________________
તા. ૧૬૨-૭૩
પ્રબુદ્ધ જીવન
વન : વલણા અને વિચારે
સફળતા અને નિષ્ફળતા, આશા અને નિરાશા, સુખ અને દુ:ખ - એવાં દ્વંદાનું જ આપણું જીવન બનેલું છે. આ દ્રુને સમજીને, એમાંથી માર્ગ કાઢીને આપણે આપણા જીવનને ઉન્નત કરી શકીએ, જીવનને શકય તેટલે અંશે અર્થપ્રદ બનાવી શકીએ અને જીવનમાં આંતરિક શાંતિ અને સ્વસ્થતા પ્રાપ્ત કરી શકીએ તે આપણે જીવનને સારી રીતે જીવી શકીએ છીએ એવું આપણને લાગશે.
દરેક માણસના જીવનમાં એક અથવા બીજા તબક્કે નિરાશા, નિષ્ફળતા અને દુ:ખ આવતાં જ હોય છે. આમાં એવા કેટલાક લોકો પણ હોય છેકે જેમને જીવનમાં પોતે શું પ્રાપ્ત કરવા માગે છે, જીવન પાસે એમની શી અપેક્ષા છે એના સ્પષ્ટ ખ્યાલ જ હોતો નથી. તે પછી જીવનના એકધારાપણાથી, જીવનની નીરસતા અને ધ્યેયહીનતાથી કંટાળી જાય છે અને પેાતાનું જીવન નિષ્ફળ જવાનું છે એમ માનીને એક પ્રકારની નિરાશા અને હતાશાની લાગણી અનુભવતા હોય છે. એમનાં વલણા નકારાત્મક થઈ ગયાં હાય છે એટલે ઘણી વાર એવું પણ બને કે એમને પેાતાના અસંતોષ અને નિરાશામાંથી બહાર આવવાના માર્ગ પણ સૂઝતા નથી.
‘મારે જોઈતી વસ્તુઓ! હું ખરીદી શકું એટલા પૈસા મળે, જીવનમાં આવશ્યક સાધનસગવડ મળી રહે અને એટલી આવક થાય એવા નેકરીધંધો મળે તો બસ' એમ કહેનારા પણ છેવટે જીવનમાં અસંતોષના ભાગ બને છે, કેમકે આટલું મળે એ પૂરતું નથી હોતું. આટલું અને એથી વધુ મળી રહે પછી પણ માણસના જીવનમાં સંતાપ કે શાંતિ ન હોય એવું બની શકે છે.
આપણૢ જીવન અર્થપ્રદ હોય એ ખૂબ જ મહત્ત્વનું છે. આમ નહિ હોય તે। પછી આપણા જીવનને નિરાશા અને હતાશા એટલી ઘેરી વળશે કે પછી આપણે આપણી પરિસ્થિતિને દોષ દેવા લાગીશું. આનો અર્થ એવો નથી કે આપણે જીવનમાં કોઈ મહાન—આંબી ન શકાય એવી મહત્ત્વાકાંક્ષા રાખવી જોઈએ. પણ કમમાં કમ એટલું તે થવું જ જોઈએ કે આપણામાં આપણા જીવનના ધ્યેય વિશે સ્પષ્ટતા હોય અને એ માટે પ્રયત્ન કરવા આપણે તત્પર હોઈએ. એ પ્રયત્ન અને પુરુષાર્થમાં આપણને આનંદ અને સંતાપ મળવાં જોઈએ.
આપણે જે કઈ પ્રાપ્ત કરવા માગતા હોઈએ, આપણું ધ્યેય ગમે તેવું હાય પણ એ સાથે આપણે એ વિશે બીજાની સાથે સ્પર્ધામાં ઊતરવાની કે બીજાને મળેલી સિદ્ધિની ઈર્ષા કરવાની કઈ જરૂર નથી. સામા માણસ સાથે ખાટી હરીફાઈમાં ઊતરીને કે એ રીતે પછી એની ઈર્ષા કરવાથી આપણને કંઈ મળતું નથી, ઊલટાન આપણી એટલી શકિતના નિરર્થક વ્યય થાય છે અને એટલા પ્રમાણમાં આપણે આપણા પોતાના કામમાં એટલી ઓછી શકિત રોકી શકીએ છીએ. આવા માણસાને પછી ધીરે ધીરે નિરાશા મળે છે અને આવી નિરાશા એમનામાં હંમેશાં પોતે નિષ્ફળ જશે એવી ભયની લાગણી જન્માવે છે.
આપણે આપણી જાત પાસે શેની અપેક્ષા રાખીએ છીએ અને આપણી શકિત - અશકિત કેટલી છે એનો અંદાજ અને આપણા ધ્યેય વિશે આપણામાં પૂરેપૂરી સમજદારી હોય એ આવશ્યક છે. એટલે સૌપ્રથમ તો કંઈ પણ કામ હાથ ધરતી વખતે, કોઈ જીવનલક્ષ્ય નક્કી કરતી વખતે, આપણે આપણી શકિતની પૂરેપૂરી ગણતરી કરી લેવી જોઈએ. એ સાથે આપણી ઊણપા, આપણી સામે આવનારી મુશ્કેલીએ અને આપણી સમક્ષ પડેલી સંભાવનાઓનો પણ પૂરેપૂરો ખ્યાલ મેળવી લેવા જેઈએ. આ બધાંનો બરાબર કયાસ કાઢીને પછી આપણે જે દિશામાં જવું હોય .એ દિશામાં કદમ ઉઠાવવાં જોઈએ.
આ સાથે આપણે આપણા વિશેના અતિશયોકિતભર્યાં ખ્યાલે નહિ રાખવા જોઈએ. આ રીતે અતિશયોકિતભર્યા ખ્યાલો બાંધવાથી અને એ રીતે કામ કરવાથી આપણી ધારી પ્રગતિ થશે નહિ, કેમકે
re
૨૪૧
આપણે માંડણી જ ખોટી કરી હોય છે અને એટલે આપણને નિરાશા મળે એવી પૂરી શકયતા રહે છે.
વ્યવહારુ અને ડહાપણભર્યું વલણ રાખીને આપણે ધારી સિદ્ધિ મેળવી શકીશું. આપણે જે કંઈ કરવા માગતા હોઈએ, આપણે ચાલતાં શીખતાં પહેલાં દોડવાની મનોવૃત્તિથી કામ નહિ કરવું જોઈએ. નાનાં કામેા પાર પાડીને એકધારી રીતે આગળ વધવાથી છેવટે આપણે આપણા ધ્યેય સુધી પહોંચી શકીશું.
જે કંઈ કામ આપણે પસંદ કરીએ એ વિશે સઘળી જાણકારી આપણે પ્રાપ્ત કરી લેવી જોઈએ. આમ કરવાથી આપણે ઘણી ભૂલા કરવામાંથી ઊગરી શકીશું. એ જ રીતે બીજાની ટીકાઓ કે બીજાની સલાહા પણ આપણે ખચકાયા વિના સાંભળવી જોઈએ, અને એ પછી આપણામાં કાંઈ સુધારા કરવા જેવું હોય તે એ કરવા જેટલી નમ્રતા આપણે બતાવવી જોઈએ. જીવનમાં દરેક તબક્કે કંઈ ને કંઈ નવું શીખવાનું હાય છે અને એ શીખવા માટે આપણે તૈયાર હોઈએ તે આપણી પ્રગતિ વધારે સારી રીતે થશે. તેમ જ બીજાના સાથ અને સહકાર પણ આપણને મળશે. બીજા લોકો પ્રત્યે આપણામાં આદરભાવ હોવા જોઈએ. આમ કરવાથી આપણને એમની શુભેચ્છા પણ મળી રહેશે.
આ ઉપરાંત, આપણે જે કામ ઉપાડીએ એના જુદા જુદા વિકલ્પે પણ વિચારી લેવા જોઈએ કે જેથી કરીને એક દિશા બંધ થાય તે બીજી દિશા તરફ વળીને આપણે આપણું કામ આગળ ધપાવી શકીએ.
આપણે આપણી જાત સાથે અને બીજા લોકો સાથેના વ્યવહારમાં પ્રામાણિક રહેવું જોઈએ. એ સાથે આપણે બીજા લોકો પર અવલંબન રાખવાની સ્થિતિમાં ન મુકાવું જોઈએ. બીજા લોકો આવીને આપણને મદદ કરશે કે જાતે સામે ચાલીને આપણને ટેકો આપશે એવી અપેક્ષા પણ નહિ રાખવી જોઈએ. એ જ રીતે બીજાની સહાનુભૂતિ, કદર કે સમજદારી આપણને મળી જ રહેશે એમ પણ નહિ ધારી લેવું જોઈએ. આવી અપેક્ષા રાખશો તો તમને પછડાટ અને નિરાશા મળે એવું બનવાની પૂરી સંભાવના છે. આવી રીતે નિરાશા મળતાં તમને હતાશાની લાગણી થાય અને જીવનમાં નિષ્ફળતાનો ભાવ આવી જાય એવું થશે.
એટલે આપણું જીવનધ્યેય એવું રાખવું જોઈએ કે બીજાના પર કશું અવલંબન રાખ્યા વિના આપણે એ પાર પાડવા સમર્થ હોઈએ. આનો અર્થ એવો નથી કે બીજાંના સાથ અને સહકારને પણ આપણે ન આવકારીએ. એ સાથે પીછેહઠો અને નિરાશાઓ મળવા છતાં યે આપણે જીવનમાં કંઈક સિદ્ધિ મેળવવા માગતા હોઈએ તો આપણામાંથી નકારાત્મક વિચારોને આપણે દેશવટો દેવા જોઈએ. આપણે રચનાત્મક, વિધાયક વલણો રાખવાં જોઈએ. આપણી સમસ્યાઓ, મુશ્કેલીએ અને નિરાશાઓનું આપણે પૃથક્કરણ કરવું જોઈએ અને એ વિશે આપણે શું કરી શકીએ તેમ છીએ એને વિધાયક રીતે વિચાર .કરવા જોઈએ,
એ સાથે આપણી નજર લાંબે સુધી, દૂર સુધી જોઈ શકે એવી રાખવી જોઈએ. આપણી સમક્ષ જે કોઈ તક આવે એને આપણા માટે ઉપયોગ કરવા જેટલા સજાગ આપણે રહેવું જોઈએ. જીવન અને લોકોમાંથી આપણે નવું નવું શીખ્યા જ કરવું જોઈએ. આપણા જીવનમાં જે કંઈ બને એને વધુ અનુભવ અને વધુ જ્ઞાન સંપાદન કરવાની તકરૂપે ગણવું જોઈએ.
આપણે સૌથી વધુ તો ગમે તેવી તકલીફમાં પણ વિધાયક વિચારો જ કરવા જોઈએ. નિષ્ફળતાના વિચારો કરીને આપણે માથે હાથ દઈને બેસી રહીએ એનો કઈ અર્થ નથી. આપણે રચનાત્મક વિચારો દ્વારા આપણી મુશ્કેલીઓમાંથી પણ માર્ગ કાઢી શકીએ એવે. આત્મવિશ્વાસ મેળવવા જેઈએ. વિધાયક વિચારના સામાન્ય રીતે વિધાયક પ્રત્યાઘાત જ આવે છે. આપણાં વલણા આપણું ઘડતર કરતાં હોય છે અને એટલે આપણાં વિધાયક વલણા આપણને વિધાયક રીતે વિચાર કરતા કરશે અને આપણે આપણા જીવનધ્યેય સુધી પહોંચવા માટે સમર્થ બનીશું. શિવમ્