________________
(વ
૨
પ્રભુદ્ધ જીવન
¥ાઈડ અને શ્રી અરિવંદ
[ફ઼ોઈડ ઉપરના મારા લેખના અનુસંધાનમાં અમદાવાદથી ભાઈ એચ. એમ. વ્યાસે ડ્રોઈડ વિશે શ્રી અરવિંદે તેમના યોગ ઉપરના ગ્રંથમાં જે લખ્યું છે તેનું અવતરણ મને મેકલ્યું છે, જેનો અનુવાદ અહીં આપ્યો છે. -તંત્રી]
ફોઈડના મનોવિશ્લેષણને કોઈએ યોગની સાથે સાંકળવું ન જોઈએ. એ માનવપ્રકૃતિના ચોક્કસ અંશને, સૌથી નિમ્ન, સૌથી જોખમી, રોગિષ્ઠ અંશને, સુષુપ્ત મનની નિકૃષ્ટ ચેતનાને હાથ ધરે છે; તેની કેટલીક સૌથી વિકારી પ્રક્રિયાઓને અલગ તારવે છે અને તેને તથા તે સર્વને પ્રકૃતિમાંના તેમના યથાર્થ હિસ્સાથી અમર્યાદ એવી સક્રિયતા અર્પે છે. આધુનિક માનસશાસ્ત્ર એ હજી ઊછરતું વિજ્ઞાન છે– એકીસાથે અવિચારી, અણઘડ અને પ્રાકૃત. માનવમનની એક સાર્વત્રિક ટેવ છે કે આંશિક યા એકાંગી સત્યને અયોગ્ય રીતે સર્વસામાન્ય નિયમનું રૂપ આપવું અને તેની સંકુચિત સંજ્ઞામાં પ્રકૃતિના સમગ્ર ક્ષેત્રને સમજાવવાના પ્રયાસ કરવા—આ ટેવ બધાં ઊછરતાં વિજ્ઞાનાની જેમ અહીં પણ માઝા વટાવી ગઈ છે. વળી, દબાવાયેલી કામવાસનાના મહત્ત્વની અતિશયોકિત એ એક ભયજનક જૂઠાણું છે અને તેની ખરાબ અસર પડી શકે છે અને તે મન તથા પ્રાણશકિતને પહેલાં કરતાં મૂળભૂત રીતે ઓછાં નહિ પણ વધુ અશુદ્ધ બનાવે છે.
એ સાચું છે કે માનવીમાં રહેલી પ્રચ્છન્ન ચેતના તેની પ્રકૃતિનો સૌથી બૃહદ્ અંશ છે અને તેમાં અદશ્ય ક્રિયાશીલતાનું રહસ્ય છુપાયેલું છે, જે સપાટી પરની તેની પ્રવૃત્તિઓનું પ્રેરક છે. પણ ફોઈડનું મનેવિશ્લેષણ તમેાગ્રસ્ત અધસ અર્થાત્ અવચેતનાને જ ઓળખતું હાય એમ જણાય છે અને તેમાં પણ તેના કેટલાક અંધારિયા ખૂણાઓને જ– એ અવચેતના સમગ્ર પ્રચ્છન્ન ચેતનાના એક મર્યાદિત અને નિમ્ન અંશથી િવશેષ નથી. પ્રચ્છન્ન ચેતના ભીતરમાં રહે છે અને સમગ્ર બહિર્મુખ ચેતનાને સાથ આપે છે; તેની અંદર સપાટી પરના મનસની પાછળ બૃહદ્ અને વધુ કુશળ અધિમનસ્ રહેલું છે. સપાટી પરની પ્રાણશકિતની પાછળ બૃહદ્ અને વધુ શકિતસંપન્ન પ્રાણશકિત રહેલી છે, સપાટી પરના દૈહિક અસ્તિત્વ પાછળ વધુ મુકત અને સૂક્ષ્મતર ભૌતિક ચેતના રહેલી છે. અને તેમની ઉપર ઉચ્ચતર પરાચેતનામાં તેમ જ નીચે અધમુખી અવચેતનાનાં ક્ષેત્રમાં તે ખૂલે છે. પ્રકૃતિને પરિશુદ્ધ કરવા અને તેનું પરિવર્તન સાધવા ઈચ્છનારે આ ઊર્ધ્વ પરાચેતનાની અભિમુખ ખુલ્લા થવાની જરૂર છે અને તેમના દ્વારા પ્રચ્છન્ન તથા સપાટી પરની ચેતના ઉભયનું પરિવર્તન સાધવું જોઈએ. આ પણ ખૂબ સાવધાનીપૂર્વક કરવું જોઈએ, અપકવ રીતે કે ઉતાવળમાં નહિ, પણ એક ઉચ્ચતર શકિતની દારવણીને વશ વર્તીને તથા હમેશાં યથાર્થ વલણ અપનાવીને; કારણ નહિ તે અવતરણ પામતી શકિત પ્રકૃતિના એક અસ્પષ્ટ અને નબળા માળખા માટે વધુ પડતી પ્રબળ હશે. પણ નિમ્ન અવચેતના પ્રતિ ખુલ્લા થઈને આરંભ કરવા એ તેમાં જે કંઈ નિકૃષ્ટ કે અસ્પષ્ટ છે તે સર્વને જાગૃત કરવાનું જોખમ વહેારવા જેવું છે—જાણે મુશ્કેલીને હાથે કરીને આમંત્રણ આપવું! સૌ પ્રથમ ઉચ્ચતર મન અને પ્રાણશકિતને મજબૂત અને દઢ કરવાની તથા તેમને પ્રકાશ અને શાંતિથી ભરી દેવાની જરૂર છે. એ પછી અવચેતના પ્રત્યે ખૂલી શકાય યા તે તેમાં વધુ સલામતીથી તથા
ઝડપી અને સફળ પરિવર્તનની થોડીક તક સાથે ડૂબકી મારી શકાય.
水
*
આ મનોવિશ્લેષકો આધ્યાત્મિક અનુભવને જ્યારે તેમની ટોર્ચને અજવાળે તપાસવા પ્રયાસ કરે છે ત્યારે તેમને જરા પણ ગંભીર ભાવે લેખવાનું મને મુશ્કેલ જણાયું છે, – છતાં કદાચ તેમને એ રીતે લેખવા જોઈએ કારણ અર્ધદગ્ધ જ્ઞાન એ એક ભારે શકિતશાળી વસ્તુ છે અને સાચા તથ્યની આગળ તે એક મોટા અવરોધરૂપે આવી શકે તેમ છે. આ નવું માનસશાસ્ત્ર પૂરતા મૂળાક્ષરો નહિ
માલિક : શ્રી મુંબઈ જૈન મુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : મુંબઈ–૪ ટે. નં, ૩૫૦૨૯૬
પણ કોઈક પ્રકારનો તેના સાર શીખતાં હોય તેવાં બાળકોના જેવું જ મને વધુ લાગે છે. તેઓ અવચેતનાના તેમનાં અ-બ-ક-ડ ને રહસ્યમય આંતરિક બૃહદ્ અહમ્ સાથે સાંકળવામાં ખૂબ જ આનંદ પામે છે અને એમ કલ્પી લે છે કે અસ્પષ્ટ આરંભની તેમની બાળપોથી (સીએટી - કેટ, ટી આર ડબલ ઈ - ટ્રી) એ સાચા જ્ઞાનનું ખરેખરું હાર્દ છે. તેઓ નીચેથી ઉપર તરફ દષ્ટિ કરે છે અને નિમ્ન સ્તરની અસ્પષ્ટતાઓ દ્વારા ઉચ્ચતર પ્રકાશની સમજ આપે છે; પણ આ બાબતોનો પાયો તો ઉપર છે અને નીચે નહિ–પત્તિ યુધનો સમ્ । અવચેતના નહિ પણ પરાચેતના એ જ સર્વ વસ્તુઓની સાચી આધારશિલા છે. કમળની સૂચકતા તે અહીં જેમાંથી ઊગે છે તે કાદવનાં રહસ્યોના પૃથક્કરણથી પ્રાપ્ત નહિ થાય, પણ દિવ્ય પ્રકાશમાં ચિરંતન ખીલી રહેલા કમળના સ્વર્ગીય નમૂનામાં તેનું રહસ્ય ખાળવું રહે છે. આ મનોવિશ્લેષકોએ જેને આપમેળે અપનાવી લીધું છે તે તેમનું ક્ષેત્ર વધુમાં કંગાળ, અંધારઘેર અને મર્યાદિત છે. અંશને જાણી શકો તે પહેલાં તમારે સમગ્રનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ અને નિમ્નતમને ખરેખર સમજી શકો તે પહેલાં ઉચ્ચતમનું શાન મેળવવું જોઈએ. જેને સમય પાકી રહ્યો છે તે બૃહદ્ મનોવિજ્ઞાનનું આ વચન છે અને તેની આગળ પછી આ ક ગાળ આંધળુકિયાં અદશ્ય બની જશે અને તેની અસર પણ તદ્દન ધાવાઈ જશે. શ્રી અરવિંદ : અનુ. હિંમતલાલ મહેતા
સંભવામિ
ગોપીઓ ઉદાસ છે.
કીર્તનકારોએ કીર્તન બાજુ પર મૂકી દીધાં છે. કૃષ્ણ વૃંદાવન છેડી ગયા છે,
અને હવે
તા. ૧૬-૩-૭૩
ન્યુયાર્ક ગયા છે.
ત્યાંથી તેઓ લાસ - એન્જલિસ જશે
અને ત્યાં ગીતાના મહિમા પર પ્રવચન આપશે. કહે છે ત્યાંના લોકો
‘હરે કૃષ્ણ, હરે કૃષ્ણ' ગાતા ભાવ – આવેશમાં ડૂબી જાય છે. ત્યાંથી તેઓ લાંડન જશે
અને પછી ફ્રેન્કફર્ટ સેટલ થશે. એક આશ્રામ સ્થપાશે
ત્યાં ગાયા હશે, દહીં વલાવાશે પ્રભાતે વેદની ઋચાથી ઉષાને વધાવાશે.
જે લોકો સમૃદ્ધિની છેાળથી આચાઈ ગયા છે અને જયાં શૂન્ય વિસ્તરી રહ્યું છે તેમની વચ્ચે હવે કૃષ્ણ પોતાની લીલાનું રહસ્ય ખુલ્લું કરશે, અને
ફરીથી ધર્મની સ્થાપના કરશે!?
વિપિન પરીખ
શ્રી ચીમનલાલ જે. શાહ, પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, ક્રેટ, મુંબઈ-૧
12