________________
૨૬૨
Vબદ્ધ જીવન
તા. ૧૬-૩-૭૩
મા નવી નો મિજાજ
ધન શકિત વિના આ કામ શા પોતાના મિજાજના
લી ધીરજ હતી જોઈએ. પણ હા અમુક
ઉભી ને જ એ
કેટલાક લોકો દારૂગોળા જેવા હોય છે. જરાજરામાં તેઓ સળગી ઊઠે છે અને પોતે તો દાઝે છે પણ બીજાને પણ દઝાડે છે. હું એક એવા સંબંધીને જાણું છું કે જે વાતવાતમાં મિજાજ ગુમાવે છે. એમને અણગમતું કે એમની વ્યવસ્થામાં બંધબેસતું ન આવે કે એમના વિચારોથી કંઈક ભિન્ન વિચાર કોઈ વ્યકત કરે તે તેઓ તરત જ ગુસ્સે થઈ જાય છે અને એને વિરોધ કરવા લાગે છે. ઉશ્કેરાઈ જાય છે અને તંગદિલી અનુભવે છે. આ ઉશ્કેરાટમાં પછી તેમાં જે કંઈ બોલે, જે કંઈ પગલાં ભરે એ માટે એમને પાછળથી ઘણીવાર અફસેસ પણ થતો હોય છે. આ માણસ જો પોતાના મિજાજને શાન્ત, સ્વસ્થ રાખવા માગતો હોય છેએણે પિતાના હઠીલા આગ્રહોને છોડવા જોઈએ. પિતે જ સાચા છે અને બીજા બધા ખેટા છે અને ખાટા માર્ગે જ જઈ રહ્યા છે એમ માનીને પિતાથી ભિન્ન વિચાર રજૂ કરનાર પ્રત્યે મગજ ગુમાવવાથી છેવટે આપણને જ નુકસાન થાય છે. આપણે સમજવું જોઈએ કે ગમે તેવો બુદ્ધિશાળી માણસ પણ ભૂલ કરી શકે છે કે અમુક વખતે ખેટ પડી શકે છે.
ઘણીવાર એવું બને છે કે માણસ પિતાને અણગમતી એવી કોઈ વાત સાંભળે કે તરત ઊંકળી ઊઠે છે. હકીકતમાં એણે આ રીતે ઊકળી ઊઠવાને બદલે પ્રથમ એ વિશે ચર્ચા કરવી જોઈએ. અમુક વસ્તુ અમુક રીતે કેમ બને છે એ પૂછવું જોઈએ. પણ વાતવાતમાં ઉશ્કેરાતા માણસમાં એટલી ધીરજ હોતી નથી અને એથી સામે ચાલીને જાતે જ એ પિતાને માટે અને બીજાઓને માટે મુશ્કેલીઓ ઊભી કરે છે.
એ જ રીતે પિતાથી ભિન્ન રીતે વિચારતો માણસ કે ઈવાર આપણી કોઈ પ્રવૃત્તિની ટીકા કરનાર માણસ આપણા વિરોધી છે અને એને તે બતાવી દેવું જોઈએ એમ માનીને એના પ્રત્યે રોષ દર્શાવ એ કંઈ દઢ ચારિત્ર્યની નિશાની નથી. ઊલટાનું એમાં તે આ રીતે ગુસ્સો કરનાર માણસની નબળાઈ છતી થાય છે. ગુસ્સો કરવાને લીધે સામે માણસ આપણાથી ડરી જશે કે એના પર આપણા સામર્થ્યની છાપ પડશે એમ માની લેવું બરાબર નથી. હકીકતમાં, આપણા આવા વર્તાવની સામા માણસ પર અવળી જ છાપ પડવાને સંભવ છે. વાતવાતમાં ગુસ્સે થઈ જનાર, અકળાઈ જનાર અને અજંપે અનુભવનાર માણસ તરીકેની આપણી છાપ પડવાનો સંભવ છે.
વિશેષમાં એવું બનવાને પણ સંભવ છે કે તમે જો બીજાની સામે જરાકમાં મિજાજ ગુમાવશો કે ઉશ્કેરાશ ને બીજાએ તમારી સામે જે મિજાજ ગુમાવશે તો એથી કરીને મુશ્કેલી વધવાની જ છે, ઘટવાની નથી અને તમારી પ્રતિમાં તકલીફ ઊભી કરનાર ઝઘડાળુ માણસ તરીકેની ઊપસવાને સંભવ છે.
એ સાથે આપણે જ્યાં હોઈએ ત્યાં આપણું જ મહત્તવ છે અને બીજા જે કંઈ કરે, વિચારે એનું કશું મહત્ત્વ નથી એમ માનીએ એ પણ બરાબર નથી. વાસ્તવમાં તો જ્યારે આપણે બીજા સાથે અસંમત થતા હોઈએ ત્યારે પણ આપણે આપણા મિજાજ ગુમાવવાને બદલે સ્વસ્થતાથી એને સ્થાને આપણને મૂકીને એના દષ્ટિબિંદુને વિચારવાનો પ્રયાસ કરવો જોઈએ. આમ કરવાથી કદાચ આપણને આપણા દષ્ટિબિંદુમાં ફેરફાર કરવાની જરૂર ન લાગે તે પણ આપણે સામા માણસે જે મત બાંધ્યો છે એ શા માટે બાંધ્યો છે એ સમજી શકીશું અને આપણે આપણી સ્વસ્થતા જાળવી શકીશું.
આપણે એ હકીકતને પણ સ્વીકાર કરવો જોઈએ કે આપણી ઈચ્છા મુજબ દરેક વસ્તુ સંપૂર્ણ બની શકતી નથી, એ જ રીતે આપણે કરેલી જના પ્રમાણે હમેશાં બધું બરાબર ચાલ્યા કરે એમ માનવું પણ ભૂલભરેલું છે. માનવી કયાંક ભૂલ કરે છે, કઈક સ્થળે
બહારના સંજોગોને લીધે આપણે કરેલી યોજના પણ ઊંધી વળવાને સંભવ છે. આ બધાને ધ્યાનમાં લીધા વિના ચાલે જ નહિ અને આવા સંજોગોમાં સ્વસ્થતા ન જાળવીએ અને અકળાઈ, ઉશ્કેરાઈ જઈએ તો એમાંથી કંઈક ઊપજવાનું નથી, કદાચ એથી મુશ્કેલી અને નુકસાન વધવાને સંભવ છે. • આપણે જોયું એ પ્રમાણે એક અથવા બીજા કારણે માણસ મિજાજ ગુમાવતા હોય કે અસ્વસ્થ થતો હોય તે એ માણસ જીવનમાં મિત્રો મેળવી શકતા નથી. એકલેઅટૂલે પડી જાય છે અને પિતાની આસપાસના લોકો પ્રત્યે, પિતાના વાતાવરણ વિશે, પોતે જે સ્થિતિમાં હોય એના વિશે એને અસંતોષ રહે છે. એ સતત ખેંચાસની સ્થિતિમાં રહે છે અને એની અસર એનાં મન તેમ જ શરીર પર પડયા વિના રહેતી નથી.
જે કોઈ માણસ જીવનમાં કંઈક કરવા માગતો હેય, કંઈક - સિદ્ધિ મેળવવા માગતા હોય, એણે પોતાના જીવનમાં સ્પષ્ટ ધ્યેય
અપનાવ્યું હોય અને એ બેયને હાંસલ કરવા કટિબદ્ધ હોય એ માણસ આંતરિક સ્વસ્થતા અને શાંતિ વિના, પોતાના મિજાજને કાબુમાં રાખવાની શકિત વિના આ કામ કરી શકે નહિ.
જેમણે જીવનમાં કંઈક પ્રાપ્ત કર્યું છે, જેમણે અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ પિતાના ધ્યેયને સિદ્ધ કર્યું છે એવા લોકોમાં આંતરિક સ્વસ્થતા હતી, તેમાં નાની નાની વાતમાં ઉશ્કેરાતા નહિ, નિષ્ફળતા એમની શાંતિને જરાય આંચ આવવા દેતી નહિ. તેઓ સહજ રીતે મિત્રો મેળવી શકતા, એમને એમના સાથીઓને સહકાર મળી રહેતા અને એમના વ્યકિતત્વમાં જ એવું કંઈક ચેતનસભર તત્ત્વ હતું કે જેને લીધે મુશ્કેલ કામ પણ તેઓ શાંતિથી પાર પાડી શકતા હતાં. જીવનમાં કશુંક અર્થપ્રદ કરવા માટે આપણે પણ આપણી વ્યકિતત્વને આવો ઓપ આપી શકીએ છીએ.
-શિવમ સંઘ સમાચાર સંધના એક શુભેચ્છકની અણધારી સહાય
સંઘના એક શુભેચ્છક શ્રી તારાબહેન ન્યાલચંદ મહેતાનું કૅન્સરની ટૂંકી બિમારી બાદ તાજેતરમાં દુઃખદ અવસાન થયું. તેઓ સંઘની વ્યાખ્યાનમાળામાં અવારનવાર આવતાં હતાં અને ‘પ્રબુદ્ધ | જીવન” નિયમિત વાંચતાં હતાં. તેઓ હૉસ્પિટલમાં હતા તે દરમિયાન તેમણે કેટલીક સંસ્થાઓને પોતાના તરફથી આપવાની રકમના ચેક લખાવી પિતાની સહી કરી રાખી હતી. તેમાં તેમણે આપણા સંઘને પણ યાદ કરીને રૂા. ૫૦૧/- ને ચેક લખાવી રાખ્યો હતો, તે ચેક અમને હમણાં શ્રી ન્યાલચંદભાઈ તરફથી મળ્યો છે.
આ દાખલો બીજા માટે પણ પ્રેરણાત્મક બને એવો છે. આવા દાન માટે અમે અમારી અંત:કરણપૂર્વકની ખુશી વ્યકત કરીએ છીએ.
વસન્ત વ્યાખ્યાનમાળા દર વર્ષ માફક આ વર્ષે પણ સંઘના ઉપક્રમે કેટમાં, બ્રસ સ્ટ્રીટમાં આવેલ તાતા એડિટોરિયમમાં એપ્રિલ માસની તારીખ ૨૩-૨૪-૨૫-૨૬ના રોજ એમ ચાર દિવસ માટે વસંત વ્યાખ્યાનમાળાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવેલ છે. વકતાઓ મેળવવા માટે પ્રયત્નો ચાલુ છે. નામ આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે. દેશની આર્થિક પરિસ્થિતિ ” પર બે પ્રવચનો અને “વિદેશનીતિ’ પર બે પ્રવચને-એમ કુલ ચાર પ્રવચન ગઠવવાનું વિચાર્યું છે.
ચીમનલાલ જે. શાહ,
સુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
-