SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ પ્રબુદ્ધ જીવન ✩ ગર્ભપાતનાં લાંબા ભારતમાં, કુટુંબિનયોજનના એક ઉપાય તરીકે જ નહિ પરંતુ બીજી કેટલીક સામાજિક સમસ્યાના ઉકેલમાં સરળતા થઈ પડે તે માટે પણ, ગર્ભપાતનો કાયદો ઉદાર બનાવવા માટે શ્રી શાન્તિલાલ શાહના વડપણ હેઠળ એક સમિતિની રચના કરવામાં આવી હતી અને એ સમિતિએ આપેલા હેવાલને આધારે ઘડાયેલા ગર્ભપાતને લગતા વધારે ઉદાર કાયદા ૧૯૭૨ના એપ્રિલથી અમલમાં આવ્યો હતો. પૂર્વમાં જાપાન, તો પશ્ચિમમાં હંગેરી એ બન્ને દેશમાં ગર્ભપાત સંપૂર્ણત: કાયદેસર ગણાય છે અને જાપાનમાં તે એને વસતિવધારો થતો અટકાવવા માટેનું એક અગત્યનું સાધન ગણવામાં આવે છે. હમણાં જ ગર્ભપાત અંગે જે છેલ્લામાં છેલ્લું વૈજ્ઞાનિક સંશોધન થયું છે તે ઉપરથી તે એમ જ લાગે છે કે શાન્તિલાલ શાહ સમિતિએ આવી કોઈ વ્યાપક છૂટછાટ મૂકવાની ભલામણ નહોતી કરી એ માટે આપણે સમિતિના, અને સમિતિને સજ્બુદ્ધિ આપનાર જે બળા હોય તે બળાનો આભાર માનવા જોઈએ. ભારતમાં દર વરસે, ગેરકાયદે અને ઊંટવૈદ્યો દ્રારા કરાવાતા ગર્ભપાતમાં ૨ લાખ સ્રીઓનાં મરણ થાય છે અને કેટલાક સમાજશાસ્ત્રીએ તે આવાં મરણની સંખ્યા ૧૨ લાખ સુધીની હાવાન પણ દાવા કરે છે. એટલે ગર્ભપાતને કાયદાનું સંપૂર્ણ સંરક્ષણ આપવાની હિમાયત કરતો એક વર્ગ પણ આપણે ત્યાં હતો. અને છે. છતાં, ગર્ભપાતની શરીર ઉપર અને વંશવૃદ્ધિના શાસ્ત્રના સંદર્ભમાં જે અસર થાય છે તેની આવી હિમાયત કરનારાઓને ખબર ન હેાય એ સ્વાભાવિક છે. હમણાં જ, દુનિયાના બાર દેશમાં ગર્ભપાતની અસર અંગે થયેલા સંશાધન ઉપરથી માલૂમ પડયું છે કે ગર્ભપાતની પ્રક્રિયામાંથી પસાર થયેલી સ્ત્રીને, એ પછી બીજું બાળક અવતરે તો તે ઘણે ભાગે માંદલું જ અવતરે છે અને કેટલાંકમાં ત જન્મજાત ખોડખાંપણ પણ હોય છે. ઈંગ્લેન્ડમાં, ફાઉન્ડેશન ફોર એડયુકેશન એન્ડ રિસર્ચ ઈન ચાઈલ્ડ બેરિંગ” નામની જે સંસ્થા બાળકો જન્મવાની પ્રક્રિયા અંગે સંશાધન કરવા અને લોકોને શિક્ષણ આપવા રચાયેલી છે એણે તે ગર્ભપાત અંગે બધી જ સ્ત્રીઓને ચેતવણી પણ આપી છે. ઈંગ્લેન્ડમાં ગર્ભપાત અંગેના કાયદાની તપાસ માટે એક લેઈન સિમિત નામની સમિતિ છે. (આપણી શાહ સમિતિ જેવી જ સ્તો.) આ સમિતિ સમક્ષ ડૉ. માર્ગરેટ વીન અને ડૉ. આર્થર વીને, દુનિયાના જુદા જુદા બાર દેશમાં, ગર્ભપાતની અસર અંગે પ્રગટ થયેલાં ૭૫ જેટલાં પ્રકાશનોનું દોહન કરીને જે સાર ગ્રહણ કર્યો હતો અને જેને તેમણે લેઈન સમિતિ સમક્ષ રજૂ કર્યો હતો એ, લેઈન સમિતિએ હમણાં જ પ્રસિદ્ધ કર્યો છે. ઈંગ્લેન્ડના સ્વાસ્થ્ય ખાતાઓ, ગર્ભપાતમાં કશું જોખમ નથી એવા પ્રચાર કરવા માંડયા હતા. આપણે ત્યાં પણ એવા પ્રચાર થતા હતા અને રશિયનોએ શેાધેલા સકશન પમ્પ વડે ગર્ભપાત કરાવવા ઘણા સરળ અને નિજો ખમી થઈ પડે છે એવી વાત પણ દિલ્હીનાં મંડળાએ કરી હતી. તાત્કાલિક દૈહિક જોખમ નહિ થાય પરન્તુ લાંબા ગાળાનાં, આજે અદશ્ય રહેતાં જોખમેાનું શું? ઉપરોકત ડૉકટર દંપ તીએ તૈયાર કરેલા હેવાલમાં આવાં અદશ્ય જોખમા પ્રત્યે આંખમિચામણાં કરવા માટે, ઈંગ્લેન્ડના સ્વાસ્થ્ય ખાતાની સખત ઝાટકણી કાઢવામાં આવી છે. ઉકત ડાકટર દંપતીએ, બ્રિટનની વિવિધ હોસ્પિટલેટમાં ફરીને અને જે જે દેશમાં લાંબા સમયથી ગર્ભપાતની સરળતા છે તે દેશામાંથી અધિકૃત હેવાલા મેળવીને એવે નિષ્કર્ષ કાઢ્યો છે કે ગર્ભપાત તા. ૧૬-૩૭૩ ગાળાનાં જોખમે પછી ઊભી થતી ફરિયાદોના જે આંકડા બ્રિટનના સ્વાસ્થ્ય ખાતાએ આપ્યા છે તેના કરતાં ૧૦ગણી વધારે ફરિયાદો અને માંદગી ઊભી થતી હોય છે પણ એની નોંધ બ્રિટનના સ્વાસ્થ્ય ખાતા પાસે નથી કારણ કે ગર્ભપાત પછી એક કે બે દિવસમાં જ સ્ત્રી હાસ્પિટલ છેાડીને જતી રહેતી હોય છે. (આપણે ત્યાં, શાહ સમિતિના હેવાલના અનુસંધાનમાં કાયદો તે ઘડાયો પણ એ કાયદાના અમલના અનુસંધાનમાં, ઉકત ડૅાકટર દંપતીએ કર્યું છે એવું સંશેાધન થતું હશે ખરું?) વીન દંપતી તે એવું સ્પષ્ટ રીતે કહે છે કે આવી, ગર્ભપાત પછીની માંદગી ઉપરાંત ગર્ભપાતની લાંબા ગાળાની, અને ગર્ભપાત પછી આવનારા બાળક ઉપરની અસર ઘણી જ ગંભીર હાય છે અને સમાજનું સ્વાસ્થ્ય ઈચ્છનારાં બધાંએ આને લક્ષમાં લીધે જ છૂટકો છે. ડૉ. માર્ગરેટ વીને કરેલા સંશોધન ઉપરથી જણાયું છે કે ગર્ભપાત કરાવનારી સ્ત્રીઓમાં બેથી પાંચ ટકાને પાછળથી સંતાન થતું જ નથી. ગર્ભપાત પછી, સમયના પ્રવાહ સાથે ગર્ભવતી બનનારી સ્ત્રીઓમાં પણ ૩૦થી ૪૦ ટકાને કસુવાવડ થઈ જાય છે અને ગર્ભાધાનનાં જોખમે બેવડાં બની જાય છે. ગર્ભપાત પછી ગર્ભવતી બનનાર સ્ત્રીઓનાં બાળકો અધૂરે જન્મવાનો સંભવ ઘણા વર્ષી જાય છે અને જે પૂરે મહિને જન્મે તેઓ પણ નબળાં અને શકયત: માનસિક કે શારીરિક ખાડવાળાં જન્મવાનો પૂરો સંભવ છે. જે ડૉ. વીન કહે છે કે ઉંમરમાં મોટી હાય તે સ્રી કરતાં પણ યુવાન સ્ત્રીને પહેલી જ વાર ગર્ભાધાન થયું હોય અને એ ગર્ભપાત કરાવવા આવે તે એને, ભવિષ્યના ગર્ભાધાન અંગેનાં ભયસ્થાનો ડાકટરોએ બરાબર ભારપૂર્વક જણાવી દેવાં જોઈએ. ૧૯૫૦ના વરસ પછી જે કેટલાક દેશોએ ગર્ભપાતના કાયદામાં માટી છૂટછાટ મૂકી હતી તે દેશોએ પણ પોતાની નીતિમાં ફેરફાર કર્યો છે. બેચાર બાળકોવાળી મેઘાટી ઉમરની સ્ત્રીને ગર્ભપાતનો અધિકાર પહેલાંની જેમ જ આપવામાં આવ્યો છે, પરંતુ યુવતીઓ માટે તા, ડાકટરની સ્પષ્ટ સલાહ હોય તે જ ગર્ભપાતની છૂટ રાખવામાં આવી છે. ડૉ. આર્થર વીને તે ગર્ભપાતનાં ભયસ્થાના અંગે પ્રજાને જાગૃત કરવા ઝુંબેશ ઉપાડી છે. લંડનના પત્રકારો સમક્ષ બોલતાં તેમણે જણાવ્યું હતું કે ધારો કે દોઢ લાખ સ્ત્રી ગર્ભપાત પછી ગર્ભવતી બની છે. આ સ્રીઓને જ્યારે બાળકો જન્મે ત્યારે ૬૦૦૦ જેટલી સ્ત્રીઓનાં બાળકો તદ્દન માંદલાં બે - ચાર રતલનાં જ જન્મશે. એ જ રીતે આ દોઢ લાખમાંથી ૨૦૦ સ્રીઓને માનસિક રીતે જબરી ખાડ-ખાંપણવાળાં બાળકો જન્મશે. અલબત્ત, આ પ્રકારનાં જોખમેા અંગે હજી વધારે સંશોધનને અવકાશ છે અને બ્રિટનના સ્વાસ્થ્ય ખાતાએ આ અંગે વ્યાપક સંશેાધન હાથ ધરવું જોઈએ એવું પણ વીન દંપતીએ જણાવ્યું છે. [ઉપર જે ફાઉન્ડેશનના ઉલ્લેખ છે તેના ઉપક્રમે, વીન દંપતીએ લખેલી એક પુસ્તિકા પ્રસિદ્ધ થઈ છે. આ પુસ્તિકાનું નામ છે “સમ કોન્સીક્વન્સીસ એફ ઈન્ટયુસ્ડ એબેરશન ટુ ચિલ્ડ્રન બાર્ન સબસીકવન્ટલી.” આ પુસ્તિકાની કિંમત ૬૦ પેન્સ (લગભગ ૧૨ રૂપિયા છે)]. મનુભાઈ મહેતા
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy