SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૭-૭૩ બુદ્ધ જીવન ૨૫૭ કૃત્યને ઈઝરાયલ પણ બચાવ કરી શકે તેમ નથી. ઉતારુ વિમાન સિનાઈની હદ છોડી ચાલી જતું હતું તેને તોડી પાડવું અક્ષમ્ય અપરાધ છે. પેલેસ્ટાઈન ગેરીલાઓએ સુદાનમાં વેર વાળવ્યું. સૌદી અરેબિયાના એલચીને ત્યાં એક વિદાય સમારંભ હતા તેને ઘેરી લઈ બે અમેરિકન એલચીએ અને એક બેજિયમના એલચીને ઠાર કર્યા અને પછી શરણે ગયા. વિયેટનામમાંથી કાંઈક છૂટયા પછી નિસન આરબ- ઈ* રાયલ આગને ઠારવા કાંઈક પ્રયત્ન કરશે એમ લાગતું હતું. ઈજિપ્તના પ્રમુખ સીદતનું વલણ કાંઈક નરમ થયું હતું અને તેમના પ્રતિનિધિ ઈસ્માઈલ નિક્રનને મળવા જતા હતા. ૨૫ વર્ષથી સળગતી આ આગને કાબૂમાં લાવવાની કાંઈક આશા બંધાતી હતી તેમાં આવા સર્વથા અર્થહીન કુન્ય ઘી હોમવાનું કામ કરે છે. બન્ને પક્ષકારો પણ જાણે નિરૂપાય હોય તેમ કોઈ અકળ બળથી ધકેલાતા જાય છે. માનવીદય પાષાણ બની જતું હોય તેમ લાગે. કોઈ સંવેદન રહ્યું નથી. પ્રજામતની કોઈ અસર રહી નથી. ઘેર અંધકારમય નિરાશામાંથી જાણે કોઈ માર્ગ કે પ્રકાશનું કિરણ ન હોય તેમ મરણિયા થયેલ યુવાને અક... હિંસાનું શરણ લઈ રહ્યા છે. વિજ્ઞાને એવાં સાધનો પૂરાં પાડયાં છે કે હિંસાને કોઈ મર્યાદા રહી નથી. આવાં કૃત્યો પ્રત્યેની ઘણા કે વેદના વ્યકત કરવા શબ્દો પણ રહ્યા નથી. ઉત્તર આયર્લેન્ડમાં એક જ ધર્મના અનુયાયીએ વર્ષોથી ખૂનની આગ વરસાવી રહ્યા છે. શેને માટે? માણસને સબુદ્ધિ નહિ જ સૂઝે? બંગલા દેશ અને પાકિસ્તાન સહજ લેખાય છે. આપણે ત્યાં તેમ નથી અને આશા રાખીએ પ્રજા આવું સહન નહિ કરે. મુંબઈની મ્યુનિસિપલ ચૂંટણી મુંબઈ મ્યુનિસિપલ ચૂંટણીનાં જાહેર થયેલ પરિણામે વિચાર કરતા કરી મૂકે તેવાં છે. લોકસભા અને ધારાસભામાં જંગી બહુમતી મેળવ્યા પછી શાસક કોંગ્રેસ મ્યુનિસિપાલિટીમાં પણ જંગી નહિ તે બહુમતી તે મેળવશે એવી આશા હતી. શાસક કોંગ્રેસે તૈયારી પણ એવી જ કરી હતી. બધી બેઠકો માટે ઉમેદવારો ઊભા રાખનાર આ એક જ પક્ષ હતા. વળી દરેક બેઠક ઉપર ૪૫ ઉમેદવારે ઊભા હતા એટલે મને વહેંચાઈ જશે અને તેને લાભ પણ શાસક કોંગ્રેસને મળશે એવી માન્યતા હતી. પરિણામ જુદું જ આવ્યું છે. ૧૪૦માંથી માત્ર ૪૫ બેઠક મેળવી શકયા. શિવસેનાને ૩૯ બેઠક મળી તે પણ ખાર્યજનક છે. લોકસ માં અને ધારાસભાની ચૂંટણીમાં શિવસેનાને પરાજયૂ થશે પણ ફરી સજીવન થઈ, સંસ્થા કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. ૬૯માંથી માત્ર ચાર બેઠક મળી. જનરલંઘનું બળ વધ્યું છે. વર્તમ નમાં છ બેઠા છે, તેને બદલે ૧૫ મેળવી. પણ વધારે ચિતાજનક મુસિલમ લીગનું પરિણામ છે. વર્તમાનમાં બે જ બેઠક છે, તેને સ્થાને ૧૬ મેળવી એટલું જ નહિ પણ માત્ર ૨૪ ઉમેદવાર ઊભા રાખ્યા હતા તેમાંથી ૧૬ સફળ થયા. વદે માતરમ ને વિરોધ અને મુસ્લિમ કાયદામાં કાંઈ ફેરફાર ન કરવા એવા પ્રત્યાઘાતી મુદ્દાઓ ઉપર મુસ્લિમ લીગ ચૂંટણી લડી અને ફોહમંદ થઈ. ૧૯૪૭ પછી મુસ્લિમ લીગ ઘસતી ગઈ હતી. ફરીથી એક રાજકીય પક્ષ તરીકે સ્થાન પ્રાપ્ત કરે છે. મુસ્લિમ લીગના આગેવાન મિ. બનાતવાલાએ કહ્યું કે મુસ્લિમોની એકમાત્ર પ્રતિનિધિ સંસ્થા તરીકે મુસ્લિમ લીગ પુરવાર થઈ છે. ૧૯૪૭ પૂર્વેના વાતાવરણનું કોઈક પુનરાવર્તન થતું હોય તેમ લાગે. કોંગ્રેસે મુસ્લિમ લીગને પંપાળી છે. ઈન્દિરા ગાંધીએ જનસંઘ ઉપર જેટલા પ્રહાર કર્યા છે તેને અંશ પણ મુસ્લિમ લીગ વિષે કહ્યું નથી. બન્ને કેમી સંસ્થાએ છે અને વિઘાતક છે. કોઈને ઉત્તેજન આપવા જેવું નથી. મુસ્લિમ લીગનું બળ વધશે તે પ્રત્યાઘાતરૂપે જનસંઘનું પણ વધશે. બને હાનિકારક છે. સુધરાઈમાં રાજકારણને અવકાશ નથી અથવા ને હોવો જોઈએ એવું કહેવાવાળા જ રાજકારણને અગ્રસ્થાને મૂકે છે. મુંબઈ શહેરના પ્રશ્ન અતિ વિકટ થતા જાય છે ત્યારે વિવિધ રાજકારણી પક્ષોની હસાસી પ્રજાને માટે ખતરનાક છે. પરિણામે મ્યુનિસિપલ તંત્ર કથળતું જાય છે. હિસાની પરાકાષ્ઠા મ્યુનિકમાં ઓલિમ્પિક સમયે પેલેસ્ટાઈનના ગેરીલાઓએ ૧૧ યહૂદી ખેલાડીએનાં ખૂન કર્યા ત્યારે એમ થતું હતું કે હવે અવધિ થઈ. વિમાનનું અપહરણ કરવું, ટપાલમાં બેમ્બ મોકલવા વગેરે હિંસાના નવા પ્રકારે જાણે પૂરતા ન હોય તેમ વિદેશમાં ખૂનની પરંપરા શરૂ થઈ. પણ આથી ભયંકર બનાવો બનવાના હતા તેની કોઈ કલ્પના કરી શકે તેમ ન હતું. લીબિયાથી ફેરો જનું ઉતારુ વિમાન, તેના ફ્રેન્ચ કપ્તાનની કાંઈક ભૂલથી, સિનાઈના રણવિસ્તાર ઉપર થોડું અંદર આવી ગયું. આ વિસ્તાર તે ઈજિ પ્ત છે પણ હાલ ઈઝરાયલને કબજે છે. ઈઝરાયલ પણ ભયભીત દશામાં આવે છે. પેલેસ્ટાઈન ગેરીલાઓનું આ વિમાન ઈઝરાયલ ઉપર હુમલો કરવા આવે છે એમ માની લીધું. કપ્તાનને ચેતવણી આપી કે તુરત ઉતરાણ કરવું. કપ્તાને માની લીધું કે ઝટ બહાર નીકળી જઈ કેરો તરફ વળી જવું. તુરત ઈઝરાયલનાં વિમાનેએ પીછો પકડયો અને જોતજોતામાં હુમલો કરી, ઉતારુ વિમાનને તોડી પાડયું. ૧૧૧માંથી ૧૦૫ ઉતારઓ મરણશરણ થયાં, આવા ભયંકર મળી તેથી આવતીમાં શેખા માન્ય ચૂંટણીના ગાળામાં તેમજ બંગલા દેશ સ્વતંત્ર થયું ત્યારે શેખ મુજીબુર રહેમાન સમક્ષ અતિ વિકટ પ્રશ્ન પડયા હતા. છતાં એક વર્ષના ગાળામાં દેશ માટે નવું બંધારણ તૈયાર કરી, સામાન્ય ચૂંટણી કરવી એ અસાધારણ સિદ્ધિ છે. ચૂંટણીમાં શેખસાહેબના પક્ષને અભૂતપૂર્વ બહુમતી મળી તેથી આશ્ચર્ય નહિ થાય. વિરોધ પક્ષ કોઈ નથી રહ્યો તે અત્યારના સંજોગોમાં ચિન્તાનું કારણ નથી. શેખ મુજીબમાં પ્રજાએ મૂકેલ વિશ્વાસ તેમને બળ આપશે અને પાકિસ્તાન સાથેના સંબંધો થાળે પાડવામાં મદદ કરશે. આપણે ત્યાં ૯૦ હજાર યુદ્ધકેદીઓ છે તેને સુરતમાં નિકાલ આવા જોઈએ. ભૂતે બંગલા દેશને સ્વીકૃતિ આપે પછી જ આ પ્રશ્ન વિશે ચર્ચા થાય તે મમત હવે છોડી દેવો જોઈએ. અલબત્ત, બંગલા દેશની સંમતિ વિના આ પ્રશ્નને નિકાલ આપણે કરી શકીએ તેમ નથી. પણ શેખ મુજબ, ભૂતની સરખામણીમાં ઘણું સબળ સ્થાન ધરાવે છે. તેમણે હિંમતપૂર્વક પહેલ કરવી જોઈએ. ભૂતાએ કહ્યું છે કે શેખ મુજબ તેમને મળે તે તુરત બંગલા દેશને સ્વીકૃતિ આપવા તૈયાર છે. ચૂંટણી નહોતી થઈ ત્યાં સુધી આવી પહેલ કરવી શેખ મુજીબ માટે જોખમ હતું. પણ હવે જરૂર કરી શકે અને કરવું જોઈએ. તે સાથે લાખે બંગાળી પાકિસ્તાનમાં છે અને લાખે બિહારી બંગલા દેશમાં છે તે પ્રશ્ન પણ હલ થવા જોઈએ. લાખે કુટુમ્બની માનવતાને સવાલ છે ત્યાં પ્રતિષ્ઠાનું ભૂત વળગવું ન જોઈએ. ભૂતની આંતરિક સ્થિતિ જોતાં તેને માટે હિંમતથી પગલાં ભરવાં મુશ્કેલ છે. સિમલા કરારનો અમલ અટકી પડયો છે. વાતાવરણ વધારે તંગ બને તે પહેલાં, બંગલા દેશ અને આપણે મળીને, ભૂતોને સિમલા કરારના અમલમાં સહાય કરવી જોઈએ. શેખ મુજીબને પણ આપણે કહેવું જોઈએ કે ખરેખર ગુનેગાર હોય તેવા હજાર--બે હજાર યુદ્ધકેદીઓ સામે તેમણે અદાલતી તપાસ કરવી હોય તે માટે ૯૦ હજાર કેદીઓને રેકી રાખવા અને તેને બેજો આપણે સહન કરવો અને “બ્લેક ડિસેમ્બર”ના નામે પાકિસ્તાનના યુવાનોને ઉશ્કેરણીનું કારણ આપવું
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy