SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ A ૨૦૦ પ્રબુદ્ધ જીવન Jhala, (Head of the Dept. of Sanskrit, St. Xavier's College). No words can adequately formulate what she owes to his selfless assistance and painstaking help, not only on this occasion but also throughout he rstudent career.” આ વાંચી તેમણે કહ્યું કે “મારે વિષે આટલું બધું લખવાની જરૂર નથી. મેં તે માત્ર ખાનગી રીતે જ શિક્ષણ આપ્યું છે. યુનિવર્સિટીએ નિયત કરેલા તારા જે official guide છે તેમને માટે આવું લખ્યું હોય તો ઠીક લાગે.” પોતે અજ્ઞાત રહે અથવા હું તેમને વિષે કશા ઈશારો માત્ર કે ઉલ્લેખ સુદ્ધાં ન કરું તે યે તેમને વાંધો નહોતો...આ બાબત આમ તે નાની “ સરખી છે, નજીવી છે, પરંતુ આવા જ પ્રસંગે બીજા દુનિયાદારી બુદ્ધિજીવીઓ તે પોતાનું ઋણ બરાબર અદાન થયું હાય અથવા તે ‘આભારદર્શન ’માં પેાતાને ઠીક ઠીક મહત્ત્વ ન મળ્યું હોય તો કદાચ આખડી પડે એમ કહીએ તે અતિશયોકિત નથી. ઉપરના પ્રસંગમાં પૂજ્ય ઝાલાસાહેબની અનેરી એવી જીવનદૃષ્ટિની તેમ જ ઉદાત્ત એવી મનોવૃત્તિની જ ઝાંખી થાય છે. આટઆટલા ગુણા ધરાવતા હોવા છતાં તેમના પર કયારેક ક્રોધ સવાર થઈ જતા : બહુ લાંબા ગાળા સુધી, તેઓએ ખાસ પેાતાના ગણેલા એવા વિદ્યાર્થીઓમાંથી કોઈ જો મળવા ન આવે, અથવા પોતે સમજાવેલાં જીવન - ધડતરનાં અમુક વિશિષ્ટ મૂલ્યોને અપનાવવામાં પાછી પાની કરે તે તેમને ખૂબ ખરાબ લાગતું ... અને કયારેક એના પ્રત્યાઘાતરૂપે ગુસ્સા વર્તાઈ આવતા, આવું થતાં તેઓ મિતભાષી બની જતા, અને એમની અલ્પશબ્દી વાતચીત એક પ્રકારનું વિશિષ્ટ સૂચન કરી જતી: વિદ્યાર્થીને તરત સમજાઈ જતું કે પોતે કાંઈ ભૂલ કરી છે, શિષ્ય તરીકે પોતે નહોતી કરવી જોઈતી. જે ઝાલાસાહેબના ૧૯૬૨-૬૩ની રજા દરમ્યાન મારે ત્યાં જૂના આવવા માટે તેમને મેં મહામહેનતે સમજાવ્યા હતા. તેમની પ્રકૃતિ બહુ સ્વસ્થ નહોતી અને આમ તે કોઈને ત્યાં ખાસ કરીને જવા તૈયાર ન થાય; પરંતુ જ્યારે તેમને પ્રેમપૂર્વક આમંત્રણ આપ્યું અને ઉપનિષદકાળના ‘સદ્ નૌ ભુનવત્તુ' ના મહિમા અંગે ઈંશાો કર્યો, ત્યારે તેઓએ અઠવાડિયું આવવાનું કબૂલ કર્યું. જૂના સ્ટેશને અમે લેવા ગયાં ત્યારે હૃદયમાં એક પ્રકારની અપૂર્વ લાગણીના અનુભવ થતા હતા – જે મને હજ સાંભરે છે. મૂળા - મૂઠા નદીને કાંઠે અમે રહેતાં, – અને પ્રાત:કાળે, અન્ય સૌ જાગે તે અગાઉ જ ઝાલાસાહેબ નદીકાંઠે બેસી ધ્યાનમગ્ન થઈ જતા. સવારનાં ચા-પાણી પતાવી, નાહી - ધોઈ પેાતાનું વાચન કર્મ હાથ ધરતા, ત્યારે મારી ચાર વર્ષની બેબી તેમની ×સપાસ ફર્યા કરતી અને બાલસહજ અનેક પ્રશ્નોની પરંપરાથી તેમને નવાજતી! એકવાર ચિત્ર દોરી આપા'ની જીદ લઈ બેઠી હતી, અને તેમણે હસતાં - હસતાં દોરી આપેલું વહાણનું ચિત્ર હજુ મારી નજર સામે તરવરે છે. ‘તે હૈં નો વિવના ગતા:’-બીજું કાંઈ નહીં! જીવનમાં એક અતિ વિશિષ્ટ સ્થાને સ્થાપિત કરેલા એવા ઝાલાસાહેબ પણ ગયા- સદાને માટે- એ વિચારમાત્ર ગૂંગળાવી મૂકે છે. તા. ૧-૧-૭૩ નાખેલ પારિતાષિક : રસપ્રદ વાતા સ્વીડનના વિજ્ઞાની આલ્ફ્રેડ નેમબેલે તેના ૧૮૯૫ના વસિયતનામામાં વિશ્વના ઉત્તમ વૈજ્ઞાનિકોને પારિતોષિક આપવાની જોગવાઈ કરી હતી. આ પારિતોષિકો ૧૯૦૧ની સાલથી આપવાનું શરૂ થયું છે. આલ્ફ્રેડ નોબેલે પોતે સુરંગની શોધ કરી હતી. તે ઘણે ધૂની સ્વભાવના હતો. રસાયણશાસ્ત્ર અંગે નોબેલ શાધો કરીને તેણે અમુક પેટન્ટો નોંધાવવાની શરૂઆત કરી તે દરમિયાન તેની શોધની વિગતા ચારાઈ જતી હતી એટલે આવા પેટન્ટ-ચાર પ્રત્યે તેને ખૂબ ગુસ્સા હતા. નાબેલ યુદ્ધને પણ ધિક્કારતો હતો એટલે યુદ્ધને અટકાવવા તેણે વિવિધ સ્ફોટક પદાર્થોની શેાધ કરી હતી ! તેના એવા હેતુ હતા કે અતિ ઘાતક સ્ફોટક પદાર્થો શોધીને અને તેની માલિકી રાખીને દુનિયાને ધમકી દ્રારા શાંત રાખી શકાય. પ્રસિદ્ધિભૂખ્યા વૈજ્ઞાનિકો પ્રત્યે પણ નાબેલને ભારે ચીઢ હતી. કોઈ વ્યકિત પોતાનાં બણગાં ફૂંકે અગર તે ગપ્પાં મારે ત્યારે નોબેલ ગુસ્સાથી સળગી ઊઠતો. તે કહેતા કે “આ યુગમાં ખેતીવાડીના ઉદ્યમ પછી વાહિયાત વાતો કરવાના ઉંઘમને બીજો નંબર આવે છે ! વર્ષો પહેલાંની એક વાત યાદ આવે છે: તેમની પુત્ર-વધૂને મેં ગુપ્ત રીતે ઝાલાસાહેબનું માપ જણાવવા કહ્યું હતું. તેમને માટે સ્વેટર બનાવવું હતું, પરંતુ તેમને પૂછવાથી તેઓ કહે નહિ અને કોઈ વસ્તુ સ્વીકારવા તૈયાર ન થાય. આમ છાનામાના એક સફેદ સ્વેટર બનાવી, જૂનાથી મે કોઈની મારફત તેમને ત્યાં મૅકલ્યું હતુંબરાબર માપસર આવશે કે કેમ તેવા સંશય સહિત, તેમ જ ગમશે એવી આશાપૂર્વક. વળતે જ તેમને ઉત્તર ત્યે: “સ્વેટરની સાઈઝ બરાબર છે – સુંદર છે એમ સૌએ કહ્યું છે. આ વસ્તુ દ્વારા વ્યકત થતા તમારા ભાવ મટે બીજું શું લખ્યું? કેવળ સજ્જ વીર્યં વાવને તેનસ્વિનાવધીતમસ્તુ। મા વિદ્વિષાવ?।' એ પ્રાચીન વાકયનું સ્મરણ થાય છે.” આવી તે અનેકાનેક બાબત છે જેની યાદ ઝાલાસાહેબ સાથે સંકળાયેલી છે. મારું મન તે ‘ઝાલાસાહેબ હવે નથી' એ ઘટના માનવાને તૈયાર જ નથી. મૃદુલા મારફતિયા આલ્ફ્રેડ નોબેલની ઈચ્છા પ્રમાણે દર વર્ષે જે પારિતોષિકો અપાય છે તેમાં વિજ્ઞાની ઉપર પસંદગી ઢોળતી વખતે નાબેલની ઉપરની ખાસિયતાનો ખાસ ખ્યાલ રખાય છે. કોઈ વિજ્ઞાની પ્રસિદ્ધિ માટે પ્રયાસ કરતા હોય અગર સ્વીડનની પસંદગી સમિતિ પેાતાને પારિતોષિક માટે પસંદ કરે તેવી આડકતરી કારવાઈ કરતા હોય તેને નોબેલ પારિતોષિક ન જ મળવું જોઈએ એવા પસંદગી સિમિતના આગ્રહ રહે છે. જોકે નેટબેલે આવા કોઈ માપદ'ડ માટે તેના વિાયતનામામાં લખ્યું નથી છતાં પસંદગી કરનારા સ્વીડિશ વૈજ્ઞાનિકો નાબેલના ગમા-અણગમાનો માપદડ વાપરે છે. આલ્ફ્રેડ નોબેલે તે માત્ર ૨૬૩ શબ્દોમાં ૨૭મી નવેમ્બર, ૧૮૯૫ના રોજ નીચેના મતલબનું લખાણ કરાવ્યું હતું : “મારી જે બાકીની એસ્ટેટ છે તેમાંથી જે નાણાં મળે તેને નીચે મુજબ ઉપયોગ કરવા : એસ્ટેટના વેચાણમાંથી મળેલી રકમનું મારા વહીવટકારોએ સલામત રીતે મૂડીરોકાણ કરવું. તેમાંથી જે વ્યાજ મળે તેનું એક ભંડોળ બનાવવું. એ ભંડોળમાંથી જે લોકોએ માનવજાતને મેટામાં મોટો ફાયદો પહોંચે તેવી શેાધ કે વર્તણૂક કરી હોય તેને ઈનામો આપવાં. ઈનામની ફાળવણી આ પ્રકારે કરવી : (૧) પદાર્થવિજ્ઞાનના (ફિઝિક્સ) ક્ષેત્રે જેણે મહત્ત્વની શેાધ કરી હોય, (૨) રસાયણશાસ્ત્રમાં નવી શેાધ કરી હાય, (૩) આષધશાસ્ત્ર અને શરીર વિજ્ઞાનમાં શેાધ કરી હોય, (૪) આદર્શોને મૂર્તિમંત કરે તેવું અદ્ભુત સાહિત્ય રચ્યું હોય, અને (૫) રાષ્ટ્રો વચ્ચે સુલેહ કરાવવાનું કે સશસ્ત્ર દળાની સંખ્યા ઘટાડવાનું કે વિશ્વશાંતિ સાધવાનું કામ કર્યું હાય તે લોકો વચ્ચે સરખી રીતે ઈનામ ફાળવવું. આઈનામા પૈકી પદાર્થવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને શરીરવિજ્ઞાનનાં ઈનામેા નક્કી કરવા માટે નોબેલ સ્વીડિશ એકેડેમી ફ સાયન્સને સર્વાધિકાર આપ્યા છે. સાહિત્યનું પારિતોષિક નક્કી કરવા માટે સ્ટોકહોમની બીજી એક એકેડેમી કાર્ય કરે છે અને વિશ્વશાંતિમાં ફાળા આપનાર વ્યકિતની પસંદગી કરવા માટે એક નાવેજિયન સંસ્થાએ નીમેલી પાંચ વ્યકિતની સમિતિ રચાય છે. પૈસાની દષ્ટિએ પારિતોષિક જીતનારને લગભગ રૂા. ૭.૨૬ લાખની (૧ લાખ અમેરિકન ડૉલર) રોકડ રકમ મળે છે અને તે કરવેરામુકત હોય છે. પરંતુ નોબેલ પારિતોષિક જીતનારને બીજા કેટલાક આનુષંગિક ફાયદા પણ મળે છે. વિજ્ઞાનીઓ તો પારિતોષિક જીતનારને બહુ માન આપતા નથી પણ જગતભરની સામાન્ય પ્રજા આ વિજેતાને બહુ માનની દૃષ્ટિએ જુએ છે. પુસ્તકોના પ્રકાશકો વિજેતાનાં આંગણાં ઘસતા થઈ જાય છે. તેની આત્મકથા વિષે, માનવજીવનના અંતિમ ભાવિ વિષે, સમાજની પુનર્રચના વિષે અને જીવનનાં વિવિધ પાસાં વિષે વિજેતાઓને પુસ્તક લખવાનાં આમંત્રણા મળે છે. યુનિવર્સિટીનું ચાન્સેલરપદ કે સરકારમાં કોઈ મોટો હોદ્દો લેવાની પણ ઑફર થાય છે. ઘણા દેશની સરકારો વિજેતાને સાયન્સ કે બીજા વિષામાં
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy