SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬૨-૭૩ પ્રબુદ્ધ જીવન ભારતવ્યાપી સ્ત્રીશક્તિ જાગરણ (ગતાંકથી ચાલુ) भज गोविन्दम् भज गोविन्दम् गोविन्दम् भज मूढमते । ઉત્તરાખંડની પહાડી કન્યા જાનકીના બુલંદ અવાજે ગવાયેલા આદિ શંકરાચાર્યના સ્તોત્ર સાથે તા.૭મીએ સવારના નવ વાગે સંમેલનની પ્રથમ બેઠક શરૂ થઈ. આ બેઠકનું અધ્યક્ષસ્થાન વિશ્વનાગરિક બનેલાં અને લગભગ ૩૫ વર્ષથી ભારતવાસી બનેલાં શ્રીમતી સરલાદેવીએ સંભાળ્યું હતું. લંડનનાં રહેવાસી આ સેવાવ્રધારી મહિલાનું મૂળ નામ હતું કેથેાલીન હાઈલીન. તેમની ઉંમર હશે લગભગ ૭૨-૭૩ની આસપાસ અત્યંત ` સુદૃઢ બાંધાનાં, બેઠી દડીનાં આ બહેને હિમાલયમાં આલમેાડા પાસે એક આશ્રમમાં નિવાસસ્થાન કર્યું. ત્યાંના પહાડી લાકોમાં તેમણે ખૂબ કામ કર્યું છે. તેઓ પોતાને ભારતવાસી તરીકે ઓળખાવવામાં ગૌરવ લે છે. તેઓ હિંદી ભાષા ઉપર અસાધારણ પ્રભુત્વ ધરાવે છે. સરસ લખી, વાંચી અને બાલી શકે છે એટલું જ નહીં પણ સર્વાંગશુદ્ધ હિંદીમાં સુંદર વ્યાખ્યાન પણ આપી શકે છે. આ બહેન અને બીજા કેટલાક લોકો જેઓએ ભારતને પાતાનું ઘર બનાવ્યું છે તેઓ એમ કહે છે કે અંગ્રેજોએ ભારતને ચૂસવામાં, ભારતવાસીઓને પછાત અને ગુલામી મનોશાવાળા બનાવવામાં પાછું વાળી જોયું નથી, તે પાપનું યત્ કિશ્ચિત્ પ્રાયશ્ચિત્ત અમારાં જીવન ભારતની સેવામાં સમર્પણ કરવાથી થાય તે હેતુથી અમે અહીં વસીને જયાં જરૂર હોય ત્યાં સેવાકાર્યમાં લાગી જવા માગીએ છીએ. સરલાબેનના સામાનમાં હતા માત્ર બે જાડી ખાદીના બગલથેલા. આ બે થેલામાં તેમનાં કપડાં, કામળો અને જરૂરતની બધી ચીજોનો સમાવેશ થતા હતા. તેઓ પોતે ખાદીનાં પંજાબી સલવાર, કમીજ અને નાના દુપટ્ટામાં સજજ હોય છે. આ બે થેલા ખભે લટકાવીને તેઓ બધે ફરે છે. હિમાલયમાં તેમણે અનેક સેવાવ્રધારી વ્યક્તિઓને તેમ જ દંપતીઓને તૈયાર કર્યા છે. તેમાં એક ગુજરાતી દંપતી પણ સરસ કામ કરે છે. પહાડી લોકો પાસેથી ઊન ખરીદીને આશ્રામમાં ધાબળાઓ વણાવીને વેચવાની વ્યવસ્થા તેઓ કરે છે. નફામાં પહાડી લોકોને સરસ હિસ્સો મળે છે. આ યુગલને પહાડી લાકો દેવની માફક પૂજે છે. પહાડી લેાકોમાં અક્ષરજ્ઞાન, સફાઈ, નંદુરસ્તી, હિસાબકિતાબ, રૂઢિઓના ત્યાગ, બાળવાડી આદિ અનેક હિતકારી કાર્યો તેઓ યોજે છે. હમણાં સરલાબેન ચંબલ ઘાટીના સમર્પિત ડાકુઓના પરિવારોને થાળે પાડવાના કાર્યમાં અત્યંત લગનથી લાગી પડયાં છે. હમણાં જે ચાર બહેના ભારતની પદયાત્રાએ નીકળ્યાં છે તેવી એક બીજી પદયાત્રા માટે સંમેલનની એક સભામાં જયારે નિર્ણય લેવાયો ત્યારે સૌથી પહેલું નામ તેઓએ નોંધાવ્યું. હું તો આશ્ચર્યમુગ્ધ થઈ ગઈ. વૃદ્ધાવસ્થામાં આવું સાહસ ઉઠાવવાની તેમની વૃત્તિ તેમનામાં રહેલી પ્રબળ ઈચ્છાશકિત, અને ભારત પ્રત્યેનું ઋણ અદા કરવાની તીવ્ર ભાવનાનાં ઘોતક છે. આ બહેન મારી સાથે એક જ રૂમમાં હતાં એટલે એમના સેવાભાવી સ્વભાવને સરસ પરિચય મળ્યો. સવારમાં ૪ વાગે ઊઠીને સ્નાન, કપડાં ધોવાનું ઝટપટ પતાવીને આક્રામના દરેક કાર્યક્રમામાં ભકિતભાવપૂર્વક જોડાઈ જાય. રૂમમાં ઝાડુ પણ તેઓ જ કાઢી નાખતાં હતાં. આશ્રમના ઉપવનમાં જયાં પીપળા, વડ, આમળા, લીમડા, ઉમરો અને વાંસનાં ઝાડની સુંદર છાયા, અને પાસે જ વહેતી ધામ નદીથી વહેતા શુદ્ધ વાયુ એ બધાંની વચ્ચે અમારું સંમેલન મળ્યું હતું. શિયાળાના સવારના હુંફાળા તડકો અમારી ઠંડી ઉડાડતા હતા. આ પ્રથમ બેઠકમાં વિનોબાજીના ગ્રામસ્વરાજના આંદોલન સાથે 7 ૨૩૭ પરોક્ષ અને અપરોક્ષ રીતે જોડાયેલી ભારતભરની બહેનોને સત્કાર કરતાં બ્રહ્મવિદ્યામંદિરનાં શ્રીમતી સુશીલાબેન અગ્રવાલે બ્રહ્મવિદ્યામંદિરની સ્થાપનાની પાર્શ્વભૂમિકા બાંધતાં કહ્યું કે અહીં બે દષ્ટિએ પ્રયોગ ચાલી રહ્યો છે. અકર્માવસ્થામાં પણ ચિત્ત કેટલું ઉપર ઊઠી શકે છે તેને પ્રયોગ; બીજું સંન્યાસના આધાર પહેલાના સમયમાં ભિક્ષા હતી. આ વિજ્ઞાનયુગમાં શ્રામઆધારિત સંન્યાસ રહેશે. બાબાએ આ વાત વિચારી ત્યારે બ્રહ્મવિદ્યામંદિરને મજદૂરીમાં - શામક્ષેત્રમાં પ્રવેશ થયો. બ્રહ્મવિદ્યાપ્રાપ્તિનું પ્રણ (વ્રત) લઈ બેઠેલી બહેને કામસાધના કરે છે. એટલે કે ખેતીકામ અને બીજા કામ દ્વારા પેાતાના નિભાવપૂરનું મેળવી લે છે, જેથી આશ્રમ યા તો બીજા કોઈ પર બોજારૂપ થયા વિના સ્વમાનપૂર્વક આજીવિકાની સ્વયં વ્યવસ્થા થઈ ગઈ. આગળ ચાલતાં તેમણે કહ્યું કે અહીં કોણ કોનું સ્વાગત કરશે? આપણે સૌ તો એક જ પરિવારનાં છીએ, પરંતુ ચર્ચામાં પ્રવેશ કરવા માટે જરૂર થોડું કહીશ. આપણા પરિવાર હવે વિશાળ થતો જાય છે. એક લોકયાત્રા આઠ પ્રદેશમાં ઘૂમી ચૂકી છે. સમાન વિચારધારાવાળા અનેક લેાકો સાથે સંપર્કો વધ્યા છે. “મૈત્રી” માસિક દ્વારા પણ સંપર્કને વિસ્તાર વધતો જાય છે. એટલે અહિંસક સમાજ નિર્માણ કરવાની દિશામાં વિચારવિનિમય કરવાનું સરળ બન્યું છે. જે સ્થાન પર આપણે મળ્યાં છીએ તેની ઘેાડી ઐતિહાસિક ભૂમિકા જાણી લઈએ. પંદરસો વર્ષ પૂર્વે નાં અનેક પ્રકારના મૂર્તિએ રૂપી અવશેષો અહીંથી મળી આવે છે. એમ પ્રતીતિ થઈ છે કે એક જમાનામાં અહીં ભકિતની સાધના થઈ હશે. કહેવાય છે કે અહીં પ્રવરસેન રાજા રાજ કરતો હતો. તેની માતા પ્રભાવતી અત્યંત ભકિતવાન હતી. તેણે ભગવદ્સ્મરણમાં સગવડ રહે તે માટે અનેક મંદિર - ધર્મશાળા આદિ બનાવ્યાં. અહીંથી નીકળતા અવશેષો આ કથાને પુષ્ટ કરે છે. પૂ. બાબાના અહીં આવ્યા પછી એક ચમત્કારિક ઘટના બની. ૧૯૩૨માં બાબાએ એવી ભાવના પ્રગટ કરી હતી કે અયોધ્યામાં જયારે ૧૪ વર્ષના વનવાસ બાદ રામ-ભરતમિલાપ ઘટિત થયો, ત્યારે તપશ્ચર્યાથી બેઉનાં શરીર કૃશ થયેલાં હતાં, છતાં બેઉના ચહેરા પર આધ્યાત્મિક કાંતિ દેદીપ્યમાન હતી. તે વખતે એ કહેવું મુશ્કેલ હતું કે આ બેમાંથી કોણે વનવાસ વેઠ્યો, અને કોણ રાજધાનીમાં રહેલું : આ પ્રસંગવાળી મૂર્તિ હોય તો કેવું સારું? સંયોગવશાત્ આશ્રમના ખોદકામ વખતે ૧૯૩૮માં પૂ. બાબાનાં હાથે જ સ્વયં ભગવાન પ્રગટ થયા તેવું બન્યું. રામ-ભરતમિલાપની આવી મૂર્તિ બીજે કશે જોવામાં નથી આવતી. આ મૂર્તિની મંદિરમાં વિધિવત્ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને ત્યાં સવાર-સાંજ આરતી થાય છે. પૂ. બાબાની કુટિર સામે જ છે. બાબાએ જયારથી સૂક્ષ્મમાં પ્રવેશ કર્યો છે ત્યારથી આ બહેનો કંઈ સવાલ લઈ જાય તે તેએ કહે છે કે અમને ન પૂછે, રામ–ભરતને પૂછે. આપણાં સૌની ઉપાસનાનું કેન્દ્ર તે તે જ છે. આપણે સૌ અહીં ભેગાં મળ્યાં છીએ તેમાં યુગની મગ છે. બ્રહ્મચર્યપૂર્વક સામૂહિક સાધનાના પ્રયોગા તો ભારતમાં ઘણાં સ્થાનામાં થાય છે, પરંતુ અહીંની વિશેષતા એ છે કે અહીં સંન્યસ્તવૃત્તિપ્રધાન જીવન છે અને અહીં વસતી સાધિકા બહેનોની જીવિકા ભિક્ષાથી નહિ પણ કામથી મેળવેલી હોય છે; અને આ શ્રામ દ્વારા અમે લોકો ભારતમાં સૌથી પછાતમાં પછાત જે પીડિત વર્ગ છે તેમની સાથે હાર્દિક સ્પર્શ અનુભવી શકીએ છીએ. અમારી બીજી વિશેષતા એ છે કે ચિત્તશુદ્ધિપૂર્વક ભકિત સાથે અહીં ક્રાંતિની તમન્નાવાળી બહેનો ભેગી યઈ છે. સર્વાંગીણ સાધના હંમેશાં સમાજને સાથે રાખીને કરવી પડશે. અન્યથા કેવળ ક્રાંતિનું કામ કરવાવાળા થાકી જશે અને કેવળ શાંતિ માટે કામ કરવાવાળા એકાંગી રહી જશે. માટે જયાં
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy