________________
તા. ૧૬-૩-૭૩
પ્રશુદ્ધ જીવન
ચિત્રભાનુએ પ્રેમ અને લગ્નના જાહેરમાં સ્વીકાર કરીને નિર્દે ભ બનવાનો માર્ગ લીધાનું જણાવ્યું છે અને બાહ્ય સાધુ કરતાં આન્તર સાધુ શા માટે ન બનવું તેમ પ્રશ્ન કર્યો છે. પરંતુ એમના પત્ર વાંચતાં તે પૂરા નિર્દભ બન્યા હોય તેમ પ્રતીતિ થતી નથી. એમને આઘાત પહોંચ્યો માટે એ સાધુપણામાંથી મુકત થઈ સંસારી બન્યા તે દલીલ ગળે ઊતરે તેવી નથી. વર્ષો ઉપર મુનિશ્રી સંતબાલજીએ જૈન સાધુઓના અમુક આચાર સામે બળવો કર્યો હતો અને તેના પ્રત્યાઘાત જૈન રામાજ ઉપર એવા પયા કે તેમને માટે ઉપપાયાનાં દ્વાર બંધ થયાં. એ પેાતે પેાતાને જૈન સાધુ માનવા છતાં જૈન સમાજ તેમને સાધુ તરીકે સ્વીકારવા તૈયાર ન હતા અને તે કારણે ઉપાાયમાં તેમને સ્થાન આપવા તૈયાર ન હતા.
←
શ્રી ચિત્રભાનુના
લગ્ન અંગે
[શ્રી ચિત્રભાનુ વિષેને શ્રી ઈશ્વર પેટલીકરને ‘સંદેશ’માં પ્રગટ થયેલા લેખ વિચારણીય હાવાથી તેના મહત્ત્વનો અંશ અહીં પ્રગટ કરવામાં આવ્યો છે. –તંત્રી]
આજે પણ એમની એ સ્થિતિમાં ખાસ ફેર પડયા છે તેમ ન કહેવાય, છતાં એમણે તેના પ્રત્યાઘાતમાં સાધુપણું છેાડવાનું પગલું ભર્યું નથી, એ પેાતાની રીતે સાધુ તરીકે લાકહિતનું કાર્ય કરી રહ્યા છે. જૈન સમાજમાં જે પ્રગતિશીલ તત્ત્વો છે તે એમને સાધુ તરીકે આદર કરે છે અને એમની માનવધર્મની વ્યાપક ધર્મભાવનાને લીધે જૈનેતર સમાજ તરફથી એમનાં કાર્યોને સાથ-સહકાર મળે છે અને એક સાધુ તરીકે એમનો આદર કરે છે. એમના વેશ જૈન મુનિના છે એટલે જૈનેતર સમાજ એમના આદર કરવાથી દૂર રહ્યો નથી.
મૂળ સવાલ એ છે કે ચિત્રભાનુને આઘાત લાગ્યો હોત તે પણ એ પ્રેમમાં ન હોત અને તેમનું મન સંસાર તરફ ઢળેલું ન હોત તે લગ્ન કરવાના સવાલ ઊભા થયા ન હોત. એ રાંસારી બન્યા વિના સંતબાલજીની માફક ક્રાંતિકારી સાધુ તરીકે કાર્ય કરતા રહ્યા હોત. મુનિ જિનવિજયજીને દાખલા પણ જાણીતા છે. બાળપણમાં તેમણે દીક્ષા લીધી હતી. તે પછી એમને જૈન સાધુના આચારો જમાના સાથે સુસંગત ન લાગ્યા. વાહનના ઉપયોગ સાધુઓ ન કરી શકે તે પરંપરા સામે તેમણે બળવા કર્યો. રેલવેમાં મુસાફરી કરી તે અમદાવાદ ગાંધી આશ્રમમાં આવ્યા. જૈન સાધુ તરીકે તે બહિષ્કૃત થાય તે સ્વાભાવિક છે. તેમણે એની પરવા ન કરી અને ક્રાંતિકારી સાધુ તરીકે તે ચાલુ રહ્યા. સંતબાલજી જૈન સાધુના પહેરવેશ રાખે છે જયારે એમણે તે પણ રાખ્યો નથી. છતાં એમણે જૈન સમાજની માન્યતાની કે ઉપેક્ષાની પરવા કરી નથી અને પેાતાની રીતે સાધુ તરીકેનું જીવન વીતાવ્યું છે. ચિત્રભાનુ પણ એ રીતે જૈન સમાજની પરવા કર્યા વિના ક્રાંતિકારી સાધુ રહી શક્યા હોત. જિનવિજ્યજી ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપનકાર્ય કરતા હતા તેમ ચિત્રભાનુ ન્યુયોર્ક સ્ટેટ યુનિ.માં મુનિપરૢ' ચાલુ રાખી અધ્યાપનકાર્ય કરીને જૈન ધર્મને સંદેશ આપી શકત અને તેમને અત્યંત આનંદ મેળવવામાં મુશ્કેલી નડત નહિ.
પરંતુ એ વરસેથી પ્રેમમાં હતા અને સંસારી થવાની ઝંખના રાખતા હતા તેની આડે એમનું સાધુપણુ' આવતું હતું. જો એ લગ્ન કરે તે જે સમાજમાં એમણે ઊંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી તે ડૂલ થઈ જાય. એ ભયે તે નિર્દભ પગલું ભરી શકતા ન હતા અને દંભી જીવન ગાળતા હતા. પ્રતિષ્ઠાની એમને જે બીક હતી તેને પ્લેનને પ્રવાસ કરી જીનિવા જવાથી ધોકો પહોંચ્યા એટલે જેને કારણે આજ સુધી તે સંસારી બનવાનું પગલું ભરી શકતા ન હતા તે ભરવા તરફ ખેંચાયા, છતાં એમનામાંથી ભય પૂરો નિર્મૂળ થતા નથી. આથી દેશમાં એ પગલું ભરે અને વિરોધ થાય તે સહી લેવાની તૈયારી ન હેવાથી એમણે અમેરિકા જવાનું પગલું ભર્યું અને એ પેાતાના સમાજથી દૂર નવી દુનિયામાં સંસારી બનવાની તૈયારી બતાવી છે.
એમણે પત્રમાં જણાવ્યું છે કે ‘ઘણા વખતથી મનની વાત
૨૫૯
કહેવા માગતા હતા પણ કેટલાંક કારણેાને લીધે તે જણાવી ન શક્યા. આજ સમય પાકતાં જણાવું છું.' કેવા અર્થમાં સમય પાકો તે એમણે સ્પષ્ટ કર્યું નથી. અમેરિકામાં તે લાંબા સમય રહી શકશે અને સંસારી તરીકે આર્થિક મુશ્કેલી નહિ આવે તેની ખાતરી થતાં સુધી તે વાત પાકી ન હતી તેમ અનુમાન કરવું? અમુક વર્ષો વીતી ગયાં પછી દેશમાં પાછા ફરવું પડે તો વિરોધ ન રહે અને આર્થિક મુશ્કેલી ન પડે તે માટે અમેરિકામાં અમુક સમય વસવાટ કરવા એવી ગણતરી એમાં રહેલી છે? ગમે તે હાય, પરંતુ લગ્નને સ્વીકાર કરવા પૂરતા એ નિર્દભ બની શક્યા છે એટલું જ. જો કે સ્પષ્ટ શબ્દોમાં લગ્ન કર્યું છે તેવા સ્વીકાર કરવા જેટલી હિંમત બતાવી શક્યા નથી. એમણે, પ્રેમને કારણે લગ્ન કરે છે તે સીધી બિના ટાળીને આઘાત અને ઉપેક્ષાને આગળ ધર્યા છે એ જોતાં તે પૂરા નિર્દભ બન્યા નથી તેમ સહેજે અનુમાન કરી શકાય.
જો સંસારી વ્યકિત પણ અંતરમાં સાધુપણુ હોય તે ભાવસાધુ બની શકે છે એમ જો એ માનતા હોય તો એ સંસારી સુખ ઈચ્છતા હતા તેમ કહેવામાં પાછા શું કામ પડે છે? સત્યની ઝાંખી થયાનું માનતા હોય તો સંસારસુખના ત્યાગને જે કૃત્રિમ મહિમા જૈન સમાજમાં રૂઢિગત બન્યો છે તેને વિરોધ કરવા જોઈતા હતા. અમેરિકા ચાલ્યા જવાની ભાગેડુત્તિને વશ થયા વિના લગ્નનું પગલું દેશમાં જાહેર રીતે ભરવું જોઈતું હતું.
ફાધર ફેરર થાલિક સાધુ તરીકે મહારાષ્ટ્રમાં કાર્ય કરતા હતા તેથી લોકોની ચાહના મેળવી હતી. મહારાષ્ટ્ર સરકારે તેમના વસવાટ અંગે મનાઈ ફરમાવી તેથી એ આખા દેશમાં જાણીતા બન્યા હતા આંધ્ર રાજયે તેમને પેાતાના પ્રદેશમાં વસવાની છૂટ આપી હતી. એ કાર્યક્ષેત્ર છેડયા વિના તેમણે સાધુપણુ છેડીને સંસારી બનવાની હિંમત બતાવી છે, તેમ ચિત્રભાનુ દેશમાં રહીને લગ્નની હિંમત બતાવી શક્યા હોત. જો સાધુપણુ એ વેશમાં નથી પણ ભાવમાં છે અને એ ભાવના સંસારીમાં પણ હોય તેમ એ માને છે અને અનુભવવાના દાવા કરે છે તે એ સત્યના બળને વશ થઈ તેમણે દેશમાં લગ્ન કરવાની નિર્ભયતા બતાવી હોત. એને બદલે એમણે દંભના આશરો ચાલુ રાખ્યો છે. સાધુ તરીકે મને જાકારો મળ્યા પછી હું લગ્ન ન કરું તે શું કરું!
આમ તો ચિત્રભાનુનું લગ્ન વ્યકિતગત પ્રસંગ છે. પરંતુ વ્યકિતને સમાજ ઉપર જેટલા પ્રભાવ તેટલે એને પ્રત્યાઘાત સમાજ ઉપર પડે છે. ચિત્રભાનુ જેવા પ્રતિભાસંપન્ને વર્ષોથી દંભ સેવ્યા એ સ્થિતિ જોતાં સામાન્ય સાધુઓનું દાની બહાર નીકળવાનું ગજું શી રીતે ચાલે? પરિણામ ચિત્રભાનું દંભમાંથી બહાર નીકળી શક્યા તેમ બીજા નીકળી શકવાના નહિ. જ્યાં સુધી જૈન સમાજમાં કે બીજા કોઈ પણ સમાજમાં સાધુપણાને એના વેશને લીધે નાહક મહત્ત્વ મળતું રહેવાનું ત્યાં સુધી દંભીપણું પેષાવાનું. સંસારત્યાગને ખોટો મહિમા આપવાથી સાધુએ બનવાનું માનસિક વલણ વધે છે અને એક વખત સાધુ થયા પછી કસોટી શરૂ થાય છે ત્યારે તેમાંથી ઊગરવાનું થેડાએ માટૅ સહજ બને છે.
જે સ્ત્રીના પ્રેમમાં પડતા નથી અને શ્રીરાંબંધથી એક યા બીજા કારણે દૂર રહે છે તેમનું ચિત્ત એ સુખની ઝંખના કર્યા વિના રહી શકે છે તેવું નથી. એ સુખની વૃત્તિ માટે કિશોરો અને જુવાન સંસારી બનતાં પહેલાં હસ્તદેપ અને જાતીય સંબંધામાં ફસાય છે તેમ સાધુઓનું બનતું હોય છે. સ્રીસેાબતથી દૂર રહેવાથી માણસ વિજાતીય સંબંધમાંથી દૂર રહી શકે પણ જાતીય રશુખની લાગણી વ્યકિતની અંદર પડેલી છે એટલે તેની ઈચ્છામાંથી અને તાણમાંથી બચી જવું મુશ્કેલ છે. આથી સાધુજીવનને ખોટો મહિમા કરવામાંથી સમાજ બહાર ન નીકળે ત્યાં સુધી સાધુએમાં વાસનાને દંભ છાવત્તા પ્રમાણમાં ચાલુ રહેવાનો, ચિત્રભાનુને આ સત્ય ન લાધ્યું હાય તેમ માનવાને કારણ નથી. પરંતુ પોતે ઔંસારી બન્યા છે માટે સંસારી જીવનને મહિમા કરે છે તેમ પેાતાના વિશે છાપ પડે અને લોકો તેને સાચા અર્થમાં લેવાની તટસ્થતા ન બતાવે તેવા ખ્યાલની તેમણે એ પ્રશ્ન ટાળ્યો હાવાને રાંભવ છે,
ઈશ્વર પેટલીકર
.....