SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ P તા. ૧-૩૭૩ પ્રબુદ્ધ જીવન ભારતવ્યાપી સ્ત્રીશકિત જાગરણ (ગતાંકથી ચાલુ) તે દિવસે બપોરની બેઠકમાં “શ્રી જાગરણ” અંગે એક કલાક સમૂહચર્ચા અને દોઢ કલાક જુદાં જુદાં જૂથમાં ચર્ચા રાખેલી. સામૂહિક ચર્ચાના પ્રારંભ મારી અધ્યક્ષતામાં લાકયાત્રી દેવી રીઝવાણીએ કર્યો. તેમણે કહ્યું કે “યવતમાલ જિલ્લામાં અમારી યાત્રા ચાલી રહી હતી. ઈંગ્લેંડની એક યુવાન કન્યા પેટ્રિશિયા અમારી સાથે થેોડા સમય માટે જોડાઈ હતી. તેનું ભારતીય નામ પવિત્રા રાખેલું. તે સારી વકતા પણ હતી. બહેનોની સભાઓને તે જ્યારે સંબોધન કરતી હતી ત્યારે લગભગ હંમેશાં પૂછતી હતી કે ભારતના પ્રત્યેક ઘરમાં એક એક સંત નિવાસ કરે છે, તે સંત કોણ તે આપ જાણો છે? તે સંત તે સ્વયં ધરની સ્ત્રી જ છે. સંત તે તે વ્યકિત બની શકે છે કે જે પોતાને માટે નહીં જીવતાં બીજાને માટે જીવે છે. ભારતીય કુટુંબોમાં માનું આ જ કર્તવ્ય છે. પરિવારની સ્ત્રી પોતા માટે નહીં પણ પરિવાર માટે જીવે છે. આપ સૌ સંત મહિલાઓ છે, પરંતુ આપ આપની શકિતથી અનભિજ્ઞ છે.” આ પવિત્રા ભારતીય નારીને જોઈને બહુ જ પ્રભાવિત થતી હતી એ કહેતી કે ભારતીય નારીમાં જે ભાવનાઓનું દર્શન થાય છે તે વિશ્વના અન્ય દેશેાની નારીઓમાં થતું નથી. એની વાતમાં જરૂર તથ્ય છે. તેમ છતાંય સર્વસામાન્ય સ્ત્રી આજે લાચારીનું જીવન વીતાવે છે. જીવનનું કોઈ મૂલ્ય એમની સામે નથી. એમનું જીવનસમસ્ત પુરુષસાપેક્ષ છે. શરીરની સજાવટ આદિ પણ તેમની માનસિક ગુલામીનાં ઘોતક છે. તેઓની સામે અન્ય કોઈ રસ્તો ખુલ્લા નથી. નિ:સંદેહ આજે સ્ત્રીમાનસને પોતાની જીવનપદ્ધતિથી સંતાપ નથી. નવવિચાર તેમની પાસે પહોંચે તો એ દિશામાં જાગરણ શકય છે અને તે જ પુરુષસાપેક્ષ સ્રજીવનમાંથી જે સુંદરતમ વસ્તુ આજે પ્રગટ થતી દેખાતી નથી તેનું પ્રાગટય થઈ શકે. આપણુ કામ જ એ છે કે એ સર્વોત્તમ શકિતને ઢંઢોળીને જગાડવી, અને કામમાં લેવી. ત્યાર બાદ ઓરિસાનાં બહેન અન્નપૂર્ણા મહારાણાએ કહ્યું કે ગ્રામીણ સ્તરે સ્રીજાગરણના કાર્યક્રમ ઉપાડવા જોઈએ. ગાંધીશતાબ્દીની ઉજવણી દરમ્યાન બહેનોની ઘણી શિબિરો તેઓએ યોજી હતી, જેમાં ગ્રામીણ બહેને એ જ વધારે ભાગ લીધેલા. આ બહેનની સામે મુખ્ય બે વાતોની ચર્ચા થતી હતી. પ્રથમ તો આપ મંદિરમાં જઈને મૂતિની સેવાપૂજા કરો છે, ભાગ ધરાવા છે એ બધું બરાબર છે, પણ તે ઉપરાંત બીજુ કરવાની પણ જરૂર છે. ભગવાન કેવળ મૂર્તિમાં જ સમાયા છે તેમ નથી, મનુષ્યમાં પણ છે. એટલે મનુષ્યસેવા ઉપર આપણું લક્ષ્ય કેન્દ્રિત થવાની જરૂર છે. બીજી વાત એ કે ગામડાની સામાન્ય સ્ત્રીઓને પણ “ચિત્તવૃત્તિનિરોધ”ની તાલીમ આપવી જરૂરી છે. આપણે રોજિંદા વ્યવહારમાં અનુભવીએ છીએ કે ક્રોધ આવે છે, લાભ જાગે છે, તેનું નિયંત્રણ કેવી રીતે કરવું? મહારાષ્ટ્રનાં લેખિકા ગીતાબહેન સાનેએ એક કિસ્સા સંભળાવ્યો. તેમની યુવાન દીકરી બહુ જ ગુસ્સાબાજ હતી. તેણે માને પૂછ્યું કે મને નાનીનાની વાતો પર બહુ જ ગુસ્સે આવે છે તેને કેવી રીતે રોકવા? ગીતાબહેને પ્રેમથી દીકરીને સમજાવી કે જ્યારે પણ તને એમ લાગે કે અમુક ઘટના યા વાત બની રહી છે અને તને ગુસ્સા આવવાના સંભવ છે, તે તરત તે સ્થાન છેડીને ચાલ્યા જવું. દીકરીએ માની વાત માની લીધી અને સલાહ પ્રમાણે કરતી રહી. ધીરેધીરે તેના ક્રોધી સ્વભાવ બદલાયે જ, ગુસ્સાને કેમ નિયંત્રિત કરવા એ ગૃહિણીએ તેમ જ યુવા લેકોની રાજરાજની સમસ્યા છે, એટલે આ બાબતમાં કોઈ સરળ સહજ {{ ૨૫૩ માર્ગ બતાવે તે ઘણું જ લાભદાયી પરિણામ આવે. બાળકોને સારા સંસ્કાર આપવામાં પણ સરળતા થાય. સમગ્ર ગુણવિકાસની વાત સર્વસાધારણ ભૂમિકા પર વિચારવાની જરૂર છે. તદુપરાંત સમાજનું રુચિપરિવર્તન કરવા બાબત પણ વિચારવાનું છે. કંબરે, અશાભનીય પોસ્ટર્સ, બીભત્સ સિનેમા દશ્યો, કલબો આદિ પ્રતિ જે અનિવાર્ય આકર્ષણ દઢ થતું જાય છે, તેને સમતુલિત કરવા માટે મનોરંજનનાં નિર્મળ સાધનો શેાધવાં પડશે. ચિપરિવર્તન માટે લલિત કલાઓને તેના શુદ્ધ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત કરવાની બહુ જરૂર છે. આગ્રાનાં શકન્તલા એકે કહ્યું કે મારી વિદ્યાર્થિની—અવસ્થામાં જો બ્રહ્મવિદ્યામંદિર જેવી સંસ્થા હોત તે હું સીધી તેમાં ચાલી આવત. વાસ્તવિક રીતે ગૃહસ્થધર્મમાં આંતરિક સાધના થઈ શકે છે, પણ આ તો ત્યારે શકય બને કે બચપણથી તેવા સંસ્કારોનું સિંચન થયું હોય. મેડમ મેન્ટેન્સેરીએ કહ્યું છે કે બચપણમાં જે સંસ્કાર મળે છે તે જ ભવિષ્યમાં કામ આવે છે. મારા પતિને મૂર્તિ-પ્રાર્થના-પૂજાદિમાં શ્રાદ્ધા નહિ હતી એટલે ઘરમાં તે વાતાવરણ નહોતું. એક દિવસ મારી સાત વર્ષની બાળકીને સિનેમાનું એક અભદ્ર ગીત ગાતાં અને નાચતાં જોઈને મને આશ્ચર્ય થયું. સિનેમા યા સિનેમાસંગીતનું વાતાવરણ અમારે ત્યાં હતું જ નહિ તે આમ કેમ બન્યું? પણ તરત જ ખ્યાલ આવ્યો કે બાળકો ઉપર બહારની પણ અસર પડે છે. હવે શું કરવું? મને એક વિચાર આવ્યો કે ઘરમાં સારા સંસ્કારોનું વાતાવરણ હોય તો બહારના સંસ્કારોની અસર ઊંડી ન થાય. એટલે તરત જ પરિવારમાં સામૂહિક પ્રાર્થના, ગીતાપાઠ આદિ શરૂ કર્યાં. ઘરમાં જો નિર્મળ વાતાવરણ નિર્માણ થાય તે અગરબત્તીની સુવાસની જેમ તે ઘરમાં અને બહાર ફેલાય છે. આ સામૂહિક પ્રાર્થનાનું બહુ જ સરસ પરિણામ આવ્યું. બાળકી ઉપર સરસ અસર થતી ગઈ. બાળમાનસપટ ઉપર જે સંસ્કારો પડે છે તેનું તેના જીવનનિર્માણમાં કેટલું મહત્ત્વ છે તેનું ભાન માતાઓને હાળુંઘટે છે. ‘માતૃ” શબ્દ જ કહે છે કે એમાંને “ નુ ” અક્ષર તે તારિણીશકિતના છે; તે શકિત પ્રગટ થવી જોઈએ. આ આશ્રમના વાતાવરણને આપણે સમાજમાં લઈ જવું પડશે. થેડુંક આક્રમક થવું પડે તો થવું, પણ તે સિવાય આજની ભાગવૃત્તિની દુર્ગંધ દૂર નહિ થાય. '1' પૂનાનાં શે।ભનાતાઈ રાનડેએ કેટલાક મુદ્દાઓ સવાલરૂપે મૂકયા. ખાસ તો બે પેઢી વચ્ચેના “જનરેશન ગેપ” કેમ પૂરવા? ચારેબાજુના વિપરીત વાતાવરણમાં બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય? તેમણે કહ્યું કે હું ત્રણ જુવાન દીકરીઓની મા છું; તેને લઈને એવા સમાજ સાથે મારો સંપર્ક રહે છે કે જ્યાં શિક્ષિત જુવાન કન્યાઓની સમસ્યાઓ રોજ નવી નવી ઉદ્ભવતી હોય છે. મારી મૂળ ઈચ્છા રહે છે કે મારી દીકરીએ મારી મિત્ર બને, પણ એ નથી બની શકતું. જ્યારે રજાઓ દરમિયાન તેએ ઘેર આવે છે ત્યારે મને ઘણી વાર સાંભળવું પડે છે કે “યુ આર સર્ચ આ બેકવર્ડ મધર. ” (તું તે કેવી પછાત મા છે). આ એક વિચારણીય મુદ્દો છે. શહેરોમાં નવી પેઢી જે પ્રવાહેામાં તણાઈ રહી છે તેના માનસને પરિચય આપણે કેળવવા ઘટે. સ્કૂલ-કૉલેજોમાં જતાં બાળકો નિયમિત વર્ગ ભરતાં નથી તે હકીકત છે, તેઓ તે દરમિયાન કર્યાં જાય છે તેની માતાપિતાને ખબર નથી હોતી. નીચેના વર્ગના લોકોમાં માબાપ મજૂરી કરવા જાય એટલે બાળકોને તેમનો સહવાસ દુર્લભ થાય છે, ત્યાં આધ્યાત્મિક વાતાવરણ નિર્માણ કરવાની વાત જ કયાં રહી ? એનાથી ઠીક ઊલટું, સંપન્ન પરિવારોમાં દીકરા - દીકરીએ
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy