________________
પ્રબુદ્ધ જીવન
૨૭૦
વકીલે ની ફી
થોડા દિવસ પહેલાં ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્ન પુછાયા હતા કે વીલાની ફી ઉપર સરકાર કાંઈ મર્યાદા બાંધવા વિચારે છે કે નહિ. તેના જવાબમાં નાણામંત્રી શ્રી કાન્તિલાલ ઘિયાએ કહ્યું હતું કે સરકાર હાલ આવું કાંઈ વિચારતી નથી. શ્રી ઘિયાને અથવા પ્રશ્ન પૂછનારને આ બાબતનો ગંભીરતાને પૂરો ખ્યાલ કદાચ નહિ હોય તેમ લાગે છે. પણ આ પ્રશ્ન ગંભીર વિચારણા માગે છે.
દરેક બુદ્ધિજીવીઓ ધંધામાં બને છે તેમ, લબ્ધપ્રતિષ્ઠ થોડી વ્યકિતએ મોટી કમાણી કરે છે જ્યારે મોટા ભાગના લોકોને આજીવિકા મેળવવા મુશ્કેલી પડે છે. એડિટરના ધંધામાં આવી પરિસ્થિતિની ગંભીરતા સરકારના ધ્યાન ઉપર આવી છે અને તેને માટે કંપની ધારામાં ફેરફાર કરવાનું સરકાર વિચારી રહી છે. દાકતર, વકીલ કે ઈજનેરના ધંધામાં પણ આવી જ પરિસ્થિતિ છે. મોટા વકીલા અમર્યાદ ફી લે છે. કેટલાક રોજના રૂા. ૩૦૦૦૪૦૦૦ લે છે. કેટલાક ૧૫૦૦ ૨૦૦૦ લે છે. દિવસમાં એક કલાક કામ કર્યું હોય તો પણ આખા દિવસની ફી લે. ૨૦/૩૦ મિનિટ કૅન્ફરન્સમાં સલાહ આપવાના ૩૦૦/૫૦૦ રૂપિયા લે છે. લેખિત અભિપ્રાય આપવાના ૧૫૦૦|૨૦૦૦ રૂપિયા લે છે. પૈસાદાર લોકો જ કોર્ટે જઈ શકે. તેમને પણ ભારે પડે તેવું છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જો કેટલીક પ્રતિષ્ઠા મેળવીને આવે છે, તેને લાભ લે છે. ધનલાલસા પ્રજાના બધા વર્ગને ઘેરી વળી છે. બુદ્ધિજીવીએ તેમાં અપવાદ નથી, બુદ્ધિજીવીઓ કહે છે, વેપારીઓ અને બીજાએ ખૂબ કમાય છે ત તેઓ કેમ નહિ ? આવા ધંધાઓમાં થતી ગેરરીતિઓ એક બાજએ રાખીએ તે પણ જે ફી લેવાય છે તેને બચાવ થઈ શકે તેમ નથી. પોતાની મહેનતના પ્રમાણમાં વળતર લેવું જોઈએ. બુદ્ધિના ઉપયોગ કરવાના છે તે કાંઈક વધારે લે, પણ તે અમર્યાદ ન જાય. રોજના ૨/૩ હજાર રૂપિયા ફી લેવી તે વેપારી નફાખોરી કરે તેના જેવું જ અસામાજિક કૃત્ય છે. અછતનો લાભ લેવા અથવા ઓછામાં ઓછી મહેનત કરી વધુમાં વધુ કમાણી કરી લેવી તે બન્ને
અસામાજિક છે.
મોટા વકીલા એમ કહે છે કે અમે કયાં કહીએ છીએ કે અમારી પાસે આવેા. તમારે જરૂર હોય તો આવા; અને તો અમારી ફી આપવી પડશે. આ જ વસ્તુ બીજા બુદ્ધિજીવીઓને પણ લાગુ પડે છે. આ દલીલ બરાબર નથી. માણસ માંદા હોય તે સારા ડૉકટર પાસે જવા ઈચ્છે. કોર્ટે જવું પડે તે હોશિયાર વકીલને રોકવા ઈચ્છે. તેના અર્થ એમ નથી કે તેને લૂંટાય. પ્રમાણ જોઈએ. કેટલાક મોટા વકીલા આવું પ્રમાણ જાળવે છે તે હું જાણું છું પણ એવા બહુ ઘેાડા છે.
એમ પણ કહેવાય છે કે કરવેરા એટલા ભારે છે કે અમારા હાથમાં શું રહે છે? એ ખરું છે કે જેઓ પૂરા કરવેરા ભરે છે તેમની બચત ઘણી ઓછી છે. પણ પ્રશ્ન એ છે કે ૧૦૦ રૂપિયા લઈને જો સરકારને ૯૩ કે ૯૭ રૂપિયા આપી દેવાના હોય તેા સરકારના કર ઉઘરાવનારનું કામ શા માટે કરવું?
વકીલ કે દાકતરના ધંધા ઉમદા–Noble અને સેવાનો કહેવાય છે. ઈંગ્લાંડમાં એમ કહેવાનું હતું કે વકીલ પૈસા માગે નહિ, તેને અડે પણ નહિ, વકીલ ઝબ્બા પહેરે છે તેની પાછળ નાની કોથળી હોય છે. વકીલને ખબર ન પડે તેવી રીતે અસીલ આ કોથળીમાં ગિનીઓ નાખી દે. આપણા વકીલા પણ હજી આવા જ ઝબ્બા પહેરે છે પણ કોથળી ફાટી ગઈ છે.
તા. ૧-૪-૭૩
અમેરિકા અને ઉત્તર
વિયેટનામ
યુદ્ધોત્તર પુનનિર્માણમાં અમેરિકા, ઉત્તર વિયેટનામને સહાય કરશે તે વિષયે ‘પ્રબુદ્ધ જીવન”ના ગતાંકમાં મેં “માનવીની વિચિત્રતા” શીર્ષકથી લખ્યું છે. તે જ વિષયે, ‘જન્મભૂમિ અને પ્રવાસી'ના તા. ૨૫-૩-’૭૩ ના અંકમાં ‘શીલ અને સમાજ’ કોલમમાં શ્રી મનુભાઈ પંચાળીએ લખ્યું છે. આ સહાયમાં તેમને પણ કેટલીક વિચિત્રતા લાગી છે છતાં એકંદરે તેમણે આ બનાવને ભાવનાને આપ આપ્યો છે અને તેમાં માનવઆત્માની ઊજળી બાજુ છતી થાય છે તેમ માને છે. મને તેમાં અનેક હેતુ લાગ્યા છે. ‘પ્રબુદ્ધ જીવન'ના વાચકો માટે શ્રી મનુભાઈના વિચારો અહીં આપું છું. -તંત્રી]
માણસજાત શાણી છે કે બેવકૂફ તે કોઈ વાર સવાલ થાય, વિયેટનામમાં શાંતિકરાર થયા તેમાં એક કલમ પ્રમુખ તિકડ્સને આગ્રહપૂર્વક મુકાવી કે “અમેરિકા ઉત્તર વિયેટનામની નવરચનામાં આર્થિક મદદ કરશે.” આ કલમને તેણે શાંતિ માટેના મૂડીરોકાણ જેવી ગણાવી, યુદ્ધના જખમાં તેનાથી રૂઝાશે તેમ કહ્યું.
અંતે પ્રશ્ન સામાજિક ન્યાય અને સમતુલાને છે. દેશની ગરીબાઈ જોતાં, થોડી વ્યકિતઓ અઢળક કમાણી કરે એમાં ભારે અન્યાય છે. ઓછામાં ઓછી અને વધુમાં વધુ આવક વચ્ચે પ્રમાણ હોવું જોઈએ. આ ધારણ વેપારી, બુદ્ધિજીવી, ખેડૂત કે મજૂર—બધા વર્ગોને લાગુ પડે છે. આવી મોટી અસમાનતા સામાજિક ઈર્ષાનું કારણ બને છે. બુદ્ધિજીવી વર્ગ સ્વેચ્છાએ સંયમ સ્વીકારે અને સમાજમાં સારો દાખલા બેસાડે એવી અપેક્ષા રાખી શકાય. પણ અત્યારે તે આ અરણ્યરુ દન લાગે છે. માટે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટે અથવા સરકારે કાંઈક અંકુશ મૂકવા જ જોઈએ. ૨૫-૩-૭૩
ચીમનલાલ ચકુભાઇ
આના અનુસંધાને પ્રમુખ કચેરીએ દસ અબજ પૌંડની મદદ કરવી જોઈશે તેમ જણાવ્યું છે. આ જ ઉત્તર વિયેટનામ પર ગયા ડિસેમ્બરમાં જે બેમ્બમારો કર્યો તેમાં આ જ અમેરિકાએ એક અબજ પૌંડની ખાનાખરાબી કરી હતી ! એક હાથે જખમ, અને બીજા હાથે મલમપટ્ટા, વિચિત્ર લાગે તેવું છે ને !
અને છતાં, તેમાં માણસની એક મેટાઈ અને સમજદારીનું પણ આશ્ચર્યજનક દર્શન થાય છે. તે છે વૈરભાવને બાજુ પર મૂકવાની શકિતનું. ઔર બઢાવેલ હઠ, હિંસા, નઠોરતા, બર્બરતાના આવેગા કેવા તીવ્રતમ હાય છે! મહાભારતના યુદ્ધ પછી પાંડવે ધૃતરાષ્ટ્રને પગે લાગવા ગયા, પેાતાના પિતરાઈ ભાઈઓની હત્યાના પાત્તાપથી તેમને દુ:ખ થયું હતું, અને જેમને પોતે માર્યા છે તેમના પિતા પાસે માં બતાવતાં શરમાતા હતા - વિજેતાનું ગુમાન તે હતું જ નહિ, અને છતાં ધૃતરાષ્ટ્રના વૈરાગ્નએ તે। એ વખતે ભીમને આલિંગનમાં ભીંસી, કચડી નાખવાનું કાવતરું જ ગાઠવેલું, માત્ર શ્રીકૃષ્ણની દૂરંદેશીથી ભીમ બચી ગયો.
પહેલા મહાયુદ્ધને અંતે આ વૈરવૃત્તિના આવેગે જ “કૈસરને ફાંસીએ ચડાવે'ની માગ પેદા કરેલી અને એવેરેજ જર્મન પ્રજા કદી ન ભરી શકે તેવા દંડ ઠોકેલા.
એટલે જેની સાથે દાંત ભીંસીને, ગળાંકાપ લડાઈ, રાતદિવસ, વર્ષોનાં વર્ષો કરી છે, તેને જ મદદ કરવાને સંકલ્પ કરવા તેમાં માનવઆત્માની અત્યંત ઊજળી બાજુ છતી થાય છે.
છ વર્ષના આંતરયુદ્ધને અંતે સાતેક લાખની ખુવારી પછી જ્યારે દક્ષિણ વિભાગ ઉરને શરણે ગયો ત્યારે લિંકને ઉત્સવ ઊજવવાની ના પાડેલી, અને યુદ્ધ શરૂ કરવાની ગુસ્તાખી કરનાર દક્ષિણના જ મલમપટ્ટા કરવાની અપીલ કરી હતી.
બીજા મહાયુદ્ધને અંતે પણ જર્મની અને જાપાનને મિત્રરાષ્ટ્રોએ અને ખાસ કરીને અમેરિકાએ ભરપટ્ટો મદદ કરેલી,
આમાં સંસ્કૃતિની યાત્રાનું આગેકદમ છે. રામચંદ્રજીએ રાવણને હણ્યા પછી કહેલું “મરણાંતાન્તિ વૈરાણી” – વૈરનું પણ હવે મરણ થવું જોઈએ. આવેગની ચેનલ આમ તુરત બદલવી તેમાં મનુષ્યની અનાસકિતની શકિતની ઝલક છે.
પણ એ પણ વિચિત્રતા છે ને કે જે અમેરિકા પોતાના દસકાજૂના શત્રુ ઉત્તર વિયેટનામને સમાધાન થયા પછી મદદ કરવા તૈયાર થાય છે, તે જ આ વિયેટનામ બુદ્ધનો વિરોધ કરનાર ઘરઆંગણાના યુદ્ધવિરોધીઓને છેડતાં હજુ અચકાય છે.
મનુભાઈ પંચોળી-‘દર્શક’
4