________________
૨૫૮
ખુબ જીવન
કોઈ રીતે વાજબી નથી. ભારત, બગલા દેશ અને પાકિસ્તાનમાં શાન્તિ થાય તે અત્યંત આવશ્યક છે અને તેમાં વિલંબ કરવા ભયાવહ છે.
ફરી પાછું ઓરિસા
એરિસામાં નન્દિની સત્હી સરકારને રાજીનામું આપવું પડયું તેથી આશ્ચર્ય નહિ થાય. નંદિની સત્પંથી જે રીતે સત્તા પર આવ્યાં અને શાસક કોંગ્રેસ લઘુમતીમાં હતી તેની બહુમતી કરી તેમાં પાટલીબદલુ પરંપરાના શાસક કેંગ્રેસે આક્રાય લીધી. તેની કિંમત પૂરી ચૂકવી ન શકયા એટલે બિજુ પટનાયક જેવા ખેલાડી જંપીને બેસવા ન દે તે જાણવું જોઈતું હતું. લાખો રૂપિયા ખર્ચ કરી, નન્દિની સત્વર્થીએ પેટાચૂંટણીમાં હમણાં જ સફળતા મેળવી. પ્રધાનમંડળનો વિસ્તાર કર્યો અને બીજી ઘણી યુકિતઓ અજમાવી, પણ સન્નાલાલસુઓને સંતોષી ન શકયા. હરેકૃષ્ણ મહેતાબ, રાજ સિંગદેવ, બિજુ પટનાયક - જૂના જોગીઓ છે. પરસ્પરને વેર હોવા છતાં, સાથે મળી, શાસક કેંગ્રેસે રેતીના મહેલ જેવી બહુમતી કરી હતી તેને તેડી પાડી. ધારાસભામાં નન્દિની સરકારની હાર થાય તે પહેલાં રાજીનામું આપી ધારાસભા વિસર્જન કરવાની 'ગવર્નરને ભલામણ કરી. અલબત્ત, આ સંજોગામાં રાષ્ટ્રપતિ શાસન સિવાય બીજો કોઈ માર્ગ ન હતો. વિરોધ પક્ષ સ્થિર સરકાર રચી શકે એવી કોઈ શકયતા ન હતી. આ બધા રંગપલટામાં, શાસક કેંગ્રેસનું વર્તન, કોઈ રીતે તેને ગૌરવ આપે તેવું નથી. તેમ જ, શાસક કાગ્રેસે કોઈ પ્રશંસનીય પરંપરા અપનાવી હોય તેમ પણ નહિ કહેવાય. સન્નાલાલુપતાએ બધા પક્ષાને ઘેરી લીધા છે અને કોઈએ કાવાદાવામાં બાકી મૂકી નથી. પ્રજાનું દુર્ભાગ્ય છે કે ફરીથી પણ કદાચ આજ વ્યકિતઆમાંથી પસંદગી કરવાની રહેશે.
શ્રી વસંતલાલ કાન્તિલાલ
શ્રી કાન્તિલાલ ઈશ્વરલાલના પુત્ર ભાઈ વસંતલાલનું નાની વયે (૪૬) અવસાન થયું તે દુ:ખદ છે. ભાઈ વસંતલાલ એક ખૂબ સંસ્કારી વ્યકિત હતા. લેખક તરીકે સારી પ્રતિષ્ઠા મેળવી હતી. તેમનાં બધાં લખાણેામાં નૈતિક અને ધાર્મિક છાપ હતી. ભાષામાં પ્રસાદ હતા, ટા! કાન્તિલાલભાઈના ધાર્મિક રશંસ્કારોને વારસા ભાઈ વસંતલાલે સારી પેઠે જાળવ્યા હતા અને વધાર્યા હતા. મને તેમનાં લખાણામાં સૌથી વધારે નોંધપાત્ર હકીકત લાગતી હતી તે એ કે જીવનના માંગલ્યમાં તેમને પૂરી શ્રદ્ધા હતી. ક્યાંય નિરાશા ન હતી. જીવન જીવવા જેવું છે ( Life is worth living ) એ એમનું ધ્યેય હતું. આ ખોટો આશાવાદ ન હતા પણ ઈશ્વર ઉપરની શ્રાદ્ધાનું પરિણામ હતું. જયારે મને મળતા ત્યારે તેમને હું પ્રસન્ન જોતા. તેમના ચિત્તની પ્રસન્નતાનું પ્રતિબિંબ તેમના મુખ ઉપર હતું. તેમનાં કુટુમ્બીજને અને ખાસ કરી શ્રી શકુન્તલાબહેન પ્રત્યે આપણા સૌની સહાનુભૂતિ છે અને તેમના દુ:ખમાં આપણે ભાગીદાર છીએ. ચીમનલાલ ચકુભાઇ
સાભાર સ્વીકાર
ચિત્રકલા સેાપાન: લેખક: રવિશંકર મ. રાવળ, પ્રાપ્તિ સ્થાન : કલા કેન્દ્ર, વલ્લભ વિદ્યાનગર, જિ. ખેડા, કિંમત: સાત રૂપિયા,
શ્રી રવિશંકર રાવળના આ પુસ્તકમાં એમણે ચિત્રકલા વિશે લખેલા લેખા અને જુદે જુદે પ્રસંગે આપેલા વાર્તાલાપોના સંગ્રહ કરવામાં આવ્યા છે. આ પુસ્તકમાં શ્રી રવિભાઈના કલા અને કલાકાર વિશેના વિચારોને ખ્યાલ મળે છે. પુસ્તકને અંતે પરિશિષ્ટમાં કેટલાક ક્રિયાભ્યાસ પણ ઉમેરવામાં આવ્યા છે. પુસ્તકના ‘ વચન ’માં એમણે લખ્યું છે તે મુજબ ‘ચિત્રકળાનું પ્રાથમિક સાહિત્ય ચિત્રશિક્ષકોને પણ ચિત્રકળાને અભ્યાસ વધારવા પ્રેરે અને તેમને ગૌરવ અને શિષ્ટતા અર્પે એવું ઇચ્છું છું.'
તા. ૧૬-૩૭૩
- ટ્રસ્ટીશિપ ટ
[શ્રી લક્ષ્મીદાસભાઈ ઘણાં વર્ષોથી આદિવાસીઓ અને હરિજનાની સેવા કરે છે. પૂ. ઠક્કરબાપાના જમણા હાથ હતા. કેટલાક સમય કેન્દ્ર સરકારના શેડયુલ્ડ ટ્રાઈબ કમિશનર હતા. તેમનું લખાણ —તંત્રી ] જિંદગીના અનુભવનું તારણ છે.
જેમ ‘સેવા’ શબ્દને અંગ્રેજી પર્યાય ‘Service’ અપૂરતા છે, તેમ ટ્રસ્ટી અંગ્રેજી શબ્દને ગુજરાતી પર્યાય જડતો નથી; પરંતુ પૂ. ગાંધીજીએ વર્ગવિગ્રહને ટાળવા અને ધનિકો અને ગરીબા વચ્ચેની દીવાલા તેડવા યા બન્ને વચ્ચેનું અન્તર ઓછું કરવા ધનિકોને પોતાની મિલકતના ટ્રસ્ટી બની જીવન ગુજારવા સૂચવ્યું; જેથી સામ્યવાદની અવેજીમાં સર્વોદયની વિચારધારા નિર્માણ થાય (‘સૌનું કરા કલ્યાણ ') અને અહિંસાની પ્રતિષ્ઠા જામી જાય.
આજે દેશમાં કેટલાકને સામ્યવાદ આવી રહ્યો છે તેના ભણકારા વાગે છે; રશિયા જેવા દેશ સામ્યવાદનો પ્રયોગ અનેક ભાગો આપી અજમાવી રહ્યો છે અને ચીન જેવા વિશાળ અને કુંભકરણની ઊંઘ લેતા દેશમાં અજબ જાગૃતિ આવી છે, અને સામ્યવાદ અને સમાજવાદના ઉપાયો અજમાવવાની વૃત્તિ ઉત્તેજિત થાય છે; ઉઘોગીકરણ સાથે રોજ - બ - રોજ વધતી જતી મજૂરોની હડતાળ અને અસંતોષની ચળવળ જોર પકડતાં જાય છે. કારણ કે સત્તાને નમાવવાની સફળ ચાવી મળી રહે છે. રાષ્ટ્રીયકરણથી આ ચળવળેા વધુ સંગઠિત થવાન સંભવ છે. હિંસા ઓછી થવાના સંભવ દેખાતો નથી.
પૂ. ગાંધીજીએ સેવેલું સર્વોદયનું સ્વપ્ન, ટ્રસ્ટીશિપની વિચારધારા પ્રબળ ન થાય અને અમલમાં ન મુકાય તો સમાજવાદ, સામ્યવાદ સિવાય બીજો તરણેાપાય નજરે ચઢતા નથી. ટ્રસ્ટીશિપનો ખ્યાલ માત્ર મિલકતનું ટ્રસ્ટ રજિસ્ટર કરવાથી અમલમાં આવતા નથી, પણ ટ્રસ્ટી બની જીવનકેડી બદલવાની હોય છે. ધનિક વ્યકિતએ પેાતાની જરૂરિયાતો ઓછી કરી ધન અને અધિકાર અને છેવટે કીતિની લેાલુપતા છેાડીને સંતોષી જીવન ગાળવાના વિકટ માર્ગ લેવાના હોય છે. · ચેન વેન પ્રારંભ ’ધન કમાઈ દાન કર્યા કરવાથી ટ્રસ્ટી થવાતું નથી. પોતાની આવકની મર્યાદા બાંધી તેમાંના અમુક ભાગ લોકોપયોગી કામેામાં ખર્ચ કરી બાકીની બચતમાંથી જીવનનિર્વાહ કરવાની કળા સંપાદન કરી શકીએ તો સાચા અર્થમાં શ્લોક રટી શકીએ કે તેન વ્યવસેન મુનીયા મા ગૃધ: સ્યવિદ્ધનમ્.'
આજે આવા સંતોષી જીવનમાર્ગે જનાર બહુ જ ઓછા નિકો છે. સમય આજે પોતાનું પોત પ્રકાશી એ માર્ગ ચીંધે છે કે આવક અને ખર્ચની મર્યાદા નહિ આંક તે ગરીબાના શાપ ઊતરવાના છે અને મિલકત અને જીવનની સલામતી જોખમાશે. પૂ. વિનોબાજીએ સાચું સૂત્ર ઉચ્ચાર્યું છે કે (૧) કરુણા પછી (૨) કાનૂન, અને તે બન્ને નિષ્ફળ જાય તે પછી (૩) કતલ આવવાની છે. ગરીબાઈમાં રિબાતા સમાજને ઈર્ષા અને અસંતોષના વંટોળમાંથી ઉગારી લેવા સર્વોદયની દિશામાં પ્રયાણ કરવું જરૂરી છે. દેશના મોટો સમુદાય ગરીબાઈમાં સબડે છે ત્યાં આ સૂતેલા જ્વાળામુખી કયારે સામ્યવાદનું સ્વરૂપ પકડશે એ કહેવાય એમ નથી.
ધનિકોએ રજિસ્ટર કરાવેલા ટ્રસ્ટના ટ્રસ્ટી ટ્રસ્ટની અનેક સગવડો પેાતાના અંગત સ્વાર્થ સાધવામાં વાપરે છે અને પેાતાની લાગવગ વધાર્યું જાય છે, ત્યારે સંતેષી જીવનની વાત અસ્થાને લાગશે. દેશના હાડમાં એક પ્રકારની ધાર્મિક ભાવના અને ઈશ્વર પ્રત્યેની અડગ શ્રદ્ધા આજે તે મેાજૂદ છે, પણ નિરીશ્વરી શિક્ષણના પ્રચાર સાથે આ ભાવના કજળી જવાની છે અને તેના પરિણામે સમાજવાદનાં સૂત્રેા લોકોને મેઢે ચઢવા લાગશે અને ખાસ કરીને વિદ્યાર્થીજગતમાં હડતાળા, તાના અને હિંસાના પ્રયોગ શરૂ થવાના. શેઠ અરવિંદ મફતલાલ જેવા કરોડપતિ નીકળી આવીને ગરીબાની વહારે ધાય અને સંત રવિશંકર મહારાજ જેવા સમાજને સાચા માર્ગ બતાવે છે તે એક કાળા વાદળામાં રૂપેરી લકીર છે. ઉપર દર્શાવેલી વિચારધારાનો અમલ કરતા કરતા આ વિચારો રજૂ કરવાની હિંમત કરી છે. લક્ષ્મીદાસ શ્રીકાન્ત
+