SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ૪ અથવા હિંમત ધરાવતી નથી. દેખાવ માટે અને સ્થાન ટકાવી રાખવા જે કાંઈ કરે છે-કેટલુંક રાષ્ટ્રીયકરણ-અને બીજી ગર્જના કરે છે તેથી અનિશ્ચિતતા અને અસંતોષ વધારે છે. કદાચ ક્રાન્તિની ભૂમિકા સર્જતું હશે. એશિયા, આફ્રિકા કે દક્ષિણ અમેરિકાના દેશાની સરખામણીમાં આપણી પ્રગતિ નોંધપાત્ર છે, ગાડી પાટા ઉપર છે, પ્રજાની શકિત, ખમીર, અનુભવ, ગંભીરતા, ગૌરવ લેવા જેવા છે. રાષ્ટ્રપતિએ કહ્યું તેમ જોઈએ છે સ્પષ્ટ દષ્ટિ અને ધ્યેયની એકતા–clarity of vision and unity of purpose. અને પ્રજાને સાચું માર્ગદર્શન આપી શકે અને વિશ્વાસ પડે એવી પ્રમાણિક અને નિ:સ્વાર્થ નેતાગીરી. વિદેશ સાથેના સંબંધોને રાષ્ટ્રપતિએ ઉલ્લેખ કર્યો તેમાં પાકિસ્તાન, ચીન, અમેરિકા અને રશિયા વિશે કહ્યું તે ખાસ નોંધપાત્ર છે. પ્રબુદ્ધ જીવન સિમલા કરારને અમલ કરવા આપણે ઈ તેજાર છીએ. ભૂત પેાતાની મુશ્કેલીઓને કારણે અથવા ચીન, અમેરિકાના ઉત્તેજનથી ઢીલ કરે છે. યુદ્ધકેદીઓના પ્રશ્નને વહેલા નિકાલ થાય તે જરૂરનું છે. ૯૦ હજાર કુટુમ્બા પાકિસ્તાનમાં ઉશ્કેરાયેલ છે. પાકિસ્તાનન યુવાન વર્ગ પેલેસ્ટાઈનના ગેરીલા પેઠે ધેાર નિરાશાથી હિંસાના માર્ગે વળે છે. લંડનમાં આપણી એલચી કચેરી ઉપરના હુમલા તેનું ચિહ્ન છે. શેખ મુજીબ સાથે કાંઈક સમજૂતી કરી આ પ્રશ્નને નિકાલ વહેલી તકે લાવવા જોઈએ. જેની સામે મુકદ્દ્ન કરવા છે એવા એકબે હજારને રાખી બીજાને છેડવા જોઈએ. અમેરિકા સાથેના આપણા સંબંધો સુધારવામાં હજુ સફળતા મળી નથી. એક એશિયા પરિષદમાં ઈન્દિરા ગાંધીએ વિયેટનામના યુદ્ધ વિશે થાડું કહ્યું તેને સર્વથા વિપરીત અર્થ કરી નિક્સન છંછેડાયા, ડંખતું દિલ સત્યવચન સહન કરી ન શકે. ઈન્દિરા ગાંધીએ એટલું જ કહ્યું હતું કે ‘એશિયાની પ્રજા હતી તેથી આવા ભયંકર બામ્બમારો કર્યો, યુરોપની કોઈ પ્રજા હોત તો ન થાત. ઉચિત સ્થાને ઉચિત વચન હતું. આપણા પ્રત્યેના અમેરિકાના વિરોધ કે અણગમાનાં ઊંડાં કારણા છે. નિક્સને આંતરરાષ્ટ્રીય સંબંધામાં પાયાના પલટો આણ્યો છે. ચીન અને અમેરિકા, રશિયાનું વર્ચસ્વ સર્વત્ર ઘટાડવા માગે છે. રશિયા સાથેના આપણા સંબંધો ગાઢ છે અને થતા જાય છે તેથી અમેરિકા અને ચીન આપણને મૂંઝવવા અને નમાવવા ઈચ્છે છે. પાકિસ્તાની યુદ્ધસમયે રશિયા આપણી મદદે આવ્યું ન હોત તે જુદું જ પરિણામ આવ્યું હોત. અમેરિકાની બેધારી નીતિ છે. રશિયા સાથે પણ સારા સંબંધો કરે છે. રશિયાને તેમ કરવાની ફરજ પડી છે. ચીન અને રશિયા સામ્યવાદી દેશે, જે અમેરિકન શાહીવાદ અને મૂડીવાદને દુશ્મન માનતા, તે બન્ને દેશે!એ વાસ્તવિકતા પિછાની, પેાતાની વિદેશનીતિમાં પાયાના ફેરફાર કર્યો છે. યુરોપિયન મજિયારી બજાર અને જાપાન અમેરિકાને માટે પડકારરૂપ છે. ૧૪ મહિનામાં બે વખત ડૉલરનું અવમૂલ્યન કરવું પડયું. બ્રિટન કોમનવેલ્થને છેડી યુરોપમાં દાખલ થાય છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ મેટો પલટો લઈ રહી છે. આપણી વિદેશનીતિ એક ંદરે સાચા રાહ ઉપર છે. થોડીક વાસ્તવિકતા સાથે મક્કમતા અને ધીરજથી એક મેાટા દેશ તરીકે આપણું સાચું સ્થાન પ્રાપ્ત કરી શકીશું. પણ અંતે, એ સ્થાનના આધાર આપણી આંતરિક શકિત ઉપર અવલંબે છે. દુનિયાના બધા દેશામાં વિકટ પરિસ્થિતિ છે, મહાન સમસ્યાઓ છે. હિંમતપૂર્વક તેના સામના કરીએ તે નિરાશાનું કારણ નથી. રાષ્ટ્રપતિના આશાવાદ અસ્થાને નથી પણ તેને માટેના ભગીરથ પુરુષાર્થ અને સ્વાર્થના ત્યાગ કરવા પ્રજાના બધા વર્ગો તૈયાર નહિ હોય તો આપણા દેાથે જ સમસ્યાઓ ઘેરી બનશે. ૨૬-૨-’૭૩ ચીમનલાલ ચકુભાઈ તા. ૧-૩-૭૩ પ્રકી નોંધ ડીટ દુ:ખદ અનુભવ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કારમે દુષ્કાળ છે. અનાજ, ઘાસ અને પાણી બધાંની તીવ્ર અછત છે. સરકારી દુકાનામાં અનાજ નામનું મળે છે, ભાવ આસમાને ચડયા છે. આ તરફ આ સ્થિતિ છે તો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, દરેક રાજ્યમાં અનાજની સારી પેઠે છત છે. કેન્દ્ર સરકાર વતી વડાપ્રધાન અને અન્નપ્રધાન ફખરુદ્દીન અહમદ વખતાવખત કહે છે કે અનાજની તાણ નામની (માર્જિનલ) છે, રવિપાક ઘણા સારો છે, થવાના છે. ખરીફ પાકની થોડી અછત રવીપાક પૂરી કરશે અને ચિન્તાનું કોઈ કારણ નથી. આ નિવેદનથી એક વિચિત્ર પરિસ્થિતિ ઊભી થાય છે. કેન્દ્ર સરકાર કહે છે તેમ હેાય તે, ગુજરાત— ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને મહારાષ્ટ્રમાં સરકાર પાસે અનાજને પુરવઠો કેમ નથી એ કોયડાનો ઉકેલ સમજાતો નથી. ગુજરાતના પુરવઠાપ્રધાન અનાજ મેળવવા દિલ્હીની યાત્રા ઘણી વખત કરી આવ્યા. છતવાળાં રાજ્યો પાસેથી અનાજ મેળવવાના તેમના પ્રયત્નોમાં સફળતા મળતી નથી. સેન્ટ્રલ રિલીફ ફંડ, ભગવાન મહાવીર કલ્યાણ કેન્દ્ર, ગુજરાત વેપારી મંડળ અને બીજી સામાજિક સેવાની સંસ્થાઓ છતવાળાં રાજ્યોમાંથી અનાજ મેળવવા પ્રયત્ન કરે છે છતાં મળતું નથી. ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર તેમાં પૂરી સહાય કરે છે અને જ્યાંથી અનાજ મળે ત્યાંથી લઈ આવા એમ કહે છે પણ છતવાળાં રાજ્યોએ નિકાસબંધી કરી છે. ઉત્તર પ્રદેશમાં બાજરાના લેવીના ભાવ રૂા. ૫૮ કિવન્ટલ છે. લેવી આપ્યા પછી વેપારી, બાકીનો માલ બજારમાં વેચી શકે છે. ત્યાં બજારભાવ રૂ. ૮૫ કિવન્ટલ છે, પણ નિકાસ માટે વેપારી રૂા. ૧૧૦ ના ભાવ માગે છે. સૌરાષ્ટ્રમાં રૂ. ૧૫૦ જેવા ભાવ છે. એવી જ સ્થિતિ પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશમાં છે. ત્યાંના ખેડૂતો અને વેપારીઓ સારી પેઠે કમાય છે. લાંચરુશવત પણ એટલી જ છે. ખાનગી રીતે સે’કડો ટૂંકો ભરાઈને જાય છે. સરકાર પાસે બે માર્ગ છે કાં તો બધો વધારાન માલ લેવીમાં લઈ, સરકારી દુકાનો મારફત યોગ્ય વિતરણની વ્યવસ્થા કરવી અથવા જાડા અનાજના મુકત વેપારનીછૂટ આપવી. આપણા આ એક દેશ છે કે અનેક વિદેશની સરહદો છે? ઊંચા ભાવે સ્થાનિક અનાજની ખરીદી, સસ્તાં રસોડાં અથવા અનાજ આપીએ છીએ તેના સ્થાનિક પુરવઠો ઓછા થાય છે અને ભાવવધારાનું કારણ બને છે. કેટલાય ભાઈએ અને સંસ્થાઓએ સેવાની ભાવનાથી પ્રેરાઈ આવાં સસ્તાં રસડા અથવા અનાજ આપવું શરૂ કર્યું છે અને પૈસા વાપરવા છે એટલે સ્થાનિક જે ભાવે મળે તે ભાવે લઈ ચલાવે છે. પરિણામે સ્થાનિક પુરવઠો ઓછો થાય છે અને ભાવ વધે છે. સાચો ઉપાય છતવાળા વિસ્તારોમાંથી અનાજ લાવવાના છે. હજુ સુધીના અમારા પ્રયત્નોને બહુ સફળતા નથી મળી. જ્યારે કેન્દ્ર સરકારમાં, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં દુષ્કાળની ગંભીરતાની પૂરી જાગૃતિ થઈ હોય તેમ જણાતું નથી. કદાચ પ્રજામાં ગભરાટ ન થાય તે માટે વડા પ્રધાન અને અન્નમંત્રી એવાં નિવેદન કરતાં હશે કે ચિન્તાનું કોઈ કારણ નથી અને અછત નામની છે. છતાં વાસ્તવિકતાની અવગણનાથી તેને ઢાંકી શકીશું નહિ. હવે પછીના મહિનાઓ વધારે વિકટ આવવાના છે. અછત વિસ્તારોમાં સુખી માણસા અને ખેડૂતોએ સંગ્રહ કરી રાખ્યો છે. ૯૦ ટકા માણસા રોજેરોજ ઉપર નભે છે તેનું શું થશે? એથી પણ વધારે ખરાબ સ્થિતિ પશુઓ માટે છે. ઘાસના પુરવઠો નજીવા છે. અમે લગભગ ૧૬ લાખ રૂપિયાનું ઘાસ ખરીદ્યું હતું. ગુજરાત, મહારાષ્ટ્રમાં ચટણી થઈ ગયું. પાંજરાપોળના વ્યવસ્થાપકો
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy