________________
પ્રબુદ્ધ જીવન
ર
ભારતવ્યાપી સ્ત્રીશકિત જાગરણ
✩
[શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસાની ‘ભારતવ્યાપી સ્રીશકિત જાગરણ' વિશેની લેખમાળાના એક વધુ હપ્તો અહીં પ્રગટ
કરવામાં આવ્યો છે.]
તા. ૧–૪૭૩
ચક્રવ્યૂહભેદનવાળા શ્રીમતી મીઅંગેન ભટ્ટના વકતવ્ય પછી મંચ પાસે આમાં આરાામનાં શ્રીમતી અમલપ્રભા બાયદેવ, બાયદેવ’ તે સન્માનનીય મહિલાઓ માટે નામની પાછળ લગાડાનું એક વિશેષણ છે.
આસામથી કુલ ૮ બહેનોનું એક જૂથ આ સંમેલનમાં ભાગ લેવા આવ્યું હતું. આ બહેનો જૈન સાધ્વીઓના વૃંદ જેવી લાગતી હતી. તેમનાં વેશપરિધાનની રીતે પણ તેઓ જૈન સાધ્વીને બહુ જ મળતી આવતી હતી. તે જૂથનાં નેતા તે અમલપ્રભા બાયદેવ. આસામથી અહીં પહોંચવામાં વચ્ચે ૪ ઠેકાણે ગાડી બદલવી પડે અને પાંચમે દિવસે વર્ષા પહોંચાય. આમાંનાં એક બહેન તે પાલિયાને લઈને લંગડા અને પરાધીન હતાં. સૌના ચહેરા પર સ્ફૂતિ અને ઉલ્લાસ હતાં. પાંચ દિવસના પ્રવાસના પરિશ્રામથી થાકેલાં બહેના આશ્રમમાં પહેોંચીને તરત જ સ્નાનાદિથી પરવારીને કાર્યક્રમમાં જોડાઈ ગયાં હતાં. સંમેલનના કાર્યક્રમમાંથી જે થોડો સમય મળે તે વખતે બધા સ્વાધ્યાયમાં લાગી ગયાં હોય. અમલપ્રભાજી ધાર્મિક પુસ્તકો, વાંચી સંભળાવે, બાબા યા બાપુનાં લખાણમાંથી કંઈક પ્રશ્નોત્તરી થાય. આ બધું મારી બાજુની રૂમમાં જ થતું હતું, એટલે મને નિકટથી આ શિસ્તબદ્ધ સાધ્વીઓની દિનચર્યાનું નિરીક્ષણ કરવાનો લાભ મળ્યો હતો. સૌથી વધારે સંખ્યાનું પ્રતિનિધિત્વ આસામનું જ હતું. બધાં જ ભકિતભાવથી ભરપૂર બહેનો, પૂ. બાબાના શબ્દ ઉપર બધું જ ન્યોછાવર કરવા તૈયાર. અમલપ્રભાજી બહુ શ્રીમંત ઘરનાં છે. પૂ. બાબાની આસામની ભૂદાનયાત્રા વખતે સર્વોદયના રંગે રંગાઈને ત્યાં આશ્રમ સ્થાપીને તેનું સંચાલન કરે છે.
ગયા ડિસેમ્બરમાં સર્વેદિય અંતર્ગત તેઓએ એક આંતરરાષ્ટ્રીય કેમ્પ યોજ્યો હતો. તેમાં ભારતબહારના પંદર દેશનાં યુવક-યુવતીઓ અને ભારતનાં મળીને ૮૮ લોકોએ ભાગ લીધા. અમલપ્રભાજીના શબ્દ ત્યાંના લોકો માટે ખૂબ સન્માનનીય ગણાય છે. તેમનાં ત્યાગ અને સેવાભાવના માટે આસામમાં તેએ ખૂબ પ્રખ્યાત છે.
તેઓએ પાતાના વકતવ્યમાં કહ્યું કે બાબાની આસામયાત્રા દરમ્યાન તેઓ વારંવાર કહેતા હતા કે “આસામમાં સ્ત્રીશકિત છે.” પણ અમને સમજ નહોતી પડતી કે બાબાને અહીંની બહેનેામાં શકિત કયાં દેખાઈ રહી છે! તેઓએ ભારપૂર્વક એમ પણ કહ્યું કે આસામની બહેનોએ આસામ બહાર જઈને ભારતભરમાં કામ કરવું જોઈએ. આ વાત પણ અમને અશકય લાગતી હતી. ૧૯૬૭માં અમે ત્રણચાર બહેનો બિહાર ગયાં. બાબાએ સહજ રીતે કહ્યું કે હેમભરાલીની યાત્રા ભારતમાં થવી જોઈએ. બસ, અમે વાત ઉપાડી લીધી. લક્ષ્મી મૈત્રી આશ્રમમાં હતી તેને બોલાવી લીધી, નિર્મલ અને દેવી પણ તૈયાર થઈ ગયાં. જ્યારે બાબાએ આ લોકયાત્રાની વાત કરી ત્યારે અમને કલ્પના નહોતી કે આનું સ્વરૂપ કેવું વિકસશે. પણ પાંચ વર્ષથી લેાકયાત્રા ચાલી રહી છે. યાત્રીબહેનો લાકોને કંઈક આપી રહી છે, કંઈક શીખી રહી છે અને પેાતાનો વિકાસ સાધી રહી છે.
૨૭૩
ત્યાર બાદ આસામમાં પણ લોકયાત્રા શરૂ કરી. અમે ગામડાઓમાં કામ કરનારા લોકો શહેરોથી બહુ ડરતા હતા. પણ આ યાત્રાના વિચારે એ ડર કયાંય ભાગી ગયા. ગૌહત્તીમાં જ હિમ્મતપૂર્વક યાત્રા કરી. લોકોએ બહુ જ પ્રેમ અને સહયોગ આપ્યા. અમારી સહકાર્યકર કન્યાઓએ પણ લાયાત્રા દરમ્યાન લોકો સામે સરસ રીતે વિચારો
રજૂ કર્યા. પરિણામે શહેરની કન્યાએ અને બહેનોમાં પણ ખૂબ ઉત્સાહ અને સ્ફૂર્તિ આવ્યાં, અને પછી તે તેઓએ જ કેટલાક કાર્યક્રમ ઉપાડી લીધા.
હવે આ બધાનો વિચાર કરતાં એમ લાગે છે કે આ બહેનામાં કોઈ એવી શકિત પ્રારંભમાં તે દેખાતી નહોતી કે જેથી આવાં મેટાં આયોજનો પાર પાડી શકે. તે છતાં હિમ્મતપૂર્વક આયોજન કર્યું, આગળ ધપ્યું ગયા, તે શકિત પ્રગટ થઈ. બહેનોમાં સુષુપ્ત શકિત તા પડેલી છે જ. તેને કાર્યાન્વિત કરવા માટે આવાં આયોજના થવાં જરૂરી છે, જેથી સામૂહિક સમાજ જાગરણ સાથેસાથે તેમનામાં રહેલી સેવાભાવનાનો વિકાસ થાય છે, જેની બહુ મોટી વ્યાપક અસર થાય છે.
શ્રીમતી મલપ્રભાજીના વ્યાખ્યાન પછી બેઠક જુથ—ચર્ચામાં ફેરવાઈ ગઈ હતી. બીજે દિવસે તા. ૮મીની સવારે સમારંભની બેઠક પહેલાં એક સુંદર સમારંભ પૂ. બાબાની અધ્યક્ષતામાં યોજાઈ ગયો. આ સમારંભ માતા જાનકીદેવી બજાજને ૮૦ વર્ષ પૂરાં થયાના ઉપલક્ષમાં યોજાયો હતો. બાબાએ રમૂજી શૈલીમાં કહ્યું કે “હમારી શુભકામનાએસે વહુ અવશ્ય મરનેતક જી લેગી.” વૈદિક પરંપરામાં “શ ંજીવ શરદ:” સો વર્ષ જીવા કહ્યું છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ આ જ વાત કહી છે. પણ વેદોમાં આ આશીર્વાદ સાથે એક શબ્દ બીજો જોડયા છે કે “શતં જીવ શરદ: વર્ધમાન” અર્થાત્ વિકાસશીલ રહીને સેા વર્ષ જ્વા, ક્ષીણ થઈને નહીં. જૈનામાં ભગવાન મહાવીરને વર્ધમાન નામ અપાયું છે, એટલે નિરંતર વિકાસ, મનને વિકાસ, ચિત્ત, હૃદય, બુદ્ધિ આદિના વિકાસ સાથે વર્ધમાન મહાવીરની સ્થિતિ પ્રાપ્ત થાવ. આવી રીતે વર્ધમાનવૃત્તિથી ઉત્તરોત્તર હૃદયનો વિકાસ કરતા કરતા માતાજી સ। સાલ જીવે. આ સાંભળીને પાસે બેઠેલાં માતાજીએ ટહુકો કર્યો કે “આપ કો ભી તબતક જીના પહેગા.”
આગળ ચાલતાં બાબાએ કહ્યું કે બીજી વાત એ છે કે આવે પ્રસંગે વ્યકિતનાં ગુણગાન કરવાનાં હોય છે. પણ મારા મત અનુસાર માણસની સ્તુતિ ખુદ તેની જ સામે કરવી એટલે “સત્તર વિષ્ઠાતા” હૈ. સ્તુતિ કેવળ ભગવાનની હોઈ શકે. અન્યથા સ્તુતિ ઝેર છે, જે ભગવાન શંકર જેવા જ પી શકે અને પચાવી જાણે. અને જો તેમની નિંદા કરવી હોય તે એ આમ બધા લોકોની સામે કરવી ઠીક નથી. એટલે આપકી હાજરીમે ઉનકી નિદા નહીં અને આપકી હાજરીમેં ઉનકી સ્તુતિ નહીં, એટલે વિષય સમાપ્ત થઈ ગયો.
માતાજીએ પણ પોતાની રાજસ્થાની મિશ્રિત હિંદીમાં તેમની આગવી રમૂજી શૈલીમાં કહ્યુ કે “મને જીવવાના બહુ શેાખ છે. મારી અદમ્ય ઈચ્છા છે કે હું સેા વર્ષ જીવું, પણ કાર્ય કરતા કરતા. હજી કેટલાં બધાં કામ કરવાનાં બાકી છે. સ્ત્રીશકિત કો જગાણી હૈ, ગાયું કો બચાણી હૈ, ગાયુંસે શૈલ, બૈલસે ખેતી, ખેતીસે પ્રાણીમાત્રકા જીવન શકય બનતા હૈ. રામકૃષ્ણ પેટમેં થા તબસે ગાયુંકા કામ ઉઠાયા થા. ગાંધીને કહા કિ સ્વરાજ મિલના આસાન હૈ, ગેહત્યા બંધ કરના મુશ્કિલ હૈ.” સ્ત્રીશકિત જગાવવા માટે તે આ બધી બહેને અહીં ભેગી થઈ છે. વિધવા અને મનથી કમજોર બહેનોને બચાવવાવાળ કોણ છે? એ કામ પુરુષો પર છેડવાનું નથી. એણે પોતે જ ઉપર ઊવા માટે મહેનત કરવાની છે. એટલે એ રીતે “ગાય ઔર માય દોનોં ઊંચે ઉઠેગે તબ દેશ ઉઠેગા.” પોતાના અભ્યાસ