SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ 不 પ્રબુદ્ધ જીવન પ્રકીર્ણ નોંધ ગુજરાતનું દુર્ભાગ્ય આ લખાય છે ત્યારે ગુજરાતનું રાજકારણ ચકડોળે ચડયું છે. છેલ્લી ચૂંટણીમાં શાસક કૉંગ્રેસને જંગી બહુમતી મળી ત્યારે એવી આશા બંધાઈ હતી કે હવે ગુજરાતને સ્થિર રાજતંત્ર મળશે. શાસક કૉંગ્રેસને સ્પષ્ટ બહુમતી આપવા આ જોરદાર દલીલ આગળ ધરવામાં આવતી. આ આશા ઠગારી નીવડી છે. વિરોધ પક્ષ નથી ત્યારે શાસક કાસના આંતરિક સંઘર્ષો તેને નબળી પાડે છે. પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની ચૂંટણી સમયે શ્રી કાન્તિલાલ ધિયા અને શ્રી ચીમનભાઈ પટેલના જૂથે ઉઘાડો બળવો કર્યો અને સર્વાનુમતે ચૂંટણી કરવાના કાગ્રેસ વરિષ્ઠ મંડળના પ્રયત્નો નિષ્ફળ ગયા. આ જૂથ હારી ગયું, પણ ઝેર નિચેાવાયું નહિ. એમ કહેવામાં આવતું કે લેકશાહીમાં ચૂંટણી આવકારદાયક લેખાવી જોઈએ. પણ ચૂંટણીના પરિ ણામને ખેલદિલીથી સ્વીકારવાને બદલે ખટપટ ચાલુ રહી. હવે સમાજવાદી ફોરમે ઉપાડો લીધા છે. જે વ્યકિતઓને જાહેર જીવનમાં કોઈ સ્થાન હોવું ન જોઈએ એવી વ્યકિતઓ આગેવાનીના દાવા કરે છે. શાસક કોંગ્રેસમાં શંભુમેળો ભેગા થયા છે અને તેમાં અનેક અનિષ્ટ બળેા દાખલ થયાં છે અને કોઈ તત્ત્વનિષ્ઠા રહી નથી તેનું પ્રતિબિમ્બ વર્તમાન પરિસ્થિતિમાં પડે છે. ચૂંટણી પછી પક્ષની મેટી બહુમતી હોવા છતાં નેતાની પસંદગી કરી ન શક્યા. છેવટ શ્રીમતી ઈન્દિરા ગાંધીએ શ્રી ઘનશ્યામભાઈ ઓઝાની પસં દગી કરી. પણ આ પસંદગી ધારાસભ્યોની પેાતાની નહિ હાવાથી ધારાસભ્યોને કોઈ જવાબદારીનું ભાન નથી રહ્યું, તેમ નેતા પ્રત્યે વફાદારીની લાગણી નથી. ઘનશ્યામભાઈ સજ્જન છે અને સૌને રાજી રાખવા પ્રયત્ન કરે છે પણ નાજુક સંજોગાને કારણે બળવાખોરો સામે સખત હાથે કામ લેવું જોઈએ તે લઈ શકે તેમ નથી. કોંગ્રેસ વરિષ્ઠ મંડળની નીતિ સમજાતી નથી. અથવા કોઈ નીતિ હોય તેમ જણાતું નથી. શાસક કૉંગ્રેસમાં સામ્યવાદીઓ ઘૂસ્યા છે, જેમના તરફથી સમાજવાદી ફોરમને પ્રોત્સાહન મળે છે. જાહેર જીવનનું ધેારણ એટલું નીચું ગયું છે કે હવે આપણને આઘાત પણ થતા નથી. નહિ તે વિકરાળ દુષ્કાળનો પંજો પ્રજા ઉપર ફરી વળ્યા છે ત્યારે આ વેતિયા માણસે પોતાની સત્તા અને સ્થાન માટે હોંસાતાંસી કરતા હાય તે અસહ્ય થઈ પડવું જોઈએ. કૉંગ્રેસ વરિષ્ઠ મંડળને આવી અસ્થિર પરિસ્થિતિ કદાચ ગમતી હશે કે જેથી બધાને દિલ્હીના દેડા કરવા પડે અને દીક્ષિત, શર્મા કેવડા પ્રધાનના દ્વારે લાચારીથી સલામી કરવી પડે. આવા સંજોગામાં દુષ્કાળ છે ત્યારે તંત્રની શિથિલતા પ્રજાનું મેટું દુર્ભાગ્ય જ લેખાવું જોઈએ. વિરોધ પક્ષ રહ્યો નથી અને જે છે તે એટલા મરણિયા થયા છે કે તદ્ન બિનજવાબદાર રીતે ધાંધલ અને ચિચિયારી કરવામાં જ માને છે. આ બળવા કદાચ શમાવી દેવાશે પણ મૂળિયાં ખવાતાં જાય છે. વન્દે માતરમ્ વન્દે માતરમ્ ના વિવાદે જે વંટોળ જગાડયો છે તે જોતાં તેની પાછળ કોઈ વિશિષ્ટ બળા કામ કરી રહ્યાં છે તેમ માનવાને કારણ મળે છે. નિહ તો સ્કૂલમાં વન્દે માતરમ ગાવું કે નહિ એવી નજીવી બાબત આવું ગંભીર સ્વરૂપ લે નહિ. બન્ને બાજુનાં કોમી બળે જમાવટ કરી રહ્યાં છે. વન્દે માતરમ્ પ્રેરક ગીત છે પણ તે રાષ્ટ્રગીત ની તે ભૂલી જવું ન જોઈએ. રાષ્ટ્રગીત પ્રત્યે પણ પ્રજાના જોઈએ | તેવે! આદર નથી અને આદર મેળવવા કાયદા કરવા પડે છે, દંડ કરવા પડે છે. તે, વન્દે માતરમ્ ફરજિયાત બધે ગવાવું જોઈએ એવા આગ્રહ વાજબી નથી. મુસલમાનોના વિરોધ પાયા વિનાનો છે. તેમની ધાર્મિક લાગણી દુભાય તેવું વન્દે માતરમ્ ગીતમાં કાંઈ જ નથી. મુસલમાનો મૂર્તિપૂજામાં માનતા નથી તેથી માતૃભૂમિને તા. ૧-૪-૭૩ વંદન કરવામાં ધાર્મિક બાધ આવે છે એ અર્થહીન વાત છે. સ્થાનકવાસી જૈને મૂર્તિપૂજામાં માનતા નથી, આર્યસમાજીએ મૂર્તિપૂજા સ્વીકારતા નથી, તેથી ‘વન્દે માતરમ્ ' ના વિરોધ કરે તેમ નથી. સમજદાર મુસલમાનોએ વન્દે માતરમ્ ના વિરોધને અસ્વીકાર કર્યો છે. વન્દેમાતરમ જિઆત ગાવાનો આગ્રહ રાખવામાં ન આવે તો વિરોધ ઉગ્ર સ્વરૂપ લેવાને બદલે શમી જશે. ધારાસભા કે કોર્પોરેશનમાં હમેશ શરૂઆતમાં વન્દે માતરમ્ ગાવાનો આગ્રહ રાખવા વ્યાજબી નથી લાગતો. વન્દે માતરમ્ ને બદલે મુસલમાના ‘હિન્દુસ્તાં હમારા ” ગાય તેમ કરવું એ સૂચના વધારે બેહૂદી છે.તેથી તે બે કોમ વચ્ચેના ભેદ વધારે દઢ કરીએ છીએ. જનસંઘને અને મુસ્લિમ લીગને કોમી લાગણી ઉશ્કેરવાનો આ મેકો મળી ગયા છે. એવી તક તેમને આપવી ન જોઈએ, કૉંગ્રેસના માણસે પણ આ ઉશ્કેરણીમાં ખેંચાય છે તે આશ્ચર્યજનક છે. આ વિવાદ વધારે વિપરીત પરિણામે લાવે તે પહેલાં તેનો અંત લાવવા જોઈએ. બનારસ યુનિવર્સિટી શિક્ષણ સંસ્થાઓમાં થતાં તેાના માટે દેખીતી રીતે વિદ્યાર્થીએને દોષ દેવાય છે. પણ ઘેાડા ઊંડે ઊતરી તપાસ કરીએ તે જે બીજા તત્ત્વ ખરો ભાગ ભજવે છે તે દેખાઈ આવે છે. ૧૪૦૦૦ વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી દેશની મેટી યુનિવર્સિટી લગભગ ચાર મહિનાથી બંધ રાખવી પડી છે અને ફ્રી શરૂ કરવાના પ્રયત્નો થતાં ફરી ફાના થાય છે તેમાં વિદ્યાર્થીઓ કરતાં કેટલાક રાજકીય પક્ષા જ દોષિત છે તે હવે સ્પષ્ટ છે. બનારસ યુનિવર્સિટી કેટલાંક વર્ષોથી રાજકીય પક્ષના ભાગ બની છે. બનારસ યુનિવર્સિટીને હિન્દુ યુનિવર્સિટી રાખવી અને હિન્દુ ધર્મના પ્રચારનું અને હિન્દુ રાજ્યના સ્વપ્નનું કેન્દ્ર બનાવવું એ ધ્યેય કેટલાક રાજકીય પક્ષાનું છે. આર. એસ. એસ. અને જનસંઘે વિદ્યાર્થીઓમાં પગપેસારો કરી, યુનિવર્સિટીમાં અડ્ડો જમાવ્યો છે. વિદ્યાર્થી પરિષદના દાર આ પક્ષાના હાથમાં છે. બીજા વિરોધ પક્ષે રાજકીય હેતુથી તેમાં જોડાયા છે. પ્રત્યાઘાતરૂપે કૉંગ્રેસ અને સામ્યવાદી પક્ષ પોતાના પ્રચાર કરે છે. વિદ્યાર્થીઓની સાચી ફરિયાદો – જો કાંઈ હોય તે! – ને ગૌણ સ્થાન છે. યુનિવર્સિટીને રાજકીય સંઘર્ષના અખાડો બનાવી છે. વાઈસ ચાન્સેલર ડૉ. શ્રીમાળી વિદ્યાર્થીઓની સાચી ફરિયાદોનું નિરાકરણ કરવા તત્પર છે, પણ હેતુ રાજકીય હોવાથી અશકય માગણીઓ મૂકે છે. દા. ત. દિલ્હીમાં એશિયા પ્રદર્શન થયું તેની મુલાકાત માટે વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવી, નાપાસ થયેલ બધા વિદ્યાર્થીઓને ઉપરના વર્ગમાં ચડાવવા, શિસ્તહીન વર્તન માટે બરતરફ કરેલ વિદ્યાર્થીઓને દાખલ કરવા વગેરે. અલીંગઢ યુનિવર્સિટી અને બનારસ યુનિવર્સિટી બન્ને કેન્દ્રસંચાલિત છે. બન્નેનું કોમી સ્વરૂપ દૂર કરી, રાષ્ટ્રીય બનાવવા કેન્દ્રના પ્રયત્ન છે. બન્ને સ્થળે, એક પક્ષે હિન્દુ અને બીજા પક્ષે મુસ્લિમ કામવાર્દીઓના વિરોધ છે. અલીગઢ યુનિવર્સિટીના એકટમાં કેટલાક ફેરફાર કર્યા તે આવશ્યક અને તેના વહીવટમાં હિતકારી છે. પણ તેથી યુનિવર્સિટીનું “મુરિલમ સ્વરૂપ ” જળવાતું નથી તેવું કારણ આપી તાજેતરમાં દિલ્હીમાં સંમેલન થયું. તેને સંસ્થા કેંગ્રેસ, સ્વતંત્ર વગેરે પક્ષાએ ટેકો આપ્યા. ઉત્તર પ્રદેશમાં થોડા સમય પછી ચૂંટણી આવી રહી છે તેના સંદર્ભમાં આ બન્ને યુનિવર્સિટીમાં આંદોલના માત્ર રાજકીય હેતુથી થાય છે તે સ્પષ્ટ છે. હજારો વિદ્યાર્થીઓનું ભાવિ બગડે છે તેની આ રાજકીય પક્ષાને કાંઈ પડી નથી. મેટા ભાગના વિદ્યાર્થીઓ આવા આંદોલનમાં ભાગ લેતા નથી અથવા A
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy