SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ કર્યાં સુધી થયા છે તે બાબત ઉપર પ્રકાશ નાખતાં તેમણે જણાવ્યું કે ‘પ્રથમા મે ફૂલ હો ગઈ, મધ્યમાકા ફોર્મ જરાસા લિખકર દે દિયા, ઉમાકી પરીક્ષા દેનેકો ગઈ. સુંદર સફેદ કાગજ દેખકર વિચાર આયા કે ઈતને સુંદર સફેદ કાગજમે`કાલા અક્ષર ડાલના અચ્છા નહીં હૈ, સચકર વૈસાકા પૈસા પેપર દે દિયા. પરિણામ જો આના થા વહીં આયા. મેં પરીક્ષકકે સાથ લડનેકો ગઈ, કિ કાગજ કાલે કરનેવાલે પાસ હા ગયે, ઔર મે'ને સફેદ કાગજકો સફેદ હો રહને દિયા તે મુઝે ફેલ કર દિયા યહ કહાંકો ન્યાય હું?” આ સમારંભ પછી તરત જ તાનપૂરાના મધુર સ્વરો સાથે હરિ ૐના સામૂહિક મંત્રગાન સાથે મારી બેઠક શરૂ થઈ. આજે “સ્વાધ્યાય અને સાધના' વિષે બ્રહ્મવિદ્યામંદિરનાં ઉષાબેન વેરાએ અભ્યાસપૂર્ણ અને સ્વાનુભવના રંગે રંગાયેલી શૈલીમાં વિષયપ્રવેશ કરાવતાં કહ્યું કે “અભ્યાસ એટલે બાહ્યાંગથી અંતરંગ સુધીની યાત્રા. સ્વરૂપનિર્ણય, સાધ્યનિર્ણય અને સાધનનિર્ણય થયા પછી જ આંતરિક યાત્રાના આરંભ થાય છે. આ યાત્રામાં અપેક્ષિત ગતિ લાવવા માટે શકિત અને શુદ્ધિ બે સાધનને કામે લગાડવાનાં છે. નામસ્મરણ, ભકિત, સત્સંગ દ્વારા શુદ્ધિ થઈ શકે. સ્વાધ્યાયમાં ઊંડાણ જોઈએ. અધ્યયનની પરિપકવતા ચિંતન દ્વારા સ્પષ્ટ થાય છે. અન્નથી માંડીને આનંદ સુધીની યાત્રાને હું સ્વાધ્યાય કહું છું. દેહ, ચિત્ત, મન, વિજ્ઞાન અને છેવટે “માનંવો વત્તુતિ” આવે છે. આ પાંચેયનું સંતુલન સ્થપાવું જોઈએ. સ્વાધ્યાય જીવનની પ્રત્યેક ક્ષણમાં પ્રતિબિંબિત થવા જોઈએ, અને તેમાંય ખાટલે ને પાટલે તે ખાસ. બુદ્ધ જીવન સ્ત્રીની અંતર્થ તનાને જગાડવાની છે. એક શાંત રચનાત્મક ક્રાંતિને પાયા તેનામાં નખાઈ જવા જરૂરી છે. આ તે। ત્યારે જ બનશે કે જ્યારે તેને ભાન થશે કે “પોતે કોણ છે.” વાસ્તવમાં તે આ “હું” જે છે તે તે સ્રીપુરુષનિરપેક્ષ તત્ત્વ છે. લિંગભેદ આધારિત દેહથી તે તે નિરપેક્ષ છે જ, પરંતુ વ્યાપક અર્થમાં પણ તે દૈનિરપેક્ષ તત્ત્વ છે. દેહ, ઈન્દ્રિય, મન, બુદ્ધિ અને આત્મા ચેતનની વિશિષ્ટતાઓ છે. આમાંથી પ્રથમ ચારને આપણે બાહ્યાંગ કહીશું, જ્યારે આત્મા અંતરંગ છે. આ પાંચેયના સંદર્ભમાં આપણે વિચારીશું તે ખાતરી થશે કે “હું દેહ નથી જ.” મારો હાથ કપાઈ ગયા, પગ તૂટી ગયો તે પણ હું મેાજૂદ છું. તેવી જ રીતે શ્રાવણશકિત ચાલી ગઈ, આખા ક્ષીણ થઈ ગઈ, તે પણ હું તો કાયમ રહું છું. આવી જ રીતે મન અને બુદ્ધિ સંબંધમાં પણ કહી શકાય. આપણે ઘણીવાર કહીએ છીએ કે “આજકાલ મારું ચિત્ત શાંત છે અથવા મારી બુદ્ધિ કમજોર થઈ ગઈ છે આદિ...એટલે કે ચિત્ત અને બુદ્ધિને સાક્ષીરૂપ જોવાવાળ ઉભયભિન્ન કોઈ ત્રીજું તત્ત્વ ત્યાં હાજર છે, તેની પ્રતીતિ થાય છે. આને આપણે આત્મા, પરમાત્મા અથવા મૂળતત્ત્વ કહી શકીએ. નામ કોઈ પણ દઈ શકાય, પણ તે બધાની પાછળ તે આધારરૂપ રહેલા જ છે, જે બધાને ગતિ આપી રહ્યો છે. દેહ, ઈન્દ્રિય, મન-બુદ્ધિને બાહ્યાંગ કહ્યાં અને આત્માને અંતરંગ. આ બાહ્યંગથી અંતરંગ સુધી જેની યાત્રા જાગૃતિપૂર્વક ચાલે છે તે અધ્યયનશીલ છે, તે સ્વાધ્યાયી છે. સ્વાધ્યાય એટલે “સ્વ”નું અધ્યયન. સ્વરૂપની ઓળખાણ. “સ્વ”ના અધ્યયન વગર સ્વરૂપની ઓળખાણ અસંભવ છે. એટલે સ્વાધ્યાયનું પ્રથમ પાસું છે. આત્મપરીક્ષણ. આત્મપરીક્ષણનાં પણ ત્રણ પાસાંઓ છે. પહેલું “હું કોણ છું?” તે થયા સ્વરૂપનિર્ણય. બીજું “મારે કયાં જવાનું છે?” સાધ્યનિર્ણય. ત્રીજું “કેવી રીતે જવું ?” તે થયા સાધનાનિર્ણય. આ ત્રણે પાસાંઓ વિષે જેની સમજ સ્પષ્ટ થઈ છે, તેની યાત્રા શરૂ થઈ જાય છે, બાકી તે સમજ્યા વગર રસ્તા ઢૂંઢવાનાં ફાંફાં માર્યા કરવાનું જ રહે છે. જેના માર્ગ-નિર્ણય થઈ ગયા, યાત્રા શરૂ થઈ ગઈ તેની સામે એક પ્રશ્ન ઊંભે થાય છે, તે છે ગતિના ગિત કેમ વધારવી? તે તે। શકિત દ્વારા જ બની શકે. પણ આ કોઈ નૈતિક યાત્રા નથી. આ તા અંતસ્તત્ત્વ પ્રતિની યાત્રા છે. અંતરંગના સ્પર્શ શુદ્ધિ વગર તા. ૧-૪-૭૩ સંભવે નહીં . અત: શુદ્ધિઆધારિત શકિત જોઈએ. પણ શકિતની આરાધનાથી શુદ્ધિ પ્રાપ્ત થતી નથી. એ તે આવે છે સ્પર્શથી. પણ કોના સ્પર્શ ? જે સ્વયં શુદ્ધ છે, બુદ્ધ છે, મુકત છે, એવા તત્ત્વના સ્પર્શથી જ. અને એ તે કેવળ પરમાત્મા જ ઈ શકે. પણ વળી પ્રશ્ન થાય છે કે પરમાત્મા તે વ્યકત છે, તે એનું પ્રતિનિધિત્વ કણ કરી શકે છે ? તે સંતાએ કહ્યું છે કે “નામ” ઉત્તમ પ્રતિનિધિત્વ કરી શકે. “જેઈ નામ સેઈ હરિ.” “રમે” તે એક શબરી, એક કેવટ, એક ગીધ અને એક શિલાને તારી, પરંતુ “નામ” દ્વારા અનેક શબરી, અનેક, કેવટ, અનેક ગીધ અને અનેક શિલાઓ તરી છે, અને ભવિષ્યમાં પણ તરશે. એટલે નામસ્મરણથી શુદ્ધિ, અને શુદ્ધિ દ્વારા સ્વરૂપને પરિચય પામી શકાય છે. એટલે નામસ્મરણ સ્વાધ્યાયનું મહત્ત્વનું પાસું છે. પાછા પ્રશ્ન ઊઠે છે કે “નામ” પણ જેને વ્યકત લાગે છે તેની શું ગતિ ? એમને માટે આધાર છે સત્સંગના સત્સંગ કોના ? ગુરુના, સંતાનો, સજજનોના, સત્સાહિત્યનો, સૃષ્ટિ અને સમાજના પણ. જો આપણામાં સંવેદનક્ષમતા હોય તે સર્વત્ર સત્સંગ જ ભરેલા અનુભવાય. સૃષ્ટિનાં પાંદડે પાંદડે વેદની ઋચાઓ લખેલી છે. ઉપનિષદમાં સત્યકામ જાબાલની વાત આવે છે. તે ગુરુગૃહે જાય. છે. ગુરુ એને કેટલીક ગાયો આપે છે અને કહે છે કે “આ ગાયોમાંથી એક હજાર ગાયા કરીને પાછા આવ." તે ગાયાને લઈને જંગલમાં ચાલ્યા જાય છે. નદીઓ, પહાડો, વૃક્ષો, વનસ્પતિ, ગાયબળદની વચ્ચે તે આનંદથી એકરૂપ થઈને રહે છે. તેની સૃષ્ટિ પ્રતિની પ્રસન્ન અભિમુખતાથી જ એને શાન પ્રાપ્ત થઈ જાય છે. અગ્નિ આવીને એને જ્ઞાન કરાવે છે, ગાયામાંથી જ્ઞાન મળે છે. જે કંઈ તેના સંપર્કમાં આવે છે તે બધામાંથી તે જ્ઞાન ગ્રહણ કરે છે. એની પોતાની સંવેદનક્ષમતાથી અને જ્ઞાન પ્રાપ્ત થાય છે. હજાર ગામે થયા પછી જ્યારે તે ગુરુગૃહે પાછા ફરે છે ત્યારે ગુરુ આશ્ચર્યમુગ્ધ થઈને કહે છે કે “અરે, તારું મુખ તો શાનથી ચમકી રહ્ય છે; તને કર્યાંથી જ્ઞાન પ્રાપ્ત થયું, કોણે જ્ઞાન કરાવ્યું?” આ રીતે જો જીવનમાં સંવેદનક્ષમતા હોય તેા બધી જગાએ શાન ભરેલું પડયું છે. કબીરે કહ્યુ' છે કે 'વુઝે નૈન પાનો, સી હૈસો સુંવર મુલ નિહારો અત: સંવેદનક્ષમતાથી આપણે સ્વયં આપણામાં ખૂલી શકીએ, સૃષ્ટિ અને સમાજ પણ ખૂલશે. ત્યાર બાદ સાધનામાં સત્સાહિત્યના પ્રભાવ વિશે બાલતાં કહ્યું કે વેદ-વેદાંત, બાઈબલ, કુરાન, તત્ત્વાર્થસૂત્ર, ધમ્મપદ આદિમાં મનીષી અને દ્રષ્ટાઓને થયેલા આત્માનુભવ આપણે માટે શબ્દરૂપમાં સંગ્રહિત છે. એટલે તેમાંથી મદદ મળે છે. પર ંતુ તે દ્વારા સ્વયં આત્માનુભવ થાય તે જ આ સાતત્ય ટકી શકે છે. અન્યથા કાળની ચાળણીમાં તે ટકી શકતું નથી. સામાજિક પ્રવાહના અધ્યયન વિશે જણાવ્યું કે જેમ “સ્વ”નું અધ્યયન આપણને “સ્વ” સાથે જોડે છે અને સૃષ્ટિ સાથે જોડે છે, તેવી જ રીતે તે સમાજ સાથે પણ જોડે છે. આપણે કહીએ પણ છીએ કે ચિત્તશુદ્ધિની ભાવના અને ક્રાંતિની તમન્ના એ બેઉનાં રામન્વયથી સમાજક્રાંતિનો માર્ગ આપણે ખાલવાના છે. એટલે રામાજીવનની પ્રત્યેક શાખાનું અધ્યયન જરૂરી છે. સામાજિક, આર્થિક, રાજનૈતિક અને વૈજ્ઞાનિક શકિતઓ, જે સમાજપરિવર્તનની પ્રક્રિયામાં પેાતાના હિસ્સા આપી રહી છે તે બધાનું અધ્યયન નિતાંત જરૂરી છે. તદુપરાંત શબ્દશકિતની આરાધના પણ સ્વાધ્યાયનું એક મહત્ત્વનું પાસું છે. આમ જુએ તે પ્રકૃતિની ખુલ્લી કિતાબમાંથી જ આપણું અધ્યયન શકય બને છે. શબ્દશકિત એક વિરાટ શકિત છે. તે શસ્રશકિતની પર્યાય પણ બની શકે છે, જો સમાજમાં તેનું ઉચિત દિશામાં આકલન કરાવી શકાય તે, જ્યારે તે જીવનના અતલ ઊંડાણમાંથી અંતસ્તલમાંથી પ્રસ્ફુટિત થાય છે ત્યારે જાણે ચમત્કાર જ લાગે છે. ગાંધીજીના શબ્દ પર દેશ ઉપવાસ કરતા હતો, જેલા ભરી દેતે હતો અને અનેક પ્રકારે કષ્ટ વેઠવા તત્પર રહેતા હતા. તે એમના શબ્દોમાં આ શકિત આવી કર્યાંથી ? શાસ્ર
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy