SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ તા. ૧-૩-૭૩ લેજ - સ્કૂલ અને ભેંસ્ટેલમાં શું કરી રહ્યાં છે તેની માબાપને ખબર નથી પડતી; અને જો ખબર પડે છે તે પણ તે પરિસ્થિતિ ઉપર તેમને કાબૂ નથી હોતું. ત્યાં શરાબ, સિગારેટ અન્ય પ્રકારના નશાએ અને “ટિંગ ”નાં દૂષણ પુરબહારમાં ચાલી રહ્યાં છે. ઊંચી ગણાતી સંસાયટીમાં તે વળી પતિ બીજી સ્ત્રી સાથે ડાન્સ ન કરે તે પત્ની તેને ગંવાર માને છે, તે જ પ્રમાણે પત્ની પણ બીજા જોડે નૃત્ય ન કરે તે પતિને મનથી તેનું મૂલ્ય ઘટી જાય છે. આ બધી વર્તમાનની સળગતી સમસ્યાઓ છે. એની સામે આંખમિચામણાં થઈ શકે તેમ નથી. આ બાબત જરૂર વિચારીને ઉપાયો શધાવા જોઈએ. ભાવનગરનાં મીરાંબહેન ભટ્ટ “ચબૂહ ”ભેદન વિશે સરસ ચર્ચા કરી. તેમણે કહ્યું કે સ્ત્રી જાગરણ માટે સર્વપ્રથમ જીવનદષ્ટિ ખીલવવી પડશે. આજે સ્ત્રી ચારે બાજુથી પરિવાર, સંસ્કૃતિ, સંસ્કાર, રૂઢિઓ, આદિ વર્તુલોથી ઘેરાયેલી છે. આ ચકોનું બળ શું છે, અને તેને ભેદવાના ઉપાયો કેવા હોવા જોઈએ તે બાબત વિચારીશું. સૌપ્રથમ ફરીને એ ભાન થઈ જવું જોઈએ કે તે પોતે કોણ છે. સ્ત્રીને પોતાની સ્વતંત્ર હસ્તીની જ ખબર નથી. તેણે તે પિતાની (રોકન્ડરી) ગૌણ ભૂમિકા સ્વીકારી લીધી છે. પિતા, પતિ હા પુત્ર અને તેના પરિવાર માટે પોતે છે, પિતાને માટે નહિ ' અને ૨ માન્યતાને લઈને તેનામાં આત્મશ્રદ્ધાને અભાવ જણાય છે. ચૈતન્યના મહીસાગરથી છૂટી પડી ગયેલી પતે એક સ્વતંત્ર ચેતના છે, અને પેલા મહારૌનન્યની સાથે પોતાનું સીધું અનુસંધાન સદાય દે, તે બાબત તે અજ્ઞાન છે. તે પરમાત્માની સાથે પ્રત્યેક ક્ષણ પોતાની ચેતનાનું સીધું અનુસંધાન સ્થાપિત કરવું તે થયું પહેલા ચક્રવ્યુહનું ભેદન. આવી વિરાટ દષ્ટિ ખીલવવા માટે વિસ્કૃતિના પરદાએ હટાવવા પડશે અને તેને માટે સ્ત્રીએ પ્રકૃતિ સાથે સંબંધ જોડવો પડશે. જે તે ક્ષિતિજ પર ઊગતા સૂર્યને ન જોઈ શકે અને સંધ્યા સમયે આથમતા સૂર્યની મજા ન માણી શકે તે એને પ્રશ્ન જ કેવી રીતે ઉદભવે કે હું ક્યાંથી આવી? મારી ક્ષિતિજ, મારી પુથ્વી ક્યાં છે? મારે કયાં જવાનું છે ખાદિ ! - નિર્મલાબહેને બિહારની એક સ્ત્રીને કિસ્સો કહ્યો કે તેને બિચારીને કવિતા કરવાનું મન થતું હતું. ઈચ્છા થતી કે સૂર્યોદય - સૂર્યાસ્તનાં દર્શન કરું ને પ્રેરણા મેળવું. પરંતુ ચાર દીવાલમાં પુરાયેલી નવવધૂને એ પરવાનગી નહોતી. છેવટે ઘરના એક નાના કાણામાંથી તેણે જોવાનો પ્રયાસ કર્યો, તે સાસુએ ધમકાવી કે “કોને જુએ છે?” તદુપરાંત જેઓ પર આવાં બંધનો નથી તેમને પ્રકૃતિનાં આવાં સુંદર દશ્ય જોવા અને માણવાની નથી દષ્ટિ, નથી ફુરસદ. જાણે કે આવા પ્રાકૃતિક સૌન્દર્ય પ્રતિ સૌ બધિર બની ગયાં કેમ ન હોય!. આવી રીતે પ્રકૃતિ અને સૃષ્ટિના સંબંધથી સ્ત્રી વંચિત છે. મીરાંને “ગિરિધર ગોપાલ” કેમ પ્રતિક્ષા યાદ આવતા. હતા? મેવાડની ગિરિકંદરાઓમાં ખોવાઈ જતી મીરાને તે “ગિરિધર” સ્વરૂપ જ યાદ આવે. એટલા માટે સૌથી પહેલું ચક્રભેદન તે ઈશ્વર સાથે સીધું અનુસંધાન અને તેના માટે જ સૃષ્ટિ સાથેનો સંબંધ. બીજી ભ્રાંતિ આપણા સ્ત્રીશરીર બાબત ભેદવાની છે. આ દેહ ન તે કોઈના ભેગનું સાધન છે, અથવા ન તો આકર્ષણનું; અને તે કોઈની સંપત્તિ પણ નથી. પૂ. બાબાએ કહ્યું છે કે “દેહ એક ટ્રસ્ટ છે”, અને તેનું પૂજન છે આત્મસાક્ષાત્કાર. પરમેશ્વરને સાક્ષાત્કાર શું ચીજ છે તે આપણે નાચીજ શું જાણી શકવાના” એવી લઘુતાગ્રંથિ તક્ષણ દૂર કરવી ઘટે. પરમાત્માએ આપણને આ જીવન આપ્યું છે તેને સમગ્રતાપૂર્વક જીવવાનું છે, અને આ પ્રયતનો જ આપણને પરમતત્વ સુધી પહોંચાડશે. પ્રત્યેક ક્ષણને સમગ્રતાપૂર્વક જીવવા માટે આપણે જો દિલદિમાગને ખુલ્લાં નહિ રાખીએ તે, કેવળ શ્વાસ લેતા રહીશું, પણ આપણા જીવનની તે ક્ષણે જે જીવનચૈતન્યનું ઉપાદાને લઈને આવી હતી તેને આપણે ખેઈ બેસીશું. આપણે દેહ નથી, પણ દેહથી પર કંઈક છીએ તેનું ભાન કરવા માટે સત્સંગ અને સ્વાધ્યાય બેઉ મદદમાં આવશે. સ્ત્રી પરંપરાગત સત્સંગ તો કરે જ છે, પરંતુ '' તેમાં ચૈતન્યને સ્પર્શ કયાં છે? સત્સંગમાં માણસની સમસ્ત હસ્તી હલાવી મૂકવાની તાકાત છે. દેહથી પર હોવાનું ભાન થતાં જ આત્મશકિતનું ભાન જાગે છે અને તે ભાન સ્ત્રીને સ્વયં પોતાને ભરોસે જીવવાનું શીખવાડે છે. તે ભલે પુરુષના સથિમાં જીવશે, પરંતુ જીવશે પિતાને ભરોસે જ. અને પછી એ સહજીવન બે સમર્થોનું સહજીવન હશે અને તેમાંથી જે નિષ્પન્ન થશે તે નિ:સંદેહ બેઉને માટે ઉદ્ધારક સાબિત થશે. ત્રીજી વસ્તુ છે કે સ્ત્રીના જીવનમાં માતૃત્વ અલ્પવિરામ રહેવું જોઈએ. માતૃત્વ એક વૃત્તિ છે, દિવ્ય વૃત્તિ છે, કારણ કે તેમાંથી આત્મવિસ્તાર થાય છે. એકમાંથી બે, ત્રણ, ચાર, પાંચ સુધીના વિરાર. પરંતુ આપણે અહીં જ થોભવાનું નથી, આપણે તે બ્રહ્માસાક્ષાત્કાર સુધી પહોંચવાનું છે, બ્રહ્માંડ સુધી આપણે વિસ્તાર કરવાનો છે. માતૃત્વ સ્ત્રીજીવનનું. પ્રયોગ જરૂર છે, પરંતુ ગૌરીશિખર ન બની શકે. ચોથા ચક્રભેદનમાં આર્થિક સ્વાતંત્રય પ્રાપ્ત કરવાની વાત છે. તેને અર્થ એવો નથી કે મા થયા પછી પણ કરી કરવા બહાર જવું, મા અને ગૃહિણી - પત્નીના રૂપમાં પરિવારની જે સેવા તે આપે છે તેનું મુલ્ય ગણાવું જોઈએ. આ સંદર્ભમાં આર્થિક સ્વાતંત્ર્ય પણ જીવનનું અનિવાર્ય અંગ છે. સ્ત્રી માનવ છે, માનવને નાતે તે સમાજનું અભિન્ન અંગ છે, સમાજની જવાબદાર નાગરિક છે તેને તેને ખ્યાલ હોવો જોઈએ. આજ સ્ત્રીમાં સામાજિક દષ્ટિ અને ભાવનાને અભાવ છે. તેના ત્રાજવામાં માત્ર પરિવારમાં એક જ પલું છે. તેની સામાજિક દષ્ટિ વિકરાશે ત્યારે જ તેની વિશિષ્ટ સ્ત્રીશકિતને રામજને લાભ મળી શકશે. આ પરિવારથી બહાર નીકળે તે માત્ર પુરુષનું અંધ અનુકરણ કરવા માટે નહિ પણ પોતાની સ્ત્રીત્વને સમાજ સાથે જોડવા માટે. પ્રત્યેક સ્ત્રીએ સમાજ માટે ઓછામાં ઓછા એકબે કલાક આપવા જોઈએ. આખર સ્ત્રી જાગરણનો અર્થ શું છે? પોતાની અંતર્ગત જે ઉદાત્ત અંતસ્તત્ત્વ છે તેને પ્રગટ કરવું તે. માનવને નાતે સ્ત્રી પુરુઘને કોઈ ભેદ નથી, પરંતુ પ્રકૃતિએ સ્ત્રીને સુજનકાર્ય સોંપ્યું છે તો તેનામાં તેને અનુરૂપ સહજ સ્નેહ - સમર્પણ, સંગેપન, સંવર્ધન આદિ ગુણવિકારાની સંભાવના વધારે ૨!!પી છે. સૃજનની પ્રસુતિવેદના જેણે સહન કરી છે તે વિનાશની સંજના કદી સહન ન કરી શકે. હા, સર્વનાશની દિશામાં લઈ જનારાં નાસૂરી તને સંહાર કરવા માટે માતૃશકિતને વાઘની સવારી કરીને હિસાશકિતની લગામ પોતાના હાથમાં લેવી પડશે. ઉપરથી જોતાં માનું એ રુદ્ર સ્વરૂપ લાગશે, પરંતુ છેવટે તે શિવશકિતમાં પરિણમશે. પછી તે માનવમાં પડેલાં શુભ તત્ત્વોનું પ્રગટીકરણ કરવા માટે માનું ભદ્રસ્વરૂપ હશે જ. આવશ્યકતા પ્રમાણે રદ્ર અને ભદ્ર બન્ને ભૂમિકાએ સ્ત્રીએ ભજવવાની છે. સંક્ષિપ્તમાં આપણું સ્ત્રી જાગરણ સમસ્ત વિશ્વને માટે શુભ તત્ત્વોનું જાગરણ સિદ્ધ થાય તે શુભ કામના વ્યકત કરું છું. સમાપ્ત. પૂણિમા પકવાસા માલિક : શ્રી મુંબઈ જેન યુવક સંઘ, મુદ્રક અને પ્રકાશક : મુંબઈ-૪ ટે. નં. ૩૫૦૨૯૬ શ્રી ચીમનલાલ જે. શાહ. પ્રકાશનસ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુદ્રણસ્થાન : ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કેટે, મુંબઈ–૧
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy