________________
તા. ૧૬-૩-૭૩
૨૫૯
પ્રબુદ્ધ જીવન
રશિયા સાથેના સંબંધો અમેરિકાએ સુધાર્યા છે અને ચીન હવે દુશ્મન નથી પણ મિત્ર થતું જાય છે.
તે પછી નિકસન ઉત્તર વિયેટનામને શા માટે સહાય કરે છે? નિકસને કહ્યું છે કે શાન્તિ માટે. It is an investment in peace. આ શબ્દનો અર્થ શો કરવો? નિકસન એમ માને છે કે ઉત્તરવિયેટનામને સહાય કરે તો કદાચ કાંઈક મૈત્રીભાવ થાય અને દક્ષિણને ઉત્તારના સામ્યવાદથી બચાવી શકે? ઉત્તર વિયેટનામ આવી સહાય લઈને અમેરિકા પ્રત્યે કાંઈ નરમ વલણ રાખે? લાઓસ અને કેમ્બેડિયામાં પણ સામ્યવાદી બળ સારા પ્રમાણમાં છે. ઉત્તર વિયેટનામને સહાય કરી આખા ઈન્ડોચાઈનાને સામ્યવાદથી બચાવી શકશે અથવા ચીન અને રશિયાનું વર્ચસ્વ અટકાવી શકશે એવી કાંઈ માન્યતા હશે?
અથવા, ઉત્તર વિયેટનામને સહાય કરવામાં, પિતાના વેપારઉદ્યોગ વધારવા અથવા ટકાવવા, એવા કોઈ સ્વાર્થ હશે ? વેપારીને કોઈ મિત્ર કે દુશમન નથી. જ્યાંથી લાભ મળે તેને મિત્ર ગણે. લશ્કરી સરંજામના ઉત્પાદકો બન્ને પક્ષને સહાય કરે છે એ જાણીતી હકીકત છે. જાપાન, જર્મની, પશ્ચિમ યુરેપ, બધેથી આથિક હરીફાઈ તીવ્ર બની છે ત્યારે પછાત દેશે અને તેમાં પણ ભાંગી પડેલ દેશ સાથે વ્યાપારી સંબંધે અમેરિકન મૂડીવાદીઓને લાભદાયક થાય એવી ગણતરી હોય તે આશ્ચર્ય પામવા જેવું નથી.
અને અમેરિકા પાસેથી આવી સહાય લેવામાં ઉત્તર વિયેટનામના શા હેતુઓ હશે? અમેરિકા પ્રત્યે ઉત્તર વિયેટનામની પ્રજાને કોઈ સદ્ભાવ હોય અથવા નજીકના ભવિષ્યમાં થાય તે અશકય છે. અમેરિકાએ મદદ કરી હોય તેવા દેશે તરફથી તેણે કોઈ ઉપકારની લાગણી અનુભવી હોય તેવું બન્યું નથી, બક્કે આવી લાગણીને અભાવ અમેરિકાની ફરિયાદ છે.
નૈતિક જવાબદારીને અથવા આક્રમણથી ઈરાદાપૂર્વક કરેલ વિનાશનો વિચાર કરીએ તે પાકિસ્તાને બંગલા દેશને કેટલો બદલ આપ પડે? થોડા મહિનાના ગાળામાં ૩૦ લાખ માણસને સંહાર કર્યો, બે લાખ સ્ત્રી ઉપર બળાત્કાર કર્યો, કરોડોની મિલકતની બરબાદી કરી. પણ ભૂત આવી કોઈ નૈતિક જવાબદારી કે બદલાને વિચાર પણ કરતો નથી એટલું જ નહિ પણ જાણે બંગલા દેશે પાકિસ્તાનને ગુનો કર્યો હોય એવું વલણ રાખે છે અને અમેરિકા અને ચીન ભૂતને તેમાં ટેકો આપે છે.
માણસ ખરેખર વિચિત્ર પ્રાણી છે. તેના મનના અગાધ ઊંડાણમાં શું પડયું છે તે કોઈ જાણી શકતું નથી, પોતે પણ જાણતા નહિ હોય. આપણા વ્યકિતગત જીવનનો વિચાર કરીએ ત્યારે પણ આવા પરસ્પરવિરોધી વર્તનને અનુભવ થશે. ૧૧-૩-૭૩
ચીમનલાલ ચકુભાઈ
પેમાં વજૂદ હોય કે નહિ, પણ આ બાબત એક પાયાને મુદ્દો ઊભા કરે છે. સત્તાસ્થાને બેઠેલ વ્યકિતઓએ પિતાની સત્તાને કઈ લાભ પોતાના માટે ઉઠાવ નહિ એ જાહેર જીવનની સ્વચ્છતા માટે અનિવાર્ય છે. દરેક પ્રધાને દર વર્ષે પોતાની મિલકત જાહેર કરવી એવી માગણી થાય છે. ઈગ્લાંડમાં હવે એવી માગણી થાય છે છે કે પાર્લામેન્ટના દરેક સભ્ય પેતાનાં આર્થિક હિતેની જાહેરાત કરવી. રાજકીય વ્યકિતઓએ સીધી રીતે આર્થિક લાભ ન ઉઠાવો એ સિદ્ધાંત સૌ સ્વીકારશે. પણ આડકતરી રીતે, સગાંવહાલાં અથવા મિત્રો દ્વારા પણ આ લાભ ન ઉઠાવો એ મહત્ત્વનો મુદ્દો છે. કંપની ધારામાં જોગવાઈ છે કે કંપનીના કોઈ ડાયરેકટરે પિતે લાભ ન લેવો એટલું જ નહિ પણ પોતાનાં સગાં અથવા ભાગીદાર મારફત પણ લાભ ન લે અને સગાની વ્યાખ્યા વ્યાપક કરી છે. રાજકીય નેતાઓને આ ધોરણ સવિશેષ લાગુ પડે છે અથવા પાડવું. જોઈએ. સંજય ગાંધીએ કરેડ રૂપિયાનું ભંડોળ ભેગું કર્યું. ઈન્દિરા ગાંધીના પુત્ર ન હોત તો એ શકય હતું? આ ભંડોળમાં રોકાણ કરવાવાળા–શેરમાં અથવા લોનમાં–કેટલીય વ્યકિતઓ એવી હશે કે જેને સરકાર પાસેથી કાંઈ ને કાંઈ કામ કઢાવવાનું હોય છે. એવા લાભ મળે છે પણ ખરે એ જાણીતી હકીકત છે. ઈન્દિરા ગાંધી પોતે ન જાણતાં હોય તો પણ તેમને નામે અથવા સંજ્ય ગાંધી તેમના પુત્ર છે તે કારણે અમલદારો અને પ્રધાને અથવા રાજ્ય સરકારે સંજય ગાંધીને અનુકૂળ રહે એ સ્વાભાવિક છે. રાજકીય આગેવાનોની પ્રામાણિકતા વિષે શંકાને પણ સ્થાન રહેવું ન જોઈએ એ જરૂરનું છે. પંજાબના મુખ્ય પ્રધાન પ્રતાપસિંહ કૈરેન સમર્થ વ્યકિત હતા, પણ તેમનાં પત્ની અને પુત્રેાએ તેમની લાગવગને પુષ્કળ લાભ ઉઠાવેલ તે જાણીતી હકીકત છે. શ્રી મોરારજીભાઈના પુત્ર વિષે પણ આવા જ આક્ષેપે છે. લાલબહાદુર શાસ્ત્રીએ આ બાબતમાં પ્રશંસનીય ઉદાહરણ પૂરું પાડયું છે. પોતે તે છેવટ સુધી ગરીબ રહ્યા પણ તેમના પુત્ર પણ કયાંય લાભ ન ઉઠાવે તેની પૂરી કાળજી રાખી. ગુજરાતમાં હું જાણું છું, શ્રી ખંડુભાઈ દેસાઈએ આ પરંપરા નિષ્ઠાપૂર્વક પાળી છે. સરદારના પુત્ર ડાહ્યાભાઈએ સરદારના નામને કાંઈક લાભ લીધે છે એવું કહેવામાં આવ્યું ત્યારે સરદાર ખૂબ નારાજ થયા હતા.
એવી દલીલ થાય છે કે આગેવાન કેઈ આર્થિક લાભ ન ઉઠાવે તે બરાબર પણ તેમના પુત્ર કે નિકટના સંબંધીઓ પિતાની શકિત કે ગુણવત્તાથી આગળ આવે તેમાં શું ખોટું છે?
એમને શું ગુન કે તે કેઈ આગેવાનના સગા છે? દલીલની ખાતર દલીલ બરાબર છે. પણ પેતાની શકિતથી આગળ આવ્યા કે લાગવગથી તે કેણ કહી શકે? જાહેર જીવનની શુચિતા માટે આગેવાનના નિકટના સંબંધીઓએ આટલે ત્યાગ કે ભાગ કરવો રહ્યો.
નેહરુ કંટએ કોઈ દિવસ પૈસાની પરવા કરી નથી. આ કુટુઅને ત્યાગ અતિ ઉજજવલ છે. સંજય ગાંધીએ આ પરંપરા જાળવી હોત તો વધારે સારું થાત.
બીજા દેશમાં રાજકીય નેતાઓ અને તેમનાં સંબંધીઓ અને મિત્રો અથવા તેમને એક અથવા બીજી રીતે મદદ કરી હોય તેવી વ્યકિતએ પુષ્કળ આવા લાભે ઉઠાવે છે તે હકીકત છે. સામ્યવાદી દેશે કેટલેક દરજજે આમાં અપવાદરૂપ છે. કહેવાતા લોકશાહી દેશમાં આવે ભ્રષ્ટાચાર વ્યાપક છે. પણ આપણે ત્યાં ગાંધીજીએ જે આદર્શ આપણી સમક્ષ મૂકી છે અને ભારતીય સંસ્કૃતિની જે ત્યાગની પરંપરા છે તેમાં એવું વર્તન ખટકે છે. આવા વર્તનને કારણે પ્રજને એમ લાગે છે કે ગાંધીને આપણે ભૂલી ગયા છીએ. હકીકતમાં આવે અનાચાર આપણે સહન નથી કરતાં તે જ બતાવે છે કે ગાંધીને ભૂલી ગયા નથી, ભૂલી શકીએ તેમ નથી. બીજા દેશમાં આ બધું
પ્રકીર્ણ નેંધ
-
મારુતિ લિમિટેડ
નાની મોટર અથવા જનતા ગાડી વિશે વર્ષો સુધી વિવાદ ચા. છેવટ વડા પ્રધાનના પુત્ર સંજય ગાંધીને તે માટે લાઈસન્સ અપાયું. બહુ ઓછી મૂડીથી તેમણે મારુતિ લિમિટેડ કંપની શરૂ કરી. અત્યારે તેનું ભંડોળ કરેડો રૂપિયાનું થયું છે. હરિયાણા રાજ્યમાં લગભગ ૪૦૦ એકર જમીન પ્રાપ્ત કરી છે. નાની ગાડીને નમૂને પણ તૈયાર થઈ ગયું છે. વિરોધ પક્ષ તરફથી આક્ષેપ થતા રહે છે કે કેન્દ્ર સરકાર અને હરિયાણા રાજય સરકાર તરફથી સંજય ગાંધીને ઘણા (ગર) લાભ આપવામાં આવ્યા છે. આ આક્ષે-
કરી
ત્યારે તેનું ભંડોળ
કરી છે. નાની ગાડી
પ્રજાને એમ લાગે છે કે