SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬–૩–૭૩ વિષુવવૃત્તની સપાટીને નમતી રહે છે તથા તેને નમનકોણ પણ એકસરખા સ્થિર રહેવાને બદલે ઊંચાનીચા થતા હોય છે. આ ઉપરાંત પૃથ્વીની એક ત્રીજી ગતિ પણ છે. આ ગતિ પૃથ્વીની ધરીના પેતાના વર્તુળાકાર પરિભ્રમણની છે. દક્ષિણ ધ્રુવના પેાતાના છેડા સ્થિર રાખીને આ ધરી ઉત્તર ધ્રુવ આગળ ભમરડો પેાતાની અણી ધરતી પર સ્થિર રાખીને પોતાના માથાને નમતું રાખી ગાળ ગાળ ઘુમાવ્યા કરે તેમ વર્તુળાકારે ફર્યા કરે છે! અને પૃથ્વીની આવી વિવિધ ગતિઓને લીધે લાંબે સમયે તેની આબાહવામાં તથા તેની સપાટીના ઉષ્ણતામાનની પરિસ્થિતિમાં વ્યાપક ફેરફારો થયા કરે છે. પ્રબુદ્ધ જીવન પૃથ્વીની ત્રણ ગતિએ સૂર્યથી પૃથ્વીનું સરેરાશ અંતર ૯૨૯ લાખ માઈલ ચા ૧૪૯૫ લાખ કિલોમીટર જેટલું છે. પણ આ સરેરાશ અંતર છે અને રાજેરોજ પૃથ્વીના પરિભ્રમણની સાથેસાથે તે ફરતું રહે છે. પૃથ્વીના પરિભ્રમણની ગતિમા અંતર પર આધારિત છે. ખગાળશાસ્રના નિયમ મુજબ જેમ પૃથ્વી સૂર્ખથી વધુ દૂર હોય તેમ તેની પરિભ્રમણની ગતિ ધીમી પડે તથા જેમ તે સૂર્યની નજીક હાય તેમ તેની પરિભ્રમણની ગતિ વેગવાન બને. સરેરાશ સેકન્ડે ૧૮.૫૨૫ માઈલની આ ગતિ ધીમી ધીમી દર સેકન્ડે અઢાર માઈલ પરથી તીવ્ર બની દર સેકન્ડે ઓગણીસ માઈલ જેટલી બદલાયા કરે છે. ખગેાળશાસ્ત્રીઓની ગણતરી મુજબ પૃથ્વીથી સૂર્ય વચ્ચે ઓછામાં ઓછું અંતર ૯.૧ કરોડ માઈલ અને વધુમાં વધુ અંતર ૯.૬ કરોડ માઈલ જેટલું થાય. આમ પૃથ્વીના પરિભ્રમણની લંબગેાળ આકૃતિના લાંબા વ્યાસ ૯.૬ કરોડ માઈલને અને ટૂંકો વ્યાસ ૯.૧ કરોડ માઈલના હાઈ શકે. પણ પરિભ્રમણમાર્ગની લંબગોળાઈમાં વધઘટ થયા જ કરે છે તથા લાંબા-ટૂંકા વ્યાસ નાના-મોટા થતા હેાય છે. પૃથ્વીના પરિભ્રમણની આ વક્રતા (અં. એકસેન્ટિસિટી) બાણુ હજાર વર્ષે પેાતાનું એક ચક્કર પૂરું કરે છે તથા એ સમય બાદ ફરી એ જ રીતે પૃથ્વીનું પરિભ્રમણ થયા કરે છે. પૃથ્વીની ધરીની વક્રતા પૃથ્વીની બીજી ગતિ તેની ધરીની વક્રતામાં થતા ફેરફારની છે. ૨૧ ૧/૨ અંશથી ૨૪ ૧/૨ અંશ સુધી ધરીની વક્રતામાં ફેરફાર થાય છે. હાલ ધરી ખગેાળના વિષુવવૃત્તની સપાટી પરના લંબ જોડે ૨૩ ૧૨ અંશના ખૂણા કરે છે. ધરીની વક્રતાના ફેરફારોની ગતિનું સમયમાન ૪૦ હજાર વર્ષનું છે. ૨૬૫ ઠંડીની ઋતુ રહે છે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં એટલે કે એસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈન્ડોનેશિયા તથા દક્ષિણ આફ્રિકા, ટ્રાન્ઝાનિયા, ર હેડેશિયા, ઝાંબિયા અને દક્ષિણ અમેરિકાના ઘણા દેશોમાં એથી ઊલટું હોય છે. એટલે કે શિયાળે એપ્રિલથી સપ્ટેમ્બરમાં અને ઉનાળા ઓકટોબરથી માર્ચ સુધી ચાલે છે. પણ પૃથ્વીની ધરી પેાતાના પરિભ્રમણનું આખું ચક્કર પૂરું કરે એટલે આ સ્થિતિ પલટાઈ જાય તથા ૠતુન સમય બદલાઈ જાય. આ ઉપરાંત પૃથ્વીની ધરીના ઉત્તર ધ્રુવનો છેડો ગેળાકારે ફરે છે અને ધરીના આ પરિભ્રમણને કારણે ખગોળના અન્ય તારાઓનું અંશમાન બદનાનું રહે છે. આ પરિભ્રમણને કારણે સંક્રાંતિને વાર્ષિક દિન અંદાજે સાઠ વર્ષે એક દિન આગળ ઠેલાતા જાય છે. સે વર્ષ પહેલાં તા. ૧૨મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ ગણાતી. હાલ તા. ૧૪ ના રોજ આ દિન આવે છે અને ગણતરીનાં વર્ષોમાં હવે તા. ૧૫ના ગુજ મકરરાંક્રાંતિ થવા લાગશે. પૃથ્વીની ધરીના પરિભ્રમણની ગતિનું સમયમાન ૨૫૬૦૦ વર્ષનું હોવાનું મનાય છે. પૃથ્વી પર તડકાછાંયો, ઉષ્ણતામાન અને શીતમાનના સર્જનના આધાર આ ત્રણેય ગતિ પર છે. પૃથ્વી સૂર્યથી દૂર હોય તો તેને ઓછી ગરમી મળે, સીપ હોય તો વધુ ગરમી મળે. પૃથ્વીની ધરી ઓછી નમેલી હાય તા પણ તાપ આકરો લાગે, વધુ નમેલી હાય તા તેની ઉગ્રતા ઓછી હાય, અને ધરીના પરિભ્રમણનું પરિણામ એવું હોય છે કે પૃથ્વીના બે ગોળાર્ધ–ઉત્તર ગાળાર્ધ અને દક્ષિણ ગાળાર્ધમાં ૠતુને સમય બદલાતો રહે છે. હાલ ઉત્તર ગોળાર્ધમાં એપ્રિલથી સપ્ટેમ્બર ઉનાળાના મહિના ગણાય છે તથા એકટોબરથી માર્ચ સુધી ઉત્તર ગોળાર્ધમાં વર્તમાન પ્રચલિત સમશીતોષ્ણ હવામાનનું એક કારણ એવું છે કે જ્યારે અહીં શિયાળા હાય છે ત્યારે પૃથ્વી સૂર્યથી ટૂંકા વ્યાસને છેડે હોય છે અને ઉનાળામાં લાંબા વ્યાસને છેડે હોય છે. એટલે ઉત્તર ગાળાર્ધમાં શિયાળા હળવા તથા ઉનાળા પણ આછા ઉગ્ર હોય છે. પણ જ્યારે ધરીના પરિભ્રમણનું અડધું ચક્કર પૂરું થાય અને હાલના શિયાળાના સમયે ઉનાળો આવે ત્યારે ઉનાળો વધુ ઉગ્ર અને શિયાળા પણ ખૂબ ઉગ્ર બને, જે પરિસ્થિતિ હાલ દક્ષિણ ગાળાર્ધમાં પ્રવર્તે છે. અહીં લાખા ચોરસ માઈલના વિસ્તારમાં પાણી થીજીને જામેલા એકથી બે માઈલ ઊંચા બરફના પહાડો બંધાય છે. જ્યારે ઉત્તર ધ્રુવમાં પ્રમાણમાં બરફ હાલ નહિવત્ છે. પણ સદૈવ આ સ્થિતિ રહેવાની નથી. પૃથ્વીના સાડા ચાર અબજ વર્ષના જીવનકાળમાં દસબાર હજાર વર્ષને સમય તે વર્ષના સમયમાં સાત સેકન્ડના જેટલું છે અને બાર હજાર વર્ષમાં પૃથ્વીના ધરીના પરિભ્રમણનું અર્ધું ચક્કર પૂરું થાય છે. બાર હજાર વર્ષ પહેલાં ઉત્તર ધ્રુવમાં સમશીતોષ્ણ હવામાન બદલાતાં ત્યાં વસેલા આર્યોએ સ્થળાંતર કર્યું એનું સંશોધન લેાકમાન્ય બાળગંગાધર તિલકે “આર્યોના ઉત્તર ધ્રુવનિવાસ” નામના એક સંશાધન ગ્રંથમાં કર્યું છે. લાકમાન્ય તિલકે આપણા દેશના રાજકારણમાં એવું મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે કે તેમનું આ વિદ્રત્તાપૂર્ણ સંશોધનકાર્ય તેમની એક ગૌણ સિદ્ધિ જ બની ગઈ. પણ એંસી વર્ષ પહેલાં તેમણે કરેલા આ સંશેધન પાછળના સત્યને હવે સ્વીકાર થઈ ચૂકયો છે. પણ શીત હવામાનને કારણે ઉત્તર ધ્રુવ પ્રદેશ પરથી આર્યોએ કરેલા જે સ્થળાંતરન તેઓએ નિર્દેશ કર્યો છે તે સ્થળાંતર ત બાર હજાર વર્ષ પૂર્વેના બહુ ઉગ્ર ન ગણાય એવા એક હિમયુગના સમયમાં થયેલું. એવા તેા બીજા ઘણા હિમયુગે આ પૃથ્વી પર આવી ગયા છે અને બરફના પહાડો જમાવી ગયા છે અને તે એસરી પણ ગયા છે. સિત્તેર હજાર વર્ષ પૂર્વે એક ભારે હિમયુગ ઉત્તર ગોળાર્ધમાં પ્રવર્તી રહ્યો હતો જયારે યુરોપ-અમેરિકાના ઘણા દેશે। પર બરફના પહાડો ફરી વળ્યા હતા. અને આવા હિમયુગો કેમ સર્જાવા પામે છે તેનો અભ્યાસ કરતાં સંશોધકોએ પૃથ્વીની આ ત્રણ ગતિઓના સંયોજનને તાળા મેળવ્યા છે તથા છેલ્લાં દસ લાખ વર્ષમાં આવા જ પ્રચંડ પાંચ-છ જેટલા બીજા હિમયુગા થઈ ચૂક્યા છે એવું તારણ કાઢયું છે. પૃથ્વીના સૂર્યની આસપાસના પરિભ્રમણમાર્ગની ધરીની વક્રતાનું ૯૨ હજાર વર્ષનું સમયમાન, પૃથ્વીનું ધરીના પરિભ્રમણનું ૨૫૬૦૦ વર્ષનું સમયમાન તથા ધરીની વક્રતાનું ૪૦ હજાર વર્ષનું સમયમાન એ ત્રણેય ગતિએથી આ દસ લાખ વર્ષના સમયમાં ઘણી વાર પૃથ્વી અવકાશમાં એવા સ્થાન પર આવી જાય કે જ્યારે પરિભ્રમણની વક્રતા વધુમાં વધુ હોય, ધરી ખૂબ નમેલી હેાય. આનાથી વિપરીત સંજોગામાં એટલે કે વક્રતા ઓછામાં ઓછી હાય તથા ધરી ઓછી નમેલી હોય ત્યારે પૃથ્વીને સૂર્યમાંથી સવાગણી ગરમી મળે અને એમ તેના પરના હવામાનમાં સતત ફેરફારો થતા જ રહે છે. મોહનલાલ પી. ગાંધી
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy