાતુર્માસ કરાવવાથી સંઘને ફંડફાળા કરવામાં લાભ થશે માટેતે સાધુને તેમની કોઈ ચોક્કસ પ્રવૃત્તિ માટેના ફંડમાં નાણાં યાને પાઘડી આપી પોતાને ત્યાં ચાતુર્માસ કરાવે એમાં બુદ્ધિના વ્યભિચાર છે. રતિલાલ ચીમનલાલ શાહ નોંધ : શ્રી રતિલાલ ચીમનલાલ ‘મુંબઈ સમાચારમાં ધર્મપ્રિયને નામે જય જિનેન્દ્ર કોલમના લેખક છે. શ્રી ખુશવંતસિંગના જે વિચારોની મે ટીકા કરી હતી તેમાં કાયદાથી દારૂબંધી સફળ ન થય એ મુદ્દો નથી. શ્રી ખુશવંતસિંગ દારૂ પીવામાં માને છે અને તેમણે કહ્યું છે કે દારૂના વ્યસનને કાબૂમાં લાવવા દારૂબંધી રદ કરી છે એવી વાતમાં કોઈ વજૂદ નથી. શ્રી ખુશવંતસિંગ માને છે કે દારૂ પીવાને તેમને હક્ક છે અનેતે હક્કની સ્વતંત્રતા સ્થાપિત કરવા તેઓ સત્યાગ્રહ કરવા ઈચ્છે અને ભરબજારે પદ્માસન વાળી, લલકારે: સાડા બરફ વ્હીસ્કી દે નહિ તો ગાદી છેડી દો. પ્રથમ બેટલવાલા શહીદ થવાની તેમની મહેચ્છા હતી. તેમને દારૂના ધંધાનું ભવિષ્ય ઉજજવળ લાગે છે. શ્રી રતિભાઈ આવા વિચારોમાં સચ્ચાઈને રણકાર જોતા હોય તે મારે કાંઈ કહેવાનું નથી. હું આશા રાખું છું કે દારૂ પીવાના કોઈને હક્ક છે એમ શ્રી રતિભાઈ માનતા નહિ હાય, તેઓ એમ માનતા લાગે છે કે દારૂબંધી હળવી કરી તેથી દારૂનું વ્યસન કાબૂમાં આવશે. શ્રી ખુશવંતસિંગ એમ નથી માનતા. તેઓ દારૂને વ્યસન નથી માનતા. દારૂબંધી માત્ર કાયદાથી સફળ ન થાય તે સૌ કોઈ જાણે છે. દારૂના વ્યસનમાંથી લોકોને છેડાવવા બહુ અઘરું કામ છે. પણ તે માટે સસ્તા દારૂ પ્રજાને પૂરો પાડવા તે અવળી દિશાનો ઉપાય છે. ચીમનલાલ ચકુભાઇ to વ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy