SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ બ્રિટનના એક વર્તમાનપત્રે તેમના જાસૂસી પત્રકારોને મેકલીને તુર્કીના જાસૂસી ખાતાનાં આ કેન્દ્રોમાં થતા અત્યાચારોના ફોટા પાડયા છે. પ્રબુદ્ધ જીવન ૧૨મી માર્ચ ૧૯૭૧ની તારીખથી તુર્કીના વડા પ્રધાન ડેમીરેલને રાજીનામું આપવાની ફરજ પાડીને તુર્કીની લેાકશાહીને કાગળ ઉપર સલામત રાખીને અત્યારે લશ્કરી જનરલા મન ફાવે તે રીતે તુર્કી ઉપર શાસન ચલાવે છે. તુર્કી ‘નાટો’નું સભ્ય હોઈને સામ્યવાદને ખાળવાની તેની ફરજને તે અમેરિકા કરતાં વધુ ઉત્સાહથી અત્યાચાર દ્વારા પાળે છે. અમેરિકા તો પારકી ભૂમિ ઉપર જઈને બાબમારો કરે છે, પણ તુર્કીના જનરલે તે પેાતાની જ પ્રજાને રિબાવે છે. એક માર્ક્સવાદી યુવાન પકડાયો તેના ઉપર કામ ચલાવવાને બદલે તદ્ન નજીકથી પિસ્તોલના ત્રણ શેટ મારીને તેને ખતમ કરવામાં આવ્યા હતા. તુર્કીમાં રાજકીય હેતુ પાર પાડવા માટે અપહરણ ન થાય તે માટે રાતોરાત રેડિયો ઉપર પ્રસારણ કરીને કાયદો પસાર કરવામાં આવે છે. અપહરણ કરનારને માટે તુર્કીમાં દેહાંત દંડની સજા થાય છે. એ પછી અપહરણની શંકા પડે તે પણ વિદ્યાર્થીઓ, વઠ્ઠલેા, શિક્ષકો અને પત્રકારોની ધરપકડ કરવામાં આવે છે. આવા ૧૨૦૦૦ જેટલા શિક્ષિતા તુર્કીની જેલમાં સબડે છે. ૩૫૦૦ ઉપર તે હજી કોર્ટનું કામ પણ ચાલ્યું નથી. તુર્કીના રેડિયો અને ટેલિવિઝન અત્યારે લશ્કરી અફસરો ચલાવે છે. ડાબેરી કામદાર મંડળા ઉપર પ્રતિબંધ મુકાયા છે. અંકારાના એક વર્તમાનપત્રના તંત્રી ઉપર સામ્યવાદી પ્રચાર કરવા માટે ૬ માસની જેલ ઠોકવામાં આવી છે. માર્ક્સવાદ કે સમાજવાદનાં પુસ્તકોમાં શું લખ્યું છે તે ન સમજનારા એક પુસ્તક પ્રકાશકને જેલમાં ગાંધવામાં આવ્યા છે. વર્તમાનપત્રના તંત્રીઓ કે વકીલાને જેલમાં બીમારી આવે તો જેલની હોસ્પિટલના ખાટલામાં તેમના પગ સાથે સાંકળ બાંધીને જ રાખવામાં આવે છે. ૨૧ વર્ષના એક વિદ્યાર્થીને ઉદ્દામ વિચારશ્રેણીવાળા સમજીને તેના પગના નખ ઊતરડી લેવામાં આવ્યા હતા. તે પછી એક મહિના નીંગળતા લોહી સાથે તે પેાલીસની કોટડીમાં ગાંધાઈ રહ્યો ત્યારે તેના પગમાં જીવાત પડી ગઈ હતી. તુર્કીમાં ચાલતા આ છૂપા અત્યાચારની ‘નાટો' ના ભાગીદાર દેશાને ખબર પડી ત્યારે પેરિસમાં છેલ્લે ડિસેમ્બર માસમાં મળેલી બેઠકમાં અમેરિકન ભાગીદારે પૂછ્યું, “તુર્કીમાં આ બધું શું ચાલે છે?” બ્રિટને પણ ટાપસી પુરાવી હતી. ત્યારે તુર્કીના પ્રતિનિધિએ સામું પૂછ્યું, “ વિયેટનામ અને ઉત્તર આયરલેન્ડમાં શું ચાલે છે એ અમે પૂછીએ છીએ ? (!)” આમ ‘નાટો’ના ભાગીદારો કંઈ કરી શકતા નથી. સંયુકત રાષ્ટ્ર સંઘે રાજકીય અટકાયતી ઉપર અમાનુષી અત્યાચાર ન થાય તે માટે પ્રયાસ આદર્યા છે. લગભગ ૩૬ દેશોએ રાજકીય અટકાયતી પરત્વે માનવતાભર્યો વર્તાવ કરવાના ખતપત્રમાં સહી કરવા તૈયારી બતાવી છે. તુર્કી કહે છે કે અમારું રાજ્યબંધારણ જુઓ, તેમાં સ્પષ્ટ લખ્યું છે, “તુર્કીમાં કોઈ વ્યકિત પ્રત્યે ખરાબ વર્તણૂક કરવામાં નહિ આવે કે રિબાવવામાં નહિ આવે.” (!) પણ બંધારણની આ કલમ અત્યારે કાગળ ઉપર જ રહી ગઈ છે. કાંતિ ભટ્ટ પ્રબુદ્ધે જીવન” અંગે ‘પ્રબુદ્ધ જીવન’ના હાલના સ્વરૂપ અંગે કાર્યાલયને ઘણા પત્રા મળે છે, તેમાં ખૂબ જ સંતોષ વ્યકત કરવામાં આવે છે. તેમાંથી બે જ પત્ર વાચક–સમુદાયની જાણ માટે નીચે પ્રગટ કરવામાં આવ્યા છે. એક છે આપણા જાણીતા સાક્ષર પ્રો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને અને બીજા છે મલાડ મહિલા કોલેજના વાઈસ પ્રિન્સિપલ શ્રી બકુલ રાવળનો. –મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ [૧] સૂરત, તા૦ ૬-૨-૧૯૭૩ તા. ૧૬-૨–૭૩ તમે એ શેાભાવ્યું છે એમાં શંકા નથી, તમારા પોતાના લેખો અને નોંધો ઉપરાંત બીજા વિદ્વાનોના પણ વિચારસમૃદ્ધ લેખા એમાં આવે છે. એમાં ઘણુંઘણું મનનીય હોય છે. કર્યાંય અપરુચિનું દર્શન થતું નથી. એની ધ્યેયનીતિ સ્વસ્થ તેમ જ પ્રગતિશીલ છે. સ્નેહી ભાઈશ્રી ચીમનલાલભાઈ, આપ કુશળ હશો . ‘પ્રબુદ્ધ જીવન’ હું . નિયમિત અને રસથી વાંચું છું. આ એક ઉત્તમ વિચારપત્ર છે. તંત્રીપદ સ્વીકારતાં તમને થોડી દૂિધા હતી, પણ આ છેલ્લા અંકમાં તમારો ‘૩૦મી જાનેવારી'ના લેખ કેવા સુંદર છે! ગાંધીજીના સ્મરણથી હૃદય વે અને પવિત્ર થાય એવું તમારું વાસ્તવિક દષ્ટિવાળું, દીપ્તિમય લખાણ છે. ગાંધીજીને તમે ‘ધર્મપુરુષ' કહ્યા છે તે પૂરી સાચી વાત છે. મહાત્મા તો તેઓ હતા જ, પણ સાથે ધર્માત્મા, ધર્મદ્રાઅને સત્ય પરાક્રમી હતા...મારા મૃતદેહ ઉપર દેશના ભાગલા થશે’ -એ અન્ય રીતે સાચું જ પડયું ગણાય– દેશના ભાગલા ઉપર જ એમના દેહ પડયો ! દેશના ભાગલાએ જ (જે ભાગલાની માનસિક પ્રક્રિયા ૧૮૮૫ થી શરૂ થઈ હતી) એમના પ્રાણ લીધા છે. પણ આ શતકના એ મહાયજ્ઞનું મહાબલિદાન એળે નહિ જાય એવી આપણી કાન્દ્રા છે. “પ્રજાજીવનના આણુએ અણુમાં તે (ગાંધીજી) વ્યાપેલ છે.” એ તમારું વિધાન સાચું છે. એ ગમે ત્યારે પ્રગટ થશે જ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના નમસ્કાર મુંબઈ, તા. ૨૨-૧-’૭૩ આદરણીય મુરબ્બી શ્રી ચીમનલાલ શાહ, ‘પ્રબુદ્ધ જીવન”માં દિનપ્રતિદિન આવતાં સુખદ પરિવર્તન જોઈને આનંદ થાય છે અને તેની લાગણી વ્યકત કર્યા વગર રહી શકતા નથી. તમે આ સામયિકને સર્વજનસુલભ બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. એ સ્પષ્ટ દેખાય છે અને છતાં એનું સ્તર સુયૅાગ્ય રીતે જળવાઈ રહ્યું છે. કૃતિઓની ગુણવત્તા પણ પ્રશસ્ય છે. તમારી સંપાદન-દષ્ટિ સંપન્ન છે તેવી છાપ ઊપસી આવે છે. સાહિત્ય, ધર્મ, શિક્ષણ તથા રાજકારણના અને જનસામાન્યને પણ પ્રેરણા આપે તેવા લેખાથી સભર ‘પ્રબુદ્ધ જીવન' વાચનક્ષમ બન્યું છે. વૈવિધ્ય અને ગુણવત્તા બંને જળવાય છે તે સવિશેષ નોંધપાત્ર છે. હું આપને તથા આપના સાથી કાર્યકરોને અભિનંદન આપ્યા વગર રહી શકતા નથી. કુશળ હશે ! વિનમ્ર બકુલ રાવળ * સઘ સમાચાર સંધના લાઈફ મેમ્બરો સંઘના આજીવન સભ્યોનાં ૧૫૬ નામે અગાઉ પ્રગટ થઈ ગયાં છે. નવાં નામે નીચે પ્રમાણે છે: ૧૫૭ શ્રી મેહનલાલ છેટાલાલ ૧૫૮ શ્રી ઝવેરચંદ પદમશી ૧૫૯ શ્રી મૂળચંદભાઈ પ્રેમજી ૧૬૦ શ્રી દિનેશ એચ. શાહ, કલકત્તા ૧૬૧ શ્રી ઈન્દુલાલ હી. વેરા ૧૬૨ શ્રી પોપટભાઈ હેમચંદ કોઠારી–ભાવનગર અંદાજપત્ર અંગે ભારત સરકારનું અંદાજપત્ર પ્રગટ થયા બાદ, માર્ચના પહેલા અઠવાડિયામાં, અર્થશાસ્ત્રના નિષ્ણાત એવા વકતાનું એક જાહેર વ્યાખ્યાન (ગુજરાતીમાં) શ્રી મુંબઈ જૈન યુવક સંઘના આશ્રાયે, શ્રી પરમાનંદ કાપડિયા સભાગૃહમાં, યોજવાનું વિચારવામાં આવ્યું છે. તારીખ અને વકતા નક્કી થયું, તેની જાહેરાત, વર્તમાનપત્રની સ્થાનિક નોંધમાં કરવામાં આવશે, તેની નોંધ લેવા વિનંતિ છે, સંધના સભ્યોને વિજ્ઞપ્તિ ૧૯૭૨નું વર્ષ પૂરું થયું છે, હવે થેડાક સભ્યોનાં લવાજમે બાકી રહે છે. તેમને લવાજમના રૂા. ૧૦/- કાર્યાલય પર સત્વર મેકલો આપવા અથવા તો લવાજમ લેવા આવનાર ભાઈ પ્રાણલાલને આપવા વિનંતિ છે. જે સભ્યો હજુ આજીવન સભ્ય ન થયા હોય તેમને આજીવન સભ્ય થવા અથવા મિત્રામાંથી મેળવી આપવા વિનંતિ કરવામાં આવે છે. આપણી પ્રવૃત્તિઓને સમૃદ્ધ બનાવવા આપ સર્વને સહકાર આવશ્યક છે. ચીમનલાલ, જે. શાહ સુબોધભાઇ એમ. શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ 6
SR No.525958
Book TitlePrabuddha Jivan 1973 Year 34 Ank 17 to 24 and Year 35 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorChimanlal Chakubhai Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1973
Total Pages278
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy