SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૩૭૩ પ્રબુદ્ધ જીવન કેન્દ્ર સરકારનું અંદાજપત્ર શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે ગુરુવાર તા. ૮ મી માર્ચના રોજ સાંજના ૬-૧૫ વાગ્યે, સંઘના, પરમાનંદ કાપડિયા સભાગૃહમાં, ભારત સરકારના ચાલુ વર્ષના અંદાજપત્ર પર શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહના પ્રમુખપણા નીચે એક જાહેર સભા યોજવામાં આવી હતી. એ સમયે “કોમર્સ રિસર્ચ બ્યૂરો ''ના વડા અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. નરોત્તમ શાહ અને શ્રી પ્રદીપભાઈ એ. શાહે અંદાજપત્ર વિશે પોતાનાં અભ્યાસપૂર્ણ મંતવ્યો રજૂ કરી સૌને પ્રભાવિત કર્યા હતા. શરૂઆતમાં પ્રમુખશ્રીએ બન્ને વકતાને આવકાર આપ્યો હતો, તેમના પરિચય કરાવ્યો હતા અને સુખડના હારથી તેમને સન્માન્યા હતા, અને બે શબ્દો કહ્યા હતા. ત્યાર બાદ ડૉ. નરોત્તમ શાહે બેાલતાં જણાવ્યું કે નાણાપ્રધાન શ્રી યશવંતરાવ ચવ્હાણે પોતાના વકતવ્યમાં જણાવ્યું છે કે આ અંદાજપત્રમાં નીચેના મુખ્ય ચાર હેતુઞ પાર પાડવા અંગેની તેમની દિષ્ટ છે. તેમાં તેઓ કેટલા સફળ થશે તે વિશે આપણે વિચારીએ. તેમણે કલ્પેલા ખર્ચ બે ભાગામાં વહેંચાશે. (૧) યોજનાઓ માટેના ખર્ચ (ર) અન્ય વહીવટી ખર્ચ તેમણે યોજનાઓ માટેના ખર્ચમાં આ વર્ષે ૯ ટકાનો વધારો કર્યો છે, આગલા વર્ષોના અનુક્રમે ૨૦-૨૦ - ૨૦ અને ૨૯ ટકાના વધારાની સામે આ વધારો ઓછા ગણાય. બીજું આજના ભાવો વધેલા છે એટલે એ હિસાબે ખર્ચની કિંમત વધે એટલે લાભ ઓછા મળે. પરિણામે, વિકાસની પ્રક્રિયામાં વેગ આવે એવું આ અંદાજત્રમાં લાગતું નથી. ગરીબા માટે નાણાંની જે ફાળવણી કરવામાં આવી છે તેમાં ખાસ વિશેષ નવી ફાળવણી કે વધારો કર્યો નથી. ભણેલા બેકારો માટે મોટી રકમ ફાળવી છે. આપણે ત્યાં ૩૦ ટકા ભણેલા વર્ગ ગણાય. એમાં ઉપલા વર્ગના ભણેલા બેકારો ટકાના પ્રમાણમાં ઓછા ગણાય. એમને આનો લાભ મળશે, પરંતુ જે ભણેલા બેકારોના બાકીના મેટો વર્ગ છે તેમાંના મેોટા ભાગને આનો લાભ મળવા સંભવ નથી. આ વખતે આંકડાઓ સાથેના વિગતવાળા અહેવાલ આપવામાં આવ્યા નથી. જો આંકડાઓની વિગત આપવામાં આવી હોત તો આપણે તેની સિદ્ધિ વિશે અભિપ્રાય દર્શાવી શકત, પરંતુ આંકડાઓ દબાવવામાં આવ્યા છે એટલે શંકા રહે છે કે સિદ્ધિ નહિ હાય. ગરીબોને તો કોઈ પ્રકારના લાભ થવાના જ નથી. ગરીબોને બેંકો નાણાં આપશે એમ કહેવામાં આવ્યું છે. બેંકોનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારે પણ જાહેરાત થયેલી કે ગરીબોને રાહત આપવી; પણ પરિણામ દર્શાવે છે કે ગરીબોને મોટી રાહતો મળી નથી. બેંકોએ આપેલી એકંદર લેાનામાંથી નાના માણસોને કેટલી લોન મળી તેની ટકાવારી અંદાજપત્રમાં પણ આપવામાં આવી નથી. નાના માણસાને નાની લોન માટે સો ધક્કા ખાવા પડે છે. આપણા અરિવંદભાઈના સુરેન્દ્રનગર ખાતે ચાલતા સેવાકેન્દ્રના સંચાલક એક મોટી પાર્ટી છે, તેઓ મોટી લાગવગ ત્યાં ધરાવે છે, એમ છતાં વિધવા બહેનોને આપવા માટેના ૩૫૦ રૂપિયાની કિંમતના સંચાઓ માટે લેાન મેળવવા માટે લાંબા સમયથી પ્રયત્નો કરે છે પરંતુ તેમને લોન મળતી નથી. માટે ગરીબી હઠાવવાનો જે બીજો હેતુ છે તે માત્ર સૂત્રો જ છે, એમ માનવું પડે છે. તેમનો ત્રીજો ઉદ્દેશ છે, ફુગાવાને ડામવા અને ભાવાને કાબૂમાં રાખવા. 9 ૨૬૩ ફુગાવાને ખાધ સાથે સંબંધ છે. જેમ ખાધ વધે તેમ ફુગાવા પણ વધે. અને નાણાપ્રધાને જે માત્ર ૮૫ કરોડની ખાધ બતાવી છે તે આંકડો ભ્રામક છે, તેમાં મેટ્રો વધારો થશે. પે કમિશનની ભલામણનો સ્વીકાર થાય તે ૧૫૦કરોડની ખાધ વધે, અને એટલે, ખાધ વધશે એમ તેમણે પાતે કહ્યું છે. આ ઉપરાંત અનાજ ખરીદીને, પડતર કરતાં ઓછા ભાવે વેચવામાં આવે છે તેનીસબસીડી માટે ૧૩૦ કરોડની ખાધ અંદાજી છે અને અનાજના વ્યાપારનું રાષ્ટ્રીયકરણ કરવાના છે તેની સબસીડીના બીજો ા, ૧૦૦ કરોડનો વધારો થશે. અને ગયા વર્ષે ૨૫૦ કરોડની ખાધ અંદાજવામાં આવી હતી તે આંકડો ૫૦૦ કરોડે પહોંચ્યા હતા – એ રીતે વિચારતાં આ અંદાજની ખાધ વર્ષાન્તે ૫૫૦ કરોડની આવે તો નવાઈ ન લાગે. અને કેન્દ્રની અમુક ખાધ આમાં બતાવવામાં આવતી નથી. [એટલે રિઝર્વ બેંકના આંકડાએ પ્રમાણે ૮૦૦ થી ૧૦૦૦ કરોડની ખાધ અંદાજી શકાય. આજે મોંઘવારી ખૂબ વધી છે, તેમાં આ અંદાજપત્રના કારણે ૫-૬ ટકાનો વધારો થશે, પરંતુ જો આવતા વર્ષે ચામાસું નબળું જાય તે। મેઘવારીમાં ૧૦ ટકાનો વધારો થાય અને જો ચામાસું વધારે નબળું જાય તે મોંઘવારીમાં ૨૦ ટકાના વધારો થાય. ચેાથું, આત્મનિર્ભરતા. આ બાબતમાં કદાચ સફળતા મળે. આ બાબતમાં આપણા દેશે સારી પ્રગતિ કરી છે એમ કહી શકાય. પાંચ વર્ષ પહેલાં નિકાસવ્યાપારમાં ૯૦૦ કરોડની ખાધ હતી, જ્યારે આઝાદી પછીનું આ પહેલું જ વર્ષ એવું છે કે જે વર્ષમાં ૧૪૪ કરોડની પુરાંત રહે છે. આ એક મેટો ક્રાંતિકારી ફેરફાર કહેવાય. એ માટે આપણને સૌને આનંદ થવા જોઈએ. કસ્ટમ ડયુટી વધારવામાં આવી છે તેને પણ આવકાર્ય પગલું લેખી શકાય. આ પછી શ્રી પ્રદીપભાઈ શાહે અંદાજપત્ર વિશેના પેાતાના વિચારો રજૂ કરતાં જણાવ્યું હતું કે, ધાર્યું નહોતું કે પરમાનંદ કાપડિયા સભાગૃહમાં મારે બોલવાનો પ્રસંગ આવશે, આપ સહુ પાસે અંદાજપત્ર સંબંધી વાતો કરવાની આ તક માટે જૈન યુવક સંઘના વ્યવસ્થાપકોને હું ખૂબ આભારી છું. અંદાજપત્ર દ્રારા થતા ફેરફારો બે જાતના હોય છે : (૧) કરના દરમાં થતા ફેરફાર; (૨) કાયદામાં થતા ફેરફાર. આ વખતે દર વખતના પ્રમાણમાં ફેરફાર ઓછા છે અને સરળ છે; અને એનું કારણ એ છે કે કરના દર વધીને એટલા ઊંચા થઈ ગયા છે કે એમાં કોઈ વધારાની જગ્યા જ રહી નથી અને કાયદાને લગતા ફેરફારો હવે પછી એક જુદા ખરડા દ્વારા લાવવામાં આવશે એમ જાહેરાત થઈ ચૂકી છે. અંદાજપત્રમાં સીધા કરવેરાની જે દરખાસ્તો છે એને આપણે હવે વિચાર કરીએ. (અ) કરના દરમાં કરાયેલ ફેરફારો (૧) હિંદુ અવિભકત કુટુંબને લગતા જે ફેરફારો કરાયા છે એ નીચે મુજબ છે: (૧) હિંદુ અવિભકત કુટુંબને (અમુક સંજોગામાં ) જે રૂા. ૭૦૦૦ ની કરમુકત મર્યાદા મળતી હતી તે ઘટાડીને રૂા. ૭000– માંથી રૂા. ૫૦૦૦ કરાઈ છે. (૨) જે હિંદુ અવિભકત કુટુંબના એક પણ સભ્યની આવક રૂા. ૫૦૦૦થી વધારે હોય તેવાં કુટુંબને લાગતા આવકવેરાના દરમાં વધારો કરાયો છે. આવાં કુટુંબોને દરેક સ્લેબ પર સામાન્ય રીતે જે
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy