________________
Regd. No. MH. 117
प्रबुद्ध भुवन જીવન
“પ્રબુદ્ધ જૈન'નું નવસ’કરણ વર્ષ ૩૪ : 'ક: ૨૨
મુંબઇ, માર્ચ ૧૬, ૧૯૭૩, શુક્રવાર વાર્ષિક લવાજમ રૂા. ૭, પરદેશ માટે શલિંગ : ૧૫
✩
માણસના વર્તનના હેતુએ અકળ હોય છે. પોતે કહે કાંઈ અને મનમાં હોય કાંઈ. કેટલીક વખત પેતે પણ પૂરી રીતે જાણતા ન હાય અથવા જાણવા માગતા ન હોય અને પોતાથી પણ ઢાંકી રાખે. અનેક હેતુઓનું સંમિશ્રણ એવું હોય કે એક હેતુ જ છે એમ કહેવું મુશ્કેલ બને. અનેક હેતુઓમાં પણ મુખ્ય હેતુ કદાચ ખૂબ ઊંડે મનમાં સૂક્ષ્મપણે પડયો હાય અને પ્રેરક બળ એ હેતુ હોય તે પણ તેને જણાવા ન દે, પોતે સ્વીકારે પણ નહિ.
તંત્રી ચીમનલાલ ચકુભાઈ શાહ મા ન વી ની
વિ ચિ ત્ર તા
✩
કાપ મૂકયો છે. પ્રજાના આ વર્ગ તરફથી ભારપૂર્વક કહેવામાં આવે છે કે ઘરઆંગણેની ગરીબાઈ પ્રત્યે નફરત સેવવી અને વિદેશી પ્રજાને સહાય કરવા નીકળવું તે કર્યાના ન્યાય?
વિયેટનામના યુદ્ધવિરામ કરાર કર્યા છે તેમાં જણાવ્યું છે કે અમેરિકા પોતાની પરંપરાગત નીતિ અનુસાર, યુદ્ધના ઘા રુઝાવવા અને યુદ્ધોત્તર પુનનિર્માણ કરવા, ઉત્તર વિયેટનામને સહાય કરશે. પ્રેસિડન્ટ નિક્સને કૈાગ્રેસ સમક્ષ આવી સહાય માટે દરખાસ્ત રજૂ કરી છે અને કેટલાક અબજ ડોલરની સહાય કરવાની દરખાસ્ત છે. અમેરિકામાં હવે વિવાદ ચાલે છે કે ગઈ કાલ સુધી જે દુશ્મન હતા અને હજી પણ જેના વિશ્વાસ નથી એવી પ્રજા અને રાજ્યને અમેરિકાએ મદદ કરવી કે નહિ અને કરવી હોય તે શા માટે? દસ વર્ષ સુધી જેનો વિનાશ કરવામાં બાકી નથી રાખી અને છેવટ ભર્યાંકર બામ્બમારો કરી મહાવિનાશ સર્જ્યો તે દેશને હવે બેઠા થવા સહાય કરવાના હેતુ શે? કરારમાં કહ્યું છે કે પોતાની પર ંપરાગત નીતિ અનુસાર અમેરિકા સહાય કરશે. આ પરંપરાગત નીતિ શું છે? પહેલાં વિનાશ કરવા અને પછી પંપાળવા ? નિ:સ્વાર્થ સેવા? નૈતિક જવાબદારી ? અંતરની ઉદારતા? નરી માનવતા? દસ વર્ષમાં ૧૩૫ અબજને ખર્ચે યુદ્ધ કર્યું, પોતાના લગભગ ૫૦ હજાર યુવાને મરી ગયા, ગા લાખ ઘાયલ થયા, સમાજમાં અનેક અનિષ્ટોએ ધર કર્યું, ઉત્તર - દક્ષિણ વિયેટનામમાં દસ લાખ માણસોને મારી નાખ્યા, બન્ને દેશને ખેદાનમેદાન કર્યા, અને હવે ‘ઉદાર' થઈ મદદ કરશે?
સામાન્ય રીતે, આપણે કોઈનું બૂરું કર્યું હોય તો પ્રાયશ્ચિત્તરૂપે તેના બદલા વાળવા પ્રયત્ન કરીએ. આવી કોઈ નૈતિક જવાબદારી સ્વીકારવા અમેરિકન પ્રજા અથવા નિક્સન તૈયાર નથી. તેમાં ગુનાના એકરાર છે, જ્યારે નિક્સને માનભેર શાંતિ ( Peace with honour ) કરી છે એવા તેના દાવા છે. એક લઘુમતી એવી છે કે જે માને છે કે અમેરિકાએ વિયેટનામને ભારે અન્યાય કર્યો છે અને પાપનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. પણ જાહેર રીતે આવી દલીલ નિક્સન અથવા અમેરિકન પ્રજા સ્વીકારે તેમ નથી. અમેરિકામાં પણ અમુક વર્ગમાં ગરીબાઈ ઓછી નથી, ખાસ કરી કરોડો હબસીઓની. આ વર્ષના બજેટમાં સામાજિક સેવા (Social Service)ના ઘણા કાર્યક્રમો ઉપર નિક્સને મેટો
શ્રી મુંબઇ જૈન યુવક સĐનુ' પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૭–૪૦ પૈસા
જેણે આક્રમણ કર્યું હોય પણ છેવટ હારી જાય એવા રાજ્યે વિજેતાને કરેલ નુકસાનના બદલે આપવા (રપેરેશન્સ) એવા એક નિયમ છે. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની ઉપર મિત્રરાજ્યોએ ભારે નુકસાની લાદી. પરિણામે તેમાંથી છૂટવા હિટલર જાગ્યો અને બીજું વિશ્વયુદ્ધ થયું. ઉત્તર વિયેટનામ કદાચ પોતાની જાતને વિજેતા માને છે પણ અમેરિકાએ કોઈ નુકસાનીના બદલે આપવાનો છે એવું કદી નિક્સન કે અમેરિકન પ્રજા સ્વીકારે નહિ.
બીજા વિશ્વયુદ્ધ પછી, અમેરિકાએ જાપાન અને જર્મનીને માર્શલ પ્લાન પ્રમાણે અઢળક સહાય કરી, પણ તેનાં કેટલાંક સબળ કારણા હતાં. એમ કહી શકાય કે અમેરિકાને હિટલર, મુસેલિનો કે ટોજો સાથે દુશ્મનાવટ હતી, જર્મન, જાપાનીઝ કે ઈટલીની પ્રજા સાથે નહિ. બલ્કે આ પ્રજાએની મૈત્રી મેળવવા અને હિટલર વગેરે તેમને અવળા માર્ગે દોરી ગયા હતા તે બતાવવા, સહાય કરવી જરૂરી હતી, તેમાં માનવતા હતી. વળી, જાપાનને પૂરો કબજો અમેરિકાએ લીધા હતા. અને જર્મનીના મિત્રરાજ્યએ. તેથી જાપાનીઝ અને જર્મન પ્રજાને નિભાવવાની અને ફરી પગભર કરવાની જવાબદારી હતી. અલબત્ત, પરિણામે આજે જાપાન અને જર્મની અમેરિકાનાં મેટાં હરીફ થયાં છે અને યેન કેમાર્ક પાસે ડૅાલરે હવે નમતું જોખવું પડે છે તે જુદી વાત છે. પણ ઉત્તર વિયેટનામ વિશે આવી દલીલ થઈ શકે તેમ નથી. એ જ પ્રજા છે અને એ જ રાજ્યકર્તાઓ છે. કદાચ પ્રજાને તેમના રાજ્યકર્તાઓમાં વિશ્વાસ વધ્યો છે. ત્યાં કોઈ હારી ગયેલ હિટલર કે મુસેલિની નથી. અમેરિકાએ ઉત્તર વિયેટનામનો કબજો લીધા નથી એટલું જ નહિ પણ અમેરિકન લશ્કરને ત્યાંથી હટવું પડે છે.
અમેરિકાને હજુ ઉત્તર વિયેટનામનો વિશ્વાસ નથી કે દક્ષિણના કબજો ઉત્તર નહિ લે, બલ્કે ઉત્તરના સામ્યવાદીએ દક્ષિણનો કબજો કરશે એવા સકારણ ભય છેઅને તેથી દક્ષિણ વિયેટનામમાં યુદ્ધવિરામ થયો, પણ શાન્તિ નથી. અમેરિકાએ પણ જરૂર પડે તે ફરી દરમિયાનગૌરી કરી શકાય તે માટે થાઈલૅન્ડમાં મેટાં જંગી થાણાએ રાખ્યાં છે. તેમ જ દક્ષિણમાં પ્રેસિડન્ટ શ્રીયુને ટકાવી રાખવા લશ્કરી અને આર્થિક સહાય મોટા પ્રમાણમાં આપી રહેલ છે. જાપાન અને જર્મનીને સામ્યવાદી બચાવવા મદદ કરી એમ કહેવાયું હતું.
ચીન અથવા રશિયાથી ઉત્તર વિયેટનામને બચાવવા મદદ કરતું હાય એમ પણ અમેરિકા કહી શકે તેમ નથી. કારણ કે ચીન અને
H