________________
તા. ૧–૩–૭૩
પ્રબુદ્ધ જીવન
ગાંધી કયાંય નથી ભારતમાં....
✩
એમ કહેવાય છે કે ગાંધીને આપણે ભૂલી ગયા તેમ કહેવું તે ‘અર્ધસત્ય છે. અને ભ્રામક છે ... પ્રજાજીવનના અણુએ આણુમાં તે (ગાંધી) વ્યાપેલ છે”
સાચે જ શું ગાંધીને આપણે યાદ રાખ્યા છે? આપણે એટલે કોણે? સમગ્ર પ્રજાએ કે પ્રજાના કોઈ એક વગે? કયા વર્ષે ? અને યાદ રાખ્યા છે એટલે શું કર્યું છે?
હા, આજે પણ ગાંધીનું નામ લેવાય છે, તેમની મહત્તાનાં ગુણગાન ગવાય છે, તેમના વિશે લખાય છે, છપાય છે, તેમની ‘વિરાટ આધ્યાત્મિક શકિત' ના સ્વીકાર થાય છે, ‘જીવનની કઠોર વાસ્તવિકતાઓ સામે તેમણે સત્ય અને અહિંસા, પ્રેમ અને કરુણાથી' જે સંઘર્ષ કર્યો તે યાદ કરતાં આજેયે ચકિત થઈ જવાય છે ને માથું નમી પડે છે.
પણ ગાંધીને યાદ કરવા એટલે શું આટલું જ? ભારતના જનજીવનનાં અનેક પાસાંઓને નવા ચેતનથી ગતિમાન કરતા એક
પ્રચંડ પરિબળ તરીકે તેઓ આવ્યા એમ સ્વીકારીએ તો પૂછવાનું મન થાય છે કે જીવન પર, ભારતના આજના પ્રજાજીવન પર ગાંધીનો પ્રભાવ કયાંય દેખાય છે? ભારતના રાજકીય, આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક જીવનમાં, કોઈ કરતાં કોઈ ઠેકાણે એવું કશું જોવા મળે છે જે વિશે કહીં શકાય કે અહીં ગાંધીના પ્રાણ ધબકે છે?
૩૦મી જાન્યુઆરી . હમણાં જ ગઈ. તે દિવસે હંમેશ મુજબ દેશમાં અન્ય સ્થળેાએ અને રાજઘાટ પર પ્રાર્થના વગેરે થયાં. તે દિવસે એક બીજો વિશિષ્ટ કાર્યક્રમ પણ યોજાયો – ગાંધીજીને લગતી કેટલીક વસ્તુઓના સંગ્રહ એક નળી - આકાર ખોલ (કેપસૂલ)માં ભરી અને ભાવિ પેઢીઓ માટે જમીનની અંદર ઉતારવાના, આ અંગે ભૂદાન આંદોલનના હિન્દી મુખપત્ર ‘સર્વોદય’માં અહેવાલ આવેલા તેને સારભાગ અહીં રજૂ કરવાનું જરૂરી લાગે છે.
૩૦ જાન્યુઆરી ૧૯૭૩ - નવી દિલ્હી.
જ્યાં ગાંધીજીની હત્યા થઈ હતી ત્યાં ઉપરાષ્ટ્રપતિએ એક ગાંધીમંજૂપા ધરતીના ગર્ભમાં ત્રીસ ફૂટ નીચે ઉતારી એમાં ગાંધીની આત્મકથા, તેમનાં વચનેના સંકલનની માઈક્રોફિલ્મ, છેલ્લાં ને પ્રસિદ્ધ ભાષણાની માઈક્રોફિલ્મ, સંસારભરમાં તેમને અપાયેલી શ્રાદ્ધાંજલિઓ, એમની અને કસ્તુરબાની કાંસાની મૂર્તિઓ અને બીજી કેટલીક વસ્તુઓ મૂકવામાં આવી હતી.
આ મંજૂપા શિક્ષણખાતું, રાષ્ટ્રીય સંગ્રહાલય, આકાશવાણી અને ભાભા અણુ શોષકેન્દ્ર સાથે મળીને, શિક્ષણપ્રધાનની દેખરેખ હેઠળ તૈયાર કરી છે. આ મંજૂષાના બહારના ભાગ પર લખેલું લખાણ અંગ્રેજીમાં છે, ઉપરાંત, ગાંધીજીની આત્મકથા અને તેમનાં વચનોનું સંકલન પણ અંગ્રેજીમાં છે. મંજૂપા તૈયાર કરનારાઓને એ યાદ નહિ રહ્યું હાય કે ભવિષ્યના પુરાતત્ત્વવેત્તા કયારેક આ મંજૂષા બહાર કાઢશે તે તેઓ માનશે કે આ દેશની ભાષા અંગ્રેજી હતી અને ગાંધીજી અંગ્રેજીમાં લખતા હતા. અંદર મૂકેલાં ભાષા તો હિન્દીમાં હશે કારણ કે ગાંધીજી ઘણુંખરું હિન્દીમાં જ બાલતા હતા. તે પુરાતત્ત્વવેત્તાઓ માટે તો કોયડો થઈ પડશે કે ગાંધીજી લખતા હતા અંગ્રેજીમાં ને બોલતા હતા હિન્દીમાં ભવિષ્ય માટે ગાંધીને સુરક્ષિત રાખનારાઓ કંઈ નહિ તે ખાલ પરનું લખાણ તે હિન્દીમાં કરાવી શકત, અને અંદર આત્મકથાની મૂળ ગુજરાતી નકલ મૂકી શકત! કાર્યક્રમમાં આવેલા ગાંધીજીના એક જૂના ભકતે એમ પણ પૂછ્યું કે આપણે એમને કેટલા ફૂટ નીચે ઉતાર્યા? ભાવિને આપણે શું ગાંધીનાં પુસ્તકો અને તેમને અવાજ આપીશું? તેમણે જે ભારતનું સપનું જોયું અને જેને સાકાર કરવા
૨૪૭
તેમણે આખી જિંદગી સંઘર્ષ કર્યો, તે ભારત નહિ આપીએ?
... રાજઘાટ પર આમ તો શ્રદ્ધાંજલિ અર્પવા આવતા લોકોની કતાર લાગતી હોય છે. પણ ૩૦ જાન્યુ. અને ૨ ઑકટોબરના દિવસે રાજનેતાએ આવે છે અને તે જુદી જ જગ્યા બની જાય છે. સાધારણ પ્રજાને આવવા - જવાનો માર્ગ અને બેસવાનું સ્થાન અલગ હોય છે, વિશિષ્ટ લોકોના આવવા-જવાના માર્ગ અને બેસવાનું સ્થાન અલગ હોય છે. ગાંધીજીની સમાધિ પર સામાન્ય અને વિશિષ્ટ જન વચ્ચેના ભેદભાવ કેટલેા હાસ્યપ્રદ છે!
રાજઘાટ પર મળસ્કાના આછા એંધાણ - અજવાળામાં શહીદ દિનના કાર્યક્રમ શરૂ થયા. અગિયાર વાગ્યે લગભગ રાષ્ટ્રપતિ તેમની છ લાખની વિદેશી કારમાં આવ્યા ને સફેદ ગુલાબાના હાર સમાધિ પર ચડાવ્યો. હાર પર નાયલોનની રિબન સાથે અંગ્રેજીમાં એક ચિઠ્ઠી હતી : ધ પ્રેસિડન્ટ, ભૂમિદળ, નૌકાદળ અને હવાઈ દળના પચાસ પચાસ જવાનોએ શસ્રસલામી આપી. પછી બ્યુગલ પર ‘લાસ્ટ પેસ્ટ'ની ધૂન વગાડવામાં આવી. બે મિનિટ મૌન પાળવાની સૂચના માટે તોપ ફોડવામાં આવી. મૌનની બે મિનિટ પૂરી થવાની સૂચના માટે પણ તાપ ફોડવામાં આવી.
અહિંસાના પૂજારીની સમાધિ પર આ શસ્ત્રસલામી કેટલી અસંગત છે! સંસદના પિસ્તાળીસ જેટલા સભ્યાએ એક ઠરાવ કરીને સરકારને કહેલું કે શસ્ત્રોની સલામીના કાર્યક્રમ બીજે કયાંક યોજાય, અહીં ગાંધીની સમાધિ પર તે શોભા નથી આપતા. પણ સરકારે તેનો સ્વીકાર ન કર્યો. ગાંધીની સ્મૃતિને અમર રાખવા માટે આપણે ધરતીમાં મંજૂપા ઉતારી શકીએ તો એમની ભાવનાઓનું માન રાખવા આ શસ્ત્રસલામી બંધ ન કરી શકીએ ?
**
‘સર્વોદય’માં પ્રગટ થયેલા આ અહેવાલ વિશે કોઈ ટિપ્પણીની જરૂર નથી. ગાંધીના જન્મદિન કે ગાંધીના નિર્વાણદિનને નિમિત્તે થતા કાર્યક્રમમાં પણ એમના સિદ્ધાંતોથી મૂળભૂત વિરોધી નીતિરીતિ યોજાય છે. અને આ કાંઈ આજની વાત નથી. ગાંધી મૃત્યુ પામ્યા ત્યારે પણ તેમના શબને આ જ રીતે, તેો ને શસ્ત્રોની સલામી સાથે લઈ જવામાં આવેલું અને આ વિશે વિખ્યાત અમેરિકન લેખિકા પર્લ બકે અચરજ પ્રગટ કર્યું હતું અને પછી પેતેજ ખુલાસો આપતાં કહેલું : “પણ સરકારને આ સિવાયની બીજી કોઈ રીત સૂઝી શકે જ નહિ. સરકાર — તે ગમે ત્યાંની હાય – તેના તંત્રનું સ્વરૂપ જ એવું છે કે તે શસ્ત્રો સિવાયની બીજી કોઈ કલ્પના કરી જ શકે નહિ.”
અને આ એવે વખતે બનેલું, જ્યારે જવાહરલાલ-નેહરુ જેવા કવિહૃદયના સંવેદનશીલ માનવી સત્તાના સૂત્રધાર હતા, જેમણે ગાંધીને અત્યંત નિકટતાથી જાણેલા અને જેઓ શસ્રરહિત સત્તાની
કલ્પના કરવાને સમર્થ હતા,
આમ, ગાંધીના સ્થૂલ મૃત્યુની ક્ષણથી જ તેમને વીસરવાની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ હતી અને આજે આ પ્રક્રિયા લગભગ પૂર્ણતાએ પહોંચવા આવી છે. ‘પ્રજાજીવનના અણુઅણુમાં વ્યાપ્તિ હાવાની વાત તે! જવા દો, પણ ઉપરછલ્લી સપાટીએ જોવા જઈએ તા ય ... ગાંધી ક્યાં છે?
સત્તા માટે કાંઈ પણ કાળાંધાળાં કરવા તૈયાર રાજનેતાઓમાં? સરકારી તંત્રમાં?
ભ્રષ્ટાચારથી દુર્ગંધાઈ ગયેલા તેના વહીવટમાં? માભા દર્શાવતી સંજ્ઞાઓના વિતરણમાં ? પંચવર્ષીય યોજનાઓમાં ?
ગાંધીએ કહેલું કે ભારત તે સાત લાખ ગામડાંમાં વસેલું છે. તે આજે જીવતા હોત તો જૉત કે ભારતના હાર્દ સમાં હજારો