________________
તા. ૧૬-૨-૭૩
પ્રબુદ્ધ જીવન
આગમવાચના
→
ગત પર્યુષણ વ્યાખ્યાનમાળામાં ડૉ. ભોગીલાલ સાંડેસરાએ અહીં પ્રગટ કરવામાં આવેલ છે.]
આ પુરાતન વિષય હશે એમ લાગશે, પરંતુ આધુનિક સાથે એને સંબંધ છે. એ સનાતન, ચિરંતન છે.
જૈન ધર્મના સ્યાદ્વાદ નામના એક સિદ્ધાંત આ આગમવાચનામાં છે. જૈન દર્શનાના પાયા આગમ પર છે.
અધિત (અભ્યાસ), બોધ (સમજણ), આચરણ અને પછી પ્રચારણ આ વિદ્યાની ચાર દશાઓ છે. ગીતામાં પણ આવું કહેવાયું છે. દ્રવ્યમય યજ્ઞથી જ્ઞાનયજ્ઞ—સ્વાધ્યાયયજ્ઞની મહત્તા વધુ છે. આ મહત્તા જૈન આગમેામાં છે.
હિન્દુઓમાં જે સ્થાન વેદાનું છે એવું જ સ્થાન જેનેટમાં આગમેનું છે. એ વીતરાગની વાણી છે. સામાન્ય મત પ્રમાણે ૪૫ જેટલા આગમા છે, પરંતુ બીજી એક ગણતરી પ્રમાણે તે ૮૫ હાવાનું પણ મનાય છે. વિચારની વાણી ઉપરાંત મહામં આચાર્યોની કૃતિઓના પણ આગમામાં સમાવેશ થયા છે.
ભગવાન મહાવીરના નિર્વાણ પછી બીજી સદીમાં પાટલિપુત્રમાં જૈન વિદ્રાના, પંડિતા અને સાધુઓની એક પરિષદ મળી હતી. આગમા ભુલાઈ રહ્યા હતા. મુખપાઠથી કેટલું યાદ રાખી શકાય? આ રીતે આગમેાની સાચવણી વધુ ને વધુ મુશ્કેલ બનતી જતી હતી. એથી આ પરિષદમાં આચાર્યોએ આગમેાની જાળવણી માટેનું કામ હાથ ધરવાનું નક્કી કર્યું અને તેને ૧૪ પૂર્વરૂપે સંકલિત કર્યા.
એ બાદ કેટલીય સદીઓ પછી મથુરા અને વલ્લભીપુરમાં પરિષદો મળી હતી. આગમા અંગેની આ પરિષદોમાં ફરીવાર સંકલના થઈ, પરંતુ પહેલાંની પેઠે અહીં પણ એનું સંકલન મુખપાઠરૂપે થયું. એને લેખનસ્વરૂપ હજુ અપાયું ન હતું.
પુસ્તકો પરિગ્રહ છે એવું માનીને પુસ્તકો લખાતાં નહીં. પ્રાયશ્ચિત્ત કરવું ન પડે એ કારણે પણ પુસ્તકો લખાતાં જ નહીં! પુસ્તકો જ્ઞાનનું સાધન હોઈ, તેના ગ્રંથના રૂપમાં-ધીમે ધીમે વિજ્ઞાનના રૂપમાં મહિમા થયા.
દેવદ્ધિગણિના સમયમાં વલ્લભી પરિષદમાં બધા આગમે ને એકત્ર કરીને “આગમવાચના” તૈયાર કરાઈ. તેનું લેખનકાર્ય થયું. તેની અનેક નકલે તૈયાર કરાવાઈ. આમ આગમના ફેલાવે અહીંથી થયો. આ મૂળની વાત થઈ.
એ પછી ટિપ્પણ, ટીકા, ભાષ્ય વગેરેનો યુગ શરૂ થયા. આગમા પરભાષ્યો, નિર્યુકિતઓ, ચૂર્ણ, વૃત્તિ અથવા ટીકાઓ લખાઈ હતી. ભાષ્યો અને નિર્યુકિતઓ પ્રાકૃતમાં લખાયાં હતાં. ચૂર્વી મિ ભાષામાં અને વૃત્તિ અથવા ટીકાઓ સંસ્કૃતમાં લખાઈ હતી, આમ
જૈન સાહિત્યમાં આને પંચાંગી કહેવામાં આવે છે.
ત્યાર પછીના સમયમાં આગમ-સાહિત્ય વધુ ને વધુ સમૃદ્ધ થતું ગયું. શીલાચાયૅ સૂત્રેા લખ્યાં. આગમની ટીકાઓ પર આ ટીકા છે. એ પછી નવાંગિકા ટીકાઓ પણ આવી.
હરિભદ્રસૂરિ, મલયગિરિ, શાંતિસૂરિ, અભિયદેવસૂરિ, મલધારી હેમચંદ્રાચાર્યના સમયમાં પણ આ પરંપરા ચાલુ રહી. એમાં સમૃદ્ધિ થતી રહી.
આજના આધુનિક નંદિન જીવનમાં આ આગમાનું મહત્ત્વ શું? આ પ્રશ્ન સહજ થાય છે. આવા પ્રશ્નો સ્વાભાવિક છે. એ જરૂરી પણ છે.
જૈન ધર્મ સાથે એના શા ઉદ્શો છે એ સમજાવું જોઈએ, સમજવું જોઈએ. આગમવાચના સનાતન મુદ્દાએ સાથે સુસંગત છે એ સમજવું જોઈએ.
~
૨૩૯
‘આગમવાચના’એ વિષય ઉપર આપેલ વ્યાખ્યાનનો મહત્ત્વને સાર
વર્તમાન સમયમાં સાગરાનંદજી મહારાજ તથા પુણ્યવિજયજી મહારાજે આ ક્ષેત્રમાં મૂલ્યવાન કાર્ય કર્યું છે. સાગરાનંદસૂરિ તથા પુણ્યવિજયજી મહારાજે આ આગમા પ્રકાશિત કરાવ્યા હતા.
બૃહદ ્ કલ્પસૂત્ર વર્ષો પહેલાં છપાયું હતું. આમ તો આ બધાંના પ્રકાશન માટે સમય તૈયાર હતો, પરંતુ કોઈ પહેલ કરવા તૈયાર જ થતું નહીં.
આજે આગમાનું વાચન કરવામાં આવે છે, પરંતુ પહેલાં સામાન્ય લોકો એનું વાચન કરી શકતા નહીં. ઈતિહાસ તપાસીશું તે ખ્યાલ આવ્યા વગર રહેતા જ નથી કે એ સમયમાં આગમવાચના માટે પ્રયત્નો થતા રહ્યા હતા. એનાં અનેક અર્ધદર્શન પણ કરવામાં આવતાં. આ જરૂરી છે, એ થવું જોઈએ. આ માટે આજે વિદ્વાન અને આચાર્યનો સહકાર આવશ્યક છે.
આદ્યકવિ નર્મદના જ દાખલા લા, ‘સ્વદેશી' અંગેના એ નિબંધ જુઓ. એમણે લખ્યું છે કે માત્ર સ્વદેશી ન ચાલે, સાથે જ્ઞાન પણ જોઈએ. એ માટે માત્ર પૈસા ન જ ચાલે.
વિદેશમાં કર્તવ્યનિષ્ઠાથી આપણાં વિષય, ભાષાઓ, સાહિત્યનું અધ્યયન કરાતું હોય છે. આપણે આપણા આ વારસાઓનું અધ્યયન કેમ ન કરીએ ? કેટલાક વિદ્વાના, આચાર્યો, પંડિતે આ કાર્ય કરવા માટે તૈયાર થવા જોઈએ. એ માટેની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ.
જ્ઞાનની આરાધના ઉપર ભાર મુકાવા જોઈએ. નિરંતર અને અખંડ જ્ઞાનાર્જન, ઉપાસના પ્રવૃત્તિ સિવાય કોઈ સમાજ પ્રગતિ કરી શકે નહીં કે સારી રીતે જીવી શકે નહીં, એ વગર સમાજ ઊભેદ રહી શકતા નથી
જૂનું અને નવું એવા કોઈ ભેદ નથી. ભકિત સિવાય જ્ઞાન શુષ્ક થઈ જાય છે. જ્ઞાન પ્રત્યેની ભકિત સર્વદેશીય ઉન્નતિ માટે જરૂરી છે
ટૂંકમાં, આગમવાચનાના સંદેશ જૈન સમાજ પર, જૈન ધર્મ પર આધારિત છે એ હવે તે સમજાવું જોઈએ, સ્વીકારાવું જોઈએ. ડૉ. ભાગીલાલ સાંડેસરા
ભગવાનની શ્રેષ્ઠ પૂજા
જીવનમાં દરરોજ કોઈ ને કોઈ મંગલ કાર્ય કરવું, જે કેવળ ભગવાનને ખાતર જ કરેલું હોય, જેના તને બદલા ન મળવાનો હાય, જે સંપૂર્ણ નિ:સ્વાર્થભાવે ગુપ્ત રીતે કરવામાં આવ્યું હોય. એ વખતે તારે મનમાં મનમાં કહેવું કે “હે ભગવાન, આ કામ હું સંપૂર્ણપણે તને જ અર્પણ કરું છું - એને વિશે ફકત તું જ જાણે છે અને હું જ જાણું છું” જો કે સંસારનાં બધાં જ કામેા તેમનાં કામ છે, કારણ, આ સંસાર તેમને જ સંસાર છે – તેમ છતાં એ બધાં કામો સાથે આપણા નાનાવિધ સ્વાર્થ અને પરસ્પર પ્રત્યેની નાનાવિધ ફરજો સંકળાયેલાં હોય છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછું કોઈ એક કામ જો સ્વેચ્છાએ, ફરજ ન હોવા છતાં, બધા જ ફળની ઈચ્છા પૂરેપૂરી છોડી દઈને, ભગવાનને સંપૂર્ણપણે સમર્પણ કરીને જો તું કરી શકે તે તે કામમાં તારી પૂજા પૂર્ણતાને પામશે, તારું જીવન કૃતાર્થ થશે. ભગવાનના કામમાં કોઈ નાનું કે મોટું છે જ નહિ, તેઓ તો ભાવના ભૂખ્યા છે. નું તારી શકિત અનુસાર સામાન્ય જે કઈ કરી શકે એમ હેય તે જ કર. કર્મ દ્વારા કરેલી ભગવાનની પૂજા એ જ શ્રેષ્ઠ છે. (એક પત્રમાંથી)
રવીન્દ્રનાથ ટાગોર