SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૩૩ પ્રબુદ્ધ જીવન - ૨૭૫ કહે છે કે જેની વાણી સત્યને સંભાળે છે, તે વાણીને સત્ય સંભાળી લે છે. ગાંધીજીની વાણીએ સત્યને સંભાળ્યું તે સત્યે તેમની વાણીને સંભાળી લીધી, શંકરાચાર્યે પણ પૂછયું છે કે “ મનોર-વાનમ્ ?” અર્થાત્ કોનું વચન વ્યર્થ નથી જતું? તે પોતે જ ઉત્તર આપતા કહે છે કે “ જ પુન: સત્ય-નામ-શીછા:” અર્થાત જે સત્ય, મન અને શાંતિથી યુકત છે તેનું વચન વ્યર્થ નથી જતું. વ્યાખ્યાનનું સમાપન કરતાં તેમણે કહ્યું કે तच्-चिंतनं तत्- कथनं अन्योन्यं तत्-प्रबोधनम् । एतदेकपरत्वं च, ब्रह्माभ्यासं विदुर बुधाः ।। - અર્થાત્ તેનું ચિંતન, તેનું કથન, અ ન્યને તેનું પ્રબંધન, તેના એકમાં જ તન્મયતા, જ્ઞાની લોક આને જ બ્રહ્માભ્યાસ કહે છે. ઉષાબેન વોરાના “અધ્યયન અને સાધના” વિષય પર અત્યંત વિદ્રત્તા અને ઊંડાણથી ભરેલા વ્યાખ્યાન બાદ તે જ વિષય પર મારે બેલિવાનું હતું. ચર્ચાની શરૂઆત કરતાં મેં કહ્યું કે આ જમાને વિજ્ઞાનને છે એટલે વૈજ્ઞાનિક રીતે જ આપણે વિષયને તપાસવો જરૂરી છે. વિશ્વમાં અનેક પ્રકારનાં વિજ્ઞાન દ્વારા ખૂબ સંશોધન ચાલી રહ્યું છે, પરંતુ એ બધાં વિજ્ઞાનને દાદો તે છે અધ્યાત્મવિજ્ઞાન. એના દ્રારા બીજાં બધાં વિજ્ઞાને સહેજ ખુલે છે, બ્રહ્માંડનું રહસ્ય તેમાંથી જ જાણવા મળે છે. આપણને જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે કે આ ધરાતલ પર આપણે જન્મ શા માટે છે ? પણ જો આપણે સ્વયંમાં ઉત્પન્ન થતા પ્રશ્ન પર ધ્યાન નથી આપતા તે આપણે પ્રવાસ તદ્દન ઊલટી જ દિશામાં ચાલવા લાગે છે. પરમાત્માએ આપણને આ પૃથ્વી પર મેકલ્યા છે તે કોઈ હેતુ વગર નહીં, આપણને કશી જવાબદારી આપીને મોકલ્યા છે. અને તે જવાબદારી એ છે કે સ્વયંપૂર્ણ પરમાત્માને આ શરીરના માધ્યમ દ્વારા પ્રગટ કર. પરમાત્મા પણ એવા શરીરનું માધ્યમ ન હોય તે પ્રગટ થઈ શકતું નથી. એટલે તેને પ્રગટ કરવાનું જ માનવજીવનનું મુખ્ય લક્ષ્ય, અવતારકાર્ય છે. જીવનનાં બીજાં બધાં કાર્યો છે તે આ લક્ષ્યને પ્રગટ કરવા માટેના આનુષંગિક કાર્યો છે. આ લય-ધ્યેયને નિર્ણય સર્વપ્રથમ થવું જરૂરી છે. ત્યાર બાદ આપણી યાત્રા શરૂ થાય છે. ધ્યેયવિહીન યાત્રા અનંતકાળ ભ્રમણના ચક્કરમાં નાખે છે. આધ્યાત્મવિજ્ઞાનમાં પણ કોઈ અંધશ્રદ્ધાથી આગળ વધવાનું નથી, પણ “સી એન્ડ સે”- સ્વયે જુએ અને પછી જ માને”ની વૃત્તિ અપનાવવી પડશે. સ્વયં જોઈએ, ખાતરીપૂર્વક જોઈએ, પછી શંકાને સ્થાન જ ન રહે અને ત્યારે જ તે પ્રમાણિત સત્ય છે તેમ પ્રતીત થાય. વિજ્ઞાનના જમાનામાં આ પદ્ધતિ જ અધિક ઉપયુકત રહેશે. માનવજન્મને હેતુ જાણવા માટે આપણી યાત્રા ચાલે છે. આ યાત્રામાં પાંચ ભૂમિકાવાળા લોકો મળે છે: (૧) સર્વોત્તમ (૨) ઉત્તમ (૩) મધ્યમ (૪) કનિષ્ઠ અને (૫) વિમુખ. આ વિમુખ ભૂમિકાવાળા લોકે ઘોર અંધકારમાં ફસેલા છે. તેઓની વિચારધારા પણ ઠીક ઊલટી દિશામાં વહેતી હોય છે અને તેમનાં વાણી-વર્તન પણ તેને જ અનુસરે છે. એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન અને મિથ્યા ચારિવ્યમાં જ તેઓ વર્તતા હોય છે. કનિષ્ઠ શ્રેણીવાળા લોકો તદ્દન અંધકારમાં તો નથી પરંતુ પરમાત્મા જેવું કંઈ તત્ત્વ મેજુદ છે તેમ સમજીને ત્યાં પહોંચવા માટે કથાવાર્તા, સત્સંગ, યાત્રા, સ્નાનપૂજાપાઠ આદિ દ્વારા તેઓ કંઈક ને કંઈક કોશિશો કર્યા કરે છે. મધ્યમ ચેતનાવાળા લોકે શાસ્ત્રઅધ્યયન અને ગ્રંથની મદદ વડે માનવજન્મને હેતુ જાણવા મહેનત કરે છે અને તેને માટે સ્વાધ્યાયાદિમાં પરોવાય છે. આ કોણીવાળા લોકોમાંથી બહુ જ થેડા ઉત્તમ ભૂમિકા સુધી પહોંચે છે. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું જ મારા પરાયણ થઈને મને તત્ત્વથી અને યથાર્થ મર્મથી જાણી શકે છે. આ લોકો સ્વયં તત્ત્વ જાણવા સુધી પહોંચી જાય છે અને પોતાની બુદ્ધિને ઋતંભરાપ્રશામાં પરિવર્તિત કરીને સ્વયં પરમાત્મ ચેતનામાં એકાકાર થાય છે. આ લોકમાં સમ્યક જ્ઞાનદર્શન અને ચારિત્રયની ક્ષમતા આવે છે. અને સર્વોત્તમ ભૂમિકાવાળા એ લોકો છે કે જેઓ નિરંતર “અદ્દે હા”િની ભૂમિકામાં સ્થિત રહીને પાતામાં પ્રગટ થયેલી ઉત્કૃષ્ટ ચેતનાની જયોત બીજા અનેકોમાં પ્રગટાવવા સતત પ્રયત્નશીલ રહે છે, જેઓ સમ્યક સંબુદ્ધ હોય છે અને કેવળજ્ઞાાની હોય છે. ભગવાન મહાવીરને અને બુદ્ધિને જ્ઞાન પ્રાપ્ત થયું તે પછી તેઓ એકાંતમાં ઝાડ નીચે ન બેસી રહ્યા. તેઓ તે પાછા સમાજમાં આવ્યા, ખૂબ ઘૂમ્યા, અને અનેકમાં એ જ્ઞાનજ્યોત પ્રગટાવી. આ અનુભવ પછી તેના હૃદયમાં સમાજ માટે એટલે બધો પ્રેમ ઊભરાવા લાગ્યો કે પિતે પ્રાપ્ત કરેલા જ્ઞાનની લહાણી બીજાને કર્યા સિવાય તેમાંથી રહી જ ન શકાયું. સૃષ્ટિભરમાં તેઓ પોતાનું જ સ્વરૂપ જોતા હતા. રામકૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, મહમ્મદ પૈગમ્બર આદિ પરમાત્માના દૂતે હતા. તેઓના માધ્યમ દ્વારા સ્વયં પરમાત્મા જ પૃથ્વીતલ પર પ્રગટ થયા હતા. માનવજીવનને પણ આ જ ઉદ્દે શ છે. આપણા જીવનમાં પણ આપણે પરમાત્માને પ્રગટ કરવાના છે. આ ઉદ્દે શ માટે આપણે બહારની સાધના તે કરીએ જ છીએ પણ ભીતરની સાધના બહુ જરૂરી છે. સૃષ્ટિમમાં સર્વત્ર જડ-રૌતન્ય ભરેલું છે. ચૈતન્યના વિરાટ સાગરમાં જડતત્વ તે માત્ર રાઈના દાણા જેટલું જ છે. આપણે સૌ પંચમહાભૂતના બનેલા છીએ, તે છતાં એમ ન કહી શકાય કે આપણે જડ છીએ. એ જડને ગતિપ્રવૃત્તિ દેનારું તન્યતત્ત્વ પણ સાથે છે જ. અને આ બેઉ જડ અને ચૈતન્ય મનુષ્ય, પશુ, પક્ષી સર્વમાં છે. આથી એ સત્યની પ્રતીતિ થાય છે કે પંચમહાભૂતની દષ્ટિએ તો આપણે સૌ એક જ છીએ અને ચૈતન્ય પણ સર્વમાં છે એટલે આત્માની દષ્ટિએ પણ એક છીએ. તે પછી આપણને એકએકથી ભિન્ન બનાવીને રાખનારું કોઈ ત્રીજું તત્વ પણ હોવું જ જોઈએ. તે છે ચિત્તાની ભૂમિકા, અને તે ભૂમિકા પર સૌ અલગ છીએ. પરમાત્મા સર્વત્ર ભરે છે છતાં તેને અનુભવ નથી થતે તે માટે યોગસૂત્રમાં કહ્યું છે કે કોr: સિવૃત્તિ નિરોધ: ” અર્થાત ચિત્તની વૃત્તિઓનું આવરણ આપણા અને પરમાત્માની વચ્ચે પરદ બની ગયું છે. આમ જુએ તે પરમાત્મા સાથે આપણે અખંડ યોગ ચાલુ જ છે પણ ચિત્ત આડે આવે છે. આ મૂળ કારણને જાણ્યા વિના આપણે નિદાન માટે અહીંતહીં ફાંફાં મારતા રહીએ છીએ. આપણને ખબર નથી કે મૂળ રોગ શું છે? રોગ જયાં છે ત્યાં જ અનું ઓપરેશન થવું જરૂરી છે. રોગ ચિત્તમાં હોય અને શરીરને કષ્ટ આપીને તપશ્ચર્યા કરીએ તો પરિણામદાયી નહીં બને. આ રોગ ચિત્તને છે” એટલે ચિત્તની ભૂમિકા પર ઓપરેશન જરૂરી છે. દિલદિમાગનું ભૂમિ પરીક્ષણ કરીને આ ઓપરેશન થવું ઘટે. પણ આ તે છે અત્યંત સૂક્ષમ ભૂમિકા. આ કેવી રીતે બને ? તે ભગવાને આપણને ચીંધ્યું છે કે “અા શરન ટેન કિયા” કે પરમાત્મ ચેતનારૂપી અસંગ સૂક્ષ્મ શસ્ત્રથી જ તેનું છેદન શકય બનશે. આપણા ચિત્તમાં ત્રિવિધ અવસ્થામાં રહેલ છે: અજાગૃત, અર્ધજાગૃત અને જાગૃત. આ ત્રણેમાં એવધતે અંશે જન્મજન્મના સંસ્કારોની રેકોર્ડ પડી હોય છે અને પ્રતિક્ષણ નવા સંસ્કારોની નવી રેકોર્ડ થતી જાય છે. આ સંસ્કારને વિલીન કરવાના છે એટલે તે ભગવાન બુદ્ધ કહ્યું છે કે विसंरवारगतं चितं, तण्हानं खय मज्झगा ।। અર્થાત ચિત્ત તદ્ન સંસ્કારશૂન્ય બની ગયું છે અને તૃષ્ણાઓનો ક્ષય થઈ ગયું છે. આ કાર્ય કરવાનું વૈજ્ઞાનિક રીતે સરળ પડશે. જે मनुष्याणां सहस्रेषु कश्चि द्यतति सिद्धये । यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः ॥ અર્થાત હજારો લાખો મનુષ્યમાં કોઈક જ મનુષ્ય મારી પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે અને તે યત્ન કરનારા સાધકોમાંથી પણ કોઈક
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy