SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૯૬ જાહેર હિત વચ્ચે સમતુલા જાળવવી હિત વધારે અગત્યનું છે. કોર્ટે કબૂલ કર્યું ઉપર સમાધાન કરવા દબાણ લાવવાના છે, દબાણ ગેરવાજબી નથી. અને આ કેસમાં જાહેર કે લેખના ઉદ્દેશ ક ંપની પણ કોર્ટે કહ્યું કે એવું No doubt the article was intended to bring pressure, to bear on Distillers - but that pressure was legitimate in the light of all that had happened. It is in the interest of the public in matters of national concern and the freedom of the press to make fair comment on such matters. The one interest must be balanced against the other. આ ચુકાદો ખરેખર ઐતિહાસિક છે. તેમાં જોખમ પણ છે. કોઈ પક્ષકારને અન્યાય થવા સંભવ છે. એમ પણ દલીલ થઈ છે કે આવા નિયમ-ચાલુ કેસે ટીકા ન કરવાને-ફોજદારી કેસ માટે વધારે જરૂર છે. દીવાની દાવાઓમાં અન્યાયના સંભવ ઓછા છે. જાહેર ચર્ચાથી કોર્ટ ખેંચાઈ જાય નહિ, જ્યારે ફોજદારી કેસમાં ચાલુ કેસે જાહેર ચર્ચાથી અપરાધીને અન્યાય થવાના વધારે સંભવ છે. આ દાવામાં એક તરફ કેટલાંય ગરીબ માબાપે છે અને બીજી તરફ સમૃદ્ધ કંપની છે- જેને ખર્ચ કરવાના હિસાબ નથી અને વર્ષો સુધી લડે અને માબાપેા થાકી જાય. બીજી તરફ અગત્યનો મુદ્દો દવા બનાવતી કંપનીઓની જવાબદારી છે. બનતી બધી કાળજી લીધી હાય તો પણ પરિણામ વિપરીત આવે ત્યારે મેટી નુકસાની ભરવી પડે તે કંપનીઓના શું હાલ થાય? આ અને આવા ઘણા બધા અગત્યના મુદ્દાઓ સમાયેલ છે. છેવટનું પરિણામ શું આવે છે તે જોવાનું રહે છે. ચન્દ્રકાન્તાબહેનના ચમકારો’ પ્રબુદ્ધ જીવન શ્રી પૂર્ણિમાબહેન પકવાસાએ સ્ત્રીશકિત જાગરણ વિશે લખ્યું છે તેમાં ચન્દ્રકાન્તાબહેનના હાથમાં કંકુ ચોખા પડે છે, શરીરમાંથી સુગંધ છૂટે છે, ફ્ લા આવે છે વગેરે લખ્યું છે. તે સંબંધે કેટલાક ભાઈઓના મારા ઉપર પત્ર આવ્યા છે. પૂર્ણિમાબહેન પોતે આવા ચમત્કારોમાં માનતાં નથી. ચન્દ્રકાન્તાબહેન પોતે આવી બાબતને જરા પણ મહત્ત્વ આપતાં નથી. બહેન પેતે વિદ્વાન અને આધ્યાત્મિક વલણવાળાં છે. તેમાં દંભ કે કોઈ લાભ ઉઠાવવાના ઈરાદા હાવા સંભવ નથી. કોઈ હાથચાલાકી પણ નથી. કદાચ તેઓ પોતે પણ આ વાત સમજાવી ન શકે. શરીરમાંથી સુગંધ આવે તે સ્વાભાવિક છે. પૂર્ણિમાબહેને પેતે સાંભળેલી અને કેટલીક અનુભવેલી હકીકત જ લખી છે. કોઈ વખત ચન્દ્રકાન્તાબહેનને મળવાન મને પ્રસંગ થશે તે જરૂર આ હકીકત સમજવા પ્રયત્ન કરીશ. --ચીમનલાલ ચકુભાઈ * બજેટ' અંગે વાર્તાલાપ * શ્રી મુંબઈ જૈન યુવક સંધના ઉપક્રમે ગુરુવાર, તા. ૮મી માર્ચના રોજ સાંજના ૬-૧૫ વાગે, પરમાનંદ કાપડિયા સભાગૃહમાં, ભારત સરકારના ચાલુ વર્ષના બજેટ પર, “કામર્સ રિસર્ચ બ્યૂરો”ના વડા અને જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. નરોત્તમભાઈ શાહનું એક જાહેર પ્રવચન રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે જાણીતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની પેઢી મેસર્સ એ. જે. શાહ એન્ડj.ના ભાગીદાર શ્રી પ્રદીપ એ. શાહ પણ બજેટ અંગે પોતાના વિચારો વ્યકત કરશે. તે આ વિષયમાં રસ ધરાવતા સૌને સમયસર ઉપસ્થિત થવા વિનંતિ છે. બન્ને વકતાઓ ગુજરાતીમાં પ્રવચન કરશે. સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, વનિતા વિશ્રામ સામે, મુંબઈ - ૪. ચીમનલાલ જે. શાહ સુબોધભાઇ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ તા. ૧–૩–૭૩ સ્વર્ગ અને નરક કવિને રાત્રે સ્વપ્નું આવ્યું કે પેાતાનું મૃત્યુ થયું છે. મૃત્યુ બાદ યમદૂત આવ્યો અને તેને ભગવાન પાસે લઈ ગયો. ભગવાને કવિને કહ્યું કે “હું તારા પર ખૂબ જ પ્રસન્ન છું, કારણ કે મેં જે કામ માટે તને પૃથ્વી પર મેકલ્યો હતો તેને તે નિષ્ઠાપૂર્વક પૂરું કર્યું છે. તારી કર્તવ્યપરાયણતાની હું કદર કરું છું અને હું તને સ્વર્ગમાં મેકલું છું.” કવિએ સાહસ કરીને ભગવાનને વિનંતિ કરી કે, “પ્રભુ, જો તમે મારા પર ખરેખર પ્રસન્ન થયા હા તે, મારી વિનંતિ છે કે હમણાં આપ મને સ્વર્ગમાં ન મેલા. મારી ઈચ્છા એવી છે કે સ્વર્ગ અને નરક બન્ને જોઈ લેવાં અને પછી મને જ્યાં ગમશે ત્યાં હું જઈશ .” ઈશ્વરે કવિના આ પ્રસ્તાવને મંજૂર કર્યો. કવિએ દૂતને કહ્યું, “પહેલાં મને નરકમાં લઈ જાઓ.” નરકમાં પ્રવેશ કરતાં પહેલાં કવિએ કલ્પનાઓ કરી રાખેલી કે ત્યાં એક આગના દરિયા હશે, ભયંકર સર્પ અને ઝેરી વીંછીઓ હશે .. વગેરે, પરંતુ ત્યાં પહોંચતાં તો તેને જુદી જ જાતનાં દર્શન થયાં. નરકમાં પ્રવેશ કરતાં જ એક સુંદર વનીવાળું મેટું મેદાન તેની નજરે પડયું, જ્યાં એક નદી વહી રહી હતી અને પક્ષીઓ કિલકિલાટ કરી રહ્યાં હતાં. આ જોઈને કવિને દ્વિધા થઈ અને તેણે મનેમન પ્રશ્ન કર્યો કે ‘શું આ જ ખરેખર નર્ક હશે? દૂતની કાંઈ ભૂલ તો નહિ થઈ હોય ને ?' આગળ ચાલતાં કવિએ અને દૂતે એક સાત માળની હવેલીમાં પ્રવેશ કર્યો. આ હવેલી બધી જ આધુનિક વસ્તુઓથી સજજ કરેલી હતી. વાતાનુકૂલ, લિફ્ટ, વાયોલિન અને અન્ય પ્રકારનાં વાઘોબધી જ સગવડો તેમાં હતી. સાતમા માળ પર એક વિશાળ ભાજનખંડ જોયો, જ્યાં ટેબલ ઉપર સ્વાદિષ્ટ પકવાના પીરસેલાં હતાં. લાકો ખુરસી પર સામસામા બેઠાં હતાં અને જમવાની રાહ જોતાં હતાં. ઘાંટ વાગ્યો, પરંતુ કોઈએ ખાવાની શરૂઆત ન કરી. આથી કવિએ દૂતને પૂછ્યું, “આ લોકો જમવાની શરૂઆત કેમ નથી કરતાં છૂ’’ દૂતે હસીને જવાબ આપ્યો, “ એ બિચારાઓના હાથ કોણીથી વળતા નથી, તેથી તેઓ ખાઈ શકતા નથી.” કવિએ કહ્યું, “જ્યાં પેાતાની સામે પીરસેલા પકવાનાને ઉપભાગ ન કરી શકાય. તે નરક જ ગણાય, મહાન નરક.” કવિએ કહ્યું, “મારે અહીં નથી રહેવું.” અને પછી તે સ્વર્ગ તરફ ચાલ્યા. સ્વર્ગમાં પણ બધી એ જ વસ્તુએ હતી, જે તેણે નરકમાં જોઈ હતી. સુન્દર મેદાન, નદી, સાત માળની હવેલી, ભાજનખંડ, ટેબલ, પકવાન-બધું જ. કવિએ વિચાર કર્યો, આ લોકોના હાથ કોણીથી વળી શકતા હશે, પરંતુ દૂતે કહ્યું, “એવું નથી.” કવિએ પૂછ્યું કે, “તા પછી બેમાં ફક શું છે?” દૂતે જવાબ આપ્યા કે, “જ્યારે ખાવાના દાંટ વાગશે ત્યારે તમને રહસ્ય સમજાશે, ખાવાના ઘંટ વાગ્યો અને ખુરસી પર બેઠેલા માણસોએ ખાવાનું શરૂ કર્યું, પરંતુ મુશ્કેલી તે એ જ હતી, અહીં પણ કોઈના હાથ કોણીથી વળી શકતા ન હતા, તો પણ તેઓ આનંદથી ખાઈ શકતા હતા. કારણકે એ એકબીજાની સામે બેઠા હતા. એટલે તે એક બીજાના મેઢામાં ખારાક આપી શકતા હતા. એ રીતે એકબીજાના સહકારથી એ બધાએ આનંદી ભાજન કર્યું. દૂતે કવિને કહ્યું, “સહયોગ એ જ સ્વર્ગ છે.” અને કવિનું સ્વપ્ન પૂરુ થયું. મૂળ લેખક મુઝફ્ફરહુસૈન (તીર્થંકર હિંદી માસિકમાંથી સાભાર ઉષ્કૃત) અનુવાદક: શાંતિલાલ ટી. શેઠ 1
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy