________________
૨૭૨
પ્રાદ્ધ જીવન
- વિદ્યાનિષ્ઠ સાજન્યસ્મૃતિ ડૉ. હીરાલાલ જૈન ટ
ૐા. હીરાલાલ જૈનનું તા૦ ૧૩-૩-’૭૩ની સંધ્યાએ ૬૭ વર્ષની ઉંમરે દુ:ખદ અવસાન થયું. તેમને જોતાં એમ ન લાગે કે ડા0 જૈન આટલી ઉંમરના હશે. સંયમી જીવનને એ પ્રતાપ હતા. બહુમુખી પ્રતિભા તેમનામાં હતી. સંસ્કૃત-પ્રાકૃત અપભ્રંશના એ પ્રખર પંડિત હતા. પ્રોફેસર છતાં પંડિતને મહાત કરે એવું તેમનું પાંડિત્ય હતું. સત્યનિષ્ઠા તેમની અપૂર્વ હતી. પંડિતા સાથે બાખડયા તે તેમને દેખાડી આપ્યું કે એક પ્રોફેસર પણ પંડિતેથી સૂક્ષ્મ વિચારણામાં અને વિવાદમાં જરાય ઊતરે એવા નથી. વિવાદ હતા એક પાઠને, તેઓએ અનેક અપભ્રંશ ગ્રન્થોનું સંપાદન કર્યું હતું અને એમ કહી શકાય કે અપભ્રંશ ભાષાના ઉદ્ધારમાં તેમને ફાળા અપૂર્વ હતા, પરંતુ તેમણે ખંડાગમ—જે દિગંબર સંપ્રદાયમાં માન્ય આગમ છે તેના ઉદ્ધાર ટીકા સાથે ડૉ. ઉપાધ્યેની સાથે રહી કર્યા તે તેમની ચશકલગી બની રહેશે. માત્ર રૂપિયા ૧૩ હજારના ફંડમાંથી તેમણે તે આગમને સેાળ ભાગમાં અનુવાદ સાથે સંપાદિત કર્યા છે. આ તેમની અદ્ભુત ગણાય તેવી સિદ્ધિ હતી. એક સાંપ્રદાયિક ગ્રન્થ હતા છતાં તેમણે પોતાની અસાંપ્રદાયિક દષ્ટિ કાયમ રાખી તેમાં જે સંશાધન કરી પાઠનું ઉમેરણ કર્યું હતું તે સાંપ્રદાયિક પંડિતાને ગમ્યું ન હતું અને તેની ચર્ચા થઈ ત્યારે એક સુવિદ્રાનને શાભે તે રીતે તેમણે ખંડિતા સામે ટક્કર ઝીલી અને પેાતાના પક્ષને સત્ય સાબિત કર્યો. છેવટે જેના ઉપરથી એ સંપાદન થયું હતું તે પ્રત સાથે મેળવતાં ડૉ. જૈનનું ઉમેરણ સાચું ઠર્યું હતું અને પંડિતોની સાંપ્રદાયિકતા ખુલ્લી પડી ગઈ હતી. છતાં પણ આશ્ચર્ય તો એ છે કે આજે એ પંડિતે `પ્રતમાં ઉપલબ્ધ પાઠને પણ સ્વીકારવા તૈયાર નથી. આવી સાંપ્રદાયિકતા વચ્ચે તેમણે સત્યનિષ્ઠાથી જે રીતે પખંડાગમના ઉદ્ધાર કર્યો છે તે તેમની અમર કીતિ બની રહેશે.
જ્યારે એ આગમના ઉદ્ધાર શરૂ કર્યો ત્યારે આગમને છપાવાય જ નહિ એવું માનનારા ઘણા સાંપ્રદાયિકો હતા અને તેઓએ તેના વિરોધ કર્યો હતો. દરમિયાન એમની પત્નીનું દેહાવસાન થયું. એટલે તેમાંના કોઈએ તેમને લખ્યું કે જુઓ આ પરિણામ. હવે તે આગમસંપાદનનું કામ છેડા, આના એક જ ઉત્તર ડૉ. જૈને આપ્યો કે ભલું થયું ભાંગી જંજાળ સુખે કરશે સંપાદન. તેમનાં પત્ની બહુ લાંબા કાળથી બીમાર હતાં અને તેમની સેવામાં ડા. જૈનના ઠીક ઠીક સમય જતાં
હતો. એટલે મૃત્યુને પણ તેમણે આ રીતે એક વિવેકી પુરુષને શેભે એ રીતે વધાવી લીધું હતું, અને આગમસંપાદનમાં પોતાનો બધા જ સમય આનંદથી ખરચવા લાગી ગયા હતા.
સરકારી નાકરીનાં અનેક આર્થિક આકર્ષણાને છેડીને તેમણે સાહિત્યનિષ્ઠ થવાનું પસંદ કર્યું હતું. સેવા-નિવૃત્તિ સમયે તેમના સમય મધ્યપ્રદેશની સરકાર લંબાવવા માગતી હતી પરંતુ તેમણે આગમસંપાદનનું જે કામ ઉપાડયું હતું તેને વફાદાર રહેવાનું પસંદ કરી તે સમયવધારો પસંદ કર્યો નહિ અને નિવૃત્ત થયા. પરંતુ તેમને ભાગ્યે નિવૃત્તિ લખાઈ ન હતી. તે જ સમયમાં પ્રાકૃત વિદ્યાપીઠનું સંચાલન કરવા માટે બિહાર સરકારે આમંત્રણ આપ્યું અને તે સ્વીકાર્યા વિના છૂટકો નહાતા. મે જોયું છે કે અનેક વિઘ્ન પસાર કરીને તેમણે એ વિદ્યાપીઠનું સફળ સંચાલન કર્યું. મકાન એફિસ માટે નહિ, રહેવા માટે નહિ, સાથીઓ! નહિ, ચપરાસી નહિ એવી સ્થિતિમાં તે બધું જ નભાવી લઈ તેમણે એ સંસ્થાના પ્રારંભ કર્યો અને અનેક વર્ષો સુધી તેનું સફળ સંચાલન કરી તેના પાયા દઢ કર્યા. આજે તે એકમાત્ર સરકારી સંસ્થા છે, જે માત્ર જૈન ધર્મ અને પ્રાકૃત ભાષાનું અધ્યાપન સંશાધન કરે છે.
તા. ૧-૪-૭૩
‘ભારતીય સંસ્કૃતિમાં જૈનેનું પ્રદાન' એ નામે તેમણે હિન્દીમાં એક દળદાર ગ્રન્થ લખ્યો છે તે આજ સુધીમાં એ વિષયમાં જે કાંઈ
લખાયું છે તેમાં સર્વશ્રેષ્ઠ સિદ્ધ થયા છે. તેના અનેક ભાષામાં અનુવાદ થઈ રહ્યા છે. તેનું અંગ્રેજી રૂપાંતર પેાતાનું સ્વાસ્થ્ય ઠીક ન હોવા છતાં તેઓ કરી રહ્યા હતા. ખબર નથી કે તેમનું એ કાર્ય પૂરું થયું કે અધૂરું જ રહ્યું છે.
અમદાવાદની વિદ્યાસભાએ તેમને અધ્યાત્મ વિશે વ્યાખ્યાના આપવા આમંત્રણ આપ્યું હતું એ તેમણે સ્વીકાર્યું પણ હતું પરંતુ એ કામ પણ કેટલું થયું તે વિશે કશી માહિતી નથી. તેમણે એ સ્વીકાર પછી મને પૂછ્યું હતું કે મારે આંખનું ઓપરેશન કરાવવાનું છે તે થેાડી વાર લાગશે તે ચાલશે કે નહિ, આવી કર્તવ્યનિષ્ઠા એમનામાં જે હતી એ આજે દુર્લભ થતી જાય છે. તેમના એક પુત્ર ડૉ. પ્રžલ્લકુમાર મેાદી પ્રોફેસર છે અને આજે બાલાઘાટમાં સરકારી કૉલેજના આચાર્ય છે. તેઓ પણ અપભ્રંશના વિદ્રાન છે. એક પુત્રી પણ નાગપુરમાં પ્રોફેસર છે. તે સર્વ પ્રત્યે તેમને પ્રેમ મે જોયે છે. આ ટાણે તેમના પરિવારમાં જે દુ:ખની લાગણી વ્યાપી હશે તેની તે કલ્પના જ કરવી રહી. પણ તેમના પરિવાર એ તેમનું માત્ર કુટુંબ ન હતું. અનેક છાત્રે અને મિત્રે તેમના વિશાળ પરિવારમાં શામિલ છે. અમારી સંસ્થામાં તેમના છાત્ર ∞ સિંકદર તેમના વિષે બેલતાં રડી પડયા. તે સૂચવે છે કે તેઓ પોતાના છાત્રામાં કેટલા આત્મીય હતા.
ડૉ હીરાલાલજી ગયા પણ તેઓ તેમના જીવનની જે સુવાસ મૂકી ગયા છે તે પ્રેરણા આપતી રહેશે એમાં સંદેહ નથી. તેમના આજીવન સાથી ડા∞ ઉપાધ્યે તેમના જીવનનાં સંસ્મરણ લખે એવી આ પ્રસંગે વિનંતી કરીએ તે સ્થાને નહિ ગણાય. કારણ ૐ હીરાલાલજીની જીવનસૌરભ તેમણે મણી છે અને અનેક વર્ષોના તેઓ સાથી છે. તેમને તો એક હાથ કપાઈ ગયાનું દુ:ખ થયું હશે. પણ છેવટે તો સર્વેને મૃત્યુ છે જ એટલે તેની રોકકળ કરવી નકામી છે અને તેમના જીવનમાંથી જે કાંઈ લેવા જેવું છે તે લઈને જ સંતોષ માનવા રહ્યો. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તે જ અભ્યર્થના. દલસુખ માલવણિયા ભય અને ચિન્તા
1
મેટે ભાગે લોકો એક અથવા બીજા સમયે ભય, ચિન્તા, અનિશ્ચિતતા, આશંકા વગેરેના ભાગ બનતા હોય છે. ભય અને ચિન્તા તેમ જ બિનસલામતીની ભાવના આપણા જીવનને ખારું બનાવી દે છે. આપણી શાંતિને હરી લે છે અને જીવનમાં કંઈક પ્રાપ્ત કરવાના આપણા પ્રયાસેમાં રુકાવટ નાખે છે.
માણસ આ બધાથી ઘેરાઈ જાય છે એનું મુખ્ય કારણ તે એણે જે જીવનપદ્ધતિ અપનાવી હોય છે અને આ પદ્ધતિને લીધે એને જે ટેવે પડે છે, એમાં રહેલું હાય છે. માણસ ધારે તે પેાતાની
ટેવા બદલીને પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. એ જ રીતે માણસ ધારે તે ચિન્તા કરવાની, ખોટા ભય રાખવાની પડેલી આદતમાંથી પણ સંકલ્પ કરીને મુકત થઈ શકે છે. આ માટે એણે દઢ મનોબળ કેળવવું જોઈએ.
આપણને આપણા વિશે, આપણે જે કામ કરવા માગતા હાઈએ એના વિશે કેટલાક ખોટા ભય અને ચિન્તા રાખવાની ટેવ પડી ગઈ હેાય છે. એ ટેવમાંથી મુકત થવાના એકમાત્ર માર્ગ જેનાથી આપણે ગભરાતા હોઈએ એ કામ કે પ્રવૃત્તિ શરૂ કરી દેવાના છે. ખોટા ભય, ગભરાટ અને ચિન્તાને, જેના વિશે આપણામાં આવી લાગણી થતી હોય તે કામને શરૂ કરીને, એમાં મગ્ન થઈને જ દૂર કરી શકાશે.
આપણે જો આત્મવિશ્વાસ, સંકલ્પ અને પુરુષાર્થ સાથે જીવન જીવીશું તે ધીરેધીરે પ્રયત્નપૂર્વક અને સતત જાગ્રત રહીને ભય, ચિન્તા, ગભરાટ અને નિષ્ફળતાની લાગણીઓમાંથી મુકિત મેળવી શકીશું. શિવમ્