SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૭૩ - ક તરીકે બનતીન અને હા. ત. ગતીની દર લાગે તે કરતાં એક ઉપરના સ્લેબને દર લાગશે. દા. ત. રૂા. પ000 થી રૂ. ૧૦,૦૦૦ સુધી સામાન્ય રીતે ૧૦ ટકાને દર લાગે છે તેને બદલે આવાં કટુંબને ૧૭ ટકાને દર લગાડવામાં આવશે. આવી જ રીતે રૂ. ૧૦,000 થી રૂ. ૧૫,૦% ની આવક સુધી ૧૭ ટકાને બદલે ૨૩ ટકાને દર લાગશે. (૩) જે હિંદુ અવિભકત કુટુંબના એક પણ સભ્યની નેટ વેલ્ય રૂ. ૧,00,000 થી વધારે હોય તેવા કુટુંબને વેલ્થટેટ્સમાં પણ ઊંચા દર લાગશે. આ ફેરફાર હિંદુ અવિભકત કુટુંબ કરી કાયદાના લેવાતા ગેરલાભ સામેના પગલાંરૂપે છે. પણ આ છતાં હજુ હિંદુ અવિભકત કુટુંબની જુદી આકારણી કરાવવી એ ફાયદાકારક તો રહેશે જ. જો કે પહેલા કરતાં થોડું ઓછું ફાયદાકારક બનશે. (૨) ખેતીની આવક ખેતીની આવક હવે દરની ગણતરી માટે હિસાબમાં લેવામાં આવશે. ખેતીની આવક પર કોઈ ઈન્કમટેકસ નથી એટલે કાળું નાણું ખેતીની આવક તરીકે બહાર આવતું હતું. આ સામે આ પગલું લેવાયું છે. આનાથી જેને બિનખેતીની આવક સાથે ખેતીની આવક હશે તેને સારે હિસાબે કર વધી જશે. દા. ત. પહેલાં જેને ૨૫૦% ની બિનખેતીની આવક અને ૧૫000 ની ખેતીની આવક હોય તેને રૂા. ૪૬૦૦ કર લાગતે એને બદલે હવે રૂા. ૯૭૭૫ કર ભરવાને થશે. (૩) વધારે શેરહોલ્ડરોવાળી કંપનીઓ આવી કંપનીઓને શરૂઆતની ૫૦,૦૦૦ રૂ.ની આવક પર ફકત ૪૫ ટકાને દર લાગતે. હવેથી પહેલા રૂ. ૧,છ,૦૦૦ ની આવક પર ૪૫ ટકાને દર લાગશે અને ત્યાર બાદ ૫૫ ટકાને દર લાગવાને શરૂ થશે. ' (૪) ઓછા શેરહોલ્ડરવાળી કંપનીએ આવી કંપનીઓ કે જેની મુખ્ય આવક ઉદ્યોગમાંથી થતી હોય તેને પહેલા ૧૦ લાખ પર ૫૫ ટકા અને ત્યાર બાદ ૬૦ ટકાને દર લાગતું. હવેની દરખાસ્ત મુજબ પહેલા ૨ લાખ પર ૫૫ ટકા અને ત્યાર બાદ ૬૦ ટકાને દર લાગશે. આ દરને લગતા બધા ફેરફાર ૧૯૭૪-૭૫ ને આકારણી વર્ષથી લાગુ પડશે. કંપનીઓ પર બંગલા દેશને હિસાબે કર પર ૫ ટકાને સરચાર્જ લગાવવામાં આવેલ તે દૂર કરાયા નથી. (બ) કાયદામાં કરાયેલા ફેરફારો (૧) લાંબા ગાળાના કેપિટલ ગેઈન્સમાં અત્યાર સુધી જે કોઈ પણ Capital Assetમાં ૨૪ મહિનાથી વધુ સમય રોકાણ હોય તો તેના વેચાણ પર થતા નફાને લાંબા ગાળાને કેપિટલ ગેઈન્સ ગણવામાં આવતો અને આવકમાં ગણતી વખતે એમાંથી અમુક ટકા બાદ કરીને બાકીના જ નફાને આવક ગણવામાં આવતી. હવે આ મુદતને વધારીને ૬૦ મહિનાની કરવામાં આવી છે. આથી ૬૦ મહિનાથી ઓછા રેકાણથી થતા નફાને Short terimને ગણીને આવકમાં જ ગણી લેવામાં આવશે. આવી જ રીતે ૬૦ મહિનાથી ઓછા રોકાણમાં થતી નુકસાની પણ આવકમાંથી પૂરી બાદ મળશે. (૨) વીમાના પ્રીમિયમ પ્રોવિડંટ ફંડના ફાળા વગેરે જેમાં પહેલા રૂ. ૧૦૦ આવકમાંથી પૂરા બાદ મળતાં તેને બદલે હવે રૂા. ૨૦૦૦ બાદ મળશે. (૩) કોઈ પણ ઈન્ડસ્ટ્રિયલ અન્ડરટેકિંગની ફરજિયાત લઈ લેવાયેલ જમીન, મકાન વગેરેમાંથી થતા કેપિટલ ગેઈન્સને ૩ વર્ષ અંદર પાછું એ જ રીતનું રોકાણ કરવામાં આવે તે ટેકસમાંથી માફ કરવાની જોગવાઈ કરવામાં આવી છે. (ક) બાકીની જોગવાઈઓ આ સિવાય અંદાજપત્રમાં બીજી થોડી વાત કરવામાં આવી છે જેની જોગવાઈ થઈ નથી પણ કરવામાં આવશે. (૧) ડેવલપમેન્ટ રિબેટના સ્થાને ઈનિશિયલ ડિપ્રિશિયેશન : ૩૧-૫-૭૪ થી ડેવલપમેન્ટ' રિબેટ ખેંચી લેવામાં આવનાર છે. તેને બદલે હવે ઇનિશિયલ ડિપ્રિશિયેશન આપવામાં આવશે, પણ આ પસંદ કરાયેલ ઉદ્યોગોને જ મળશે–ડેવલપમેન્ટ રિબેટ માફક બધાને નહિ. ડેવલપમેન્ટ રિબેટને હિસાબે કોસ્ટના ૧૦૦ ટકા ઉપરાંત ડેવલપમેન્ટ રિબેટની રકમ આવકમાંથી બાદ મળતી. ઈનિશિયલ ડિપ્રિસિયેશન ફકત ખર્ચના 100 ટકા જે બાદ મળશે. એટલું જ કે ૨૦ ટકા છેલ્લે મળવાને બદલે શરૂઆતમાં જ મળી જશે. આને Accelerated depreciation કહી શકાય. આ દેખાય છે એટલો સારો ફાયદે નથી. આપણે અંદાજપત્રમાં આવેલા મુખ્ય ફેરફારો જોઈ ગયા. હવે એમાં શું નથી એ પર નજર કરીએ. * વાંછુ કમિશનની ભલામણ હોવા છતાં આકાશે પહોંચેલા કરના દરને ઓછો કરવામાં આવ્યા નથી. આવા ઊંચા કરવેરાને લીધે દિનપ્રતિદિન વધારે અને વધારે લોકો કરશેરી કરતા થાય છે અને કાળાં નાણાંની સમસ્યા વધતી જાય છે. જે કરારી નથી કરતા તેમને કામને માટે કોઈ પ્રેત્સાહન રહેતું નથી. આ બન્ને દેશના હિતમાં નથી. આવી જ રીતે કરવેરાના કાયદાઓમાં જે અમાનુષી પેનલ્ટીએ છે તેને પણ ઓછી કરીને વ્યવહારુ કરવાની જરૂર હતી. આ પણ વાંછુ કમિશનની ભલામણ હતી. આ બાબતમાં પણ કંઈ જ કરવામાં આવ્યું નથી. ત્યાર બાદ પ્રશ્નોત્તરી થઈ હતી અને તેના સંપકારક જવાબ આપવામાં આવ્યા હતા. છેલ્લે સંઘના મંત્રી શ્રી સુબોધભાઈ એમ. શાહે આવાં વિચારગંભીર, વકતવ્યો માટે બને વકતાઓનો અંત:કરણપૂર્વક આભાર માન્યો હતો અને સભા વિસઈજત થઈ હતી. - સંકલન : શાંતિલાલ ટી. શેઠ - પૃથ્વીની ગતિ અને હવામાન પૃથ્વી સૂર્યની આસપાસ એકસરખા ગેળ માર્ગે ફરતી હોય અને પૃથ્વીની ધરી વિવૃવવૃત્તની સપાટીને બરાબર કાટખૂણે સ્થિર રહેતી હોય તે પૃથ્વીમાં ઉત્તર ગોળાર્ધ કે દક્ષિણ ગોળાર્ધ દરેક સ્થળે પૃથ્વી સૂર્યની આસપાસ પિતાનું પરિભ્રમણ પૂરું કરે તે આખું વર્ષ એકસરખી ગરમી-ઠંડી રહેતી હોય. દરેક સ્થળે સૂર્યની જે ગરમી મળતી હોય તેટલા પ્રમાણમાં વરસના બારેય મહિના અને મહિનાના ત્રીસેય દહાડા એકસરખી ગરમી મળ્યા કરે. નિરનિરાળે સ્થળે ગરમી ઓછીવત્તી પડે. ઉત્તર ધ્રુવમાં અને દક્ષિણ ધ્રુવમાં ખૂબ જ ઓછી ગરમી મળે કારણ કે અહીં સૂર્યનાં કિરણ ખૂબ જ ત્રાંસાં પડે. જ્યારે વિષુવવૃત્તાના પટ્ટા પર વધુમાં વધુ ગરમી પડે કારણ કે અહીં સૂર્યનાં કિરણો સીધેસીધાં આવે. પણ પૃથ્વી ન તે સૂર્યની આસપાસ એકસરખા ગોળાકારમાં ફરે છે કે ન તે પૃથ્વીની ધરી વિષુવવૃત્તની સપાટી પર બરોબર કાટખૂણે રહેલી છે. પૃથ્વીના પરિભ્રમણને માર્ગ ગેળ નહીં, લંબગોળ છે અને લંબગોળ માર્ગ પણ એ છે કે જેની વક્રતા ચેક્સ મર્યાદામાં એાછીવત્તરી થતી રહેતી હોય છે અને પૃથ્વીની ધરી પણ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy