________________
૨૦૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૭૩
સસ્તા તથા મેગ્ય ભાવે અનાજ વેચવાની વ્યવસ્થા કરવા બાબત આગ્રહ કર્યો હતે.
અહીં પણ દુષ્કાળપીડિત સહાય સમિતિ સ્થાપવામાં આવી હતી ભારત જન મહામંડળના જેસિંગપુર શાખાના મંત્રી ડને. ડુગે, શ્રી ઝલ, અણુવ્રત સમિતિના શ્રી શાંતિલાલજી રણવાલ, તેરાપંથી સમાજના શ્રી નથમલજી રૂણવાલ તથા યુવક સાથી, અને ગુજરાતી સમાજના શ્રી મહેતા, જેમણે સુખડી બનાવવા માટે માત્ર જગ્યા જ નહિ પરંતુ સુખડી બનાવવાના કામની જવાબદારી પણ સ્વીકારી છે, તેઓ પણ હાજર હતા.
ત્યાંથી અમે લોકો બાહુબલિ આશ્રમ, કુંભાજ પહોંચ્યા અને શ્રી લાલચંદભાઈ ત્યાં રોકાયા અને હું તથા શ્રી બાળ પાટિલ કહાપુર ગયાં. બાળ પાટિલને કાર્યની વ્યવસ્થા માટે આગળથી મોકલી દેવામાં આવ્યા હતા. એમણે સાંગલી, જ્યસિંગપુર તથા કોલ્હાપુરવાળાઓ સાથે સંપર્ક સાધ્યું હતું. એ પ્રમાણે કોલ્હાપુરની સેશન જજ શ્રી ચન્દમલજી વેરાને ત્યાં પહોંચ્યા. ત્યાં શ્રી પાટણ, દાદા ચૌધુલે તથા 'પ્રગતિ' ના સંપાદક ચીલે આવ્યા. ત્યાં કોલ્હાપુર જિલ્લાની સ્થિતિ સંબંધી ચર્ચા-વિચારણા કરવામાં આવી.
લોભ છોડવો જોઈએ. પરંતુ હું વેપારીઓ વતી કહું છું કે નફાની વાત તે બાજુએ રાખે પણ અમે નુકસાન સહન કરીને ય એનીજ વેચવા તૈયાર છીએ. સરકારે અમારે સાથ - સહકાર અને સેવા લેવાં જોઈએ A અન્ય સભ્યોમાંથી ખાસ કરીને જેસિંગપુરથી આવેલા શ્રી લેએ સાંગલી અને કોલ્હાપુર જિલ્લામાં પ્રવર્તતી પાણીની ભીષણ નંગી પર પ્રકાશ ફેંકયે. આજે કેટલાંય ગામમાં પાંચ • દસ માઈલ દૂરથી ટેન્કરમાં પાણી લાવવામાં આવે છે. કૂવા કે બોરિંગ માટે જો મશીન ખરીદવામાં આવે તે એ સમસ્યાને ઉકેલ આવી જાય અને આજે જે ખર્ચ થઈ રહ્યો છે એથી ઓછા ખર્ચમાં આ સમસ્યાને ઉકેલ થઈ શકે છે.
સસ્તા ભાવે લોકોને ભોજન આપવું, ચારે વગેરે બાબતે પર પણ ચર્ચાવિચારણા થઈ અને સાંગલી શહેરના નાગરિકોની એક કમિટી બનાવવામાં આવી. આ કમિટીને આ કામ માટે
ગ્ય લાગે તેમને નીમવાને અધિકાર આપવામાં આવ્યો અને જિલ્લામાંથી પાંચ પ્રતિનિધિ મહારાષ્ટ્રની મુંબઈ કમિટી માટે ચૂંટવાનું કહેવામાં આવ્યું.
ત્યાંથી અમે લોકો જેસિંગપુર પહોંચ્યા. ત્યાં શ્રી ની દુકાને ગામના મુખ્ય કાર્યકરે અને નાગરિકો એકઠા થયા. સાથેસાથે સહકારી અધિકારી, તહસીલદાર બી. ડી. એ. પણ હાજર રહ્યા.
પ્રારંભમાં શેઠ લાલચંદ હીરાચંદે કાર્ય વિશે સમજણ આપી, માર્ગદર્શન આપ્યું. ત્યાર બાદ મેં દુષ્કાળની પરિસ્થિતિ સામે સંઘર્ષ કરવા માટે આપણે બધાએ એક બનીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકતાં, ગામડાંની જનતાની કેવી રીતે વધુમાં વધુ સેવા કરી શકાય એ તરફ ધ્યાન દોર્યું. ભયાનક દુષ્કાળ છે એમાં શંકા નથી, પરંતુ આપણે બધા સાથે મળીને જો પ્રયત્ન કરી શકીરને તે એની ભીષણતા ઓછી થાય અને આપણે એ દુ:ખ સારા એવા પ્રમાણમાં હળવું કરી શકીએ. બધાના મનમાં દુષ્કાળપીડિત પ્રત્યે સહાનુભૂતિ છે અને પપેતાની શકિત અને બુદ્ધિ પ્રમાણે કામ કરી રહ્યા છે. આમાં એકબીજાના દોષ ને જોતાં બધા મળીને કેવી રીતે સારું કામ કરી શકીએ તે જોવું પડશે. સરકાર પણ બહુ મોટા પાયા પર કામ કરી રહી છે, વિદેશી સેવા - સંસ્થાઓને પણ આ કામમાં સારો એવો લાભ લઈ શકાય છે. ઉપરાંત લેકસેવા માટે બનેલાં ચેરિટેબલ ટ્રસ્ટ તથા દાતાઓની સહાય કાર્યમાં ઉપયોગી થઈ શકે. એવી જ રીતે ટેકનિકલ એકસ્પર્ટ અને સેવાભાવી કાર્યકરેને—બધાને સાથે લેવું પડશે. એકબીજાની ટીકા ન કરતાં, બધા સાથે મળીને કેવી રીતે કામ કરી શકીએ એ વિશે વિચારીએ. આપણી સામે પાણી, પશુઓ માટે ચા તથા માનવીને ભરપેટ ભજન સાથે તેઓ સ્વસ્થ રહી શકે એ સાથ આપવાની સમસ્યા છે. કપડાં અને દવાઓની પણ જરૂરત પડશે, અને વિદ્યાર્થીઓને અભ્યાસ પૂરે થાય એ તરફ પણ ધ્યાન આપવું પડશે. અપંગ, વૃદ્ધ, નિરાશ્રિત અને અશકતેને ભજન તથા આ કામમાંથી જેની જે કામમાં રુચિ હોય તેવું કામ તેમની પાસેથી લેવું. પરંતુ આ બધું કામ જે બધાને સહકાર મળશે તો જ સફળ થશે. કોલ્હાપુર અને સાંગલી જિલ્લામાં વિતરણ માટે જેસિંગપુર ખાતે બનનારી સુખડી બાબત મેં કહ્યું કે શ્રી અરવિંદભાઈ જેના પ્રણેતા છે એ સદ્ગુરુ સેવા ટ્રસ્ટ બહુ જ ઉપયોગી અને સારું કામ કરે છે. એથી દુષ્કાળગ્રસ્તોને સારી એવી સહાયતા મળશે. પરંતુ દુષ્કાળને વિસ્તાર એટલા માટે છે કે આપણે સૌએ પોતપોતાની રુચિ અને શકિત પ્રમાણે કામ કરવું પડશે.
સ્થાનિક લોકોએ બોરિંગ મશીન, વિદ્યાર્થીઓને મદદ અને
આમ તો કોલ્હાપુર જિલ્લાના કેટલાક વિસ્તારમાં દુષ્કાળ છે અને પાણીની સમસ્યા અત્યંત વિકટ છે, પરંતુ ત્યાંના કાર્યકરોના પ્રયત્ન અને પ્રાપ્ત થનારાં સાધનથી આ સમસ્યા ઉકેલી શકાય એવી સ્થિતિ છે. ચોરાની સમસ્યા બગાદ્વારા ઉકેલવા ઇચ્છે તે એમને સુગર મિલોને સહકાર મળી શકે એમ છે. અને બહારથી મેળે ચારે મગાવવાને બદલે બગાસમાંનાં પ્રોટીન, વિટામિન, કેશિયમારા પૂર્તિ કરી, બહુ ઓછા ખર્ચે હજારે જાનવરોને બચાવી શકાય એમ છે. અહીં પણ આ લેકેએ કૂવો ખોદાવવા અને બેરિંગ મશીન ખરીદવા બાબત જ આગ્રહ સેવ્યું હતું, કારણ કે પાણીની ભારે મુશ્કેલ સમસ્યા છે.
હું તા. ૧૭મીએ કોલ્હાપુર જ રહ્યો. અને તા. ૧૮મીએ બાહુબલિ ગુરુકુળ કુજ ગયો. ત્યાં મુનિ સમંતભદ્રજી તથા ગુર કુળના વ્યવસ્થાપક શ્રી માણિકચંદજી ભસીકર સાથે વાતચીત થઈ. આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓ અને કાર્યકરો માટે પાણીની ભારે મુશ્કેલ પરિસ્થિતિ છે. લગભગ ૩ મહિનાથી ટેંકરદ્વારા પાણી લાવવામાં આવે છે, જેનું રોજનું ખર્ચ રૂ. ૧૦૦/- આવે છે. કૂવામાં બોરિંગ નાખવું કે નદીમાંથી પાણી લાવવું જરૂરી છે. અહીં ભણતા સેંકડે વિદ્યાર્થીઓ દુકાળના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. દરેક વિદ્યાર્થીને નાહવા માટે એક મેટે લેટે પાણી મળે છે. પરંતુ એટલા પાણીથી નાહવાનું તે બાજુએ રાખે, પણ માંડ મેટું જોવાય અને શરીર લુછાય. અહીં જાણવા મળ્યું કે કોલ્હાપુર, સાંગલી તથા બેલગાંવ જિલ્લામાં કેટલાંય ગામે એવાં છે કે જ્યાં વ્યસન નથી અને લોકે પરિશ્રમી છે તથા વિકાસ માટે ઉત્સુક છે.
તા. ૧૮મીએ ફરીથી સાંગલી ખાતે વાલચંદ હીરાચંદ કૉલેજમાં ગયા. ત્યાંના પ્રિન્સિપાલ તથા પ્રાધ્યાપક સાથે પાણીની સમસ્યા તથા ગામડાંઓનાં સેનિટેશન વિષે ચર્ચા થઈ અને એમને વિનંતિ કરી કે તેઓ ગામડાંની પાણી તથા સફાઈ સમસ્યા ઉકેલવામાં મદદરૂપ થાય. વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકોને ગામડાઓમાં મોકલી પાણીપ્રાપ્તિ બાબત અભ્યાસ કરી સૂચન કરે તથા ગામનું મેલું, છોણ, મૂત્ર વગેરેને એવો ઉપગ સૂચવે કે જેથી ગામલાકે એને ઉપયોગ કરે, એથી થનારા નુકસાનથી ઊગરી જઈ લાભ ઉઠાવી શકે.
- - રિષભદાસજી રાંકા.