SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૭૩ પ્રબુદ્ધ જીવન ૨૦૧ સરકારી સલાહકાર તરીકે નીમે છે. સ્વીડનના વિજ્ઞાનીઓ સાથે દોસ્તી કરવાનો મોકો મળે છે. બ્રિટન, ફ્રાંસ અને અમેરિકામાં ત્યાંની સરકારોને કોઈ જાહેર અનુરોધ કરીને વર્તમાનપત્રોમાં છપાવવાનો હોય તે ચળવળિયાઓ નોબેલ પારિતોષિકના વિજેતાઓની સહી માટે પડાપડી કરે છે. ‘ ર્ક ટાઈમ્સ'માં વિજેતાની સહી સાથે બહાર પડેલા અનુરોધ ઉપર પ્રમુખ નિકસને પણ ધ્યાન આપવું પડે છે! જયારે નોબેલ પારિતોષિક ન મળ્યું હોય ત્યારે જે વિજ્ઞાનીની કોડીની કિંમત હોતી નથી તેને પારિતોષિક મળે એટલે તેનું મૂલ્ય બદલાઈ જાય છે. લિનસ પાઉલિગ નામના એક વિજ્ઞાનીએ શરદી મટાડવાના રામબાણ ઈલાજ અંગે એક પુસ્તક લખેલું ત્યારે બધા વિજ્ઞાનીઓએ તેને ઉતારી પાડયો હતો. પણ પાઉલિંગને રસાયણશાસ્ત્રની શોધ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિને નોબેલ પારિતોષિક મળ્યું તે પછી જ ભારતમાં ગીતાંજલિ અને ગુરુદેવનું મૂલ્ય આપણને સમજાયું હતું. પસંદગી સમિતિની બેઠક પાછલા વર્ષે કયા વૈજ્ઞાનિક અગર સાહિત્યકાર શ્રેષ્ઠ કાર્ય કર્યું તેની સમીક્ષા કરતી વખતે સંભવિત ઉમેદવારે કોઈ ગુનો કર્યો છે કે નહિ તેની પણ તપાસ કરે છે. ખૂન, બળાત્કાર કે બનાવટનો ગુનો કર્યો હોય તે તે પારિતોષિક માટે નાલાયક ઠરે છે. ઉપરાંત પિતાની શોધ માટે વર્તમાનપત્રોમાં જાણીજોઈને પ્રસિદ્ધિ આપનાર કે સંપર્ક અધિકારી દ્વારા પિતાની શોધના આડકતરા ગુણગાન ગવરાવનારા વિજ્ઞાની પણ નાપાસ થાય છે. નોબેલ પારિતોષિક માટે પસંદગી ઢળવાના માપદંડની વિચિત્રતા એ છે કે પદાર્થવિજ્ઞાન અને રસાયણશાસ્ત્રની શોધોને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. તેમાં ટેકનોલોજી, મેથેમેટિક્સ, અવકાશવિજ્ઞાન કે ખગોળશાસ્ત્રને તે સ્થાન જ નથી. અર્થશાસ્ત્રના વિષયને પારિતોષિકપાત્ર બનાવવાનું ૧૯૭૨ની સાલથી જ શરૂ થયું છે. પસંદગીની આ વિચિત્રતાને કારણે થોમસ આલ્વા એડિસન, એલેકઝાન્ડર ગ્રેહામ બેલ, સિગમન્ડ ફ્રોઈડ, વિલિયમ જેમ્સ, વિલબર અને ઓરવિલ રાઈટ જેવા પ્રખર વિજ્ઞાનીઓ અને સંશેધકોને નોબેલ પારિતોષિક મળ્યાં નથી. કેન્યાના સખત તાપમાં રહીને નવાંશનું મૂળ શોધવામાં મદદ કરનારા શ્રી લઈ લીકીને પણ નોબેલ પારિતોષિક મળવામાંથી બાકાત રખાયા હતા. ચંદ્ર ઉપર પ્રથમ પગલું મુકનારા અમેરિકન અવકાશયાત્રી આર્મસ્ટ્રોંગ કે પૃથ્વી ફરતે પ્રથમ વાર ચક્કર લગાવનારા રશિયન અવકાશયાત્રી ગંગેરીન ઉપર પણ બેલ પારિતોષિકની મીઠી નજર પડી નથી એ એટલા માટે કે નેબેલના વસિયતનામામાં એ વિષયો માટે કોઈ જોગવાઈ નથી ! કૅયુટર યંત્રોની શોધ કરનારાઓ માટે કે ભૂસ્તરવિજ્ઞાનીઓ માટે કે માનવિજ્ઞાનમાં સંશોધન કરનારા માટે, કૃવંશશાસ્ત્રીઓ માટે કે પૌરાણિક શિલ્પકળા સિદ્ધ કરનાર માટે બેલના ખતપત્રમાં કશી જ જોગવાઈ નથી. પસંદગી કરનારા ન્યાયાધીશો દર વર્ષે નવેમ્બર માસમાં પસંદગી કરતાં પહેલાં એકાદ વરસ અગાઉ વિશ્વભરની વૈજ્ઞાનિક સંસ્થાઓને ૮૦૦ જેટલા આમંત્રણપત્ર મોકલે છે. એના જવાબરૂપે ૮૦૦ જેટલા વૈજ્ઞાનિકોનાં નામની પારિતોષિક માટે ભલામણ થાય છે. એ ૮૦૦ ભલામણોમાંથી ૧૦ થી ૨૦ નામે તારવવામાં આવે છે. જાન્યુઆરી સુધીમાં આ કામ પૂરું થાય તે પછી વૈજ્ઞાનિક વિશેની ખરેખરી તપાસ આરંભાય છે. લેસર અને મેસર કિરણની શોધ કરનારા વિજ્ઞાની તરીકે ચાર્લ્સ ટાઉન્સ નામની અમેરિકન નાગરિકનું નામ નોબેલ પારિતોષિક માટે એક વખત સૂચવાયું, પણ તેને આ પારિતોષિક આપવાનું કૂફ રખાયું અને ઊંડી તપાસ આરંભાઈ. તપાસ કરતાં માલુમ પડયું કે રશિયાના બેસેફ અને પ્રાકોરોફ નામના બે વિજ્ઞાનીઓએ પણ લેસર વિશે સારી શોધ કરી છે. અંતે ચા ટાઉન્સને પારિતોષિક મળ્યું પણ તેમાં તેણે બેસેફ અને પ્રેકોરેફને ભાગીદાર બનાવવા પડયા. શયલ એકેડેમીના સેક્રેટરીને ઊંડી તપાસ પછી પ્રતીતિ થાય એટલે તે રોયલ એકેડેમી ઓફ સાયન્સની પારિતોષિક સમિતિને વિજેતાના નામ માટે ભલામણ કરે છે. આ ભલામણ ઉપર સમિતિ વિચાર કરે છે અને અંતે એકેડેમીને આખરી વિજેતાનું નામ સુચવે છે. ઍકટોબરમાં આ નામ પસંદ થાય ત્યારે રોયલ એકેડેમીના સેક્રેટરી વિજેતાનું નામ પત્રકારોને જણાવે છે. આ વિધિ તો પદાર્થવિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર પૂરતી થઈ. અન્ય ક્ષેત્રો માટે પણ લગભગ આવી વિધિ થયા પછી ઍકટોબરના અંતમાં કે નવેમ્બરમાં તમામ વિજેતાનાં નામે જાહેર થાય છે. - પ્રિયકાન્ત ભાટિયા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાત શ્રી શેઠ લલિરાંદ હીરાચંદની સાથે તા. ૧૫મી ડિસેમ્બરે વાલરાંદનગર જવા માટે પૂના ગયો. તા. ૧૬મીએ સાત વાગ્યે અમે લોકે વાલચંદનગર જવા રવાના થયા અને દસ વાગ્યે ત્યાં પહોંચ્યા. વાલદનગરમાં બગીસ (શેરડીના કૂચા)ને, પશુઓના ચારારૂપે ઉપગમાં લેવા માટે વાલચંદ ઈન્ડસ્ટ્રીટ્રારા પ્રયોગ થઈ રહ્યા છે અને પશુઓની એક છાવણી છે જેમાં ૨૦૦ થી વધારે પશુઓને રાખવામાં આવ્યાં છે, જેને પ્રારંભ ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડિરેકટર શ્રી ભરત ગુલાબચંદ દોશી દ્વારા તા. ૩૦-૧૧૭૨ ના દિને થયો ત્યારે શ્રી કુસુમબહેન મોતીચંદ શાહ સાથે હું પણ ત્યાં હાજર હતા. એ સમયે જે પશુઓ ત્યાં આવ્યાં હતાં તેમાંથી કેટલાંક તો એટલાં બધાં દુર્બળ હતાં કે એકવાર બેસી જાય તો પાછાં ઊભાં ન થઈ શકે, પરંતુ આ વખતે અમે પશુઓના કેમ્પમાં ગયા ત્યારે જોયું તે એમાંથી અર્ધા કરતાં વધારેની સ્થિતિ ઘણી સારી બની હતી. વાલચંદ ઈન્ડસ્ટ્રીઝે પિતાના કેમ્પ ઉપરાંત, સેન્ટ્રલ રિલીફ ફંડ તથા ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર તરફથી ચાલતા મઢ જિલ્લાના મહાતપુર ગામનાં ૨૦૦ કરતાંય વધારે પશુઓને બચાવવાના કાર્યમાં ૮ ટ્રક ભરીને મેલેસિસ તથા પ્રોટીન – વિટામિનમિશ્રિત બગાસને ચાર આપીને મદદ કરી છે. આ પ્રયોગના અભ્યાસ માટે કોલ્હાપુરના તથા અન્ય સ્થાનના કાર્યકરો આવ્યા અને બીજા આવી રહ્યા છે. પરિણામે વિભિન્ન સ્થાનમાં બગાસના ઉપયોગથી ચારાની સમસ્યા ઉકેલી શકાય. અમે વાલચંદનગરથી સાંજના સાતાશ ગયા અને બીજે દિવસે સાંગલી પહોંચ્યા. સાંગલીમાં શ્રી કેશવરાવ ચૌધુલેને ત્યાં પહોંચ્યા ત્યારે ગામના કેટલાક આગેવાન કાર્યકરો અને દાતાઓ હાજર હતા અને એ નિર્ણય કરવામાં આવ્યું કે બે વાગ્યે કાર્યકરોની એક સભા યોજવી. બરાબર બે વાગ્યે કસ્તુરબાઈ વાલચંદ આર્ટ કોલેજ હોલમાં મળેલી સભામાં વેપારીઓ, કાર્યકરે તથા શિક્ષણક્ષેત્રના કાર્યકરો ભારે મેટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા.' પ્રારંભમાં શેઠ લાલચંદ હીરારાંદે પોતાના વકતવ્યમાં કહ્યું કે દુષ્કાળનું સંકટ ભારે મેટું અને વ્યાપક છે. એમાં આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. આપણા હાથમાં સાધને મર્યાદિત છે. એટલે એ સાધનેને વધુમાં વધુ ઉપયોગ થાય એ જરૂરી છે. આપણે મર્યાદિત અને એવો વિસ્તાર શોધવો પડશે કે ત્યાંના લોકો પિતે દુષ્કાળનું સંકટ દુર કરવામાં પ્રયત્નશીલ હોય. વળી અમે લેકે મુંબઈથી આવીને અહીં કામ કરીએ એ સંભવિત પણ નથી અને યોગ્ય પણ નથી. જેટલું સ્થાનિક લોકો કામ કરે, એટલે જ્યાંના લોકો જાતે પરિશ્રમી અને દુષ્કાળની આપત્તિથી બચવા માટે પ્રયત્નશીલ હોય અને જ્યાં કાર્યકર તન, મન, ધનથી આ કાર્ય કરવા માટે સક્રિય તથા ઉત્સુક હોય એમને અમે, એમના કાર્યમાં જરૂર સહકાર આપશું . ત્યાર બાદ, સાંગલી કૅલેજના પ્રિન્સિપાલ શ્રી ચૌગુલેએ કહ્યું કે લગભગ બધી શિક્ષણ સંસ્થાઓએ પિતાના કાર્ય માટે એક એક ગામ પસંદ કરી શખ્યું છે. એ ગામ જ લેવામાં આવે તથા આજ દુષ્કાળના કારણે શિક્ષણ છોડવું પડે છે તેમને પરીક્ષા સુધી સહાય આપવામાં આવે કે જેથી તેઓ તેમને વિદ્યાભ્યાસ પૂર્ણ કરી શકે. આજ કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ ચાલુ રાખવામાં અસમર્થ છે અને તેઓ સરકારદ્વારા ચાલતા દુષ્કાળ-રાહતકાર્યોમાં કામ પર જાય છે. પછી વેપારીઓના નેતા શ્રી રતનશીભાઈએ કહ્યું કે વેપારી સમાજ આ ભયંકર આપત્તિમાં પોતાની સેવાઓ આપવા માટે તૈયાર છે. કહેવામાં આવે છે કે વેપારીએાએ આવા પ્રસંગે નફાને
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy